Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
તમે સીમેન્ટને પસંદ કરવાથી માંડીને કૉંક્રીટના દાબક બળના પરીક્ષણ સુધી ઘરનું રીનોવેશન કરવાની સમગ્ર પ્રક્રિયામાં રસ દાખવનારા વ્યક્તિ હો અને ઘરનું રંગકામ જાતે કરવા માંગતા હો તો, અમે અહીં ઘરનું રંગકામ કરવાના કેટલાક અદભૂત સૂચનો આપ્યાં છે, જે એ વાતની ખાતરી કરશે કે તમે તમારા ઘર માટે યોગ્ય રંગ પસંદ કરો અને તમારો રંગ લાંબો સમય સુધી ટકી રહે. ઘરનું રંગકામ કરવાની આ માર્ગદર્શિકામાં રંગકામના સૂચનોથી માંડીને દિવાલને રંગવાની ટેકનિક સુધી બધું જ આવરી લેવામાં આવ્યું છે. તો ચાલો શરૂ કરીએ!
તમે જ્યારે કોઈ કામની સમયરેખા નક્કી કરતાં હો અને તમારા ઘરના રંગરૂપને બદલવાનું આયોજન કરતાં હો ત્યારે જો તમે પહેલીવાર આ કામગીરી જાતે કરી રહ્યાં હો તો તેના માટે પૂરતો સમય ફાળવવામાં આવે તેની ખાતરી કરો. આથી વિશેષ, તમારા દેશમાં ઉનાળો કે શિયાળો ચાલતો હોય તેવો સમયગાળો પસંદ કરો, કારણ કે ચોમાસામાં રંગ સૂકાશે નહીં. તમારા ઘરની દિવાલોને રંગવા માટે ઉનાળો ઉત્તમ છે.
મોઇશ્ચર મીટર એ દિવાલમાં ભેજની માત્રાને માપવા માટે એક વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલું ઉપકરણ છે.
તે કૉંક્રીટના ફ્લોર, દિવાલો અને છતમાં ભરાઈ રહેલા ભેજને પણ શોધી શકે છે, જે ગળતર થઈ રહેલી છત, તૂટેલા પાઇપો, વરસાદી પાણી કે જમીનમાંથી થતાં ઝમણને કારણે રહેલો હોય છે. મોઇશ્ચર મીટરનું વૈજ્ઞાનિક અને સચોટ નિદાન તમને ભેજને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે, જેથી કરીને તમે રંગકામ કરતાં પહેલાં ઘરની દિવાલો અને છતને વૉટરપ્રૂફ કરવા માટે યોગ્ય પગલાં લઈ શકો.
તમે દિવાલનું રંગકામ કરો તે પહેલાં તેની સપાટી ગંદી હોય તેમ તમે જરાયે ઇચ્છશો નહીં. જો તમારી દિવાલની સપાટી પર કોઈ ધૂળના રજકણો/જાળા હોય તો, રંગકામની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તેને દૂર કરવા શ્રેષ્ઠ ગણાશે. તમને સપાટી પર ભલે કંઈ દેખાતું ના હોય પણ તેને એક વાર લૂંછી નાંખવી જોઇએ, જેથી કરીને તમે રંગકામ કરી રહ્યાં હો ત્યારે કોઈ અવરોધ ના આવે.
લાંબા સમય સુધી ટકી રહેનારા રંગ માટે અહીં આપવામાં આવેલા રંગકામના સૂચનો પર વિચારણા કરવાનો સમગ્ર વિચાર એ વાતની ખાતરી કરવાનો છે કે તમારે બધી મહેનત ફરીથી ના કરવી પડે. આ માટે તમે ઉચ્ચ ગુણવત્તાના રંગ તેમજ બ્રશ, રોલર કવર્સ અને પેઇન્ટરની ટેપ જેવા રંગકામના ઉપકરણોમાં રોકાણ કરો તે જરૂરી જાય છે. સારા બ્રશ અને રોલર કવર્સ સારું કવરેજ આપે છે, જેથી રંગને ફરી-ફરીને લગાવવામાં તમારો સમય અને રંગ વેડફાય નહીં તથા પેઇન્ટરની સારી ટેપ તમે ડ્રિપ્સ અને બ્લર્સને સીલ કરો તેને ખાતરી કરે છે.
જો તમે નવી સૂકી દિવાલને રંગી રહ્યાં હો તો, રંગ લગાવતા પહેલાં અપૂર્ણતાને છુપાવવા અને એકસમાન બેઝ પૂરો પાડવા માટે પાણી-આધારિત પ્રાઇમરનો ઉપયોગ કરો. જો તમે પેનલિંગ, પાણીથી નુકસાન પામેલી અથવા સ્મોક-સેચ્યુરેટેડ દિવાલોને રંગી રહ્યાં હો તો, તેલ-આધારિત પ્રાઇમરને પસંદ કરો.
