Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ફ્લોર સ્ક્રીડને બનાવવા માટે મિશ્રણની યોગ્ય ડીઝાઇન મુજબ રેતી અને સીમેન્ટિશિયસ સામગ્રીઓને મિશ્રિત કરવામાં આવે છે, જેને ત્યારબાદ ફ્લોર ફિનિશ માટે સપાટીને સમતળ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે, જેને ફ્લોર સ્ક્રીડની સપાટીમાં ઉમેરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં મજબૂતાઈ, ટકાઉપણા, વેટ ક્રેકિંગ અને થર્મલ ક્રેકિંગ પ્રતિરોધ અને વધુ સારા જોડાણ જેવા વધારાના લાભ મેળવવા માટે પોર્ટલેન્ડ સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
ફ્લોર સ્ક્રીડ ફ્લોર ફિનિશ માટે પાયાનું કામ કરે છે અને તે કેટલો સારો કાર્યદેખાવ કરે છે, તેના પર તેનો નોંધપાત્ર પ્રભાવ પડતો હોય છે.
એમ લાગી શકે છે કે સીમેન્ટ અને રેતીના મિશ્રણ પર ટ્રૉવેલિંગ કરવું એ બધું જ સ્ક્રીડિંગમાં સામેલ છે પણ વાસ્તવમાં તેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તે ફ્લોરિંગની ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓમાંથી એક છે અને તે ફ્લોરિંગની એકંદર ગુણવત્તા, ફિનિશ અને ટકાઉપણા માટે મહત્વપૂર્ણ છે.
સીમેન્ટ, ચોખ્ખી રેતી અને પાણી એ ફ્લોર સ્ક્રીડિંગમાં ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ સામગ્રીઓ છે. બાંધકામમાં વિવિધ પ્રકારની રેતીનો ઉપયોગ થાય છે. તમારે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય રેતીને પસંદ કરવાની રહે છે, કારણ કે તે સ્ક્રીડિંગ માટેનું એક મહત્વનું ઘટક છે.
આથી વિશેષ, પૉલીમર મટીરિયલ્સ, મેટલ મેશ કે ગ્લાસ એડિટિવ્સને સ્ક્રીડને મજબૂત બનાવવા માટે ક્યારેક-ક્યારેક તેના મિશ્રણમાં ઉમેરવામાં આવતાં હોય છે.
અલ્ટ્રાટૅક ફ્લોરક્રીટ એ એક પૉલીમર-મોડિફાઇડ સીમેન્ટ છે, જેને ફ્લોર સ્ક્રીડિંગના બહુવિધ ઉપયોગો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. તે છતના ભાગ, રહેણાક અને ઑફિસની બિલ્ડિંગોના ફ્લોર, કૉમર્શિયલ પ્રોજેક્ટ્સ અને ટાઇલને ચોંટાડવા માટે તેની નીચે પાથરવાની સામગ્રી તરીકે ખૂબ જ અનુકૂળ છે.
ફ્લોરની જરૂરિયાત, ઉપયોગો અને કામગીરી પર આધાર રાખીને તમને ફ્લોર સ્ક્રીડના મુખ્ય ચાર પ્રકારો જોવા મળશેઃ
તેનું નામ સૂચવે છે તે મુજબ અનબાઉન્ડેડ સ્ક્રીડ બેઝની સાથે સીધી રીતે જોડાયેલું હોતું નથી. તેના બદલે તેને પૉલીથીન/ ડેમ્પ પ્રૂફ મેમ્બ્રેનની પર લગાવવામાં આવે છે, જેને કૉંક્રીટના બેઝની ટોચે લગાવવામાં આવે છે.
જો તમે 50 મિમીથી વધારે જાડાઈ ધરાવતા સ્ટાન્ડર્ડ સ્ક્રીડને શોધી રહ્યાં હો તો, તે તમારા માટે શ્રેષ્ઠ છે. પાતળું સ્તર લગાવવા માટે કેટલાક મોડિફાઈ કરવામાં આવેલા કૉંક્રીટ સ્ક્રીડ પણ ઉપલબ્ધ છે.
કૉંક્રીટ સબસ્ટ્રેટની સાથે બોન્ડિંગનું પ્રવાહી બનાવીને તમે સબસ્ટ્રેટની સાથે આ પ્રકારના કૉંક્રીટ સ્ક્રીડને લગાવી શકો છો. જ્યાં પણ અતિશય ભારે વજનની અપેક્ષા હોય અને પાતળું સ્તર લગાવવાની જરૂર હોય તેવી પરિસ્થિતિ માટે તે આદર્શ છે.
