Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


વીપ હોલ્સ: તમારે જાણવા જેવી બધી જ બાબતો

Share:


વીપ હોલ એટલે શું?

વીપ બ્રિક તરીકે પણ ઓળખાતો વીપ હોલ એ એક નાનકડું બાકોરું હોય છે, જેના મારફતે બિલ્ડિંગમાંથી પાણી બહાર નીકળી જાય છે. આ વીપને પદાર્થના તળિયે ગોઠવવામાં આવેલા હોય છે, જેથી કરીને પાણી બહાર નીકળી જાય; આ બાકોરાં સપાટીના દબાણને સહન કરી શકે એટલા મોટા હોવા જોઇએ. દિવાલ પર પડતાં હાઇડ્રોસ્ટેટિક ભારને ઘટાડવા માટે તથા ઠરવા/પીગળવાની સાઇકલમાંથી ભેજને કારણે થતાં નુકસાનને નિવારવા માટે રીટેઇનિંગ દિવાલમાં પણ બાકોરાંની જરૂર પડી શકે છે, જેથી કરીને જમીનમાં ભરાઈ રહેલું પાણી બહાર નીકળી જાય.

 

જ્યારે આમ થાય છે ત્યારે સામાન્ય રીતે પાતળા-વૉલ્ડ રબર, માટી કે ધાતુની પાઇપમાંથી એક વીપ બનાવવામાં આવે છે, જે દિવાલમાંથી બહાર નીકળીને છિદ્રાળુ બૅકફિલના ક્યારા સુધી લંબાય છે. જ્યાં પાણી સપાટીની નીચેથી એસેમ્બલીમાં જામતું હોય ત્યાં વીપ્સ વારંવાર આપમેળે જ બની જતાં હોય છે.

 

ઇન્ટરસ્ટેટ કન્ડેન્સેશનને નિવારવા માટે મેટલ વિન્ડોઝ અને ગ્લેઝ્ડ કર્ટેન વૉલ દ્વારા તેને બનાવવામાં આવે છે. રીટેઇનિંગ વૉલ, અંડરપાસ, વિંગ વૉલ્સ અને જમીનની નીચે આવેલી ડ્રેનેજ સિસ્ટમ જેવા અર્થ-રીટેઇનિંગ માળખાં વીપ હોલ્સ ધરાવતા હોય છે.

 

વીપ હોલ શું હોય છે, તે હવે તમે જાણી ગયાં છો ત્યારે ચાલો થોડી વધારે ખણખોદ કરીએ અને તેને વિગતવાર સમજીએ.

 

cdxc


 

વીપ હોલની કામગીરી



 

જો કોઈ માળખું વૉટર ટેબલ (ભૂગર્ભજળ સ્તર)ની નજીક બનાવવામાં આવ્યું હોય તો, દિવાલની પાછળ પાણી જમા થવાની કોઈ શક્યતા રહેતી જ નથી. આથી વીપ હોલ્સ બનાવવાની જરૂરી નથી. જોકે, માળખું જ્યારે વૉટર ટેબલ (ભૂગર્ભજળ સ્તર)ની નીચે આવેલું હોય, કોઈ વૉટર પ્લાસ્ટરિંગ કરેલું ના હોય અને પાણીનું વધારાનું દબાણ સેચ્યુરેટેડ પ્રેશર કે પૃથ્વીના દબાણ કરતાં વધારે દબાણ કરતું હોય ત્યારે વીપ હોલ્સ બનાવવા જરૂરી બની જાય છે.

 


1. કેસ 1: વૉટર ટેબલ (ભૂગર્ભ જળસ્તર) માળખાંથી નીચે હોવાથી વીપ હોલ્સ બનાવવાની કોઈ જરૂર નથી

માળખું વૉટર ટેબલ (ભૂગર્ભ જળસ્તર)થી નીચે હોવાથી તેની રચના કરતી વખતે ફક્ત પૃથ્વીના દબાણને જ ધ્યાન પર લેવામાં આવે છે.

 

2. કેસ 2: માળખાંનું વૉટર ટેબલ (ભૂગર્ભ જળસ્તર) તેનાથી ઉપર છે, પણ કોઈ વીપ હોલ પૂરાં પાડામાં આવ્યાં નથી.

જ્યારે પાણી અને માટી ભેગા થાય છે, ત્યારે સેચ્યુરેટેડ પ્રેશર કે પૃથ્વીનું દબાણ સબમર્જ્ડ વજનમાં ફેરવાઈ જાય છે, જે સેચ્યુરેટેડ પ્રેશર કરતાં ઓછું હોય છે પણ સેચ્યુરેટેડ પ્રેશર કરતાં વધારે હોય છે. આ પ્રકારનાં માળખાંની રચના કરતી વખતે માટીના દબાણ અને પાણીના દબાણને ધ્યાન પર લેવા જોઇએ.

