વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ઇંટોના વિવિધ પ્રકારો અને ગુણધર્મો

આ મુદ્દામાં માટીમાંથી બનાવવામાં આવેલી પરંપરાગત ઇંટોથી માંડીને કૉંક્રીટની સ્લીક ઇંટો સુધીની તમામ પ્રકારની ઇંટોને આવરી લેવામાં આવી છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની ઇંટો વિશે જાણકારી મેળવો અને તમારા ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં આ ઇંટોનો ઉપયોગ કરવાના અદભૂત રસ્તાઓ વિશે જાણો.

Share:


ભઠ્ઠીમાં માટી પકવીને બનાવવામાં આવતી પરંપરાગત ઇંટોથી માંડીને ઇંટોના ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો સુધી આજે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની ઇંટો અંગે અમે અહીં ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી છે. તમે કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ હો કે પછી તમારી આસપાસ જોવા મળતી બાંધકામની સામગ્રી અંગે જિજ્ઞાસા ધરાવતા હો, તમને આ બ્લૉગમાં ઇંટોની અથથી ઇતિ સુધીની માહિતી જાણવા મળી રહેશે.



ઇંટો એટલે શું?

ઇંટો એ બાંધકામની સામગ્રીનો એક પ્રકાર છે, જેને કૉંક્રીટ, રેતી, ચૂનો અથવા માટીમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ દિવાલો, ફૂટપાથ અને અન્ય પ્રકારના સ્થાપત્યો બનાવવા માટે થાય છે. ઇંટોને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી તથા તેને શેના માટે ઉપયોગમાં લેવાની છે, તેના પર આધાર રાખીને વિવિધ આકાર અને પ્રકારની બનાવી શકાય છે. મજબૂતાઈ, તાકાત અને આગ પ્રત્યે પ્રતિરોધ જેવા તેના ગુણોને લીધે હજુ આજે પણ તે ઇમારતોને બાંધવા માટેની લોકપ્રિય સામગ્રી છે.

 

વિવિધ પ્રકારની ઇંટો

અહીં ઇંટોના વિવિધ પ્રકારો આપવામાં આવ્યાં છેઃ

 

  • 1. તડકામાં સૂકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો

  • તણખલા કે અન્ય કોઈ ફાઇબરમાં મિક્સ કરેલી ભીની માટીને બીબામાં ઢાળીને બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને તડકામાં સૂકવવામાં આવે છે. તડકામાં સૂકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો આગમાં તપવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો જેટલી મજબૂત અને ટકાઉ હોતી નથી પરંતુ તેનું ઉત્પાદન સસ્તું પડે છે અને સર્વસામાન્ય રીતે કામચલાઉ માળખાંઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

  • 2. ભઠ્ઠીમાં માટી પકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો

  • આ ઇંટો મજબૂત, ટકાઉ હોય છે અને તે વિવિધ કદ, આકાર અને રંગોમાં આવે છે. તેને ભીની માટીને બીબામાં ઢાળીને અને ત્યારબાદ ભઠ્ઠીમાં ઊંચા તાપમાને પકવીને બનાવવામાં આવે છે. ભઠ્ઠીમાં પકવીને બનાવવામાં આવેલી ઇંટો હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલી ઇંટો 4 અલગ-અલગ પ્રકારની હોય છે અને બાંધકામના હેતુ માટે તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં માટી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે. અહીં ઇંટોના વિવિધ પ્રકારો આપવામાં આવ્યાં છેઃ
 
  • 1) ફર્સ્ટ ક્લાસ ઇંટોઃ


    તે ઉચ્ચ ગુણવત્તાની અને એકસમાન કદ, આકાર અને રંગોની ઇંટો હોય છે. તેની કિનારીઓ ધારદાર હોય છે અને તેમાં તિરાડો પડતી નથી અને તે ખામીથી મુક્ત હોય છે અને જ્યારે તેની પર ટકોરો મારવામાં આવે ત્યારે તેમાંથી સ્પષ્ટ રણકાર નીકળે છે. ફર્સ્ટ-ક્લાસ ઇંટોને સામાન્ય રીતે વજન ઊંચકનારા માળખાં અને બહારની દિવાલોને બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
 
  • 2) સેકન્ડ ક્લાસ ઇંટોઃ


    આ ઇંટો ફર્સ્ટ-ક્લાસ ઇંટો જેવી જ હોય છે પરંતુ તેમાં સામાન્ય ખામીઓ રહેલી હોઈ શકે છે, જેમ કે, અનિયમિત આકાર, કદ કે રંગ. તે વજન ઊંચકનારી દિવાલો માટે અનુકૂળ હોય છે પરંતુ તેને બહારની દિવાલો માટે ઉપયોગમાં લઈ શકાતી નથી.