આ પ્રકારે લગાવવામાં આવેલા સ્ક્રીડની જાડાઈ 15 મિમીથી 50 મિમીની વચ્ચે હોય છે.
આજના આધુનિક સમયમાં ફ્લોરના બિલ્ડ અપમાં ઇનસ્યુલેશનનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. તેના કારણે ફ્લોટિંગ સ્ક્રીડના વિકલ્પની માંગમાં વધારો થયો છે.
સામાન્ય રીતે, ઇન્સ્યુલેશનના લેયરની ટોચે ફ્લોટિંગ સ્ક્રીડ લગાવવામાં આવે છે, તેની પર રહેલ સ્લિપ મેમ્બ્રેન ઇન્સ્યુલેશનને સ્ક્રીડથી અલગ પાડે છે. આ સ્લિપ મેમ્બ્રેન એ સામાન્ય રીતે પૉલીથીનની શીટ હોય છે, જે ઇન્સ્યુલેશન અને સ્ક્રીડને અલગ-અલગ રાખે છે.
હીટેડ સ્ક્રીડ્સની રચના તમારી ફ્લોરની નીચે આવેલી હીટિંગ સિસ્ટમનો શ્રેષ્ઠ ઉકેલ પૂરો પાડવા માટે કરવામાં આવી હોય છે, કારણ કે તે પ્રવાહિત થવાનો ગુણધર્મ ધરાવે છે. રેતી અને કૉંક્રીટના ફ્લોર સ્ક્રીડની સરખામણીએ તે નોંધપાત્ર ખુબીઓ પણ ધરાવે છે.
હીટેડ સ્ક્રીડ્સની પ્રવાહિત થવાની વિશેષતા ફ્લોરની નીચે આવેલી હીટિંગ પાઇપને સંપૂર્ણપણે આવરી લે છે.
અયોગ્ય રીતે સ્ક્રીડ કરવામાં આવેલા ફ્લોર પાછળથી સરળતાથી ખરાબ થઈ જઈ શકે છે, એટલી હદે કે તે છુટું પડી જાય છે અને તમારે તેને ફરીથી લગાવવાની કંટાળાજનક કામગીરી ફરીથી કરવી પડે છે. જો તમે તેને જાતે કરવાના હો તો, સ્ક્રીડિંગ માટે ફ્લોરને તૈયાર કરતાં પહેલાં તમારે આ કામગીરી માટે સારી રીતે તૈયારી કરવી જરૂરી બની જાય છે.
બાંધકામમાં સ્ક્રીડિંગની પ્રક્રિયામાં તમારે કેટલાક સ્ટેપ્સનું પાલન કરવું જોઇએઃ
સૌપ્રથમ તો, તમે જે ફ્લોરને સ્ક્રીડ કરવા માંગતા હો તેને વિભાગોમાં વહેંચી લો. તમે જેને સ્ક્રીડ કરવા જઈ રહ્યાં છો, તે લેયર જેટલા ઊંચા લાંકડાંના લાંબા અને સીધા ટુકડાંઓનો ઉપયોગ કરો. આ ટુકડાં ભીના અને પાછળથી તેમને સરળતાથી હટાવી શકાય તેવા હોય તેની ખાતરી કરો.
સ્ક્રીડના મિશ્રણને ફેલાવવા માટે ટ્રોવેલનો ઉપયોગ કરો અને તેને કૉમ્પેક્ટ કરવા સ્ક્રીડ બૉર્ડ કે સ્ટ્રેટએજનો ઉપયોગ કરો, રૂમના પ્રવેશદ્વારથી સૌથી દૂર આવેલા વિભાગને આવરી લઇને, સ્ક્રીડના મિશ્રણના કૉટિંગને સમતળ બનાવવાથી શરૂઆત કરો. કિનારીઓને લીસી બનાવવા માટે ટેમ્પરનો ઉપયોગ કરો અને આ વિસ્તારનું સ્ક્રીડિંગ પૂરું કરો.
જો તમારું સ્ક્રીડ આપમેળે સમતળ ના થઈ શકતી હોય તો તમારે લેવલિંગ કમ્પાઉન્ડની જરૂર પડે છે. સપાટીને સમતળ બનાવવા માટે લાકડાંનાં ટુકડાં કે સ્ટ્રેટએજનો ઉપયોગ કરી શકાય છે. તમે જેનો ડિવાઇડર તરીકે ઉપયોગ કરી રહ્યાં હો તે લાકડાંનાં ટુકડાંની ઉપર તેને મૂકો, તેને આગળ ધકેલો, તેને નમાવો, જેથી કરીને કિનારી કટિંગ એજ તરીકે કામ કરે અને સામગ્રીને વ્યવસ્થિત કરવા માટે તેને આસપાસ ફેરવો.
