વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવાની 4 પદ્ધતિઓ, તેની જરૂરિયાત અને ફાયદા અંગેની માર્ગદર્શિકા

તમારા ઘરને ભેજમુક્ત અને પાણીથી થતાં નુકસાનથી સુરક્ષિત રાખવા માટે ભોંયરામાં આવતાં ભેજના કારણો, વૉટરપ્રૂફિંગની વિવિધ પદ્ધતિઓ અને ભોંયરામાં વૉટરપ્રૂફિંગ કરવાના ફાયદા અંગે જાણકારી મેળવો.

Share:


ભોંયરું એ આપણાં ઘરનો એક મહત્વનો હિસ્સો છે, જે રહેવા, સંગ્રહ કરવા માટેની વધારાની જગ્યા અને ઉપયોગમાં લેવા માટેનો વધારાનો વિસ્તાર પૂરો પાડે છે. જોકે, તે ઘરના માલિકો માટે અકળામણનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે વાત પાણી ઝામવા કે પાણીથી થતાં નુકસાનની થતી હોય. પાણી ઘરના પાયા કે દિવાલોમાં પડેલા અત્યંત સૂક્ષ્મ છિદ્રો/તિરાડો મારફતે ભોંયરામાં પ્રવેશી શકે છે અને તેના કારણે ફૂગનો વિકાસ થાય છે અને માળખાંને નુકસાન પણ પહોંચે છે.

આ સ્થિતિમાં આપણને ભોંયરામાં વૉટરપ્રૂફિંગ કરવાની જરૂરિયાત સમજાય છે. ભોંયરાનું વૉટરપ્રૂફિંગ એ ભોંયરાને સીલબંધ કરવાની અને પાણીથી થતાં નુકસાનથી તેનું રક્ષણ કરવાની પ્રક્રિયા છે. ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવાની ઘણી પદ્ધતિઓ છે, જે દરેકના તેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

આ બ્લૉગમાં આપણે ભોંયરાના વૉટરપ્રૂફિંગની વિવિધ પદ્ધતિઓ, આ પ્રત્યેક પદ્ધતિના ફાયદા અને ભોંયરામાં પાણીથી નુકસાન થવાના સર્વસામાન્ય કારણો અંગે જાણકારી મેળવીશું. આ બ્લૉગના અંતે તમને પાણીથી થતાં નુકસાન સામે તમારા ભોંયરાનું રક્ષણ કેવી રીતે કરવું તથા આવનારા ઘણાં વર્ષો સુધી તેને ઉપયોગમાં લઈ શકાય તે માટે તેને કેવી રીતે સલામત રાખવું તે અંગે તમે વધુ સારી સમજણ ધરાવતા હશો.




ભોંયરામાં ભેજ આવવાના કારણો

 

1) હાઇડ્રોસ્ટેટિક દબાણઃ

ઘરના પાયા કે દિવાલો પડેલી તિરાડો મારફતે પાણી ઝામવું એ ભોંયરામાં ભેજ આવવા માટેના મુખ્ય પરિબળોમાંથી એક છે. આસપાસ આવેલી માટી કે ખરાબ ડ્રેનેજ સિસ્ટમને કારણે હાઇડ્રોસ્ટેટિક દબાણ પેદા થવાને કારણે આમ થાય છે.

 

2) અયોગ્ય માટી કે ડ્રેનેજ સિસ્ટમ્સઃ

ભોંયરામાં ભેજ આવવા પાછળના સર્વસામાન્ય કારણોમાંથી એક કારણ ઘરની આસપાસ આવેલી અયોગ્ય માટી અને ડ્રેનેજ સિસ્ટમ છે. જો ઘરના પાયાની આસપાસ રહેલી માટીનો ઢાળ ઘરથી દૂર જતો ના રાખવામાં આવ્યો હોય કે પછી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા અયોગ્ય હોય તો, પાયાની આસપાસ પાણી જમા થશે અને ભોંયરામાં તેનું ઝમણ થશે.

 

3) ખરાબ રીતે ઇન્સ્ટોલ થયેલી અને ખરાબ જાળવણી થતી ગટરોઃ

જો ગટરોને અયોગ્ય રીતે નાંખવામાં આવી હોય અને તેની જાળવણી પણ યોગ્ય રીતે ના થતી હોય તો, ભોંયરામાં ભેજ આવવાની સમસ્યા પેદા થઈ શકે છે. ભરાઈ ગયેલી કે યોગ્ય રીતે કામ નહીં કરી રહેલી ગટરોમાંથી પાણી ઉભરાય છે અને પાયાની આસપાસ જમા થઈ જાય છે, જેના કારણે ભોંયરામાં પાણીથી થતું નુકસાન થાય છે.