 

  • 3) થર્ડ ક્લાસ ઇંટોઃ


    આ પ્રકારની ઇંટો અત્યંત અનિયમિત આકાર, કદ અને રંગ ધરાવતી હોય છે અને તેમાં ખૂબ વધારે માત્રામાં તિરાડો પડી ગયેલી હોય છે, ખરાબ થઈ ગયેલી હોય છે અને અન્ય ખામીઓ પણ ધરાવતી હોય છે. ભાર ઊંચકનારા માળખાંઓ માટે તે અનુકૂળ ગણાતી નથી અને મોટાભાગે બગીચાની દિવાલો કે લેન્ડસ્કેપિંગ જેવા બિન-માળખાગત ઉપયોગો માટે જ ઉપયોગમાં લેવાય છે.

 

  • 4) ફોર્થ ક્લાસ ઇંટોઃ


    આ પ્રકારની ઇંટો વધારે પડતી પકવાઈ ગયેલી કે ઓછી પકવાયેલી હોય છે અને તેની ગુણવત્તા ખરાબ હોય છે. તેમાં તિરાડો, વિકૃતિઓ અને અન્ય ખામીઓ હોવાને કારણે તે કોઈ પણ પ્રકારના બાંધકામ માટે અનુકૂળ ગણાતી નથી.

 

  • 3. ફ્લાય એશની ઇંટો

  • ફ્લાય એશ (કોલસાથી સંચાલિત થતાં પાવર પ્લાન્ટ્સમાંથી નીકળેલી વેસ્ટ પ્રોડક્ટ), સીમેન્ટ અને પાણી મિક્સ કરીને તેને બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ મિશ્રણને બીબામાં દબાવીને ભરવામાં આવે છે. તે માટીમાંથી બનાવવામાં આવેલી પરંપરાગત ઇંટોની સરખામણીએ ઓછી ખર્ચાળ અને ઇકો-ફ્રેન્ડલી હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ભાર ઊંચકનારા માળખાંઓ માટે થાય છે.

 

  • 4. કૉંક્રીટની ઇંટો

  • સીમેન્ટ, રેતી અને પાણી મિક્સ કરીને આ પ્રકારની ઇંટો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ મિશ્રણને બીબામાં રેડવામાં આવે છે. તે મજબૂત, ટકાઉ તથા આગ અને હવામાનને પ્રતિરોધી હોય છે. આ પ્રકારની ઇંટો સામાન્ય રીતે ભાર ઊંચકનારા માળખાંઓ બનાવવા અને ફૂટપાથ માટેના બ્લૉક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

 

  • 5. એન્જિનીયરિંગ ઇંટો

  • આ પ્રકારની ઇંટોને ખાસ કરીને માળખાગત ઉપયોગો માટે બનાવવામાં આવે છે. તેને ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનાવવામાં આવે છે, જે માટીને અતિશય ઊંચા તાપમાનમાં પકવવામાં આવે છે, જેના કારણે તે અત્યંત મજબૂત, સઘન તથા પાણી અને રસાયણો પ્રત્યે પ્રતિરોધી બની જાય છે. આ પ્રકારની ઇંટોને સામાન્ય રીતે એવા વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં તેને અતિશય વજન ઊંચકવાનું હોય અથવા તો જ્યાં પાણી પ્રત્યે પ્રતિરોધની જરૂર હોય.

