Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


કૉંક્રીટમાં પડતી તિરાડોના પ્રકારોને સમજો

કૉંક્રીટ એ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સર્વસામાન્ય સામગ્રી છે, પણ તેમાં તિરાડો પડી જવાનું પણ જોખમ રહેલું છે. તો ચાલો, આપણે કૉંક્રીટમાં પડતી તિરાડોના પ્રકારોને તપાસીએ અને તેના વિશે વધુ જાણકારી મેળવીએ.

Share:





કૉંક્રીટમાં પડતી તિરાડોના પ્રકારો

કૉંક્રીટ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી બાંધકામ સામગ્રી છે, જેનો ઉપયોગ ફૂટપાથ અને રસ્તાઓથી માંડીને બહુમાળી મકાનો અને પૂલો સુધી થાય છે. જોકે, અન્ય સામગ્રીઓની જેમ કૉંક્રીટમાં તિરાડો પડી જવાની સંભાવના રહેલી છે. વાસ્તવમાં તો, કૉંક્રીટમાંથી બનાવેલા માળખાંમાં અચૂક તિરાડો પડે છે અને તે આમ વિવિધ કારણોસર થાય છે તથા તેની તીવ્રતા પણ અલગ-અલગ પ્રકારની હોઈ શકે છે.

 

અહીં કૉંક્રીટમાં પડતી વિવિધ પ્રકારની તિરાડો વિશે માહિતી આપવામાં આવી છેઃ

 

a) નોન-સ્ટ્રક્ચરલ તિરાડો

આ એવી તિરાડો છે, જેના લીધે કૉંક્રીટના માળખાંની અખંડિતતા પર કોઈ જોખમ પેદા થતું નથી. તે સામાન્ય રીતે વાળ જેટલી બારિક હોય છે અને તે કૉંક્રીટ સૂકાવાની કુદરતી પ્રક્રિયા, તાપમાનમાં આવતાં ફેરફારો અથવા હળવા તણાવને લીધે પડે છે. જોકે, આ પ્રકારની તિરાડોનું સમારકામ કરાવી લેવું જરૂરી છે, ફક્ત તેના કાર્યદેખાવ માટે જ નહીં પરંતુ કૉંક્રીટના માળખાંનાં એકંદર કાર્યદેખાવ માટે પણ.

 

 

b) સ્ટ્રક્ચરલ તિરાડો

સ્ટ્રક્ચરલ તિરાડો વધુ તીવ્ર હોય છે અને તેના પર તરત ધ્યાન આપવું જરૂરી છે. આ પ્રકારની તિરાડો કૉંક્રીટના માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે છે અને જો તેને તરત રીપેર કરવામાં ના આવે તો, તેના કારણે માળખું ધરાશાયી પણ થઈ શકે છે. કૉંક્રીટમાં મુખ્ય સાત પ્રકારની સ્ટ્રક્ચરલ તિરાડો પડે છે, જેના વિશે અહીં વિગતવાર વાત કરવામાં આવી છે.

 

 


  • 1) પ્લાસ્ટિક શ્રિંકેજ તિરાડો

  • કૉંક્રીટને યોગ્ય રીતે ક્યોર થવાનો મોકો મળે તે પહેલાં જ તેની સપાટી ઝડપથી સૂકાઈ જવાને લીધે આ પ્રકારની તિરાડો પડી જાય છે. તે ગરમ અને શુષ્ક વાતાવરણને લીધે અથવા તો કૉંક્રીટના મિશ્રણમાં ભેજના અભાવને લીધે સર્જાય છે. જ્યારે કૉંક્રીટની સપાટી ખૂબ જ ઝડપથી સુકાઈ જાય ત્યારે તે સર્જાય છે. આ રેન્ડમ તિરાડો પર છીછરું પેચવર્ક કર્યા સિવાય કોઈ છુટકો નથી. તેના પરિણામસ્વરૂપ છીછરી, રેન્ડમ તિરાડોની એક આખી શ્રેણી રચાય છે, જે કૉંક્રીટના દેખાવ અને ટકાઉપણાને પ્રભાવિત કરે છે.

  • 2) કૉંક્રીટમાં ક્રેઝિંગ અને ક્રસ્ટિંગ

    • a) ક્રેઝિંગ

      કૉંક્રીટની સપાટી પર બારીક, છીછરી તિરાડોના જાળા જેવી રચના બની જવાને ક્રેઝિંગ કહેવામાં આવે છે. ક્યોરિંગના પ્રારંભિક તબક્કાઓ દરમિયાન કૉંક્રીટની સપાટી પરથી ઝડપથી ભેજ ઊડી જવાને કારણે આમ થાય છે. વિવિધ પરિબળોને કારણે આમ થઈ શકે છે, જેમાં ઊંચું તાપમાન, ઓછો ભેજ તથા પવન અને સીધા સૂર્યપ્રકાશના સંસર્ગમાં આવવા જેવા પરિબળોનો સમાવેશ થાય છે. કૉંક્રીટમાં ક્રેઝિંગ તેની સુંદરતાને લગતી સમસ્યા માનવામાં આવે છે અને તે સામાન્ય રીતે કૉંક્રીટના માળખાંની અખંડિતતાને ખાસ પ્રભાવિત કરતી નથી.