 

4) ઠારણઃ

ઠારણ એ ભોંયરામાં ભેજની સમસ્યા પેદા થવામાં ઘણું મોટું યોગદાન આપે છે. જ્યારે હૂંફાળી અને ભેજયુક્ત હવા દિવાલો કે પાઇપ જેવી પ્રમાણમાં ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે આ સમસ્યા સર્જાય છે અને તે પાણીના ટીપાંમાં તેનું ઠારણ થાય છે. જે ભોંયરામાં યોગ્ય હવાઉજાસ નથી હોતો અથવા તો જ્યાં યોગ્ય ઇન્સ્યુલેશન નથી હોતું ત્યાં ઠારણ એ ખાસ સમસ્યારૂપ સાબિત થાય છે.

 

5) તમારા ભોંયરામાં તિરાડો પડી જવીઃ

પાયાની આસપાસ અયોગ્ય ઢોળાવ અને ભોંયરાની દિવાલો કે ફ્લોરમાં તિરાડો પડી જવાથી ભેજની સમસ્યા વકરે છે. જો ઘરના પાયાની આસપાસ રહેલી માટીનો ઢાળ ઘરથી દૂર જતો ના રાખવામાં આવ્યો હોય તો પાયાની આસપાસ પાણી જમા થવા લાગે છે અને ભોંયરામાં ઝામવા લાગે છે. પાયા કે દિવાલમાં તિરાડોમાંથી પણ પાણી અંદરની તરફ ઝામવા લાગે છે, જે ભોંયરામાં પાણીને કારણે થતાં નુકસાનો કરે છે.



ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવાની પદ્ધતિઓ

 

1) ઇન્ટીરિયર સીલન્ટ્સ

ઇન્ટીરિયર સીલન્ટ્સ એ ભોંયરાના વૉટરપ્રૂફિંગની એક પદ્ધતિ છે, જેમાં ભોંયરાની દિવાલો અને ફ્લોરની અંદર સીલન્ટ લગાવવાનો સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં ભૂગર્ભજળનું ઊંચું સ્તર હોય કે ખરાબ ડ્રેનેજ હોય ત્યાં ખાસ કરીને તિરાડો, ગાળાઓ કે છિદ્રાળુ કૉંક્રીટ મારફતે ભોંયરામાં પાણી ઝામવા લાગે છે. તેનાથી પાણીથી થતું નુકસાન થાય છે અને ફૂગનો વિકાસ પણ થાય છે તેમજ બિલ્ડિંગના પાયા અને તેના માળખાંની અખંડિતતાને પણ નુકસાન પહોંચે છે. પાણીને ઝામતું અટકાવવા માટે ઇન્ટીરિયર સીલન્ટ્સ ભોંયરાની દિવાલની અંદરની બાજુએ અને ફ્લોર પર વૉટરપ્રૂફ અવરોધની રચના કરીને કામ કરે છે. આ સીલન્ટ એક અવરોધની રચના કરે છે, જે પાણીને કૉંક્રીટ મારફતે અંદરની તરફ ઝામતું અટકાવે છે. જોકે, આ પદ્ધતિ પાણીથી થયેલા સામાન્ય નુકસાન માટે જ અસરકારક છે અને તે ભેજના અંતર્નિહિત કારણોને લીધે પેદા થયેલી સમસ્યાને ઉકેલી શકતી નથી.

 

