Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
કૉંક્રીટમાં ખવાણ થવું એ આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના અનેકવિધ પરિબળોથી પ્રભાવિત થતી એક જટિલ પ્રક્રિયા છે. તેને નિવારવાની અસરકારક વ્યૂહરચનાઓને વિકસાવવા માટે આ પ્રક્રિયા સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો, કૉંક્રીટના માળખાંમાં ખવાણ કરવા માટે જવાબદાર મુખ્ય પરિબળો વિશે જાણકારી મેળવીએઃ
પાણી અને સીમેન્ટનો ગુણોત્તર કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાંને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાણી-સીમેન્ટનો વધારે પડતો ગુણોત્તર કૉંક્રીટની ભેદ્યતાને વધારી દે છે, જેના કારણે તેમાં પાણી પ્રવેશવાનું જોખમ વધી જાય છે અને તેના કારણે જ ખવાણ થાય છે. વધારે પડતું પાણી ખવાણ કરનારા ઘટકો માટે પ્રવેશદ્વાર ખોલી આપે છે, આવા ઘટકો એટલે ક્લોરાઇડ આયન્સ, જે રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ સુધી પહોંચી ખવાણની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. પાણી અને સીમેન્ટનો યોગ્ય ગુણોત્તર જાળવવો એ ખવાણના જોખમને શક્ય એટલું ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે.
કૉંક્રીટ ક્યોર થતાં પાણીના બાષ્પીભવનને કારણે તે સંકોચનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ સંકોચનને કારણે કૉંક્રીટમાં તિરાડો પડી શકે છે, જે ખવાણ કરનારા ઘટકોને રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી આપે છે. આવી તિરાડો માળખાંની અખંડિતતાને તો નુકસાન પહોંચાડે જ છે પરંતુ તેની સાથે-સાથે તે માળખાંને નબળું પણ પાડી દે છે અને તે ખવાણ શરૂ થવાની અને ફેલાવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવી દે છે.
કૉંક્રીટના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા ખવાણ સામે પ્રતિરોધ કરવાની તેની ક્ષમતાને સીધી પ્રભાવિત કરે છે. હલકી ગુણવત્તાના એગ્રીગેટ્સ કે ખવાણ સામે અપૂરતો પ્રતિરોધ ધરાવતા સ્ટીલ રીએન્ફોર્સમેન્ટ્સ ખવાણ થવાની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. ઉચ્ચ-ગુણવત્તાની સામગ્રીમાં રોકાણ કરવાથી કૉંક્રીટના માળખાંની આવરદા નોંધપાત્ર વધારે છે.
અહીં ભેદ્યતા એટલે પાણી અને અન્ય પદાર્થોની કૉંક્રીટમાંથી પસાર થવાની ક્ષમતા. અતિશય વધારે ભેદ્ય કૉંક્રીટમાં ખવાણ કરનારા ઘટકો સરળતાથી પ્રવેશી શકે છે અને રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ સુધી પહોંચી જાય છે, જે ખવાણની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. યોગ્ય મિક્સ ડીઝાઇન અને એડિટિવ્સનો ઉપયોગ કરવાથી કૉંક્રીટની ભેદ્યતાને ઘટાડવામાં અને તેના ટકાઉપણાને વધારવામાં મદદ મળી રહે છે.
ભેજ એ ખવાણની પ્રક્રિયામાં ભાગ ભજવતું એક મહત્વનું પરિબળ છે. જ્યાં ખૂબ વધારે માત્રામાં ભેજ રહેતો હોય એવા વિસ્તારો અથવા તો એવા વિસ્તારો કે જે સતત પાણીના સંપર્કમાં રહેતા હોય ત્યાં ખવાણનું જોખમ વધી જાય છે. ભેજ એક એવા વાતાવરણની રચના કરે છે, જેમાં ખવાણ કરનારા ઘટકો રીએન્ફોર્સમેન્ટ સ્ટીલની સાથે પ્રતિક્રિયા કરે છે અને સમય જતાં કાટ લાગવાનું શરૂ થાય છે.
કૉંક્રીટ સ્વાભાવિક રીતે જ મજબૂત હોવા છતાં ખરાબ ડીઝાઇન, મિશ્રણના અયોગ્ય ગુણોત્તરો, યોગ્ય ક્યોરિંગનો અભાવ અને ખોટી ગોઠવણ જેવા પરિબળો તેની મજબૂતાઈ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. નબળા કૉંક્રીટને નુકસાન થવાની, તેમાં તિરાડો પડવાની અને આખરે તેમાં ખવાણ થવાની શક્યતા વધી જાય છે.