      b) ક્રસ્ટિંગ

      તો બીજી તરફ, ક્રસ્ટિંગ ક્રેક્સ એ ક્રેઝિંગ ક્રેક્સ કરતાં વધારે ઊંડી અને પહોળી હોય છે અને કૉંક્રીટના ક્યોરિંગના પાછળના તબક્કાઓ દરમિયાન પડે છે. જ્યારે કૉંક્રીટની સપાટી ખૂબ ઝડપથી સૂકાઈ જાય, ભેજને કૉંક્રીટની અંદર જ જાળવીને કઠણ પોપડો બનાવી દે ત્યારે આવી તિરાડો પડી જાય છે. ત્યારબાદ આ ભેજ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, જેના લીધે કૉંક્રીટની સપાટી પર તિરાડો પડી જાય છે. કૉંક્રીટના ઓવરવર્કિંગ, તેનું યોગ્ય ક્યોરિંગ નહીં કરવાને લીધે અથવા તો તેના મિશ્રણમાં અતિશય પાણીનો ઉપયોગ કરવાને લીધે આમ થઈ શકે છે.

       

      3) સેટલિંગ ક્રેક્સ

       

  • જ્યારે કૉંક્રીટની નીચે રહેલી માટી હલે કે ખસે ત્યારે સેટલિંગ ક્રેક્સ પડી જાય છે, જેના કારણે કૉંક્રીટ સ્થાયી થઈ જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે. માટીને યોગ્ય રીતે તૈયાર ના કરવી અને માટીનું ધોવાણ એ સેટલિંગ ક્રેક્સ પડી જવા પાછળના મુખ્ય કારણો છે. આ પ્રકારની તિરાડો પડવાથી સપાટી અસમતળ થઈ જાય છે અને પડવા-આખડવાનું જોખમ પેદા થાય છે, વળી તેનાથી અન્ય પ્રકારની તિરાડો પણ પડે છે. માટીને યોગ્ય રીતે તૈયાર કરવાથી, પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેની ખાતરી કરવાથી અને ઇન્સ્ટોલેશનની ટેકનિકનો ઉપયોગ કરવાથી સેટલિંગ ક્રેક્સને પડતી અટકાવી શકાય છે.


4) એક્સપાન્શન ક્રેક્સ

    તાપમાન અને ભેજના પ્રમાણમાં ફેરફાર આવવાને લીધે જ્યારે કૉંક્રીટનું વિસ્તરણ અને સંકોચન થાય છે, ત્યારે એક્સપાન્શન ક્રેક્સ પડે છે. આ પ્રકારની તિરાડો સામાન્ય રીતે સીધી રેખા જેવી દેખાય છે, જે કૉંક્રીટની સપાટીના એક છેડેથી બીજા છેડા સુધી જતી હોય છે. એક્સપાન્શન ક્રેક્સ વિવિધ પ્રકારના પરિબળોને કારણે પડે છે, જેમાં આબોહવાની આત્યંતિક પરિસ્થિતિ અને સાંધાઓની અયોગ્ય ગોઠવણનો સમાવેશ થાય છે. તાપમાનમાં ફેરફાર થવાને લીધે પણ તિરાડો પડે છે અને તેને સામાન્ય રીતે થર્મલ ક્રેક્સ કહેવામાં આવે છે. એક્સપાન્શન ક્રેક્સ એ મકાનના માળખાં માટે તો કોઈ ચિંતાજનક બાબત નથી પણ તેમાંથી કૉંક્રીટમાં પાણી ઝામી શકે છે, જે અન્ય પ્રકારની તિરાડો પડવા અને નુકસાન થવા તરફ દોરી જાય છે. ઇન્સ્ટોલેશનની યોગ્ય ટેકનિક અને એક્સપાન્શન જોઇન્ટ્સનો ઉપયોગ કરવાથી એક્સપાન્શન ક્રેક્સને પડતી અટકાવી શકાય છે.

  • 5) હીવિંગ ક્રેક્સ

  • જ્યારે કૉંક્રીટની નીચેની જમીન ફૂલી કે ખસી જાય ત્યારે હીવિંગ ક્રેક્સ પડે છે, જેનાથી કૉંક્રીટ ઉપરની તરફ ઊંચકાઈ જાય છે. તાપમાન, ભેજમાં આત્યંતિક ફેરફારો આવવાને લીધે અથવા તો ફ્રીઝ-થૉ સાઇકલ (જામવા અને પીગળવાનું આવર્તન)ને કારણે આ પ્રકારની તિરાડો પડી જાય છે. આ તિરાડોને લીધે કૉંક્રીટને તેમજ તેની આસપાસ આવેલા દિવાલ અને પાયા જેવા અન્ય માળખાંઓને ઘણાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે. પાણીનો યોગ્ય નિકાલ, માટીનું કૉમ્પેક્શન અને ઇન્સ્ટોલેશનની ટેકનિક આ તિરાડો પડતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. જો હીવિંગ ક્રેક્સ પહેલેથી જ પડેલી હોય તો, આગળ વધારે નુકસાન થતું અટકાવવા તેની પાછળના અંતર્નિહિત કારણોને જાણીને તેનો ઇલાજ કરવો જરૂર બની જાય છે.