2) એક્સટીરિયર વૉટરપ્રૂફિંગ - ભોંયરું

ભોંયરાનું એક્સટીરિયર વૉટરપ્રૂફિંગ કરાવવાની જરૂરિયાતનો મુખ્ય સ્રોત પાયાની દિવાલની બહારથી અંદર પ્રવેશતું પાણી છે. ભોંયરાના એક્સટીરિયર વૉટરપ્રૂફિંગમાં પાયાની બહારના ભાગની આસપાસ ખોદવાનો તથા તેની પર વૉટરપ્રૂફિંગ કૉટિંગ કે દિવાલની બહારની બાજુએ મેમ્બ્રેન લગાવવાનો સમાવેશ થાય છે. તે પાણીથી થતાં નુકસાનને નિવારવાનો અને બિલ્ડિંગના માળખાંની અખંડિતતાની જાળવણી કરવાનો એક અસરકારક ઉપાય છે. જોકે, તે ખર્ચાળ સાબિત થઈ શકે છે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે તોડફોડ કરવાની જરૂર પડી શકે છે, કારણ કે તેના માટે પાયાની આસપાસ ખોદકામ કરવાની અને એકવાર વૉટરપ્રૂફિંગની કામગીરી પૂરી થઈ જાય તે પછી તેનું લેન્ડસ્કેપિંગ અને અન્ય સમારકામ કરવાની જરૂર પડી શકે છે. જોકે, ભોંયરામાં પાણીને પ્રવેશતા અટકાવવા માટે આ પદ્ધતિ સૌથી વિશ્વસનીય અને લાંબા સમય સુધી ટકનારો ઉકેલ છે.

 

3) ઇન્ટીરિયર વૉટરપ્રૂફિંગ - ભોંયરું

જ્યારે ભેજ આવવાનો મુખ્ય સ્રોત ઠારણ હોય ત્યારે ભોંયરાની અંદરની બાજુએ વૉટરપ્રૂફિંગ કરાવવાની જરૂરિયાત પેદા થાય છે. દિવાલો કે ફ્લોર મારફતે ભોંયરાની અંદર પ્રવેશતા પાણીને ડ્રેનેજ સિસ્ટમ તરફ વાળીને ભોંયરાનું અંદરનું વૉટરપ્રૂફિંગ કરવામાં આવે છે, જેને ત્યારબાદ સમ્પ પમ્પ દ્વારા ભોંયરાની બહાર ધકેલી દેવામાં આવે છે. પાણીનો નિકાલ કરવા માટેની પાઇપને સામાન્ય રીતે ભોંયરાના ફ્લોરની નીચે ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તેનો ઢાળ સમ્પ પમ્પની તરફ નીચે રાખવામાં આવે છે, જેને ભોંયરામાં સૌથી તળિયે એક ખાડામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સમ્પ પમ્પની રચના એ રીતે કરવામાં આવી હોય છે કે, ખાડામાં ભરાતા પાણીનું સ્તર એક નિશ્ચિત સ્તરે પહોંચી જાય ત્યારે તે આપમેળે ચાલું થઈ જાય અને તે આ પાણીને ભોંયરાની બહાર પાયાથી દૂર ધકેલી દે છે.

 

4) ફાઉન્ડેશન ક્રેક ઇન્જેક્શન્સ

ફાઉન્ડેશન ક્રેક ઇન્જેક્શન્સ એ પાયાની આસપાસ માટી ખોદ્યા વગર ફાઉન્ડેશનની દિવાલમાં પડેલી તિરાડોને અંદરની તરફથી રીપેર કરવાની એક પદ્ધતિ છે. આ પ્રક્રિયામાં તિરાડની અંદર પ્રવાહી પૉલીયુરેથેન અથવા ઇપોક્સીને દાખલ કરવામાં આવે છે, જે થોડાં સમયમાં સખત થઈ જાય છે અને એક પાણીચુસ્ત અવરોધ બનાવી દે છે, જે પાણીને તેમાંથી ઝામતું અટકાવે છે. આ પદ્ધતિ ખાસ કરીને નાની તિરાડો માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે માળખાં માટે ખાસ નુકસાનકારક નથી અને આ પ્રક્રિયાને બિલ્ડિંગના રહેવાસીઓના જીવનમાં ખાસ વિક્ષેપ પાડ્યાં વગર ઝડપથી પૂરી કરી લેવામાં આવે છે. જોકે, અહીં એ નોંધવું મહત્વનું છે કે, ક્રેક ફિલર્સ કે ઇન્જેક્શન્સ તિરાડો પડવાના અંતર્નિહિત કારણોને લીધે પેદા થતી સમસ્યાને ઉકેલતા નથી, જેના માટે વૉટરપ્રૂફિંગના વધારાના ઉપાયો યોજવા પડી શકે તેમ છે. વળી, આ પદ્ધતિ મોટી કે વધુ તીવ્ર તિરાડો માટે અનુકૂળ નથી, જેના માટે વ્યાપક સમારકામ કરવું જરૂરી બની જાય છે.

