ઇંટો એટલે શું?
ઇંટો એ બાંધકામની સામગ્રીનો એક પ્રકાર છે, જેને કૉંક્રીટ, રેતી, ચૂનો અથવા માટીમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ દિવાલો, ફૂટપાથ અને અન્ય પ્રકારના સ્થાપત્યો બનાવવા માટે થાય છે. ઇંટોને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી તથા તેને શેના માટે ઉપયોગમાં લેવાની છે, તેના પર આધાર રાખીને વિવિધ આકાર અને પ્રકારની બનાવી શકાય છે. મજબૂતાઈ, તાકાત અને આગ પ્રત્યે પ્રતિરોધ જેવા તેના ગુણોને લીધે હજુ આજે પણ તે ઇમારતોને બાંધવા માટેની લોકપ્રિય સામગ્રી છે.
વિવિધ પ્રકારની ઇંટો
અહીં ઇંટોના વિવિધ પ્રકારો આપવામાં આવ્યાં છેઃ
1. તડકામાં સૂકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો
- તણખલા કે અન્ય કોઈ ફાઇબરમાં મિક્સ કરેલી ભીની માટીને બીબામાં ઢાળીને બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને તડકામાં સૂકવવામાં આવે છે. તડકામાં સૂકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો આગમાં તપવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો જેટલી મજબૂત અને ટકાઉ હોતી નથી પરંતુ તેનું ઉત્પાદન સસ્તું પડે છે અને સર્વસામાન્ય રીતે કામચલાઉ માળખાંઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
2. ભઠ્ઠીમાં માટી પકવીને તૈયાર કરવામાં આવેલી ઇંટો
- આ ઇંટો મજબૂત, ટકાઉ હોય છે અને તે વિવિધ કદ, આકાર અને રંગોમાં આવે છે. તેને ભીની માટીને બીબામાં ઢાળીને અને ત્યારબાદ ભઠ્ઠીમાં ઊંચા તાપમાને પકવીને બનાવવામાં આવે છે. ભઠ્ઠીમાં પકવીને બનાવવામાં આવેલી ઇંટો હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલી ઇંટો 4 અલગ-અલગ પ્રકારની હોય છે અને બાંધકામના હેતુ માટે તેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં માટી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે. અહીં ઇંટોના વિવિધ પ્રકારો આપવામાં આવ્યાં છેઃ
1) ફર્સ્ટ ક્લાસ ઇંટોઃ
તે ઉચ્ચ ગુણવત્તાની અને એકસમાન કદ, આકાર અને રંગોની ઇંટો હોય છે. તેની કિનારીઓ ધારદાર હોય છે અને તેમાં તિરાડો પડતી નથી અને તે ખામીથી મુક્ત હોય છે અને જ્યારે તેની પર ટકોરો મારવામાં આવે ત્યારે તેમાંથી સ્પષ્ટ રણકાર નીકળે છે. ફર્સ્ટ-ક્લાસ ઇંટોને સામાન્ય રીતે વજન ઊંચકનારા માળખાં અને બહારની દિવાલોને બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
2) સેકન્ડ ક્લાસ ઇંટોઃ
આ ઇંટો ફર્સ્ટ-ક્લાસ ઇંટો જેવી જ હોય છે પરંતુ તેમાં સામાન્ય ખામીઓ રહેલી હોઈ શકે છે, જેમ કે, અનિયમિત આકાર, કદ કે રંગ. તે વજન ઊંચકનારી દિવાલો માટે અનુકૂળ હોય છે પરંતુ તેને બહારની દિવાલો માટે ઉપયોગમાં લઈ શકાતી નથી.
3) થર્ડ ક્લાસ ઇંટોઃ
આ પ્રકારની ઇંટો અત્યંત અનિયમિત આકાર, કદ અને રંગ ધરાવતી હોય છે અને તેમાં ખૂબ વધારે માત્રામાં તિરાડો પડી ગયેલી હોય છે, ખરાબ થઈ ગયેલી હોય છે અને અન્ય ખામીઓ પણ ધરાવતી હોય છે. ભાર ઊંચકનારા માળખાંઓ માટે તે અનુકૂળ ગણાતી નથી અને મોટાભાગે બગીચાની દિવાલો કે લેન્ડસ્કેપિંગ જેવા બિન-માળખાગત ઉપયોગો માટે જ ઉપયોગમાં લેવાય છે.
4) ફોર્થ ક્લાસ ઇંટોઃ
આ પ્રકારની ઇંટો વધારે પડતી પકવાઈ ગયેલી કે ઓછી પકવાયેલી હોય છે અને તેની ગુણવત્તા ખરાબ હોય છે. તેમાં તિરાડો, વિકૃતિઓ અને અન્ય ખામીઓ હોવાને કારણે તે કોઈ પણ પ્રકારના બાંધકામ માટે અનુકૂળ ગણાતી નથી.
- ફ્લાય એશ (કોલસાથી સંચાલિત થતાં પાવર પ્લાન્ટ્સમાંથી નીકળેલી વેસ્ટ પ્રોડક્ટ), સીમેન્ટ અને પાણી મિક્સ કરીને તેને બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ મિશ્રણને બીબામાં દબાવીને ભરવામાં આવે છે. તે માટીમાંથી બનાવવામાં આવેલી પરંપરાગત ઇંટોની સરખામણીએ ઓછી ખર્ચાળ અને ઇકો-ફ્રેન્ડલી હોય છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ભાર ઊંચકનારા માળખાંઓ માટે થાય છે.