  • 6) ઓવરલૉડિંગ ક્રેક્સ

  • જ્યારે કૉંક્રીટ પર મૂકવામાં આવેલું વજન તેની ક્ષમતાથી વધી જાય ત્યારે ઓવરલૉડિંગ ક્રેક્સ પડી જાય છે. તે ભારે મશીનરી કે વાહનોને કારણે અથવા તો લોકોની વધારે અવરજવરને કારણે પડે છે. ઓવરલૉડિંગ ક્રેક્સ ખાસ કરીને જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે, કૉંક્રીટ અને તેની આસપાસના માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે છે. વજનનું યોગ્ય વિતરણ, મજબૂતાઈ અને જાળવણી કરવાથી ઓવરલૉડિંગ ક્રેક્સને પડતી અટકાવી શકાય છે. જો ઓવરલૉડિંગ ક્રેક્સ પડી ગઈ હોય તો, આગળ વધુ નુકસાન થતું અટકાવવા આ સમસ્યને વહેલીતકે ઉકેલવાનું અને સુરક્ષાની ખાતરી કરવા માટે વધુ ટકાઉ કૉંક્રીટનો ઉપયોગ કરવાનું જરૂરી બની જાય છે.

  • 7) રીએન્ફોર્સમેન્ટનું ખવાણ

  • કૉંક્રીટની અંદર આવેલા સ્ટીલના રીએન્ફોર્સમેન્ટને કાટ લાગવાનું શરૂ થાય છે, ત્યારે રીએન્ફોર્સમેન્ટનું ખવાણ થાય છે, જેના લીધે કૉંક્રીટ વિસ્તરે છે અને તેમાં તિરાડો પડી જાય છે. આ પ્રકારની તિરાડો સામાન્ય રીતે ભેજ, ક્ષાર અને ખવાણ કરનારી અન્ય સામગ્રીઓના સંપર્કમાં આવવાને લીધે પડે છે. રીએન્ફોર્સમેન્ટનું ખવાણ એ એક ગંભીર સમસ્યા સાબિત થઈ શકે છે, કારણ કે, તે કૉંક્રીટ અને તેની આસપાસના માળખાંની અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. કૉંક્રીટના મિશ્રણની યોગ્ય રચના, ગોઠવણ અને જાળવણી કરવાથી રીએન્ફોર્સમેન્ટના ખવાણને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. જો રીએન્ફોર્સમેન્ટનું ખવાણી થઈ ગયું હોય તો, આગળ વધારે નુકસાન થતું અટકાવવા અને સુરક્ષાની ખાતરી કરવા આ સમસ્યાને વહેલીતકે ઉકેલવી જરૂરી બની જાય છે.

આ પણ વાંચોઃ કૉંક્રીટનું ક્યોરિંગ કેવી રીતે કરવું અને ક્યોરિંગની વિવિધ પદ્ધતિઓ




નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે, કૉંક્રીટમાં સ્ટ્રક્ચરલ અને નોન-સ્ટ્રક્ચરલ એમ વિવિધ પ્રકારના પરિબળોને કારણે તિરાડો પડી જાય છે. કૉંક્રીટમાં પડેલી કેટલાક પ્રકારની તિરાડો ખાસ ચિંતાજનક હોતી નથી પણ અન્ય કેટલીક તિરાડો જોખમી સાબિત થઈ શકે છે અને કૉંક્રીટ તથા તેની આસપાસના માળખાંની અખંડિતતાને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્રકારની તિરાડો પડતી અટકાવવા માટે જગ્યાને યોગ્ય રીતે તૈયાર કરવી, મિશ્રણની યોગ્ય રચના કરવી તથા ઇન્સ્ટોલેશન અને જાળવણીના શ્રેષ્ઠ વ્યવહારોનું પાલન કરવું મહત્વનું બની જાય છે.

 

જો તિરાડો પડી ગઈ હોય તો આગળ વધુ નુકસાન થતું અટકાવવા અને સુરક્ષાની ખાતરી કરવા માટે વહેલીતકે કાર્યવાહી હાથ ધરવી જોઇએ. ખાસ કરીને શ્રિંકેજ ક્રેક્સ અંગે વધુ સૂચનો મેળવવા ‘કૉંક્રીટમાં શ્રિંકેજ ક્રેક્સને કેવી રીતે ટાળવી’ તે અંગેનો આ માહિતીપ્રદ વીડિયો જુઓ.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....