 

  • 6. કેલ્શિયમ સિલિકેટની ઇંટો

  • આ પ્રકારની ઇંટોને રેતી અને ચૂનામાંથી બનાવવામાં આવે છે અને તે તેની મજબૂતાઈ, ટકાઉપણા અને આગ પ્રતિરોધી ગુણને કારણે જાણીતી છે. તે વજનમાં હલકી હોય છે અને તે સારા વીજ અવાહકતાના ગુણો ધરાવતી હોય છે, જે તેને બહુમાળી ઇમારતોમાં અથવા તો જ્યાં થર્મલ ઇન્સ્યુલેશન (ઉષ્મીય અવાહકતા) મહત્વનું હોય તેવા વિસ્તારોમાં ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે.

 

  • 7. ઇકો બ્રિક્સ


  • આ પ્રકારની ઇંટોને પ્લાસ્ટિકની બોટલો, કાગળ અને અન્ય નકામા ઉત્પાદનો જેવી રીસાઇકલ કરેલી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તે પરંપરાગત ઇંટોની સરખામણીએ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ છે અને તેની સસ્ટેનેબિલિટીને કારણે તે લોકપ્રિય બની રહી છે. તેનો ઉપયોગ સર્વસામાન્ય રીતે બિન-માળખાગત હેતુઓ માટે થાય છે, જેમ કે, બગીચાની દિવાલો, લેન્ડસ્કેપિંગ કે સુશોભનાત્મક વિશેષતાઓ.

 

 

ઇંટોની ઓળખ કેવી રીતે કરવી?

ઇંટોને તેમના કદ, રંગ, ટેક્સચર અને ટકોરો મારવાથી તેમાંથી નીકળતા રણકાર દ્વારા ઓળખી શકાય છે. ઇંટોને ઓળખવામાં તમને મદદરૂપ થવા અહીં કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે.

 

  • 1. કદઃ

  • ઇંટો વિવિધ કદની હોય છે પણ સૌથી કૉમન સાઇઝ 8.5 ઇંચ X 4.25 ઇંચ X 2.75 ઇંચ (215 મિમી X 102.5 મિમી X 65 મિમી) છે. તમે ઇંટને માપીને તેનું કદ નિર્ધારિત કરી શકો છો.

 

  • 2. રંગઃ

  • ઇંટો વિવિધ પ્રકારના રંગની આવે છે, જેમ કે, લાલ, કથ્થઈ, રાખોડી અને ક્રીમ. ઇંટનો રંગ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી, તેને પકવવાની પ્રક્રિયા અને તેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઉમેરણો પર આધારિત હોય છે.

 

  • 3. ટેક્સચર

  • ઇંટને કયા હેતુ માટે ઉપયોગમાં લેવાની છે, તેના પર આધાર રાખીને તે અલગ-અલગ ટેક્સચર ધરાવતી હોય છે. ભાર ઊંચકનારી દિવાલ માટે ઉપયોગમાં લેવાતી ઇંટો મુલાયમ સપાટી અને ધારદાર કિનારીઓ ધરાવતી હોય છે, જ્યારે સુશોભનાત્મક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી ઇંટો ખરબચડું ટેક્સચર અથવા પેટર્ન ધરાવતી હોય છે.

 

  • 4. અવાજઃ

  • ઇંટ પર જ્યારે ટકોરો મારવામાં આવે ત્યારે ઉચ્ચ ગુણવત્તાની ઇંટમાંથી સ્પષ્ટ રણકાર સંભળાવો જોઇએ. જો તેમાંથી બોદો અવાજ આવે તો તે ખરાબ ગુણવત્તાની અથવા ખામીયુક્ત હોઈ શકે છે.

 


બાંધકામના કોઈ પણ પ્રોજેક્ટ માટે ઇંટોને ઉપયોગમાં લેતાં પહેલાં પ્રોફેશનલ સાથે પરામર્શ કરીને ઇંટોનું ચણતરકામ કરતી વખતે થતી ભૂલોને ટાળી શકાય છે. તમારા ઘરની દિવાલોને મજબૂત બનાવવા માટે ઇંટોનું કામ યોગ્ય રીતે થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.





ઇંટોના ગુણધર્મો કયા હોય છે?

 

  • 1. કઠોરતા

  • ઇંટોની કઠોરતા ઘસારા સામે ટકી રહેવાની તેની ક્ષમતાને નિર્ધારિત કરે છે. વધારે કઠોર ઇંટો વધારે ટકાઉ અને લાંબા સમય સુધી ટકી રહેનારી હોય છે.
 
