સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


સંચાલન ટીમ


શ્રી કે. સી. ઝાંવર

મેનેજિંગ ડિરેક્ટર, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ.

kailash-jhanwar

શ્રી કે. સી. ઝાંવર

મેનેજિંગ ડિરેક્ટર,
અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ.

 

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે.સી. ઝાંવર આદિત્ય બિરલા ગ્રુપમાં અનુભવી વ્યક્તિ છે, જેઓ ગ્રુપમાં 38 વર્ષ કરતા વધુ વર્ષથી કાર્યરત છે. વ્યવસાયથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ઝાંવર આદિત્ય બિરલા ગ્રુપના સિમેન્ટ કારોબારમાં 1981માં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે જોડાયા હતા.  

 

ગ્રુપમાં તેમણે સિમેન્ટ અને રાસાયણિક ક્ષેત્રોમાં નાણાકીય, ઓપરેશન્સ અને સામાન્ય સંચાલન ભૂમિકાઓમાં કાર્ય કર્યું છે અને તેઓ પ્રોજેક્ટ સંચાલન અને વાણિજ્ય કુશળતાઓમાં નિપુણતા ધરાવે છે. તેઓ હસ્તાંતરણ અને સંકલનમાં નોંધપાત્ર અનુભવ ધરાવે છે. તેઓ ગ્રાહકો અને અન્ય હિસ્સેદારોની સાથે તેમના નેટવર્કિંગ અને સંબંધ નિર્માણની કુશળતામાં અપવાદરૂપ રહ્યા છે અને તેમણે કારોબાર માટે મજબૂત ફ્રેન્ચાઈઝીનું નિર્માણ કર્યું છે. તેઓ સક્ષમ ટીમ નિર્માતા છે અને મજબૂત જનસંપર્ક કુશળતા ધરાવે છે.

શ્રી રાજ નારાયણ

બિઝનેસ હેડ અને ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર

raj-narayanan

શ્રી રાજ નારાયણ

બિઝનેસ હેડ અને ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર

 

શ્રી. રાજ નારાયણ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના બિઝનેસ હેડ અને ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર છે. અલ્ટ્રાટેકમાં જોડાતા પહેલા તેઓ ક્લોર આલ્કલી અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના વીએફવાય સેગમેન્ટ્સના ગ્રુપ એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ હતા.  ગ્રુપની અંદર પોતાના અન્ય કાર્યકાળ દરમિયાન તેમણે ઇન્સ્યુલેટર્સ અને ફર્ટિલાઇઝર્સના સીઇઓ અને વિદેશમાં રસાયણ કારોબારના સિનિયર પ્રેસિડેન્ટનો કાર્યભાર સંભાળ્યો હતો. 

 

વર્ષ 2008માં આદિત્ય બિરલા ગ્રુપમાં જોડાતા પહેલા શ્રી રાજ નારાયણે રસાયણ અને ઔદ્યોગિક ઉત્પાદ ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં કાર્ય કર્યું હતું. તેમણે લિન્ડે ગેસિસ ઈન્ડિયા લિમિટેડના એમડી, લેન્ક્સેસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એમડી અને ભારતમાં બેયર કેમિકલ્સના કન્ટ્રી હેડ તરીકે કાર્ય કર્યું હતું.

 

તેમણે વર્ષ 2018માં આદિત્ય બિરલા ગ્રુપ ચેરમેનનો આઉટસ્ટેન્ડિંગ લીડર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ કેમિકલ એન્જિનિયરની લાયકાત ધરાવે છે.