 

3. કેસ 3: વીપ હોલ્સ પૂરાં પાડવામાં આવ્યાં છે અને વૉટર ટેબલ (ભૂગર્ભ જળસ્તર) માળખાંની ઉપર છે

માળખાંમાં વીપ હોલ્સ હોવા છતાં વૉટર ટેબલ (ભૂગર્ભ જળસ્તર) તેનાથી ઉપર હોઈ શકે છે. વીપ હોલ્સનો ઉપયોગ પાણી દ્વારા પેદા થયેલા દબાણને દૂર કરવા માટે થાય છે, જેને આવા બાકોરાં મારફતે કાઢી નાંખવામાં આવે છે. બાકોરાંની ઊંચાઈની ગોઠવણ એ એક મહત્વનું પરિબળ છે. વીપ હોલ જેટલો ઊંચો બનાવવામાં આવ્યો હશે, બિલ્ડિંગ પર પાણીનું દબાણ પણ એટલું જ વધારે પડશે.

 

વીપ હોલ્સ ક્યાં આવેલા હોય છે?

સામાન્ય રીતે, વીપ હોલ્સ ઇંટોથી બનેલી બહારની દિવાલના તળિયે આવેલા હોય છે. તે બે ઇંટોની વચ્ચે આવેલા મોર્ટારના સાંધાઓમાં ઊભા ગાળા જેવા દેખાય છે. પાણી સપાટીમાંથી જામીને દિવાલોની અંદર પ્રવેશી શકે છે, કારણ કે ઇંટોનું ચણતરકામ છિદ્રાળુ હોય છે. ગુરુત્વાકર્ષણને કારણે પાણી દિવાલના તળિયે પાયાની બરોબર ઉપર બેસી જાય છે, જ્યાં વીપ હોલમાંથી તે બહાર નીકળી જાય છે. તે બારીઓ, દરવાજા અને અન્ય ખુલ્લા ભાગોની ઉપર આવેલા હોઈ શકે છે.

 

વીપ હોલ્સ વિન્ડો ટ્રેક્સ પર પણ આવેલા હોઈ શકે છે. બારીની વય અને મોડેલ પર આધાર રાખીને તેનો દેખાવ અલગ-અલગ હોઈ શકે છે પણ સામાન્ય રીતે તે કાળા રંગના લંબચોરસ ફ્લેપ્સ હોય છે, જેની વચ્ચે પ્રકાશનો આડો હિસ્સો ચમકતો જોઈ શકાય છે. આ ફ્લેપ્સને કારણે પાણી ફક્ત એક જ દિશામાં બહારની તરફ વહી શકે છે. તે ઉંબરા પર પાણી જમા થતું અટકાવે છે અને સડો થતો પણ અટકાવે છે (જાણે કે વૉટરપ્રૂફિંગ મટીરિયલ જેવું કામ કરે છે).

 

વીપ હોલના પ્રકારો

 

1.  ઓપન હેડ જોઇન્ટ વીપ હોલ

ઇંટના ઉભા સાંધામાંથી મોર્ટારને ખોતરી કાઢીને વીપ હોલ બનાવવામાં આવે છે. 21 ઇંચના સચોટ અંતરાલોએ ઓપન-હેન્ડ જોઇન્ટ્સ બનાવવામાં આવે છે અને આ દિવાલો સાંધાના ગાળા જેટલી જ ઊંચાઈએ હોય છે.



આ પદ્ધતિ પોલાણમાં ભરાઈ રહેલા પાણીને બહાર કાઢવાની સૌથી વધુ પસંદ કરવામાં આવતી અને વિશ્વસનીય પદ્ધતિ છે. તેને બનાવવા માટે વેધર્ડ પ્લાસ્ટિક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે, પાણીને બહાર કાઢવા માટે આગળના છેડે ડ્રિપ લગાવવામાં આવે છે. તેનાથી બાકોરાંમાં વરસાદનું પાણી પ્રવેશતું અટકે છે.

 

આ પદ્ધતિની ખામી એટલી જ છે કે આ બાકોરાં મોટા ગાળાઓમાં ફેરવાઈ જાય છે, જે ઓપન હેડ જોઇન્ટ્સને કારણે સુંદરતા બગાડી શકે છે. છિદ્રોને છુપાવવા માટે ધાતુ અને પ્લાસ્ટિકની ગ્રિડ્સ વડે વીપના ગાળાઓને ભરી શકાય છે.

