સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


શ્રી કુમાર મંગલમ બિરલા

ચેરમેન, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ

શ્રી કુમાર મંગલમ બિરલા 48.3 બિલિયન ડોલરનાં બહુરાષ્ટ્રીય આદિત્ય બિરલા જૂથના ચેરમેન છે, જે 6 ખંડોમાં 35 દેશોમાં કાર્યરત છે. તેની 50 ટકાથી વધુની આવકનો પ્રવાહ ભારતની બહારની કામગીરીમાં આવે છે.

birla

શ્રી કુમાર મંગલમ બિરલા

ચચેરમેન,

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ.

 

શ્રી કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે.

 

તેઓ ભારત અને વૈશ્વિક સ્તરે જૂથની તમામ મુખ્ય કંપનીનાં બોર્ડ્સનાં અધ્યક્ષ છે. વૈશ્વિક સ્તરની કંપનીઓના તેના ક્લચમાં નોવેલિસ, કોલમ્બિયન કેમિકલ્સ, આદિત્ય બિરલા મિનરલ્સ, આદિત્ય બિરલા કેમિકલ્સ, થાઈ કાર્બન બ્લેક, એલેક્ઝાન્ડ્રિયા કાર્બન બ્લેક, ડોમ્સજો ફેબ્રિકર અને ટેરેસ બે પલ્પ મિલનો સમાવેશ થાય છે. ભારતમાં તેઓ હિન્ડાલ્કો, ગ્રાસીમ, અલ્ટ્રાટેક, વોડાફોન આઈડિયા અને આદિત્ય કેપિટલ લિમિટેડનાં બોર્ડ્સની અધ્યક્ષતા કરે છે.



બોર્ડ ઓફ ડિરેક્ટર્સ


શ્રીમતિ રાજશ્રી બિરલા

નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

birla

શ્રીમતિ રાજશ્રી બિરલા

નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

 

શ્રીમતિ રાજશ્રી બિરલા આદિત્ય બિરલા ગ્રુપની તમામ મુખ્ય કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર છે. તેઓ આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનિટી ઈનિશિએટિવ્સ અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ખાતે ગ્રામીણ વિકાસના અધ્યક્ષા તરીકે પણ કાર્ય કરે છે.

શ્રી અરુણ અધિકારી

સ્વતંત્ર નિર્દેશક

birla

શ્રી અરુણ અધિકારી

સ્વતંત્ર નિર્દેશક

 

અરુણ અધિકારી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુર અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તાના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે યુએસએની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હોર્ટન સ્કૂલ ખાતે એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ પણ કર્યો છે. તેઓ 1977માં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે હિન્દુસ્તાન લિવર લિમિટેડમાં જોડાયા હતા અને તેમણે ભારત, યુકે, જાપાન અને સિંગાપોરમાં યુનિલિવર ગ્રુપ સાથે કાર્ય કર્યું હતું. જવાબદારીનાં તેમના ક્ષેત્રોમાં વ્યુહરચના, કોર્પોરેટ વિકાસ, વેચાણ, ગ્રાહક સંશોધન અને માર્કેટિંગ છે, જે સામાન્ય સંચાલન અને નેતૃત્ત્વની ભૂમિકામાં પરિણમી છે. તેઓ જાન્યુઆરી 2014માં યુનિલિવરમાંથી નિવૃત્ત થયા હતા.

સુશ્રી અલકા ભરુચા

સ્વતંત્ર નિર્દેશક

birla

સુશ્રી અલકા ભરુચા

સ્વતંત્ર નિર્દેશક

 

સુશ્રી અલકા ભરુચાએ પોતાની કારકિર્દીનો આરંભ મુલ્લા એન્ડ મુલ્લા એન્ડ ક્રેગી બ્લન્ટ એન્ડ કૈરોની સાથે કરી હતી અને તેઓ 1992માં ભાગીદાર તરીકે અમરચંદ એન્ડ મંગલદાસ સાથે જોડાયા હતા. 2008માં તેમણે ભરુચા એન્ડ પાર્ટનર્સની સહસ્થાપના કરી હતી, શરૂઆતથી તેને લંડનની આરએસજી કન્સલ્ટિંગ દ્વારા ભારતમાં ટોચની પંદર કંપનીઓમાં રેન્ક આપવામાં આવ્યો છે. વર્ષોથી અલકાને ભારતના અગ્રણી વકીલોમાં ચેમ્બર્સ ગ્લોબલ, લિગલ 500 અને હુઝ હુ લિગલ દ્વારા રેન્ક આપવામાં આવ્યો છે. અલકા ભરુચા એન્ડ પાર્ટનર્સ ખાતે ટ્રાન્ઝેક્શન્સ પ્રેક્ટિસના અધ્યક્ષા છે. તેમની નિપુણતાનાં ક્ષેત્રોમાં વિલિનીકરણ અને હસ્તાંતરણ, સંયુક્ત સાહસો, ખાનગી ઈક્વિટી, બેંકિંગ અને ફાયનાન્સનો સમાવેશ થાય છે. અલકા નાણાકીય સેવાઓના ગ્રાહકો તેમ જ વીજ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના લોકો માટે કાર્ય કરવાનો વિશેષ અનુભવ ધરાવે છે. તેઓ રિટેઈલ, સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે આંતર-રાષ્ટ્રીય નિગમોમાં પ્રતિનિધિત્ત્વ કરવામાં પણ પ્રવૃત્તપણે જોડાયેલા છે.

