સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


વાસ્તુ મુજબ પર્ફેક્ટ પ્લોટ પસંદ કરવા માટેના સૂચનો

જો તમે ટૂંક સમયમાં જ પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યાં હો અને જો તમે પ્લોટ માટેના પર્ફેક્ટ વાસ્તુ વિશે જાણવા માંગતા હો તો, તમે તદ્દન યોગ્ય લેખને વાંચી રહ્યાં છો.

Share:


વાસ્તુ મુજબ પર્ફેક્ટ પ્લોટને કેવી રીતે પસંદ કરવો?

 

તમે જ્યારે રહેણાક જગ્યા કે કૉમર્શિયલ જગ્યા તરીકે ખરીદવા માટે કોઈ જમીનના પ્લોટને પસંદ કરી રહ્યાં હો ત્યારે વાસ્તુ મુજબ જ જમીની પસંદગી કરવી હિતાવહ છે. આમ એટલા માટે કે જમીનનો ટુકડો એ એક અચલ સંપત્તિ છે, આથી, આ જમીન હકારાત્મક અનુભૂતિ કરાવતી હોય અને નકારાત્મક ઊર્જાઓથી મુક્ત હોય તેની ખાતરી કરી લેવી જરૂરી બની જાય છે. પ્લોટનું વાસ્તુ ઘર માટેના વાસ્તુશાસ્ત્રથી અલગ છે. આથી, જો તમે એ બાબતે ચિંતિત હો કે તમે પસંદ કરેલો પ્લોટ યોગ્ય છે કે નહીં, તો આ લેખ તમને તેના બધાં જ પાસાંને વિગતવાર સમજવામાં મદદરૂપ થશે.

 

સૌપ્રથમ તો પ્લોટને ખરીદતા પહેલાં વાસ્તુની જે માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે, તેને સમજી લો. આ સેગમેન્ટમાં ત્રણ સૌથી મહત્વના સૂચનોને યાદ રાખી લેવા જેવા છેઃ




પ્લોટની દિશાઃ

 

  • તમારા પ્લોટ પર શાંતિ અને સ્થિરતાની અનુભૂતિ થતી હોવી જોઇએ તથા હકારાત્મકતા ફેલાય તે માટે તેની આસપાસ ખૂબ હરિયાળી હોવી જોઇએ. ફળદ્રુપ માટી એ પ્લોટની આસપાસ સારી માટી હોવાનું સૂચવે છે. પ્લોટના વાસ્તુને સમજવાનું શરૂ કરીએ તે પહેલાં પ્લોટ પર જઇને ઊભા રહેવું જોઇએ અને તેના કંપનોની અનુભૂતિ કરવી જોઇએ. તમે જ્યારે ત્યાં હો ત્યારે તમને હકારાત્મકતાની અનુભૂતિ થવી જોઇએ. કોઈ પણ પ્રકારના વિષાક્ત કે નકારાત્મક વિચારો આવવા જોઇએ નહીં.


સાઇટની અભિમુખતાઃ

 

વાસ્તુ મુજબ જમીનની પસંદગી કરવાના સૌથી મહત્વના પાસાંમાંથી એક પાસું સાઇટની અભિમુખતા છે. વાસ્તુની માર્ગદર્શિકા વૈજ્ઞાનિક તર્ક પર આધારિત છે. કોઈ પણ શહેરમાં ઘરો/એપાર્ટમેન્ટ્સ રોડની બંને તરફ આવેલા હોય છે અને જ્યારે ઘરો ચારેય દિશામાં આવેલા હોય ત્યારે શહેર ખૂબ જ સુંદર લાગે છે. આથી, પ્લોટના વાસ્તુ મુજબ ચારેય દિશાઓને શુભ માનવામાં આવે છે. પૂર્વાભિમુખ ઘરો વિદ્વાનો, પૂજારીઓ, તત્વચિંતકો, પ્રોફેસરો માટે યોગ્ય ગણાય છે, ઉત્તરાભિમુખ ઘર સત્તાધિશો, વહીવટીતંત્રમાં રહેલા લોકો માટે સારું ગણાય છે, દક્ષિણાભિમુખ ઘર વ્યાવસાયિક વર્ગ માટે અને જેઓ મેનેજમેન્ટના સ્તરે કામ કરે છે, તેમના માટે યોગ્ય ગણાય છે, જ્યારે પશ્ચિમાભિમુખ ઘર સમાજને સહાયક સેવાઓ પૂરી પાડનારા લોકો માટે ઉત્તમ ગણાય છે.


સાઇટની માટીઃ

 

  • ઘરના બાંધકામના વિવિધ તબક્કાઓને શરૂ કરતાં પહેલાં આ અગાઉ આ જમીનનો ઉપયોગ શું થતો હતો, તે જાણી લેવું જરૂરી છે. ખેતી માટે સૌથી અનુકૂળ હોય તેવો પ્લોટ પસંદ કરવો શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે, તે સૌથી વધારે ફળદ્રુપ માટી ધરાવે છે. સામાન્ય રીતે, ખેતી માટે જે માટી સારી ગણાતી હોય તે મકાનના પાયા બનાવવા માટે પણ સારી ગણાય છે. જ્યારે કાળી માટી ખેતી તેમજ મકાન બાંધવા માટે પણ સારી ગણાતી નથી, કારણ કે, તેમાં પાણી જમા થયેલું રહે છે અને તેનાથી પાયામાં ભેજ આવી શકે છે. વળી, મકાન બાંધવા માટે ખડકાળ જમીન પણ ટાળો. અતિશય કીડા ધરાવતો પ્લોટ પણ ટાળવો જોઇએ, કારણ કે, તે દર્શાવે છે કે જમીન અત્યંત ઢીલી છે.


