Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ફ્લાય એશની ઇંટો ઉદ્યોગમાંથી નીકળતી નકામી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જેમ કે, ફ્લાય એશ, જે કોલસા દ્વારા સંચાલિત થતાં પાવર પ્લાન્ટની એક આડપેદાશ છે. પેસ્ટની રચના કરવા માટે ફ્લાય એશને સીમેન્ટ, પાણી અને અન્ય સામગ્રીઓની સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેને ત્યારબાદ બીબામાં ઢાળી દેવામાં આવે છે તથા ટકાઉ અને વજનમાં હલકી ઇંટો બનાવવા માટે તેને ઊંચા તાપમાને પકવવામાં આવે છે.
લાલ ઇંટો માટીની ઇંટો તરીકે પણ ઓળખાય છે, જે કુદરતી માટીમાંથી બનાવવામાં આવતી બિલ્ડિંગની સામગ્રીનો એક પ્રકાર છે, જેને લંબચોરસ આકારની બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને પકવવામાં આવે છે. તે બાંધકામ માટેની સૌથી જૂની અને સૌથી પરંપરાગત સામગ્રીઓમાંથી એક છે, જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે.
આ બંને પ્રકારની ઇંટોના પોત-પોતાના ફાયદા અને ગેરફાયદા છે તથા ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટો વચ્ચે ઘણો મોટો તફાવત રહેલો છે.
ફ્લાય એશની ઇંટોને ઉદ્યોગોમાંથી નીકળતી નકામી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પ્રાથમિક રીતે કોલસાથી સંચાલિત થતાં પાવર પ્લાન્ટમાંથી નીકળેલી ફ્લાય એશમાંથી. પેસ્ટ બનાવવા માટે આ નકામી સામગ્રીને સીમેન્ટ, રેતી અને પાણી સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેને ત્યારબાદ બીબામાં ઢાળી દેવામાં આવે છે અને ઇંટ બનાવા માટે તેને પકવવામાં આવે છે. તો બીજી તરફ લાલ ઇંટોને માટીમાંથી બનાવવામાં આવે છે, જે એક કુદરતી સ્રોત છે અને તે ઘણાં પ્રદેશોમાં વિપુલ માત્રામાં મળી આવે છે. આ માટીને પાણી સાથે મિશ્રિત કરવામાં આવે છે, ઇંટના આકારના બીબામાં ઢાળી દેવામાં આવે છે અને તેને મજબૂત બનાવવા માટે ભઠ્ઠીમાં પકવવામાં આવે છે.
ફ્લાય એશની ઇંટો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉષ્માનું વહન કરે છે અને ઠંડી આબોહવામાં ગરમીને અસરકારક રીતે જાળવી રાખતી નથી. તો તેનાથી વિપરિત લાલ ઇંટો તેના ઉચ્ચ ઘનત્વ અને પ્રમાણમાં ઓછી ઉષ્મીય વાહકતાના ગુણોને કારણે ધ્વનિ અને ઉષ્મા બંનેની અવાહકતાનો લાભ પૂરો પાડે છે. તેની આ ખાસિયત જે વિસ્તારોમાં તાપમાનનું નિયમન અને ઘોંઘાટને ઘટાડવા જેવા મુદ્દાઓ ધ્યાન પર લેવા જરૂરી હોય ત્યાં તેને વધુ સારો વિકલ્પ બનાવે છે.
ફ્લાય એશની ઇંટોની સપાટી અત્યંત મુલાયમ હોય છે, જેની પર પ્લાસ્ટરિંગ કરવાની જરૂર રહેતી નથી. તેનું સ્મૂધ ટેક્સચર સુંદર દેખાવ આપે છે અને બાંધકામમાં લાગતો એકંદર સમય અને ખર્ચ ઘટાડી દે છે. તો તેનાથી વિપરિત લાલ ઇંટોમાં મુલાયમ અને સુંદર દેખાવ મેળવવા માટે પ્લાસ્ટરિંગ કરવું પડે છે.
લાલ ઇંટોની સરખામણીએ ફ્લાય એશની ઇંટો વજનમાં હલકી હોય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં વજનમાં હલકી સામગ્રી ફ્લાય એશને સામેલ કરવાથી ફ્લાય એશમાંથી બનાવવામાં આવેલી ઇંટોનું એકંદર ઘનત્વ ઘટી જાય છે. આ ઇંટો વજનમાં હલકી હોવાથી તેને ઉપયોગમાં લેવી, તેનું પરિવહન કરવાનું અને બાંધકામ દરમિયાન તેને ઇન્સ્ટોલ કરવાનું સરળ થઈ પડે છે. તેનાથી વિપરિત લાલ ઇંટો તેમાં વપરાયેલી માટીને કારણે વજનમાં ભારે અને સઘન હોય છે. લાલ ઇંટોની ઊંચું ઘનત્વ તેને જે પણ માળખાંમાં ઉપયોગમાં લેવામાં આવે છે, તેમાં વધારે મજબૂતાઈ અને સ્થિરતા પૂરી પાડે છે.
