Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


પોલાણ ધરાવતી દિવાલ 101: તેના ફાયદા અને તેનું બાંધકામ ક્યાં કરવું તેને સમજો

પોલાણ ધરાવતી દિવાલ (કેવિટી વૉલ) એ દિવાલના બાંધકામનો એક પ્રકાર છે, જેમાં પોલાણ કે ગાળા દ્વારા અલગ પાડવામાં આવેલા ચણતરના બે સમાંતર સ્તર (લેયર)નો સમાવેશ થાય છે. આ બે સ્તર કે ‘સ્કિન્સ’ને ખાસ કરીને ઇંટો કે કૉંક્રીટ બ્લૉકમાંથી બનાવવામાં આવે છે અને તેમની વચ્ચે રહેલા ગાળાને મેટલ ટાઇઝ દ્વારા જોડવામાં આવે છે. ચણતરના બે સ્તરની વચ્ચે રહેલા પોલાણમાં સામાન્ય રીતે ઇન્સ્યુલેશન મટીરિયલ ભરવામાં આવે છે, જે હીટ લૉસને ઘટાડે છે અને ઊર્જા કાર્યક્ષમતાને સુધારે છે.

Share:


પોલાણ ધરાવતી દિવાલ એટલે શું?

પરંપરાગત ચણતર કરેલી નક્કર દિવાલો સાથે સંકળાયેલી સમસ્યાઓના નિવારણ તરીકે 19મી સદીના અંત ભાગમાં પોલાણ ધરાવતી દિવાલોને રજૂ કરવામાં આવી હતી. પોલાણ ધરાવતી દિવાલોની શોધ થઈ તે પહેલા ઇંટો કે પથ્થર જેવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવેલી જાડી, નક્કર દિવાલોનો ઉપયોગ કરીને બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવતું હતું. આ દિવાલ સારો સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરો પાડતી હતી પણ તે બિલ્ડિંગનું ઇન્સ્યુલેશન કરવામાં કે દિવાલમાંથી ભેજને અંદર પ્રવેશતો અટકાવવામાં ખાસ અસરકારક નહોતી. પોલાણ ધરાવતી દિવાલો પાછળનો વિચાર ચણતરના બે સ્તરની વચ્ચે જગ્યાની રચના કરવાનો હતો, જેમાં ઇન્સ્યુલેશન મટીરિયલને ભરી શકાય. જે વધુ સારું થર્મલ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે અને ભેજને દિવાલોની અંદર પ્રવેશતા અટકાવે છે.

cdxc



પોલાણ ધરાવતી દિવાલના ફાયદા

પોલાણ ધરાવતી દિવાલ પરંપરાગત નક્કર દિવાલો કરતાં થોડાં વધુ ફાયદા પૂરાં પાડે છે, જે આ મુજબ છેઃ

 

  • 1. ભેજ આવતો અટકે છે

  • ભેજ આવતો અટકાવવો એ રહેવા માટેનું આરોગ્યપ્રદ અને આરામદાયક વાતાવરણ જાળવવાનું એક મહત્વનું પાસું છે. બિલ્ડિંગમાં ભેજ આવતો હોય તો તે અનેકવિધ સમસ્યાઓ તરફ દોરી જાય છે, જેમાં ફૂગનો વિકાસ અને માળખાંને નુકસાન પહોંચવાનો સમાવેશ થાય છે. આથી, ભેજ આવતો અટકાવવા માટે સંરક્ષણાત્મક પગલાં લેવા જરૂરી બની જાય છે.
 
  • 2. થર્મલ ઇન્સ્યુલેશન

  • થર્મલ ઇન્સ્યુલેશન એ બે અલગ-અલગ સપાટીઓ કે ભાગોના અલગ-અલગ તાપમાનની વચ્ચે ગરમી ટ્રાન્સફર થવાનું ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતું એક મટીરિયલ કે ટેકનિક છે. તે બિલ્ડિંગની રચનાનું એક મહત્વનું પાસું છે, કારણ કે તે તમને ઘરની અંદરના તાપમાનનું નિયમન કરવામાં, વીજવપરાશને ઘટાડવામાં અને આરામના સ્તરને વધારવામાં મદદરૂપ થાય છે.
 
  • 3. સાઉન્ડ ઇન્સ્યુલેશન

  • સાઉન્ડ ઇન્સ્યુલેશન એકૉસ્ટિક ઇન્સ્યુલેશન કે સાઉન્ડપ્રૂફિંગ તરીકે પણ ઓળખાય છે, જે બે જગ્યાઓની વચ્ચે સ્થળાંતરિત થતાં ઘોંઘાટની માત્રાને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી એક ટેકનિક છે. સાઉન્ડ ઇન્સ્યુલેશન એ રહેણાક અને વાણિજ્યિક એમ બંને પ્રકારના પરિવેશમાં મહત્વપૂર્ણ છે, કારણ કે, તે તમારા એકાંતના સ્તરને સુધારવામાં, ધ્વનિ પ્રદૂષણને ઘટાડવામાં અને આરામના સ્તરને વધારવામાં મદદરૂપ થાય છે.
 