 

આ સિવાય આ પણ વાંચોઃ વૉટરપ્રૂફિંગ કરતી વખતે થતી 6 સર્વસામાન્ય ભૂલો, જેને તમારે ટાળવી જોઇએ

 

 

ભોંયરામાં વૉટરપ્રૂફિંગ કરવાના ફાયદા



ભોંયરામાં વૉટરપ્રૂફિંગ કરવાના વિવિધ ફાયદા છે, જે તમારા ઘર કે બિલ્ડિંગને પાણીથી થતાં નુકસાન અને અન્ય સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવાના મુખ્ય લાભ અહીં નીચે મુજબ છેઃ

 

1) ઘરની અંદરનું વધુ સારું વાતાવરણ

તમારા ઘરના ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવાથી ભેજના સ્તરને ઘટાડવામાં અને ફૂગનો વિકાસ અટકાવવામાં મદદ મળી રહે છે, જે તમારા ઘર કે બિલ્ડિંગમાં હવાની એકંદર ગુણવત્તાને સુધારી શકે છે.

 

2) ભોંયરાના ફ્લોરની સુરક્ષા

ભેજ સમયાંતરે ભોંયરાના ફ્લોરને નુકસાન પહોંચાડી શકે છે પણ વૉટરપ્રૂફિંગ કરવાથી આ નુકસાનને નિવારી શકાય છે અને તમારા ફ્લોરની આવરદાને લંબાવી શકાય છે.

 

3) ભોંયરામાં પાણી ભરાઈ જતું અટકાવવું

વૉટરપ્રૂફિંગથી તમારા ભોંયરાની અંદર પાણીને ઝામતું અટકાવવામાં, પાણી ભરાઈ જવાના જોખમને ઘટાડવામાં અને તેના પરિણામસ્વરૂપ તમારી સંપત્તિને થતાં નુકસાનને અટકાવવામાં મદદ મળી રહે છે.

 

4) તમારા સમ્પ પમ્પની સુરક્ષા

સમ્પ પમ્પની રચના તમારા ભોંયરામાંથી પાણીને કાઢવા માટે કરવામાં આવી હોય છે પણ જો પાણીનું સ્તર ખૂબ વધી જાય તો તે ભરાઈ જાય છે. વૉટરપ્રૂફિંગ કરવાથી આ સમસ્યાને નિવારી શકાય છે અને તમારા સમ્પ પમ્પને નુકસાન થતું અટકાવી શકાય છે.

 

5) માળખાંનાં ઘટકોને થતાં નુકસાન સામે સુરક્ષા

પાણીથી થતું નુકસાન તમારા ઘર કે બિલ્ડિંગના માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે છે પણ વૉટરપ્રૂફિંગ કરવાથી આ નુકસાનને નિવારવામાં તથા તે તમારા ફાઉન્ડેશનની આવરદાને વધારવામાં મદદરૂપ થાય છે.

 

6) વીજળીનું બિલ ઘટાડે છે

ભોંયરાની દિવાલનું અંદરથી વૉટરપ્રૂફિંગ કરવાથી તે તમારા ઘર કે બિલ્ડિંગમાં ભેજના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, જે વીજખર્ચ ઘટાડવા તરફ દોરી જાય છે, કારણ કે, તમારી એચવીએસી સિસ્ટમે અનુકૂળ તાપમાનને જાળવી રાખવા માટે ખાસ પરિશ્રમ કરવો પડતો નથી.




એકંદરે આ બ્લૉગ ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવા અંગે તમારે જાણવા જેવું બધું જ આવરી લે છે. ભોંયરાનું વૉટરપ્રૂફિંગ એ તમારા ઘર કે બિલ્ડિંગનું પાણીથી થતાં નુકસાન, ફૂગ અને માળખાગત સમસ્યાઓ સામે રક્ષણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. ભેજ આવવાના કારણોની જાણકારી મેળવી, યોગ્ય પદ્ધતિને પસંદ કરી અને ભોંયરાનું વૉટરપ્રૂફિંગ કરવા પાછળ થતા ખર્ચની રકમને નિશ્ચિત કરીને તમે ભોંયરાને શુષ્ક અને સલામત રાખવાની ખાતરી કરી શકો છો. વધુમાં, તેના ફાયદાઓ કોઈ પણ ઘરના માલિક કે સંપત્તિના માલિક માટે સ્માર્ટ રોકાણ બનાવે છે, આથી આ બ્લૉગની મદદથી તમારા ઘરનું વૉટરપ્રૂફિંગ કેવી રીતે કરવું તે અંગે જાણો!



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....