- સીમેન્ટ, રેતી અને પાણી મિક્સ કરીને આ પ્રકારની ઇંટો બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ મિશ્રણને બીબામાં રેડવામાં આવે છે. તે મજબૂત, ટકાઉ તથા આગ અને હવામાનને પ્રતિરોધી હોય છે. આ પ્રકારની ઇંટો સામાન્ય રીતે ભાર ઊંચકનારા માળખાંઓ બનાવવા અને ફૂટપાથ માટેના બ્લૉક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
- આ પ્રકારની ઇંટોને ખાસ કરીને માળખાગત ઉપયોગો માટે બનાવવામાં આવે છે. તેને ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનાવવામાં આવે છે, જે માટીને અતિશય ઊંચા તાપમાનમાં પકવવામાં આવે છે, જેના કારણે તે અત્યંત મજબૂત, સઘન તથા પાણી અને રસાયણો પ્રત્યે પ્રતિરોધી બની જાય છે. આ પ્રકારની ઇંટોને સામાન્ય રીતે એવા વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં તેને અતિશય વજન ઊંચકવાનું હોય અથવા તો જ્યાં પાણી પ્રત્યે પ્રતિરોધની જરૂર હોય.
6. કેલ્શિયમ સિલિકેટની ઇંટો
- આ પ્રકારની ઇંટોને રેતી અને ચૂનામાંથી બનાવવામાં આવે છે અને તે તેની મજબૂતાઈ, ટકાઉપણા અને આગ પ્રતિરોધી ગુણને કારણે જાણીતી છે. તે વજનમાં હલકી હોય છે અને તે સારા વીજ અવાહકતાના ગુણો ધરાવતી હોય છે, જે તેને બહુમાળી ઇમારતોમાં અથવા તો જ્યાં થર્મલ ઇન્સ્યુલેશન (ઉષ્મીય અવાહકતા) મહત્વનું હોય તેવા વિસ્તારોમાં ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે.
આ પ્રકારની ઇંટોને પ્લાસ્ટિકની બોટલો, કાગળ અને અન્ય નકામા ઉત્પાદનો જેવી રીસાઇકલ કરેલી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તે પરંપરાગત ઇંટોની સરખામણીએ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ છે અને તેની સસ્ટેનેબિલિટીને કારણે તે લોકપ્રિય બની રહી છે. તેનો ઉપયોગ સર્વસામાન્ય રીતે બિન-માળખાગત હેતુઓ માટે થાય છે, જેમ કે, બગીચાની દિવાલો, લેન્ડસ્કેપિંગ કે સુશોભનાત્મક વિશેષતાઓ.
ઇંટોની ઓળખ કેવી રીતે કરવી?
ઇંટોને તેમના કદ, રંગ, ટેક્સચર અને ટકોરો મારવાથી તેમાંથી નીકળતા રણકાર દ્વારા ઓળખી શકાય છે. ઇંટોને ઓળખવામાં તમને મદદરૂપ થવા અહીં કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે.
1. કદઃ
- ઇંટો વિવિધ કદની હોય છે પણ સૌથી કૉમન સાઇઝ 8.5 ઇંચ X 4.25 ઇંચ X 2.75 ઇંચ (215 મિમી X 102.5 મિમી X 65 મિમી) છે. તમે ઇંટને માપીને તેનું કદ નિર્ધારિત કરી શકો છો.
- ઇંટો વિવિધ પ્રકારના રંગની આવે છે, જેમ કે, લાલ, કથ્થઈ, રાખોડી અને ક્રીમ. ઇંટનો રંગ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી, તેને પકવવાની પ્રક્રિયા અને તેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઉમેરણો પર આધારિત હોય છે.
- ઇંટને કયા હેતુ માટે ઉપયોગમાં લેવાની છે, તેના પર આધાર રાખીને તે અલગ-અલગ ટેક્સચર ધરાવતી હોય છે. ભાર ઊંચકનારી દિવાલ માટે ઉપયોગમાં લેવાતી ઇંટો મુલાયમ સપાટી અને ધારદાર કિનારીઓ ધરાવતી હોય છે, જ્યારે સુશોભનાત્મક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી ઇંટો ખરબચડું ટેક્સચર અથવા પેટર્ન ધરાવતી હોય છે.
- ઇંટ પર જ્યારે ટકોરો મારવામાં આવે ત્યારે ઉચ્ચ ગુણવત્તાની ઇંટમાંથી સ્પષ્ટ રણકાર સંભળાવો જોઇએ. જો તેમાંથી બોદો અવાજ આવે તો તે ખરાબ ગુણવત્તાની અથવા ખામીયુક્ત હોઈ શકે છે.
બાંધકામના કોઈ પણ પ્રોજેક્ટ માટે ઇંટોને ઉપયોગમાં લેતાં પહેલાં પ્રોફેશનલ સાથે પરામર્શ કરીને ઇંટોનું ચણતરકામ કરતી વખતે થતી ભૂલોને ટાળી શકાય છે. તમારા ઘરની દિવાલોને મજબૂત બનાવવા માટે ઇંટોનું કામ યોગ્ય રીતે થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.