  • 4. એફ્લોરેસેન્સને અટકાવવું

  • એફ્લોરેસેન્સ એ એક સર્વસામાન્ય સમસ્યા છે, જ્યારે પાણીમાં દ્રાવ્ય ક્ષારો અને અન્ય સામગ્રીઓને કૉંક્રીટની સપાટી કે ચણતર કરેલી સપાટીની નજીક લાવવામાં આવે ત્યારે તે સફેદ કે રાખોડી પાઉડર જેવો નિક્ષેપ કરી જાય છે. તે ખરાબ તો દેખાય છે પણ તેની સાથે-સાથે તેનાથી લાંબાગાળે સપાટી ખરાબ પણ થઈ જાય છે.

  • તેના અન્ય કેટલાક ફાયદાઓમાં સમાવિષ્ટ છેઃ

    • ટકાઉપણામાં વધારોઃ

      પોલાણ ધરાવતી દિવાલમાં ચણતરના બે લેયરોને જોડવા માટે ઉપયોગમાં લેવાતી મેટલ ટાઇઝ વધારાની મજબૂતાઈ અને સ્થિરતા પૂરાં પાડે છે, જે તિરાડો અને માળખાં સંબંધિત અન્ય સમસ્યાઓ ઉદ્ભવતી અટકાવવામાં મદદરૂપ થાય છે.

    • ડીઝાઇનની વધુ સારી સ્થિતિસ્થાપકતાઃ

      પોલાણ ધરાવતી દિવાલોને વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવી શકાય છે, જેમાં ઇંટો, કૉંક્રીટ બ્લૉક અને પથ્થરનો સમાવેશ થાય છે. તેની મદદથી આર્કિટેક્ટ્સ અને બિલ્ડરોને ડીઝાઇનની વધુ સારી સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત થાય છે.

    • લાંબી આવરદાઃ

      પોલાણ ધરાવતી દિવાલો ઘણાં દાયકાઓ સુધી ટકી રહે છે, જેની ખાસ જાળવણી રાખવાની પણ જરૂર પડતી નથી.

 

એકંદરે, પોલાણ ધરાવતી દિવાલોના ફાયદા તેને લોકપ્રિય તથા રહેણાંક અને વાણિજ્યિક ઇમારતો બંને માટે બાંધકામની એક અસરકારક પદ્ધતિ બનાવે છે. સારું ઇન્સ્યુલેશન, ભેજ પર નિયંત્રણ, ટકાઉપણું, સાઉન્ડ ઇન્સ્યુલેશન અને ડીઝાઇનની સ્થિતિસ્થાપકતા પૂરી પાડનારી પોલાણ ધરાવતી દિવાલો તમને વધુ આરામદાયક, કાર્યક્ષમ અને લાંબા સમય સુધી ટકનારા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.



પોલાણ ધરાવતી દિવાલને ક્યાં બનાવી શકાય?

પોલાણ ધરાવતી દિવાલ એ બાંધકામનો એક પ્રકાર છે, જેમાં ચણતરના બે સ્તરને પોલાણ કે ગાળા દ્વારા અલગ પાડવામાં આવેલા હોય છે. ઊર્જા કાર્યક્ષમતાને વધારવા અને સાઉન્ડ ઇન્સ્યુલેશન પૂરું પાડવા માટે આ પોલાણમાં ઇન્સ્યુલેશન મટીરિયલને ભરવામાં આવે છે. પોલાણ ધરાવતી દિવાલો સામાન્ય રીતે રહેણાંક અને વાણિજ્યિક બાંધકામોમાં ઉપયોગમાં લેવામાં આવે છે તથા બિલ્ડિંગની ડીઝાઇન અને જરૂરિયાત પર આધાર રાખીને વિવિધ સ્થળોએ તેનું નિર્માણ કરી શકાય છે.