પેઇન્ટનો રંગ અલગ-અલગ ડબ્બાઓમાં થોડો અલગ હોઈ શકે છે, આથી કોઈ પણ પ્રકારની અસંગતતાને દૂર કરવા માટે એક મોટી ડોલમાં આવા ઘણાં બધાં ડબ્બાઓને મિક્સ કરવાનું અને તેમાંથી રંગનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ ગણાય છે. તમારે રંગકામ માટે કેટલા રંગની જરૂર પડશે, તેનો અંદાજ કાઢી લેવો જોઇએ અને તદનુસાર આ પ્રક્રિયામાં આગળ વધો, જે ‘બૉક્સિંગ’ તરીકે ઓળખાય છે.
સૂકાવા લાગેલા રંગ પર પડતાં પટ્ટાઓના નિશાનોને ટાળવા માટે દિવાલની સંપૂર્ણ ઊંચાઈ સુધી રંગનો એક પટ્ટો લગાવીને ત્યારબાદ થોડાં આગળ ખસો, જેથી કરીને છેલ્લે લગાવેલો સ્ટ્રોક ત્યારપછી લગાવેલા સ્ટ્રોક તળે દબાઈ જાય.
વ્યાવસાયિકો સામાન્ય રીતે રંગકામના એક ક્રમનું પાલન કરતાં હોય છે. તેઓ સૌપ્રથમ ટ્રિમ્સને, ત્યારબાદ છત અન ત્યારપછી દિવાલો રંગે છે. દિવાલોને રંગવા કરતાં ટ્રિમ્સને રંગવાનું સરળ અને ઝડપી હોવાથી આમ કરવામાં આવે છે. તમે જ્યારે ટ્રિમના ભાગને રંગી રહ્યાં હો ત્યારે તમારે ખાસ પર્ફેક્શનની જરૂર નથી, તમારે ફક્ત લાકડાં પર એક સ્મૂધ ફિનિશ લગાવવાની રહે છે.
રંગનો એક હાથ લગાવવાથી ટ્રિમ પર નીચે રહેલા રંગ અને ચમક ઢંકાશે નહીં. તમે બે આવરણની વચ્ચેના સપાટી પર કાચ પેપર ઘસશો નહીં તો ફિનિશ પર દાણાદાર રચના બની જશે. સ્મૂધ ફિનિશ માટે રંગનું પ્રત્યેક આવરણ લગાવતા પહેલાં ટ્રિમ પર કાચ પેપર ઘસો.
1. શું જૂના રંગ પર સીધો જ નવો રંગ લગાવી શકાય?
જો જૂનો રંગ અને નવો રંગ રાસાયણિક રીતે એકસમાન હોય (ઉદાહરણ તરીકે તેલ-આધારિત) તો તમારે પ્રાઇમરની જરૂર નથી. જો વર્તમાન દિવાલ લીસી અને ચોખ્ખી હોય તો, તમે જૂના રંગ પર નવો રંગ સીધો જ લગાવી શકો છો.
2. તમારે રંગના ઓછામાં ઓછા કેટલા આવરણ લગાવવા જોઇએ?
નિયમો તો ઓછામાં ઓછા રંગના બે આવરણ લગાવવાનો છે. જોકે, ઉપયોગમાં લેવામાં આવી રહેલી સામગ્રી અને દિવાલનો અગાઉનો રંગ આ સંખ્યા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ઉદાહરણ તરીકે, અધૂરી શુષ્ક દિવાલ માટે તમારે પ્રાઇમર કે અંડરકૉટ પેઇન્ટનું આવરણ લગાવવાની જરૂર પડી શકે છે.
3. રંગકામ કરતાં પહેલાં તમે તમારા ઘરની દિવાલ પર પ્રાઇમર ના લગાવો તો શું થશે?
જો તમે પ્રાઇમર નહીં લગાવો તો, તમારા રંગની પોપડીઓ ઉખડી જવાનું પૂરેપૂરું જોખમ રહેલું છે, ખાસ કરીને ભેજવાળી સ્થિતિમાં. આથી વિશેષ, રંગ સૂકાવાના થોડાં મહિના બાદ રંગ દિવાલ પર ચોંટી ના રહેવાથી સફાઈ કરવાનું વધારે મુશ્કેલ બની જાય છે. તમે જ્યારે કચરાં કે આંગળીઓની છાપને દૂર કરવાનો પ્રયત્ન કરશો ત્યારે આ રંગ ઉખડી જશે.
જો રંગકામ માટેના આ તમામ સૂચનોથી પ્રેરિત થઇને તમે રંગકામની સમગ્ર પ્રક્રિયા જાતે હાથ ધરવા માંગતા હો તો તમે આ પ્રક્રિયા શરૂ કરો તે પહેલા અમારું સૂચન છે કે તમે આ લેખ વાંચોઃ બહારની દિવાલો માટેનો રંગ