લાલ ઇંટો તેની મજબૂતાઈ અને ટકાઉપણા માટે જાણીતી છે. ફ્લાય એશની ઇંટોની સરખામણીએ તે વધારે દાબકબળ ધરાવે છે, જે તેને ભાર ઊંચકવાના ઉપયોગ માટે તદ્દન અનુકૂળ બનાવે છે. લાલ ઇંટોની વધારે મજબૂતાઈને કારણે તે ભારે વજનને ખમી શકે છે અને તેનાથી તેમાં કોઈ વિરુપતા આવી જતી નથી કે તે તૂટતી પણ નથી. લાલ ઇંટોની સરખામણીએ ફ્લાય એશની ઇંટો ઓછું દાબકબળ ધરાવતી હોય છે પણ તેમ છતાં તે બાંધકામના ઘણાં હેતુઓ માટે પૂરતી મજબૂતાઈ ધરાવે છે.
લાલ ઇંટોની સરખામણીએ ફ્લાય એશની ઇંટો પાણીના અવશોષણનો ઊંચો દર ધરાવે છે. ફ્લાય એશની ઇંટોમાં બારીક કણોની હાજરીની સાથે તેના છિદ્રાળુ સ્વરૂપને કારણે પાણીનું અવશોષણ વધી જઈ શકે છે. પાણીના અવશોષણનો ઊંચો દર ફ્લાય એશને ઇફ્લોરેસેન્સ જેવી ભેજ સંબંધિત સમસ્યાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી દે છે અને જો તેની યોગ્ય રીતે સુરક્ષા ન કરવામાં આવે કે તેને વૉટરપ્રૂફ ના બનાવવામાં આવે તો તે તૂટી શકે છે. લાલ ઇંટો અત્યંત સઘન માળખું ધરાવતી હોવાથી તે સામાન્ય રીતે પાણીના અવશોષણનો નીચો દર ધરાવતી હોય છે અને તેમાં ભેજ સંબંધિત સમસ્યાઓ પેદા થવાની સંભાવના ઓછી છે.
ફ્લાય એશની ઇંટો લાલ ઇંટોની સરખામણીએ વજનમાં હલકી હોય છે. ફ્લાય એશની ઇંટો વજનમાં હલકી હોવાથી તેને ઉપયોગમાં લેવી, તેનું પરિવહન કરવાનું અને બાંધકામ દરમિયાન તેને ઇન્સ્ટોલ કરવાનું સરળ થઈ પડે છે. લાલ ઇંટો વજનમાં ભારે હોવાથી તેનું પરિવહન કરવા અને તેને લગાવવામાં વધારે પ્રયાસ કરવા પડે છે અને વધારે શ્રમ ખર્ચાય છે. વજનના સંદર્ભમાં જોવા જઇએ તો લાલ ઇંટો કરતાં ફ્લાય એશની ઇંટો વધુ સારો વિકલ્પ છે.
અહીં પૂરી પાડવામાં આવેલી આ માહિતી ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટોની વચ્ચે રહેલા તફાવતની ઊંડી સમજણ પૂરી પાડે છે, તેમની લાક્ષણિકતાઓ, દેખાવ અને બાંધકામના પ્રોજેક્ટ્સમાં તેના સંભવિત સૂચિતાર્થો પર પ્રકાશ પાડે છે.
ફ્લાય એશની ઇંટોનો ઉપયોગ કરવાના અનેકવિધ ફાયદા છે, જે આ મુજબ છેઃ
ફ્લાય એશની ઇંટો પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે ખાડામાં ફેંકી દેવામાં આવતી ઉદ્યોગોમાંથી નીકળેલી નકામી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ ઇંટોએ પર્યાવરણને અનુકૂળ બનવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
વીજળીની બચત એ ફ્લાય એશની ઇંટોમાં નિહિત રહેલી બાબત છે. લાલ ઇંટની સરખામણીએ તેની ઉત્પાદનની પ્રક્રિયામાં ઓછી વીજળી વપરાય છે, જેના પરિણામે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછી સર્જાય છે.
ફ્લાય એશની ઇંટો વજનમાં અત્યંત હલકી હોય છે, જેના કારણે તેને ઉપયોગમાં લેવાનું અને તેનું પરિવહન કરવાનું સરળ બની જાય છે. તેનો ઉપયોગ કરવાથી તમે બાંધકામ દરમિયાન સમય અને શ્રમ બંનેની બચત કરી શકો છો, જેનાથી તમારો પ્રોજેક્ટ આરામથી આગળ વધતો રહે છે.
ફ્લાય એશની ઇંટો પરવડે તેવી હોય છે, જેનાથી તમારા રોકાણનું મૂલ્ય ઘણાં અંશે ઘટી જાય છે અને તમે ગુણવત્તાની સાથે બાંધછોડ કર્યા વગર તમારા બજેટને નિયંત્રિત રાખી શકો છો.