શ્રી સુનિલ દુગ્ગલ

સ્વતંત્ર નિર્દેશક

birla

શ્રી સુનિલ દુગ્ગલ

સ્વતંત્ર નિર્દેશક

 

શ્રી દુગ્ગલ બીઆઈટીએસ, પિલાનીથી બેચલર ઓફ ટેકનોલોજી ઓનર્સ (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) છે અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કલકત્તાથી બિઝનેસ મેનેજમેન્ટ (માર્કેટિંગ)માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. શ્રી દુગ્ગલે 1994માં ડાબર ઈન્ડિયા લિમિટેડમાં જોડાયા હતા અને 2002થી 2019 દરમિયાન 17 વર્ષ સુધી મુખ્યત્ત્વે એફએમસીજીના સીઈઓ તરીકે કાર્ય કર્યું છે, જેથી તેઓ એફએમસીજીમાં સૌથી લાંબા સમય સુધી સીઈઓનો કાર્યભાર સંભાળનારા વ્યક્તિ બન્યા છે. શ્રી દુગ્ગલ સંખ્યાબંધ સમિતિઓ જેવી કે ઈન્ડો-ટર્કિશ જેબીસી અને ફૂડ પ્રોસેસિંગ અંગેની ફિક્કી સમિતિમાં અધ્યક્ષ અને સહ-અધ્યક્ષ રહ્યા છે. તેમને ત્રણ વખત એફએમસીજી સીઈઓ ઓફ ધ યર જેવા ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે અને દેશના ટોપ વેલ્થ ક્રિએટર્સમાં તેમની ગણના કરવામાં આવે છે. તેમને કારોબાર અને સામાજિક ક્ષેત્રોમાં સિદ્ધિઓ માટે 2019માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ કલકત્તા દ્વારા પ્રતિષ્ઠિત એલ્યુમન્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


શ્રી અતુલ દાગા

હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર

birla

શ્રી અતુલ દાગા

હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર

 

શ્રી અતુલ ડાગા અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય અધિકારી છે, તેમણે રોકાણકારોના સંબંધોનું સંચાલન કરવા માટે એક મજબૂત મંચ બનાવવાનું, એમ એન્ડ એ તકોનું મૂલ્યાંકન કરવા, અને લાંબા ગાળાના orrowણ વધારવા માટે નવા બેંચમાર્ક સ્થાપવા જેવી અનેક પહેલ કરી છે. સ્થાનિક નાણાકીય બજારો. લાયકાત દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તે 29 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં બે દાયકાથી વધુ સમય આદિત્ય બિરલા જૂથ સાથે છે. તે 1988 માં તત્કાલીન ભારતીય રેયોન લિમિટેડના વિભાગ, રાજશ્રી સિમેન્ટમાં જૂથમાં જોડાયો હતો. તેમણે અંતમાં શ્રી આદિત્ય બિરલા સાથે એક્ઝિક્યુટિવ સહાયક તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે સિમેન્ટ, એલ્યુમિનિયમ, કાર્બન બ્લેક અને વીએસએફ અને કેમિકલ્સના વ્યવસાય સાથે મળીને કામ કર્યું હતું. શ્રી ડાગાએ કોર્પોરેટ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સના પોર્ટફોલિયો માલિક તરીકે આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના કોર્પોરેટ ફાઇનાન્સ ગ્રુપ સાથે કામ કર્યું છે. 2007 માં, તે સ્ટાર્ટ-અપના ફાઇનાન્સ ફંક્શનનું સંચાલન કરવા માટે આદિત્ય બિરલા રિટેલ લિમિટેડ ગયા. તેમણે એક મજબૂત ટીમ બનાવી, 2010 થી મુખ્ય નાણાકીય અધિકારીનો હવાલો સંભાળ્યો. 2014 માં, શ્રી ડાગાએ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારીનો હવાલો સંભાળ્યો.


બોર્ડ સમિતિઓ


Download

Terms and Conditions of Independent Director

Download

Familiarisation Programme

Download

Notice from Shareholder 2021



Loading....