 

2. કોટન રોપ વિકનિંગ વીપ હોલ્સ


વીપ્સ બનાવવા માટે કોટન વિક્સનો ઉપયોગ કરી શકાય છે. 12 ઇંચ (30 સેમી) લાંબા રોપને સાંધામાં જડવામાં આવે છે. આ રોપના બીજા છેડાંને પથ્થરની તિરાડની અંદર દાખલ કરવામાં આવે છે.

 

કોટનના રોપ બહારથી દિવાલની અંદર ખૂબ ઓછી માત્રામાં ભેજને શોષી શકે છે, તેને દિવાલની અંદર જ જાળવી રાખે છે અને તેને બહારની તરફ કાઢી નાંખે છે. વીપ હોલ્સની સરખામણીએ તેનો બાષ્પીભવનનો દર નીચો હોય છે. કોટનમાં આગ પણ લાગી શકે છે.

 

3. ટ્યુબ્સ વીપ હોલ્સ


પોલા પ્લાસ્ટિક કે ધાતુમાંથી બનાવવામાં આવેલી ટ્યુબનો ઉપયોગ કરીને ટ્યુબ્સ વીપ હોલ્સ બનાવવામાં આવે છે. તે લગભગ સોળ ઇંચના અંતરે હોય છે. પાણીને બહાર કાઢવા માટે આ ટ્યુબ્સને થોડાં કોણ પર ગોઠવવામાં આવે છે. આ કોણ વધારે પડતો ઊભો કે સપાટ ના હોય તેની ખાતરી કરો.

 

4. કોરુગેટેડ ચેનલ્સ

વીપ ચેનલ્સ કે ટનલ્સ બનવવા માટે કોરુગેટેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે તાજેતરની વીપ ટેકનોલોજીમાં મોર્ટાર બેડ જોઇન્ટના તળિયાની બાજુની રચના કરે છે. અનેકવિધ વીપ હોલના બાકોરાં દ્વારા આ ટનલ્સ પાણીને ઝડપથી દિવાલની બહાર લઈ જાય છે, જે દિવાલના સૌથી નીચા બિંદુએ આવેલું હોય તેની ખાતરી કરો. રોપ વીપ્સ ઊડીને આંખે વળગતા હોય છે પણ કોરુગેટેડ પ્લાસ્ટિકના વીપ્સ મોર્ટારની સાથે મિક્સ થઈ જાય છે અને ખાસ ધ્યાને ચઢતા નથી.


વારંવાર પૂછાયેલા પ્રશ્નો

 

1. શું ભોંયરામાં વીપ હોલ્સની જરૂર પડે છે?

 

જો તમારા પાયાને સીએમયુ બ્લૉક્સ, સિન્ડર બ્લૉક્સ કે કૉંક્રીટ બ્લૉક્સ તરીકે પણ ઓળખાતા કૉંક્રીટ મેસનરી યુનિટમાંથી બનાવવામાં આવેલો હોય તો, તમારી વૉટરપ્રૂફિંગ સિસ્ટમમાં વીપ હોલ્સ હોવા જોઇએ. આ દબાણના પરિણામે તમારા ઘરના ભોંયરામાં પાણી જામવાથી આખરે તમારા ઘરના પાયાને નુકસાન પહોંચી શકે છે.

 

2. શું વીપ હોલ્સને ઢાંકી શકાય?

 

કોઈ પણ સ્થિતિમાં વીપ હોલ્સને ઢાંકશો નહીં. તે ઇંટોની પાછળ જમા થતાં પાણીને નિવારનારી ડ્રેનેજ સિસ્ટમમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પાણી તેના સંપર્કમાં આવનારા કોઈ પણ બિનઉપચારિત લાકડાંને સડાવીને ગંભીર નુકસાન પહોંચાડશે, તેના કારણે ફૂગ ઉગી શકે છે અને આખરે તમારા ઘરના સ્ટ્રક્ચરમાં તે સમસ્યાઓ પેદા કરી શકે છે.

 

3. વીપ હોલ્સનો હેતુ શું છે?

 

ચણતરકામના ડીઝાઇન મેન્યુઅલ અનુસાર, વીપ હોલ્સ એ ‘ફ્લેશિંગના સ્તરે ફેસિંગ મટીરિયલના મોર્ટારના સાંધાઓમાં ગોઠવવામાં આવેલા બાકોરાં છે, જે ભેજને બહાર નીકળી જવામાં મદદરૂપ થાય છે અથવા તો રીટેઇનિંગ દિવાલમાં રહેલા બાકોરાં પાણીને બહાર નીકળી જવામાં મદદરૂપ થાય છે.’



તમે હવે તમારા બિલ્ડિંગ માટે યોગ્ય પ્રકારના વીપ હોલને પસંદ કરી શકો છો તથા તે હંમેશા મજબૂત અને ટકાઉ જળવાઈ રહે તેની ખાતરી પણ કરી શકો છો.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....