વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



દિવાલમાં ભેજ આવવો અને તમે તમારી દિવાલોને તેનાથી કેવી રીતે બચાવી શકો છો

Share:


દિવાલમાં ભેજ આવવો એ એક સર્વસામાન્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન ઘણાં સ્વતંત્ર ઘરમાલિકોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ આ સમસ્યાનો ઉકેલ લાવી દેવો જરૂરી બની જાય છે. જો તેનું નિવારણ લાવવામાં ના આવે તો, દિવાલમાં પાણી ઝામવાનું શરૂ થઈ જાય છે. ભેજને કારણે ઘરમાં અનેકવિધ સમસ્યાઓ સર્જાય છે, જેમ કે, પાણી ગળવું, રંગની પોપડીઓ ઉખડી જવી, તિરાડો પડવી વગેરે. જો આ સમસ્યાનો ઉકેલ યોગ્ય રીતે લાવવામાં ના આવે તો, તેની પર પેદા થતી ફૂગ તમારા આરોગ્ય પર નકારાત્મક અસરો પાડી શકે છે. ભેજ તમારા ઘરના માળખાંને પણ નુકસાન પહોંચાડી શકે છે. આથી, તેને નિવારવી જરૂર બની જાય છે.

આ બ્લૉગમાં તમે ભેજ આવવા અને તમારી દિવાલોમાં તેને આવતો અટકાવવાનું અથથી ઇતિ જાણી શકશો તથા તમે તેનાથી સર્જાતી સમસ્યાઓથી તમારા આરોગ્ય અને તમારા ઘરનું રક્ષણ કરી શકો છો.



દિવાલમાં ભેજ આવવો



 

ભેજના પ્રકારો

દિવાલમાં આવતાં ભેજના 3 પ્રકારો છેઃ

 

  1. અંદર પ્રવેશતો ભેજ

  2. નીચેથી ઉપર ચઢતો ભેજ

  3. ઠારણ પામતો ભેજ

     

તો ચાલો, ભેજના આ પ્રકારોને વિગતવાર સમજીએ

1. અંદર પ્રવેશતો ભેજ

દિવાલો મારફતે પાણી ઝામવાને કારણે ભેજ અંદર પ્રવેશે છે

 

કારણો

પાણી દિવાલો મારફતે વિવિધ કારણોસર અંદર પ્રવેશે છે, જે કારણો નીચે મુજબ છેઃ

 

  • તમારા ઘરની છત પર આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર તૂટેલી અથવા તો અવરોધાઈ ગયેલી હોઈ શકે છે.

  • ઇંટો હવામાનનો સામનો કરવાની તેની ક્ષમતા ગુમાવી રહી હોય

  • તૂટેલી ઇંટો

  • બહારની દિવાલ પર તિરાડો પડી જવી
  • બારી અને દરવાજાની ફ્રેમમાં તિરાડો

  • પાઇપમાંથી પાણી ટપકવું

  • છત પરના ટાઇલ્સ તૂટી ગયેલા હોવા અથવા નીકળી ગયેલા હોવા

     

ઉકેલો

તમારે ભેજ આવવાના કારણોની જાણકારી મેળવવી પડશે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમારે આ પ્રત્યેક કારણોનો અલગ-અલગ રીતે ઉકેલ લાવવો પડશેઃ

 

  • ક્ષતિગ્રસ્ત થયેલી ગટરોને રીપેર કરવી અને સાફ કરવી

  • છત પર જો કોઈ ટાઇલ્સ તૂટી કે નીકળી ગયાં હોય તો તેને બદલવા અને રીપેર કરવા.

  • દિવાલો તથા દરવાજા અને બારીઓની ફ્રેમમાં પડેલા ટાંચા/ગોબાઓની મરમત કરવી

  • જેમાંથી ગળતર થઈ રહ્યું હોય તેવી પાઇપોની મરમત કરવી

  • છિદ્રાળુ ઇંટોને બદલીને પાણી પ્રવેશી ના શકે તેવી સામગ્રીમાંથી બનેલી ઇંટો લગાવવી અથવા તો તેની પર પેઇન્ટ લગાવવો.