  • 2. દાબકબળ

  • તે દબાણને સહન કરવાની ઇંટોની ક્ષમતા હોય છે. તે દિવાલની વજન ઊંચકવાની ક્ષમતાને નક્કી કરવા માટેનું એક મહત્વનું પરિબળ છે. કૉમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ નામના ઇંટો પર કરવામાં આવતાં ટેસ્ટનો ઉપયોગ કરીને દાબકબળ માટે ઇંટોનું પરીક્ષણ કરવામાં આવે છે.
 
  • 3. અવશોષણ

  • અવશોષણ પાણીને શોષવાની ઇંટોની ક્ષમતાને સંદર્ભિત કરે છે. અવશોષણનો નીચે દર ધરાવતી ઇંટો બાંધકામના હેતુ માટે વધારે અનુકૂળ ગણાય છે, કારણ કે તે જ્યારે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાં તિરાડો પડી જવાની કે તે નબળી પડી જવાની શક્યતા ઓછી હોય છે.
 
  • 4. થર્મલ કન્ડક્ટિવિટી (ઉષ્માનું વહન)

  • ઇંટોની ઉષ્મા વાહકતા ઉષ્માનું વહન કરવાની તેની ક્ષમતાને નિર્ધારિત કરે છે. ઉષ્માનું વહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતી ઇંટો ઇન્સ્યુલેશનના હેતુ માટે વધારે અનુકૂળ ગણાય છે, કારણ કે, તે બિલ્ડિંગની અંદર નિરંતર એકધાર્યું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
 
  • 5. એફ્લોરેસેન્સ

  • એફ્લોરેસેન્સ એ દ્રાવ્ય ક્ષારની હાજરીને કારણે ઇંટોની સપાટી પર જમા થયેલો સફેદ પદાર્થ હોય છે. તેનાથી ઇંટનો રંગ બદલાઈ જાય છે અને તે નબળી પડી જાય છે.
 
  • 6. ક્ષારનો પ્રતિરોધ

  • ક્ષારનો પ્રતિરોધ એ સીમેન્ટ જેવી ક્ષારીય સામગ્રીની અસરનો પ્રતિરોધ કરવાની ઇંટોની ક્ષમતા છે. ક્ષાર પ્રત્યે ઊંચો પ્રતિરોધ ધરાવતી ઇંટો ખરાબ થવાની અથવા તો જ્યારે આ સામગ્રીના સંપર્કમાં આવે ત્યારે તેને નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે.
 

એકંદરે, ઇંટોના ગુણધર્મો અંગે સમજણ કેળવવી એ આ ઇંટો તેના ઇચ્છિત ઉપયોગ માટે અનુકૂળ છે કે નહીં અને તે લાંબા સમય સુધી સારો કાર્યદેખાવ કરશે કે નહીં તેની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે. દાબકબળના ટેસ્ટ જેવો ઇંટોનો ટેસ્ટ કરવાથી તેની ગુણવત્તા અને ટકાઉપણું નિર્ધારિત કરવામાં મદદ મળી રહે છે.



ઇંટો વડે બાંધકામ કરવું એ સદીઓથી બાંધકામની જાણીતી પદ્ધતિ રહી છે. ઇંટો તેની મજબૂતાઈ, ટકાઉપણા તથા આગ અને પાણી સામે તેના પ્રતિરોધ માટે જાણીતી છે. ઇંટોનું પરીક્ષણ કરીને બિલ્ડરો એ વાતની ખાતરી કરી શકે છે કે તેઓ જે માળખાંનું નિર્માણ કરી રહ્યાં છે, તે સલામત, ટકાઉ છે અને જરૂરી ધોરણોનું પાલન કરે છે. ઇંટોનું પરીક્ષણ કરવાની વિવિધ પદ્ધતિઓ છે, જેમ કે, પાણીનું અવશોષણ, દાબકબળ વગેરે, જે અંગે તમને આ વીડિયોમાં જાણવા મળશે. આ પરીક્ષણો તમને બાંધકામના વિવિધ હેતુઓ માટે ઇંટોની અનુકૂળતા નિર્ધારિત કરવામાં અને બાંધકામની પ્રક્રિયામાં થતી ખર્ચાળ ભૂલોને ટાળવામાં મદદરૂપ થઈ શકે છે.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....