શ્રી વિવેક અગ્રવાલ

બિઝનેસ હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર

vivek-agarwal

શ્રી વિવેક અગ્રવાલ

બિઝનેસ હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર

 

શ્રી વિવેક અગ્રવાલ અલ્ટ્રાટેક સિમેન્ટમાં બિઝનેસ હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર છે. શ્રી અગ્રવાલે તેમની વ્યાવસાયિક કારકિર્દીનો મોટો હિસ્સો સંખ્યાબંધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળીને અલ્ટ્રાટેક સિમેન્ટ કારોબાર ખાતે વિતાવ્યો છે. તેઓ વર્ષ 1993માં સિમેન્ટ માર્કેટિંગ વિભાગમાં ઝોનલ મેનેજર તરીકે જોડાયા હતા અને ગ્રે સિમેન્ટ સાઉથના ઝોનલ હેડ; બિરલા વ્હાઇટના માર્કેટિંગ હેડ; આરએમસી કારોબારના વડા જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા.

 

શ્રી અગ્રવાલે વર્ષ 2010માં હસ્તગત કરેલી એન્ટિટી સ્ટાર સિમેન્ટના સીઇઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને સિમેન્ટ કારોબારના ચીફ માર્કેટિંગ ઓફિસરની ભૂમિકા નિભાવી હતી. શ્રી અગ્રવાલને વર્ષ 2017માં આદિત્ય બિરલા ફેલો નામ આપવામાં આવ્યું હતું અને તેમણે વર્ષ 2019માં ચેરમેનનો આઉટસ્ટેન્ડિંગ લીડર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેઓ એનઆઇટી અલ્હાબાદમાંથી બી.ઇ. (ઓનર્સ) છે અને દિલ્હીની એફએમએસમાંથી એમબીએ છે. તેમણે વ્હોર્ટન બિઝનેસ સ્કૂલમાંથી એડ્વાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (એએમપી) કર્યો છે

શ્રી અતુલ દાગા

હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર

શ્રી અતુલ દાગા

હોલ ટાઈમ ડિરેક્ટર અને ચીફ ફાયનાન્શિયલ ઓફિસર

 

શ્રી અતુલ ડાગા અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને મુખ્ય નાણાકીય અધિકારી છે, તેમણે રોકાણકારોના સંબંધોનું સંચાલન કરવા માટે એક મજબૂત મંચ બનાવવાનું, એમ એન્ડ એ તકોનું મૂલ્યાંકન કરવા, અને લાંબા ગાળાના orrowણ વધારવા માટે નવા બેંચમાર્ક સ્થાપવા જેવી અનેક પહેલ કરી છે. સ્થાનિક નાણાકીય બજારો. લાયકાત દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તે 29 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં બે દાયકાથી વધુ સમય આદિત્ય બિરલા જૂથ સાથે છે. તે 1988 માં તત્કાલીન ભારતીય રેયોન લિમિટેડના વિભાગ, રાજશ્રી સિમેન્ટમાં જૂથમાં જોડાયો હતો. તેમણે અંતમાં શ્રી આદિત્ય બિરલા સાથે એક્ઝિક્યુટિવ સહાયક તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે સિમેન્ટ, એલ્યુમિનિયમ, કાર્બન બ્લેક અને વીએસએફ અને કેમિકલ્સના વ્યવસાય સાથે મળીને કામ કર્યું હતું. શ્રી ડાગાએ કોર્પોરેટ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સના પોર્ટફોલિયો માલિક તરીકે આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના કોર્પોરેટ ફાઇનાન્સ ગ્રુપ સાથે કામ કર્યું છે. 2007 માં, તે સ્ટાર્ટ-અપના ફાઇનાન્સ ફંક્શનનું સંચાલન કરવા માટે આદિત્ય બિરલા રિટેલ લિમિટેડ ગયા. તેમણે એક મજબૂત ટીમ બનાવી, 2010 થી મુખ્ય નાણાકીય અધિકારીનો હવાલો સંભાળ્યો. 2014 માં, શ્રી ડાગાએ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના મુખ્ય નાણાકીય અધિકારીનો હવાલો સંભાળ્યો.