કૉંક્રીટમાં ખવાણ થતું અટકાવવામાં બાંધકામના યોગ્ય વ્યવહારો, સામગ્રીની વ્યૂહાત્મક રીતે પસંદગી અને સતત જાળવણી જેવા પરિબળોના સંયોજનનો સમાવેશ થાય છે. સંરક્ષણાત્મક પગલાંઓ લઇને આપણે આપણાં કૉંક્રીટના માળખાંને ખવાણની હાનિકારક અસરો સામે બચાવી શકીએ છીએ. તો ચાલો, કૉંક્રીટમાં ખવાણને અટકાવવા માટેની કેટલીક અસરકારક નિવારક વ્યૂહરચનાઓ વિશે જાણકારી મેળવીએઃ
ઉચ્ચ-ગુણવત્તાના કૉંક્રીટનો ઉપયોગ કરવો એ ખવાણને અટકાવવાની પાયારૂપ બાબત છે. યોગ્ય મિક્સ ડીઝાઇન, ક્યોરિંગની યોગ્ય ટેકનિક અને યોગ્ય એગ્રીગેટ્સનો ઉપયોગ કરવો એ કૉંક્રીટના ટકાઉપણાને તથા ખવાણ સામેના પ્રતિરોધને વધારે છે. સારી રીતે બનાવવામાં આવેલું કૉંક્રીટનું માળખું ખવાણની સામે સંરક્ષણાત્મક કવચની રચના કરે છે.
ઇપોક્સી કૉટિંગ્સ કૉંક્રીટની સપાટી માટે એક ઉત્તમ સંરક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. આ કૉટિંગ્સ અવરોધ તરીકે વર્તીને કૉંક્રીટને ખવાણ કરનારા ઘટકો સામે રક્ષણ પૂરું પાડે છે. ઇપોક્સી કૉટિંગ્સ ફક્ત ખવાણને જ અટકાવતું નથી પરંતુ તે રસાયણો સામે વધુ સારો પ્રતિરોધ અને સુંદરતા જેવા વધારાના લાભ પણ પૂરાં પાડે છે. વધુમાં નુકસાન પામેલા કૉંક્રીટનું સમારકામ કરવા અને તેને મજબૂત બનાવવા માટે પણ ઇપોક્સી ગ્રાઉટનો ઉપયોગ થઈ શકે છે, જે તેની આવરદા વધારે છે.
કૉંક્રીટના મિશ્રણમાં પૉલીમેરિક ફાઇબરને સામેલ કરવાથી સંકોચનને કારણે પડતી તિરાડોને નિયંત્રિત કરવામાં મદદ મળી રહે છે, આવી તિરાડો કૉંક્રીટને ભેદવા માટે ખવાણ કરનારા ઘટકોનો માર્ગ મોકળો કરી આપે છે. આ ફાઇબરો કૉંક્રીટની એકંદર કઠોરતા અને ટકાઉપણાને વધારે છે, ખવાણ શરૂ થવાના જોખમને ઘટાડે છે.
તમે જ્યારે રીએન્ફોર્સમેન્ટ સ્ટીલને પસંદ કરી રહ્યાં હો ત્યારે ખવાણ નહીં કરનારી કે ખવાણનો પ્રતિરોધ કરનારી સામગ્રીને પસંદ કરો, જેમ કે, સ્ટેઇનલેસ સ્ટીલ કે ઇપોક્સી-કૉટેડ સ્ટીલ. આ સામગ્રીઓની રચના ખવાણ કરનારા વાતાવરણનો પ્રતિરોધ કરવા માટે થઈ છે અને તે કૉંક્રીટના માળખાંની આવરદાને નોંધપાત્ર રીતે વધારી દે છે.
આખરે કૉંક્રીટનું આવરણ લગાવવાથી નુકસાન પહોંચાડનારા બાહ્ય તત્વો સામે વધારાનું સંરક્ષણાત્મક સ્તર પૂરું પાડે છે. આ કૉટિંગ્સ એન્ટિ-કોરોઝન પેઇન્ટ્સથી માંડીને સીલન્ટ્સ સુધી હોઈ શકે છે, જે પાણી અને ખવાણ કરનારા ઘટકોને કૉંક્રીટમાં પ્રવેશતા અટકાવે છે. આ કૉટિંગ્સની નિયમિત તપાસ અને જાળવણી કરવી એ સમયાંતરે તેની અસરકારતાની ખાતરી કરવા અને કૉંક્રીટમાં ખવાણને અટકાવવા માટે જરૂરી છે.