 

 

2. નીચેથી ઉપર ચઢતો ભેજ

કારણો

કેપિલરી એક્શનને પરિણામે જમીનમાંથી પાણી ઉપર ચઢીને ઘરમાં પ્રવેશે, જેના કારણે ભેજ નીચેની તરફથી ઉપર ચઢતો જાય છે. બિલ્ડિંગના માળખાંમાં સમસ્યા હોવી, ખાસ કરીને ડેમ્પ-પ્રૂફ કૉર્સ કે મેમ્બ્રેનમાં. ડેમ્પ-પ્રૂફ કૉર્સ એ એક વૉટરપ્રૂફ લેયર હોય છે, જેને જમીનની નજીક બિલ્ડિંગની દિવાલમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેથી કરીને ભેજની નીચેથી ઉપર ચઢતો અટકાવી શકાય. તે સામાન્ય રીતે એક આડી પટ્ટી હોય છે, જેને જમીનના સ્તરથી ઓછામાં ઓછા 15 સેમી ઉપર દિવાલની અંદર લગાવવામાં આવે છે, જે પ્લાસ્ટિક અથવા બિટ્યુમેન ફેલ્ટમાંથી બનાવવામાં આવેલી હોય છે. જમીનમાંથી ઉપર ચઢતાં પાણીથી ઘરનું રક્ષણ કરવા માટે ડેમ્પ-પ્રૂફ મેમ્બ્રેન નામની વૉટરપ્રૂફ શીટને કૉંક્રીટના ફ્લોરની નીચે ગોઠવવામાં આવે છે. જ્યારે આ ડેમ્પ-પ્રૂફ કૉર્સ અને મેમ્બ્રેન યોગ્ય રીતે કામ કરી રહ્યાં ના હોય ત્યારે જમીનમાંથી ભેજ ઉપરની તરફ ચઢતો જાય છે. બની શકે કે કોઈ કૉર્સ કે મેમ્બ્રેન હોય જ નહીં.

 

ઉકેલો

જમીનમાંથી ઉપરની તરફ ચઢતા ભેજનો ઉકેલ લાવવા માટે તમારે કોઈ પ્રોફેશનલની જરૂર પડી શકે છે.

પહેલા તો એ વાતની ખાતરી કરી લો કે તમારા ઘરમાં ડેમ્પ-પ્રૂફ મેમ્બ્રેન કે કૉર્સ હોય. તમે જો આ જાણવા માંગતા હો તો તમારે કોઈ નિષ્ણાત સાથે પરામર્શ કરવો પડશે. ઊંચું ગ્રાઉન્ડ લેવલ પણ સમસ્યારૂપ બની શકે છે, કારણ કે પાણી જમીન મારફતે પણ દિવાલમાં ઝામી શકે છે. ડેમ્પ-પ્રૂફ કૉર્સ જમીનના સ્તરથી 15 સેમી ઉપર હોવા જોઇએ; જોકે, જમીનનું લેવલ ખૂબ વધારે ઊંચું હોય તો તમારે ડેમ્પ વૉલની બહારના ભાગની આસપાસથી માટીને ખોદીને તેને કૉર્સથી નીચેના લેવલ પર લાવી દેવી જોઇએ. ભેજ સામે દિવાલનું રક્ષણ કરવા તમે આસ્ફાલ્ટ વડે પણ તેને સીલ કરી શકો છો.

 

3. ઠારણ પામતો ભેજ

કારણો

હવામાં રહેલો ભેજ દિવાલો પર ઠરે છે, જેના કારણે ભેજનું ઠારણ થાય છે. જ્યારે ગરમ, ભેજવાળી હવા દિવાલ જેવી ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે, ત્યારે હવા ભેજ જાળવી શકતી નથી, જેના પરિણામે દિવાલ પર પાણીના ટીપાં દેખાવા લાગે છે અને તમારી દિવાલ પર ફૂગનો વિકાસ થાય છે.

હવાની અવરજવર ના થઈ શકવી, ઠંડી સપાટીઓ અને અપૂરતું સેન્ટ્રલ હીટિંગ આ બધા જ પરિબળો ભેજને ઠરવા માટે કારણભૂત છે.