શ્રી રમેશ મિત્રગોત્રી

ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર

ramesh-mitragotri

શ્રી રમેશ મિત્રગોત્રી

ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર

 

રમેશ મિત્રગોત્રી એચઆર વ્યાવસાયિક છે, જેઓ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, પર્ફોર્મન્સ મટિરિયલ્સ, સિમેન્ટ, રિટેઇલ અને કેમિકલ્સ જેવા વિભિન્ન ઉદ્યોગો અને ક્ષેત્રો તથા પરિવારિક માલિકી ધરાવતી અને સંચાલિત કંપનીઓથી માંડીને બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં લગભગ 35 વર્ષનો અનુભવ ધરાવે છે.    તેઓ કારોબારના વિભિન્ન જીવનચક્રોમાં સંસ્થા પરિવર્તન અને ફેરફાર સંચાલનમાં સામેલ રહ્યા છે. કારોબારની તેમની સમજ અને લાઇન મેનેજર્સ સાથેની ભાગીદારીએ પડકારજનક સમયમાંથી સંસ્થાને સફળતાપૂર્વક આગળ ધપાવી છે. 

 

તેઓ વર્ષ 2007માં સિમેન્ટ કારોબારમાં એચઆર (માર્કેટિંગ વિભાગ) – વડા તરીકે આદિત્ય બિરલા ગ્રુપમાં જોડાયા હતા.  વર્ષ 2009માં તેમણે આદિત્ય બિરલા રિટેઇલ લિમિટેડમાં ચીફ પીપલ ઓફિસરનો હોદ્દો સંભાળ્યો હતો.   વર્ષ 2015માં તેમણે ગ્રુપ હેડ - એમ્પ્લોઇ રિલેશન્સનો હોદ્દો ટૂંકા સમય માટે સંભાળ્યો હતો, જેમાં તેમને અન્ય જવાબદારીઓ વચ્ચે સેન્ચ્યુરી ગ્રુપને એબીજી માર્ગોમાં સંરેખિત કરવાનું આરંભિક કાર્ય સોંપવામાં આવ્યું હતું.   ત્યાર પછી તેમણે કેમિકલ, ફર્ટિલાઇઝર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ કારોબારના સીએચઆરઓનો હોદ્દો સંભાળ્યો હતો.  નવેમ્બર 2016માં તેમણે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે સીએચઆરઓનો કાર્યભાર સંભાળ્યો હતો, જે આ સમયગાળા દરમિયાન હસ્તાતંરણ અને ઓર્ગેનિક વૃદ્ધિ મારફતે ઝડપી વિસ્તરણમાંથી પસાર થઈ રહી છે.

શ્રી આશિષ દ્વિવેદી

સીઇઓ - બિરલા વ્યાહઇટ

ashish-dwivedi

શ્રી આશિષ દ્વિવેદી

સીઇઓ - બિરલા વ્યાહઇટ

 

શ્રી આશિષ દ્વીવેદી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના વ્હાઇટ સિમેન્ટ કારોબાર બિરલા વ્હાઇટના સીઇઓ છે. તેઓ કેમિકલ એન્જિનિયર અને એમબીએ છે. તેઓ આદિત્ય બિરલા ગ્રુપ સાથે 23 વર્ષથી જોડાયેલા છે. તેઓ એકીકરણ અને હસ્તાંરણ, પુનઃરચના અને ગ્રુપ પ્રક્રિયાઓનાં નિર્માણ સહિતની ઘણી વ્યુહાત્મક પહેલોનો સંકલિત ભાગ રહ્યા છે.

 

તેમની પ્રવર્તમાન ભૂમિકા પહેલા તેઓ ગ્રુપના રસાયણ, ખાતર અને ઇન્સ્યુલેટર વિભાગ માટે સ્પેશિયલ્ટી કેમિકલ્સ અને બિઝનેસ સ્ટ્રેટેજીના પ્રેસિડેન્ટ હતા. તેમણે બહુવિધ પ્રોડક્ટ્સમાં ડાઉનસ્ટ્રીમ સ્પેશિયલ્ટી કેમિકલ્સ કારોબારનું નિર્માણ કર્યું હતું અને તેઓ અપસ્ટ્રીમ સોલ્ટ કારોબાર માટે જવાબદાર હતા.

Loading....