રોડની ગોઠવણઃ

ત્યારબાદ, પ્લોટની આસપાસ રોડની ગોઠવણ કેવી રીતે થયેલી છે, તે અંગે વિચાર કરવો જોઇએ. અહીં નીચે કેટલાક સંકેતો આપ્યાં છેઃ

 

સારી સાઇટઃ

 

  • પૂર્વ દિશામાંથી પ્લોટના ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણા તરફ આવતો રોડ.
  • ઉત્તર તરફથી આવતો અને પ્લોટના ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણાને સ્પર્શતો રોડ.

 

સરેરાશ સાઇટઃ

 

  • પશ્ચિમ દિશામાંથી આવતો અને પ્લોટના ઉત્તર-પશ્ચિમ ખૂણાને સ્પર્શતો રોડ.
  • દક્ષિણ દિશામાંથી આવતો અને પ્લોટના દક્ષિણ-પૂર્વ ખૂણાને સ્પર્શતો રોડ.

 

ખરાબ સાઇટઃ

 

  • પશ્ચિમ દિશામાંથી આવતો અને પ્લોટના દક્ષિણ-પશ્ચિમ ખૂણાને સ્પર્શતો રોડ.
  • પૂર્વ દિશામાંથી આવતો અને પ્લોટના દક્ષિણ-પૂર્વ ખૂણાને સ્પર્શતો રોડ.
  • ઉત્તર દિશામાંથી આવતો અને પ્લોટના ઉત્તર-પશ્ચિમ ખૂણાને સ્પર્શતો રોડ.
  • દક્ષિણ દિશામાંથી આવતો અને પ્લોટના દક્ષિણ-પશ્ચિમ ખૂણાને સ્પર્શતો રોડ.

પ્લોટનો આકારઃ

 

પ્લોટના વાસ્તુનું અન્ય એક મહત્વનું પાસું પસંદ કરવામાં આવેલા પ્લોટ કે જમીનનો આકાર છે. અહીં નીચે તેના ચાર સર્વસામાન્ય આકારો આપવામાં આવ્યાં છેઃ

 

  • ચોરસ પ્લોટઃ એકસમાન લંબાઈ અને પહોળાઈ ધરાવતા પ્લોટને મકાન બાંધવા માટે સૌથી આદર્શ સાઇટ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ, તે સર્વાંગી વિકાસ, સમૃદ્ધિ અને ખુશીઓની ખાતરી કરે છે. પ્રાચીન સમયમાં કેન્દ્રમાં આવેલા ચોરસ આંગણાંની આસપાસ ઘરોની રચના કરવામાં આવતી હતી, જેનાથી વધુ સારા હવાઉજાસની ખાતરી થઈ શકે છે અને તે સૌથી અનુકૂળ ગણાય છે.

 

  • લંબચોરસ પ્લોટઃ 1:2ના ગુણોત્તરમાં લંબાઈ અને પહોળાઈ ધરાવતા પ્લોટને પણ વાસ્તુ મુજબ સારી જમીન ગણવામાં આવે છે. જો તે ઉત્તર તરફ લાંબો હોય અને પશ્ચિમ તરફ પહોળો હોય તો, તેને સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ પ્રકારના પ્લોટ સારું આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે.

     

  • ત્રિકોણ પ્લોટઃ ત્રિકોણાકાર પ્લોટને સારો માનવામાં આવતો નથી. વાસ્તુ મુજબ, આ પ્રકારના પ્લોટમાં આગ લાગવાનું અને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે.

     

  • અંડાકાર પ્લોટઃ આ પ્રકારના પ્લોટ ઘરનું બાંધકામ કરવા માટે સારા ગણાતા નથી. વાસ્તુ મુજબ, આ પ્રકારના પ્લોટ ઘરના માલિકના જીવનમાં દુર્ભાગ્ય લઇને આવે છે.


પ્લોટની એકરૂપતાઃ

 

પ્લોટને પસંદ કરતાં પહેલાં વ્યક્તિએ વાસ્તુના નિયમો મુજબ પ્લોટની એકરૂપતાને પણ ધ્યાનમાં લેવી જોઇએઃ

 

જો તમે રહેવાના ઉદ્દેશ્યથી પ્લોટના વાસ્તુ અંગે વિચારણા કરી રહ્યાં હો તો, જમીન સપાટ હોય તેની ખાતરી કરો. જો જમીન ઢાળવાળી હોય અને આ ઢાળ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ હોય તો, તે જમીન શુકનિયાળ ગણાય છે. જો ઢાળ પશ્ચિમ તરફ હોય તો, તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે વિખવાદો પેદા થાય છે અને તેના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ ઘરનું નિર્માણ કરવા માટે વાસ્તુના સૂચનો



તમારો પ્લોટ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લઇને આવે તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક વાસ્તુના સૂચનો આપવામાં આવ્યાં હતાં. તમે જ્યારે વાસ્તુ મુજબ જમીન પસંદ કરવા જાઓ કે પ્લોટ ખરીદવા જાઓ ત્યારે આ સૂચનોને ધ્યાનમાં રાખો. તમે ઘરના નિર્માણ પાછળ થનારા ખર્ચની ગણતરી પૂરી કરી લો અને પ્લોટના વાસ્તુને ફાઇનલ કરો, તે પહેલાં પ્લોટ ખરીદવાની કાયદાકીય જરૂરિયાતોને સમજી લેવી જરૂરી છે. તમે તેને અમારા આ લેખમાં વિગતવાર સમજી શકો છોઃ જમીન ખરીદવા માટે જરૂરી દસ્તાવેજો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....