 

ઉકેલો

તમે અહીં જણાવ્યાં મુજબ સરળતાથી ભેજના ઠારણની સમસ્યાને દૂર કરી શકો છોઃ

 

  • ડબલ ગ્લેઝિંગની સ્થાપના કરવી (પ્રમાણમાં ખર્ચાળ છે)

  • ડીહ્યુમિડિફાયરનો ઉપયોગ કરવો

  • બારીઓ ખોલી નાંખવી અને એર વેન્ટ્સ અને પંખા ઉમેરવાથી હવાની અવરજવરને સુધારી શકાય છે

  • જ્યારે બહાર તાપમાન ખૂબ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે તાપમાનમાં વધારો કરવો (જો તમે ઉત્તર ભારતમાં રહેતા હો તો)

  • કપડાં વડે બારીઓ અને પ્રભાવિત થયેલા વિસ્તારોને લૂંછીને સાફ કરવા



દિવાલોમાં થતાં ઝમણના કારણો



ખરાબ કાચી સામગ્રીનો ઉપયોગ કરવાથી અથવા તો બાંધકામ દરમિયાન વૉટરપ્રૂફિંગ સંબંધિત સાવચેતીઓને ગંભીરતાથી નહીં લેવાથી દિવાલમાં પાણીનું ઝમણ થઈ શકે છે. કારણ કે કૉંક્રીટમાંથી બનેલી બિલ્ડિંગની બહારની દિવાલો હાનિકારક તત્વોના સંપર્કમાં આવતી હોવાથી, ઘણાં લાંબા સમય સુધી વરસાદી પાણીના સંસર્ગમાં રહેતી હોવાથી તેના બહારના આવરણ પર તિરાડો પડી જાય છે અને તેના પગલે ભેજ અને પાણી દિવાલની અંદર પ્રવેશે છે. આ ઝમણને કારણે દિવાલોમાં ભેજ આવે છે. જો દિવાલ પર થતાં ઝમણનો ઝડપથી ઉકેલ લાવવામાં ના આવે તો આ ભેજ અંદરની તરફ ઝામવા લાગે છે અને તે દિવાલના પેઇન્ટને ખરાબ કરે છે.

 

દિવાલમાં પાણીનું ઝમણ થવા પાછળના અન્ય કેટલાક કારણો આ મુજબ છેઃ

 

  1.  

    Wall seepage can be caused by leaks in the sewage system, bathroom, kitchen, or water tank.સુઇજ સિસ્ટમ, બાથરૂમ, રસોડું કે પાણીની ટાંકીમાંથી થતાં ગળતરને કારણે દિવાલમાં ઝમણ થઈ શકે છે.

     

  2.  પાણીની સપ્લાય લાઇન, બાથરૂમમાં નાંખેલા સેનિટરી ફિટિંગ્સ અને ગટરની પાઇપોમાંથી ગળતર થવાને કારણે દિવાલમાં ઝમણ થઈ શકે છે.
  3. બાથરૂમના ટાઇલમાંથી ગળતર થવાને કારણે પણ દિવાલમાં ઝમણ થવાની શક્યતા રહેલી છે.
  4. ઘરમાં ખામીયુક્ત પ્લમ્બિંગને કારણે દિવાલમાં ઝમણની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
  5. જો બિલ્ડિંગની બહારની દિવાલો પર પ્લાસ્ટર લગાવવામાં આવેલો ના હોય તો પણ દિવાલમાં ઝમણ થઈ શકે છે.
  6. જમીનમાંથી ઉપર ચઢતો ભેજ ફ્લોર અને દિવાલમાં થતાં ઝમણ માટે કારણભૂત છે.
  7. પાણીનો નિકાલ કરવાની પાઇપ જ ના હોય તો છત અથવા અગાશીમાં પાણી જમા થઈ શકે છે, જેનાથી પણ દિવાલમાં ઝમણ થઈ શકે છે.
  8. ખામીયુક્ત બારીની ફ્રેમ કે લાઇનર્સ પણ દિવાલમાં પાણી ઝામવા માટે કારણભૂત હોઈ શકે છે. બારીના કાચની વચ્ચેથી નીકળી ગયેલી પુટ્ટી, બારીના સાંધાઓમાંથી નીકળી ગયેલી પૂરણી તથા કાચની કિનારીઓ પાસે પેઇન્ટના અપૂરતા સીલને કારણે પાણી ટપકી શકે છે અને ભેજ જમા થઈ શકે છે.

દિવાલને ભેજથી બચાવવાના 6 ઉપાયો

 

1. દિવાલમાં પડેલી તિરાડો પૂરો


સમયાંતરે તમારા ઘરની દિવાલોમાં તિરાડો પડી શકે છે. સામાન્ય રીતે આ તિરાડો દરવાજા અને બારીઓની ફ્રેમની નજીક દેખાવાની શરૂ થાય છે. તેમાંથી ભેજ તમારા બિલ્ડિંગના માળખાંની અંદર પ્રવેશે છે, જેના પરિણામે ભેજના ધબ્બા પડી જાય છે અને દિવાલોમાં ઝમણ થાય છે.

