Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
એ દિવસો હવે ગયા કે જ્યારે બારીઓ સાદા કાચની જ રહેતી હતી. આજે, તો અદ્યતન ટેકનોલોજી અને નવતર સંશોધનો થકી કાચના પ્રકારોની પણ વ્યાપક શ્રેણી વિકસી છે. આ વૈવિધ્યપૂર્ણ વિકલ્પો વિવિધ જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે, જેવીકે ઊર્જાની કાર્યક્ષમતા, સુરક્ષા, અંગતતા, અને દેખાવ. તો ચાલો, આપણે ઘરની બારીઓ માટે કાચના કેટલાક સૌથી લોકપ્રિય પ્રકારોને જાણીએ.
ટેમ્પર્ડ કાચ તરીકે પણ જાણીતા, આ પ્રકારના કાચ સામાન્ય કાચની તુલનામાં વધુ મજબૂત અને ટકાઉ હોય છે. બારી માટેના ટેમ્પર્ડ કાચને હીટ-ટ્રીટેડ કરાય છે અને જ્યારે તૂટી જાય ત્યારે નાના, બિનનુકસાનકારક ટુકડાઓમાં વિખેરાઈ જવા માટે ડિઝાઈન કરાય છે, જેથી ઈજાનું જોખમ ઘટે.
બારીઓમાં ઉપયોગમાં લેવાતા આ સૌથી સામાન્ય પ્રકારના કાચ છે. તે પારદર્શી, રંગહિન હોય છે અને મહત્તમ પ્રકાશને પસાર થવા દે છે. તે સર્વોત્તમ સ્પષ્ટતા આપે છે અને પર્યાપ્ત કુદરતી પ્રકાશને તમારા ઘરમાં પ્રવેશવા દે છે, જેથી અંદર ઉજાસ અને આનંદદાયક વાતાવરણ રહે.
ટિન્ટેડ કાચ વિવિધ શેડ્સ અને રંગોમાં ઉપલબ્ધ હોય છે, જેના થકી ઘરમાલિકોને તેમની બારીઓનો દેખાવ એ રીતે રાખવાની સુવિધા મળે છે કે જેના પગલે તે ઊર્જા કાર્યક્ષમ અને અંગતતા જાળવનારી બને. તેનાથી ગ્લેર અને સૂર્યપ્રકાશની ગરમી ઘટે છે, અને અંદર આરામદાયક વાતાવરણ પ્રાપ્ત થાય છે.
મોટાભાગે સુશોભનાત્મક હેતુસર ઉપયોગમાં લેવાતા સ્ટેઈન્ડ કાચમાં સુંદર રંગો તેમજ અતરંગી ડિઝાઈન હોય છે. સ્ટેઈન્ડ કાચની બારીઓ મોટાભાગે ચર્ચ, ઐતિહાસિક ભવનો, અને ઘરોમાં જોવા મળે છે જેના પગલે તેના સ્થાપત્યને અનોખો કલાત્મક સ્પર્શ મળે છે.
આ પ્રકારના કાચની સપાટી પર પાતળું મેટાલિક કોટિંગ હોય છે, જેના પગલે સૂર્યપ્રકાશનું પરાવર્તન થઈ જાય છે અને અંદરના ભાગમાં ગરમી અને ગ્લેરનું પ્રમાણ ઘટે છે. રિફ્લેક્ટિવ કાચ ગરમ પ્રદેશના ઘરો તેમજ સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તેવી મોટી બારીઓ માટે સર્વોત્તમ રહે છે. તેનાથી અંગતતા પણ વધે છે, કારણ કે રિફ્લેક્ટિવ કોટિંગના કારણે બહાર રહેલી વ્યક્તિ માટે દિવસના સમયે અંદર જોવું અઘરું બની જાય છે.
