Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
પૂજા માટે વાસ્તુ વધુ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે તે આખા ઘરના વાસ્તુ અને આભામંડળને નિર્ધારિત કરે છે. વાસ્તુના નિષ્ણાતો ઘરના પૂજા રૂમ પર સૌથી વધુ ભાર મૂકે છે, કારણ કે તે હકારાત્મક ઊર્જા અને વાઈબ્રેશનનું કેન્દ્ર હોય છે અને આ કારણથી જ પૂજા રૂમ માટેનું વાસ્તુ તમારા ઘરનું નિર્માણ કરતી વેળાએ ધ્યાનમાં રાખવા માટેની સૌથી મહત્વપૂર્ણ બાબત છે.
પૂજા રૂમ ઘરમાં હકારાત્મક અને પવિત્ર ઊર્જાના કેન્દ્રબિંદુ તરીકે વર્તે છે, કારણ કે તે તમારા ઘરમાં દેવી-દેવતાઓની મોજૂદગીને લીધે દૈવી ઊર્જાનું સંચાલન કરે છે. દેવી-દેવતાઓ માટે જ ખાસ અલગ જગ્યા, એટલે કે પૂજા રૂમની ફાળવણી કરવી તમારા ઘર માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પછી ભલેને તે જગ્યા નાની હોય કે મોટી અને યોગ્ય વાસ્તુ જ તમારા ઘરમાં શાંતિ, હકારાત્મક ઊર્જા લાવવામાં અને કયા પ્રકારની ઊર્જા વહેતી રહેશે તે નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
પૂજા રૂમ માત્ર ઘરમાં સારા તરંગોને જ ફરતા રાખવામાં મદદરૂપ નથી થતો પરંતુ તે દૈવી ઊર્જા સાથે તમને જોડવામાં પણ મદદરૂપ થાય છે. વાસ્તુ એ નકારાત્મક ઊર્જાને નાબૂદ કરીને તમારા ઘરમાં ખુશીઓ અને હકારાત્મકતા લાવવા માટે પરફેક્ટ હોવું જરૂરી છે.
તમારા ઘરને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર પૂજા રૂમ માટે યોગ્ય વાસ્તુ વડે દૈવી ઊર્જા અને હકારાત્મકતાનું હબ બનાવવામાં મદદરૂપ થાય તેવા કેટલાક સૂચનો અહીં નીચે આપવામાં આવ્યાં છે.
પૂજા રૂમ માટે વાસ્તુ અનુસાર, પૂજા રૂમની સ્થિતિ માટે સૂચવાયેલી દરેક દિશા કંઈક વિશેષની રજૂઆત કરીને મહત્તા પ્રદાન કરે છે અને આ કારણે જ પૂજા રૂમની સ્થિતિ એ પૂજા રૂમ માટેના વાસ્તુનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે.
પૂજાનો રૂમ અત્યંત પવિત્ર સ્થળ છે અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ તેનું સ્થાન નિર્ધારિત કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે ઘર ખુશીઓથી ભરાઈ જાય. પૂજા રૂમ માટેના આ વાસ્તુના સૂચનોને અનુસરો, જેથી તમારા ઘરમાં હકારાત્મક ઊર્જા આવે અને સુનિશ્ચિત કરો કે તમારા પવિત્ર અને ખુશ ઘરમાં નકારાત્મક ઊર્જા માટે કોઈ જગ્યા જ ન રહે.