 

વૉલ ક્રેક ફિલર વડે આ તિરાડોને પૂરી દેવી એ દિવાલોમાંથી ગળતા પાણીને અટકાવવાના શ્રેષ્ઠ રસ્તાઓમાંથી એક છે. નીકળી ગયેલા તમામ પ્લાસ્ટરને દૂર કરી દીધાં બાદ દિવાલ પર ફરીથી પેઇન્ટ લગાવી દો અને આમ દિવાલમાં પડી ગયેલા ગાબડા અને તિરાડો ભરાઈ જશે. ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં આ કામ પૂરું થઈ જાય તેની ખાતરી કરો.

 

2. સપાટીને વૉટરપ્રૂફ કરવાની ટ્રીટમેન્ટ


બિલ્ડિંગની બહારની સપાટી પર લગાવવામાં આવતાં ઘણાં બધાં પેઇન્ટ છિદ્રાળુ હોય છે, જેના કારણે પાણી દિવાલોની અંદરની તરફ ઝામવા લાગે છે. પાણીને દિવાલોની અંદર પ્રવેશતું અટકાવવા માટે તમે બહારની દિવાલો પર એક્સટીરિયર વૉટરપ્રૂફિંગ કૉટ લગાવી શકો છો. વૉટરપ્રૂફિંગ કૉટ જે અવરોધની રચના કરે છે, તે દિવાલોને વૉટરપ્રૂફ બનાવી દેશે તથા વરસાદી પાણી અને ભેજને દૂર રાખશે, જેના પરિણામે દિવાલોમાં ભેજ જામશે નહીં.

 

તમે છતનું વૉટરપ્રૂફિંગ કરીને અંદરની દિવાલોમાં આવતાં ભેજનો ઇલાજ કરી શકો છો. તમારી છત આબોહવાની આકરી પરિસ્થિતિને સહન કરતી હોવાથી પાણી સરળતાથી તેની સપાટી પર જમા થઈ શકે છે અને તેમાંથી ગળતર તથા ભેજના ધબ્બા જામી શકે છે. સીલન્ટ તરીકે કામ કરતા અને પાણીના ઝમણને અટકાવતા વૉટરપ્રૂફ કૉટિંગને છત પર લગાવવું યોગ્ય ગણાશે.

 

3. ઇન્ટીગ્રલ ડેમ્પ પ્રૂફ સિસ્ટમ


તમને ઘણીવાર તમારા ઘરની દિવાલોના નીચેના ભાગમાં, સ્કર્ટિંગની નજીક ભેજના ધબ્બાઓ દેખાતા હશે. હવે તમને એ વિચાર આવતો હશે કે દિવાલોમાંથી પાણીનું ગળતર થતું કેવી રીતે અટકાવી શકાય.

 


જમીનમાંથી પાણીને તમારા ઘરની દિવાલોમાં પ્રવેશતું અટકાવવા માટે ડેમ્પ-પ્રૂફ કૉર્સને ઇન્સ્ટોલ કરો. અભેદ્ય સામગ્રી વડે બનાવવામાં આવેલો આ નિવારક અવરોધ પાણીને તેમાંથી પસાર થતું અટકાવે છે, જેને જમીનના સ્તરથી 150 મિમી ઉપર ડેમ્પ-પ્રૂફ કૉર્સમાં ઇંટોની દિવાલમાં ઉમેરવામાં આવે છે. તે દિવાલમાંથી ઉપરની તરફ ચઢીને નુકસાન પહોંચાડનારા ભેજને અટકાવે છે.

 


ડેમ્પ-પ્રૂફ કૉર્સને સામાન્ય રીતે મોટાભાગના બિલ્ડિંગોનું બાંધકામ થતું હોય ત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પણ જો તમને તમારા ઘરની દિવાલના નીચેના ભાગમાં ભેજના ધબ્બાઓ જોવા મળે તો આ કૉર્સને બદલની નાંખવો પડે છે. તે મહેનતભર્યું કામ છે, જે નિષ્ણાતો દ્વારા જ થવું જોઇએ. આથી, નુકસાનનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતને જ કામે રાખવા જોઇએ અને જો જરૂર જણાય તો ડેમ્પ-પ્રૂફ કૉર્સને બદલી નાંખવો જોઇએ.