ઈન્સ્યુલેટેડ કાચમાં કાચના એક કરતા વધુ સ્તર હોય છે. આ ડિઝાઈન અંદર આરામદાયક તાપમાન જાળવવાની સાથે ઊર્જાનો વપરાશ ઘટાડવામાં તેમજ કાચનું સંકોચન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઈન્સ્યુલેટેડ કાચ બંને ગરમ અને ઠંડા પ્રદેશના ઘરો માટે અનુકૂળ રહે છે, કારણ કે તે સર્વોત્તમ થર્મલ ઈન્સ્યુલેશન અને સાઉન્ડપ્રુફિંગ પૂરું પાડે છે.
લેમિનેટેડ કાચની સંરચના જ તેને અસર સામે ઊંચી પ્રતિરોધકતા પ્રદાન કરે છે, જેના પગલે તૂટેલા કાચથી ઈજા થવાનું જોખમ ઘટે છે. લેમિનેટેડ કાચની બારીઓ સર્વોત્તમ સાઉન્ડ ઈન્સ્યુલેશન પૂરું પાડે છે અને હાનિકારક પારજાંબલી કિરણોને રોકે છે, જેના કારણે તે ધમધમતી શેરીઓ અથવા તોફાનો વારંવાર આવતા હોય તેવા વિસ્તારની બારીઓ માટે વધુ અનુકૂળ રહે છે.
ટેક્સચર્ડ કાચ, કે જેને પેટર્ન્ડ અથવા ઓબ્સક્યુરેટેડ કાચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોતાની સપાટી પર ડિઝાઈન અથવા પેટર્ન ધરાવે છે, જેના પગલે અંગતતાની સાથે દેખાવમાં સર્વોત્તમતા ઓફર કરે છે. ટેક્સચર્ડ સપાટી પ્રકાશને તથા કઢંગા દેખાવને ઘટાડે છે અને સાથે-સાથે કુદરતી પ્રકાશને અંદર આવવા દે છે. તેનો મોટાભાગે બાથરૂમ, પ્રવેશદ્વાર તથા અન્ય એવી જગ્યાઓએ ઉપયોગ કરાય છે જ્યાં પ્રકાશની સાથે છેડછાડ કર્યા વિના અંગતતા ઈચ્છુક રહે છે.
લો-ઈ અથવા લો એમિશન કાચ હાનિકારક પારજાંબલી કિરણોને રોકીને સુરક્ષા અને આરામ પૂરો પાડે છે. તે ઊર્જા-કાર્યક્ષમ બારીઓ માટે સર્વોત્તમ પસંદગી છે, જે ગરમી ઘટાડીને ઠંડક જાળવવાના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.
આ પ્રકારના કાચને ખાસ ગરમીની તબદિલીને લઘુતમ કરવા ડિઝાઈન કરાયા છે, જેથી દુર્ગમ હવામાન માટે તે આદર્શ પસંદગી બને છે. તેને બંને સિંગલ અને મલ્ટિ-પેન કન્ફિગરેશનમાં જોઈ શકાય છે, જે સર્વોત્તમ થર્મલ કાર્યક્ષમતા પ્રદાન કરીને ઘોંઘાટનું પરિવહન રોકે છે.
ઘરોમાં ઉપયોગમાં લેવાતા બારીના કાચના પ્રકારો ઉપરાંત ગ્લેઝિંગની રીત અથવા તો જે રીતે કાચને ફ્રેમમાં ફીટ કરવામાં આવે છે તે પણ બારીઓની કામગીરીના નિર્ધારણમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ચાલો, આપણે વિન્ડો ગ્લેઝિંગની ત્રણ સામાન્ય રીતને ચકાસીએઃ
સિંગલ-ગ્લેઝ્ડ વિન્ડો એ વિન્ડો ગ્લેઝિંગનો સૌથી પાયાગત અને પરંપરાગત પ્રકાર છે. તેમાં કાચની સિંગલ પેન હોય છે જેને બારીની ફ્રેમની અંદર ઈન્સ્ટોલ કરાય છે. સિંગલ-ગ્લેઝ્ડ વિન્ડો સૌથી વધુ પોષાય તેવો વિકલ્પ છે, પણ સાથે તેમાં મર્યાદિત ઈન્સ્યુલેશન લાક્ષણિકતાઓ પ્રાપ્ત થાય છે. તે બહારના તત્ત્વો સામે અવરોધ પૂરો પાડે છે પરંતુ ગરમી જતી રહેવા તથા ધ્વનિ પરિવહનની રોકથામમાં તે અન્ય ગ્લેઝિંગ વિકલ્પોની તુલનામાં ઓછી અસરકારક રહે છે.