જો તમારું સ્ક્રીડ આપમેળે સમતળ થઈ જતું હોય તો તેમાં પહેલેથી જ લેવલિંગ કમ્પાઉન્ડને મિક્સ કરવામાં આવેલું હોઈ શકે છે. જ્યારે સ્ક્રીડને રેડવામાં આવે છે, ત્યારે તે પ્રતિક્રિયા કરે છે, જેના કારણે તે આપમેળે કૉમ્પેક્ટ થઈ જાય છે.
જ્યાં સુધી કૉંક્રીટ કે રેતીના સ્ક્રીડ કરેલા ફ્લોરના તમામ વિભાગો પૂરાં ના થઈ જાય ત્યાં સુધી આ સમગ્ર પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ત્યારબાદ, લાકડાંનાં ડિવાઇડરોને કાઢી નાંખો અને તેમાં રહી ગયેલી જગ્યાઓને પૂરી દો.
નવું સ્ક્રીડ ઇન્સ્ટોલ થાય કે તરત જ તમારે તેમાં રહેલી કોઈ પણ ખામીઓને દૂર કરી દેવી જોઇએ અને એકવાર કૉંક્રીટ યોગ્ય રીતે પથરાઈ જાય તે પછી પણ આ પ્રક્રિયા કરવી જોઇએ.
કિનારીઓ પાસેથી સીલબંધ કરવામાં આવેલી પૉલીથીનની શીટ હેઠળ તેને જેમ છે, તેમ છોડી દેવામાં આવે તો સ્ક્રીડના લેયરને ક્યોર થવામાં લગભગ સાત દિવસનો સમય લાગે છે. તેનો આધાર સ્ક્રીડ કરવામાં આવેલા વિસ્તારના લેયર અને સાઇઝ પર પણ રહેલો છે.
એકવાર ફ્લોર ક્યૉર થઈ જાય તે પછી તેને સૂકાવા માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન ફ્લોરિંગની ટોચે અન્ય કોઈ પણ લેયરને લગાવવાનું ટાળવું જોઇએ.
1) ફ્લોર સ્ક્રીડ એટલે શું?
ફ્લોર સ્ક્રીડ એ સીમેન્ટ, રેતી અને પાણીમાંથી બનાવવામાં આવેલી સામગ્રીનું પાતળું સ્તર હોય છે, જેને સપાટ અને સમતળ સપાટી પૂરી પાડવા માટે કૉંક્રીટના સબફ્લોર પર લગાવવામાં આવે છે.
2) ફ્લોર સ્ક્રીડને સૂકાવામાં કેટલો સમય લાગે છે?
ફ્લોર સ્ક્રીડને સૂકાવામાં લાગતા સમયનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે, જેમ કે, લેયરની જાડાઈ, તાપમાન અને ભેજ. સામાન્ય રીતે જોવા જઇએ તો, સ્ક્રીડને સંપૂર્ણપણે સૂકાવામાં કેટલાક દિવસોથી માંડીને કેટલાક અઠવાડિયાનો સમય લાગે છે.
3) ફ્લોર સ્ક્રીડની જાડાઈ કેટલી હોવી જોઇએ?
ફ્લોર સ્ક્રીડની જાડાઈનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે, જેમ કે, ઇન્સ્ટોલ કરવામાં આવેલા ફ્લોરિંગના પ્રકાર, સબફ્લોરની પરિસ્થિતિ અને ભાર ઊંચકવાની આવશ્યકતાઓ. એક પાત્ર પ્રોફેશનલ જ તમારી ચોક્કસ પરિસ્થિતિ માટે યોગ્ય જાડાઈની ભલામણ કરી શકે છે.
ફ્લોર સ્ક્રીડ શું છે તે જાણવા સિવાય તમારે આ પ્રક્રિયાને યોગ્ય રીતે હાથ ધરવા માટે તેની યોગ્ય તાલીમ અને તેમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. ઇન્સ્ટોલેશનની પ્રક્રિયામાં કોઈ પણ સંભવિત ભૂલો અને વિલંબને ટાળવા માટે આ કામગીરી કોઈ પ્રોફેશનલને સોંપવાની સલાહ આપવામાં આવે છે.