 

  • અહીં કેટલાક સર્વસામાન્ય સ્થળો આપવામાં આવ્યાં છે, જ્યાં પોલાણ ધરાવતી દિવાલનું નિર્માણ કરી શકાય છેઃ

    1. ડોર અથવા વિન્ડો ઓપનિંગ્સ પાસે પોલાણ ધરાવતી દિવાલ

  • તમે જ્યારે પોલાણ ધરાવતી દિવાલનું નિર્માણ કરી રહ્યાં હો ત્યારે ડોર અને વિન્ડો ઓપનિંગ્સની પાસેના વિસ્તારમાં સવિશેષ ધ્યાન આપવું જોઇએ. આ વિસ્તારોને રીવીલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને પોલાણ ધરાવતી દિવાલની સિસ્ટમ ઇન્સ્યુલેશન, આબોહવા સામે પ્રતિરોધ અને માળખાંની સ્થિરતા જેવા ફાયદાઓ પૂરાં પાડવામાં અસરકારક જળવાઈ રહે તેની ખાતરી કરવા માટે તેની વધારે કાળજી લેવી જોઇએ.
 

    2. છતમાં પોલાણ ધરાવતી દિવાલ

  • ઇન્સ્યુલેશન, સાઉન્ડપ્રૂફિંગ અને માળખાંની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે છતના બાંધકામમાં પણ પોલાણ ધરાવતી દિવાલનો ઉપયોગ કરી શકાય છે. છતમાં પોલાણ ધરાવતી દિવાલ સામાન્ય રીતે રાફ્ટર્સની વચ્ચે બનાવવામાં આવે છે અને ઇન્સ્યુલેશન મટીરિયલ ભરેલી બંધ જગ્યાનું નિર્માણ થાય તે પ્રકારે તેની રચના કરવામાં આવે છે. તે હીટ લૉસને અટકાવવામાં અને બિલ્ડિંગમાં ઊર્જાની કાર્યક્ષમતાને સુધારવામાં મદદરૂપ થાય છે.
 
  • 3. પેરાપેટ વૉલમાં પોલાણ ધરાવતી દિવાલ

  • પેરાપેટ વૉલ એ નીચી દિવાલ કે રેઇલિંગ હોય છે, જે બિલ્ડિંગની રૂફલાઇનની ઉપરથી બહાર નીકળે છે. ઇન્સ્યુલેશન, સાઉન્ડપ્રૂફિંગ અને માળખાંની સ્થિરતા હાંસલ કરવા માટે પેરાપેટની દિવાલમાં પણ પોલાણ ધરાવતી દિવાલનો ઉપયોગ કરી શકાય છે. પેરાપેટ વૉલમાં પોલાણ ધરાવતી દિવાલ સામાન્ય રીતે દિવાલની આંતરિક અને બાહ્ય સ્કિન્સની વચ્ચે બનાવવામાં આવે છે અને ઇન્સ્યુલેશન મટીરિયલ ભરેલી બંધ જગ્યાનું નિર્માણ થાય તે પ્રકારે તેની રચના કરવામાં આવે છે. તે હીટ લૉસને અટકાવવામાં અને બિલ્ડિંગમાં ઊર્જાની કાર્યક્ષમતાને સુધારવામાં મદદરૂપ થાય છે.


નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે, પોલાણ ધરાવતી દિવાલો બિલ્ડિંગનું બાંધકામ કરવામાં અનેકવિધ લાભ પૂરાં પાડે છે. તે વધુ સારું થર્મલ ઇન્સ્યુલેશન, સાઉન્ડપ્રૂફિંગ અને માળખાંની સ્થિરતા પૂરાં પાડે છે, જે તેને આધુનિક બિલ્ડિંગની ડીઝાઇન તૈયાર કરવામાં એક લોકપ્રિય વિકલ્પ બનાવી દે છે. પોલાણ ધરાવતી દિવાલોનું બાંધકામ બિલ્ડિંગના વિવિધ હિસ્સાઓમાં થઈ શકે છે, જેમ કે, છત, પેરાપેટ વૉલ તથા ડોર કે વિન્ડો ઓપનિંગ્સ પાસે, જેથી કરીને ઊર્જા કાર્યક્ષમતાને સુધારી શકાય અને હીટ લૉસને અટકાવી શકાય. પોલાણ ધરાવતી દિવાલની અસરકારકતાની ખાતરી કરવા માટે તેનું નિર્માણ કરતી વખતે બાંધકામની યોગ્ય સામગ્રી, ઇન્સ્યુલેશન, હવાઉજાસ, ફ્લેશિંગ અને આગ સામે સુરક્ષાના ઉપાયોને ધ્યાનમાં લેવા જોઇએ. બિલ્ડિંગના બાંધકામમાં પોલાણ ધરાવતી દિવાલનો ઉપયોગ કરવાથી આપણે રહેવા અને કામ કરવા માટે એક આરામદાયક અને કાર્યક્ષમ જગ્યાનું નિર્માણ કરી શકીએ છીએ, જે ટકાઉ અને પોસાય તેવું હોય છે.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....