ડબલ-ગ્લેઝ્ડ વિન્ડોમાં ઈન્સ્યુલેશન ક્ષમતા વધુ હોવાથી તેની લોકપ્રિયતા વધી રહી છે. તેનું કાચના બે પેનનો ઉપયોગ કરીને નિર્માણ કરાય છે જેને સીલબંધ હવા અથવા ગેસ-ભરેલી જગ્યા દ્વારા નોખા કરાય છે, જેને મોટાભાગે આર્ગોન અથવા ક્રિપ્ટોન ગેસ દ્વારા ભરવામાં આવે છે. બે પેન વચ્ચેનું ઈન્સ્યુલેટિંગ લેયર અથવા હવા અથવા ગેસ અવરોધકનું કામ કરે છે, જેનાથી ગરમીની તબદિલી ઘટે છે અને ઊર્જા કાર્યક્ષમતા વધે છે. ડબલ-ગ્લેઝ્ડ વિન્ડોથી તમારા ઘરને ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં હૂંફાળુ રાખવામાં મદદ મળે છે અને સાથે-સાથે બહારનો ઘોંઘાટ પણ અંદર પ્રવેશતા અટકે છે.
ટ્રિપલ-ગ્લેઝ્ડ વિન્ડો ત્રણેય પ્રકારની બારીના ગ્લેઝિંગમાં સૌથી વધુ સ્તરનું ઈન્સ્યુલેશન પૂરું પાડે છે, જેના થકી તે ઈકો-ફ્રેન્ડલી ઘરના નિર્માણ માટે સર્વોત્તમ પસંદગી બને છે. તેમાં ત્રણ કાચની પેનનો સમાવેશ થાય છે જેમાંથી બે સીલબંધ હવા અથવા ગેસ ભરેલી જગ્યા રહે છે. કાચ અને ઈન્સ્યુલેશનની આ વધારાની પરત ગરમીના નુકસાનને નોંધપાત્ર ઘટાડે છે, ઊર્જાની કાર્યક્ષમતા વિસ્તારે છે અને ધ્વનિનું ઈન્સ્યુલેશન સુધારે છે. ટ્રિપલ-ગ્લેઝ્ડ વિન્ડો ખાસકરીને દુર્ગમ હવામાન, અતિશય ઊંચા તાપમાન, અથવા અત્યંત ઘોંઘાટિયા સ્થળે માટે ખાસ લાભદાયી છે કારણ કે તે અતુલ્ય થર્મલ આરામ અને ઘોંઘાટમાં ઘટાડો પૂરા પાડે છે.
તમારા ઘર માટે યોગ્ય પ્રકારના બારીના કાચની પસંદગી કરવી એ ઈચ્છિત સુંદરતા, આરામ અને ઊર્જા કાર્યક્ષમતાને હાંસલ કરવા માટે આવશ્યક છે. વિવિધ પ્રકારના બારીના કાચ અને ઉપલબ્ધ ગ્લેઝિંગ વિકલ્પોને સમજીને, તમે તમારી જરૂરિયાતો અને પસંદગીઓને શ્રેષ્ઠ રીતે અનુરૂપ રહે તેવા માહિતીપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. સુરક્ષાથી લઈને અંગતતા સુધીના તમામ ઉપલબ્ધ વિકલ્પોને સમજીને તમારા ઘર માટે કાચના સર્વોત્તમ પ્રકારને શોધો. ઈન્સ્ટોલેશન પ્રક્રિયા અંગે મદદરૂપ માર્ગદર્શન માટે ડોર ફિક્સિંગ અને વિન્ડો ફ્રેમ અંગેના અમારા વિડિયોને જૂઓ.