કૉંક્રીટના માળખાંમાં ખવાણ થવું એ એક ગંભીર જોખમ છે, જે સમય જતાં માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે છે. પાણી-સીમેન્ટનો ગુણોત્તર, સંકોચન અને સામગ્રીની ગુણવત્તા જેવા તેના મૂળભૂત કારણોને સમજવાથી આપણે ખવાણને અટકાવવા માટેના સંરક્ષણાત્મક પગલાં લઈ શકીએ છીએ. ઇપોક્સી કૉટિંગ્સ, પૉલીમેરિક ફાઇબર અને યોગ્ય કામગીરી એ મુખ્ય નિવારક પગલાંઓ છે. યાદ રાખો, આજે આવા નિવારક પગલાંઓમાં રોકાણ કરવાથી તમે ભવિષ્યમાં કૉંક્રીટના બાંધકામની લાંબી આવરદા અને વિશ્વસનીયતાની ખાતરી કરી શકશો.
પાણી-સીમેન્ટનો ઊંચો ગુણોત્તર ધરાવતો કૉંક્રીટ, ખરાબ ગુણવત્તાની સામગ્રી, ભેદ્યતામાં વધારો અને ક્યોરિંગની અયોગ્ય પ્રક્રિયાને કારણે ખવાણ થવાની શક્યતા વધી જાય છે. વધુમાં ક્લોરાઇડ, સલ્ફેટ કે આબોહવાની આત્યંતિક સ્થિતિ જેવા ખવાણ કરનારા તત્વોના સંપર્કમાં આવતાં માળખાં ખવાણ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે.
રીએન્ફોર્સ્ડ સીમન્ટ કૉંક્રીટ (RCC)માં ખવાણ થવાથી તેની માત્રામાં વિસ્તરણ થાય છે, જે અંદરની તરફ તણાવ પેદા કરે છે અને તેના લીધે તિરાડો પડી જાય છે, જેના લીધો માળખાંની ભારવહન કરવાની ક્ષમતા અને માળખાંની અખંડિતતા ઘટી જાય છે. તેના પરિણામે માળખાંની ભારવહન કરવાની ક્ષમતા ઘટી જાય છે, તણાવ હેઠળ કાર્યક્ષમતા ખરાબ થઈ જાય છે અને આખરે માળખાંની અખંડિતતા જોખમાઈ જાય છે.
ખવાણ કૉંક્રીટની ભેદ્યતાને વધારી દે છે, જે તિરાડો પડવા, ટુકડાં થઈ જવા અને આખરે ધસી પડવા તરફ દોરી જાય છે. આ પરિબળો કૉંક્રીટના માળખાંના ટકાઉપણા અને આવરદામાં નોંધપાત્ર ઘટાડો કરી દે છે અને તમારે ખૂબ વહેલા ખર્ચાળ સમારકામ કે રીપ્લેસમેન્ટ કરાવવાની ફરજ પડે છે.
આવી નિવારક સામગ્રીઓમાં ઉચ્ચ-ગુણવત્તાના એગ્રીગેટ અને સીમેન્ટ, ઇપોક્સી ગ્રાઉટ, પૉલીમેરિક ફાઇબર્સ, ખવાણ નહીં કરનારી ધાતુઓ જેમ કે, સ્ટેઇનલેસ સ્ટીલ તથા સંરક્ષણાત્મક કૉંક્રીટ કૉટિંગ્સનો સમાવેશ થાય છે. બાંધકામના વિવિધ તબક્કાઓમાં આ સામગ્રી અને ટૂલ્સનો ઉપયોગ કરવાથી લાંબાગાળે ખવાણ સામે સારા પ્રતિરોધની ખાતરી કરી શકાય છે.
સ્ટેઇનલેસ સ્ટીલ અને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ જેવી ધાતુઓનું પ્રતિક્રિયા સ્તર ઓછું હોવાથી કૉંક્રીટમાં તેમનું ખવાણ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. ખવાણ સામેનો તેમનો પ્રતિરોધ તેમને લાંબાગાળા માટેના ટકાઉપણા અને જાળવણી પાછળ થતાં ખર્ચમાં બચત કરવા માટે એક અસરકારક વિકલ્પ બનાવે છે.