 

આ સીઝન દરમિયાન તમારા ઘરમાં યોગ્ય હવાઉજાસ જળવાઈ રહે તે ધ્યાનમાં રાખો. વરસાદના પરિણામસ્વરૂપ દિવાલો પર પેદા થતી કોઈ પણ ફૂગને દૂર કરવા માટે તરત પગલાં લો, કારણ કે તેની હાજરીથી શ્વાસની સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તમારા ઘરની દિવાલોમાં વધારે પડતો ભેજ કે મોટી તિરાડો જોવા મળે તો આ દિવાલોને ભેજથી બચાવવા તરત નિષ્ણાતની સલાહ લો.

 

4. ગનાઇટિંગ


ગનાઇટિંગ એ પાઇપ અને દિવાલોને વૉટરપ્રૂફ બનાવવા માટે તેની પર કૉંક્રીટના મિશ્રણના પાતળા સ્તર વડે કૉટિંગ કરવાની પ્રક્રિયા છે.

જોકે, ગનાઇટ અને શોટક્રીટ એ બે સમાન નથી. ઊંચા દબાણ વડે કૉંક્રીટના મિશ્રણનો છંટકાવ કરવાની પ્રક્રિયા શોટક્રીટિંગ તરીકે ઓળખાય છે, જ્યારે કૉંક્રીટના મિશ્રણનો અત્યંત ઝડપથી છંટકાવ કરવાની પ્રક્રિયા ગનાઇટિંગ તરીકે ઓળખાય છે. આ બંને પ્રક્રિયાઓ માળખાની છિદ્રાળુતા ઓછી કરવામાં સહાયરૂપ થાય છે પણ ગનાઇટ શોટક્રીટિંગ કરતાં વધારે લાંબો સમય ટકી રહે છે.

 

5. પ્રેશર ગ્રાઉટિંગ

માળખાંમાં રહેલી તિરાડો કે ફાટમાં જેટ વડે સીમેન્ટ અને રેતી લગાવવાની પ્રક્રિયા પ્રેશર ગ્રાઉટિંગ તરીકે ઓળખાય છે. ગ્રાઉટિંગ કરવાથી દિવાલોને ભેજમુક્ત રાખવામાં તો મદદ મળે છે પણ તેની સાથે-સાથે તેનો ઉપયોગ માળખાંને વધારે મજબૂત અને વધુ સખત બનાવવા માટે પણ થાય છે.


વારંવાર પૂછાયેલા પ્રશ્નો

 

1. દિવાલમાં ભેજ આવવાના કારણો શું છે?

 

બાંધકામ દરમિયાન જ્યારે ખરાબ ગુણવત્તાના બિલ્ડિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દિવાલોમાં ભેજ આવે છે. પાણીના અથવા તો ગંદા પાણીના પાઇપોમાંથી ગળતર થતું હોય ત્યારે પણ દિવાલોમાં ભેજ આવે છે.

 

2. દિવાલમાં ભેજ આવતો કેવી રીતે અટકાવી શકાય?

 

દિવાલોમાં ભેજને પ્રવેશતો અટકાવવા માટે વૉટરપ્રૂફ ટાઇલ્સ કે ડેમ્પ-પ્રૂફ કૉર્સને ઇન્સ્ટોલ કરવા એ દિવાલમાં આવેલા ભેજના બે અસરકારક ઇલાજ છે.

 

3. શું દિવાલ પર પાણી ઝામવાથી ઘર અને તેમાં રહેતી વ્યક્તિઓના આરોગ્યને કોઈ જોખમ રહેલું છે?

 

હા, ઝમણને કારણે ફૂગ પેદા થાય છે, જે વ્યક્તિના આરોગ્યને પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી ભેજયુક્ત રહેતી આ દિવાલો બિલ્ડિંગના માળખાંને પણ નુકસાન પહોંચાડે છે, વળી ઘરને માળખાકીય રીતે કેવી રીતે વિકસાવવામાં આવે છે, તેના પર પણ તેનો પ્રભાવ પડે છે.



હવે તમારી પાસે દિવાલમાં આવતાં ભેજની બધી જ જાણકારી છે ત્યારે તમે તમારા ઘરની દિવાલોને સરળતાથી ભેજમુક્ત રાખી શકો છો અને તમારું ઘર અને તમે પોતે હંમેશા સ્વસ્થ રહો તેની ખાતરી પણ કરી શકો છો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....