Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
અલ્ટ્રાટૅક વેધર પ્લસ સીમેન્ટ એ વૉટર રીપેલેન્ટ છે, જે પાણીને અસરકારક રીતે દૂર રાખે છે અને ભેજ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડી તમારા ઘરની મજબૂતાઈનું રક્ષણ કરે છે.
અલ્ટ્રાટૅક વેધર પ્લસની મદદથી તમારા ઘરને મજબૂત અને ટકાઉ બનાવો.
ભેજ તમારા ઘરના કોઈ પણ હિસ્સામાંથી પ્રવેશી શકે છે, છત, દિવાલો અને દરવાજામાંથી પણ. એકવાર તે ઘરમાં પ્રવેશી જાય તે પછી તે ઝડપથી ફેલાય છે. ભેજ તમારા ઘરના પાયામાંથી પણ ઘરમાં પ્રવેશવાનો રસ્તો શોધી લે છે.
ભેજને કારણે આરસીસીમાં રહેલું સ્ટીલ ખવાઈ જાય છે, જેના પગલે તિરાડો પડે છે અને આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટી જાય છે. આ ઉપરાંત, તે માળખાંને અંદરથી નબળું પાડીને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે.
ભેજ તમારા ઘરનાં માળખાંને ખોખલું અને નબળું બનાવી દે છે, જે તેના માળખાંની અખંડિતતા અને ટકાઉપણાને જોખમમાં મૂકી દે છે. ભેજ એકવાર તમારા ઘરમાં પ્રવેશી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વૉટરપ્રૂફિંગ સારવાર, રંગ કે ડિસ્ટેમ્પરનું પાતળું, સંરક્ષણાત્મક કવચ ઝડપથી નીકળી જાય છે અને તે ફક્ત કામચલાઉ ઉકેલ છે. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને ફરીથી ઘર રંગાવું એ ટૂંકાગાળાના ઉકેલો છે. આથી, તમારા ઘરને ભેજથી બચાવવા માટે નિવારક પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
ભેજ તમારા ઘરમાં ક્યાંયથી પણ પ્રવેશી શકે છે, ફ્લોર, છત, દિવાલો અને પાયામાંથી પણ. આથી, તમારા ઘરની મજબૂતાઈ અને ટકાઉપણાને ભેજથી બચાવવા માટે તમારા ઘરનું સંપૂર્ણ બાંધકામ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરાવવું જોઇએ. તે પાણીને દૂર રાખે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવવા માટે ઘણી વધારે સુરક્ષા પૂરી પાડે છે તથા તેના માળખાંની અખંડિતતાને જાળવે છે.
અલ્ટ્રાટૅક વેધર પ્લસની રચના વિશિષ્ટ પ્રકારે કરવામાં આવી છે, જે કેપિલરીઓના આંતરજોડાણને તોડીને કૉંક્રીટમાં રહેલા સૂક્ષ્મ છિદ્રોને પૂરી દે છે અને પાણીને દૂર રાખવાની તેની ક્ષમતાને સુધારે છે તથા ભેજ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડીને તમારા ઘરને મજબૂત અને ટકાઉ બનાવે છે.