ફ્લાય એશની ઇંટો તમારા બાંધકામના પ્રોજેક્ટને અવાહકતાનો લાભ આપે છે. તેનો અવાહકતાનો અદભૂત ગુણ તમને તાપમાનનું નિયમન કરવામાં, ઊર્જાનો વપરાશ ઘટાડવામાં અને તમારી જગ્યાને સમગ્ર વર્ષ દરમિયાન આરામદાયક બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
ફ્લાય એશની ઇંટોના આ ગુણોને કારણે તેની લોકપ્રિયતા અને બાંધકામના પ્રોજેક્ટો માટેની તેની અનુકળતા અનેકગણી વધી છે.
ફ્લાય એશની ઇંટો 75-100 કિગ્રા/સેમી2ની વચ્ચે ખૂબ સારું દાબકબળ ધરાવે છે. તે ખાલી ઇંટો નથી, તે વજન ઊંચકનારા માળખાંની કરોડરજ્જુ છે, જે નબળી પડ્યાં વગર લાંબા સમય સુધી ભારે વજનને ખમી શકે છે.
આ ઇંટોનું ઊંચું ગલનબિંદુ અને બિનઝેરી પ્રકૃતિ એ વાતની ખાતરી કરે છે કે જ્યારે તે આગના સંપર્કમાં આવે ત્યારે તે હાનિકારક ધુમાડો ઉત્સર્જિત કરે નહીં. ફ્લાય એશની ઇંટો આગ સામે અસાધારણ પ્રતિરોધ પૂરો પાડતી હોવાથી તમને આ ઇંટોથી બનેલા બિલ્ડિંગમાં સુરક્ષા અનુભવાય છે.
ફ્લાય એશની ઇંટો ઉત્તમ ધ્વનિ અવાહકતાનો ગુણ ધરાવે છે, જે અસરકારક રીતે કર્કશ ઘોંઘાટના કંપનોને અવશોષી લે છે. તેનાથી ઘરની અંદર શાંતિ જળવાઈ રહે છે, તમે શહેરની હલચલ કે અત્યંત વ્યસ્ત વિસ્તારમાં વ્યાપેલી અરાજકતાથી અળગા રહી શકો છો.
ફ્લાય એશની ઇંટો લાંબા સમય સુધી ટકે એ રીતે બનાવવામાં આવે છે, જે તેની સ્થિતિસ્થાપકતાને કારણે કાળની થપાટો સામે ટકી રહે છે. તે હવામાન, ખવાણ અને રાસાયણિક હુમલાઓ સામે લાંબા સમય સુધી ટકી રહે છે. ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ, ફ્લાય એશની ઇંટોના માળખાંની અખંડિતતા જળવાઈ રહે છે.
ફ્લાય એશની ઇંટો ઉત્તમ ટકાઉપણું ધરાવે છે. ઉદ્યોગોમાંથી નીકળેલી ફ્લાય એશ જેવી નકામી સામગ્રીમાંથી બનાવવામાં આવેલી આ ઇંટો, જે ચીજને અન્યથા ખાડામાં ફેંકી દેવામાં આવી હોત, તે ચીજમાં નવા પ્રાણ ફૂંકે છે. ફ્લાય એશ પર્યાવરણમાં થતાં પ્રદૂષણને ઘટાડવામાં સક્રિયપણે યોગદાન આપે છે અને તમારા પ્રોજેક્ટની કાર્બન ફૂટપ્રિન્ટને શક્ય એટલી ઘટાડી દે છે.
ફ્લાય એશની મદદથી તમારા બાંધકામને પરંપરાગત મર્યાદાઓથી આગળ લઈ જઈ શકાય છે.
આ સિવાય પણ વાંચોઃ એએસી બ્લૉક્સના પ્રકારો
વાત જ્યારે ફ્લાય એશની ઇંટો અને લાલ ઇંટોમાંથી કોઈ એકને પસંદ કરવાની આવે ત્યારે તમારા પ્રોજેક્ટ માટે જે સૌથી અનુકૂળ હોય તેની પર પસંદગીનો કળશ ઢોળવો જોઇએ. પ્રત્યેક પ્રકારની ઇંટના ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં રાખવા જોઇએ અને ઇંટ પર તેનો પ્રયોગ કરીને તેની સમીક્ષા કરવી જોઇએ. આખરે તો તમે એમ જ ઇચ્છો છો કે તમારો બાંધકામનો પ્રોજેક્ટ સુરક્ષિત રહે, લાંબા સમય સુધી ટકે અને શક્ય એટલો કાર્યક્ષમ બને. આથી, તમારી જરૂરિયાતો માટે ઇંટોનો કયો પ્રકાર સૌથી અનુકૂળ આવે તેમ છે, તે અંગે વિચારવા માટે પૂરતો સમય લો. તમે તમારી સામગ્રીઓ વિશે જેટલું વધારે જાણશો એટલો જ તમે તમારા બાંધકામના પ્રોજેક્ટ અંગે માહિતગાર રહીને નિર્ણય લઈ શકશો.