Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
• ઓપીસી અને પીપીસી સીમેન્ટ બાંધકામ માટે ખૂબ જ મહત્વના છે, જે માળખાંનાં ટકાઉપણા અને મજબૂતાઈને પ્રભાવિત કરે છે.
• ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ (ઓપીસી) એ અનેકવિધ રીતે ઉપયોગી છે, જે ઓપીસી 33, 43 અને 53 ગ્રેડમાં આવે છે, જે પ્રત્યેક અલગ-અલગ મજબૂતાઈ ધરાવે છે.
• પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ (ઓપીસી) હાઇડ્રેશનની ઓછી ગરમી અને રસાયણોની સામે વધારે પ્રતિરોધ જેવા લાભ પૂરાં પાડે છે.
• સંયોજન, કિંમત, કાર્યક્ષમતા, ઉપયોગો, મજબૂતાઈ અને ટકાઉપણું જેવા માપદંડો ઓપીસી અને પીપીસીને એકબીજાથી અલગ પાડે છે.
• ઓપીસી અને પીપીસીની વચ્ચે પસંદગી કરવાનો આધાર મજબૂતાઈ, કિંમત અને પર્યાવરણ પર પડતા પ્રભાવ જેવા પરિબળોને ધ્યાનમાં લઇને સંપૂર્ણ મૂલ્યાંકન કરવા પર રહેલો છે.
• આ બંને પ્રકારના સીમેન્ટ બાંધકામની ચોક્કસ જરૂરિયાતો માટે અલગ-અલગ ફાયદા પૂરાં પાડે છે.
ઓપીસી સીમેન્ટનું પૂરું નામ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ છે. તે બાંધકામ ઉદ્યોગમાં સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો સીમેન્ટ છે. ક્લિન્કર, જીપ્સમ અને ચૂનાનો પથ્થર, ફ્લાય એશ કે સ્લેગ જેવી અન્ય સામગ્રીઓનો બારીક ભૂકો કરીને ઓપીસી સીમેન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્રકારનો સીમેન્ટ તેની અનેકવિધ ઉપયોગીતા માટે જાણીતો છે અને બાંધકામની વિવિધ કામગીરીઓમાં તેનો ઉપયોગ થાય છે, જેમ કે, બિલ્ડિંગના ફાઉન્ડેશન, પુલો, રોડ અને તેના જેવા બીજા ઘણાં માળખાંઓમાં. ઓપીસી સીમેન્ટ અલગ-અલગ પ્રકારના ગ્રેડમાં આવે છે, જેમ કે, ઓપીસી 33, ઓપીસી 43 અને ઓપીસી 53, જે પ્રત્યેક ગ્રેડ મજબૂતાઈની અલગ-અલગ લાક્ષણિકતાઓમાં આવે છે.
પીપીસીનું પૂરું નામ પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ છે. તે સીમેન્ટનો એક એવો પ્રકાર છે, જે પોર્ટલેન્ડ સીમેન્ટ ક્લિન્કર, જીપ્સમ તથા ફ્લાય એશ, જ્વાળામુખીની રાખ, કેલસાઇન્ડ ક્લે કે સિલિકા ફ્યુમ જેવી પોઝોલેનિક સામગ્રીઓનું સંયોજન છે.
પોઝોલેનિક સામગ્રીઓ ઉમેરવાથી સીમેન્ટના કેટલાક ચોક્કસ ગુણો વધે છે, જેમ કે, ટકાઉપણું, કાર્યક્ષમતા અને લાંબા સમય સુધીની મજબૂતાઈ. પીપીસી સીમેન્ટ ઓપીસીની સરખામણીએ હાઇડ્રેશનની ઓછી ગરમી પેદા કરવાની ક્ષમતા માટે જાણીતો છે, જે તેને જ્યાં તાપમાનમાં થતાં વધારાને નિયંત્રિત કરવું મહત્વનું હોય તેવા કૉંક્રીટના મોટા માળખાંઓમાં ખૂબ જ ફાયદારૂપ બનાવે છે. વધુમાં તે આક્રામક રસાયણો પ્રત્યેનો કૉંક્રીટનો પ્રતિરોધ સુધારે છે અને વધુ સારી કાર્યક્ષમતા પૂરી પાડે છે.
પીપીસી સીમેન્ટનો ઉપયોગ બાંધકામની વિવિધ પ્રકારની કામગીરીમાં વ્યાપકપણે થાય છે, ખાસ કરીને એવા પ્રોજેક્ટ્સમાં જેમાં પર્યાવરણની જાળવણી અને લાંબાગાળા સુધી ટકાઉપણું મહત્વના પરિબળો હોય છે.
ઓપીસી અને પીપીસી બંનેનો ઉપયોગ બાંધકામમાં થાય છે અને તે બંનેને અલગ-અલગ સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે તથા તેમના ગુણધર્મો પણ અલગ-અલગ હોય છે. ઓપીસીને ચૂનાના પથ્થર અને ચીકણી માટીમાંથી બનાવવામાં આવે છે, જ્યારે પીપીસીને ચૂનાના પથ્થર અને જીપ્સમમાંથી બનાવવામાં આવે છે. તો પછી ઓપીસી અને પીપીસી સીમેન્ટની વચ્ચે તફાવત શું છે? અહીં વિવિધ માપદંડોની યાદી આપવામાં આવેલી છે, જેના પર આ બંને સીમેન્ટ એકબીજાથી જુદા પડે છે.
માપદંડ | ઓપીસી સીમેન્ટ | પીપીસી સીમેન્ટ |
સંરચના | ઓપીસી અને પીપીસી સીમેન્ટની વચ્ચે તેમની સંરચનાનો મુખ્ય તફાવત છે. ઓપીસીને ચૂનાના પથ્થર અને ક્લિન્કરને અન્ય કેટલીક સામગ્રીઓના મિશ્રણને દળીને બનાવવામાં આવે છે. | તેને ચૂનાના પથ્થર, માટી અને ફ્લાય એશના મિશ્રણને દળીને બનાવવામાં આવે છે. |
કિંમત | વીજળીના વધારે વપરાશને કારણે અને ક્લિન્કરના ઉત્પાદનની સાથે સંકળાયેલા ઉત્પાદનખર્ચને કારણે ઓપીસી મોંઘો હોય છે. | તે ઓપીસી કરતાં ઘણો સસ્તો હોય છે, કારણ કે, તેમાં ફ્લાય એશ કે સ્લેગ જેવી પૂરક સામગ્રીઓ રહેલી હોય છે. |
કાર્યક્ષમતા | ચોક્કસ ગ્રેડ પર આધાર રાખીને ઓપીસી કણોની બારીકતા અને સેટિંગમાં લાગતા સમયથી પ્રભાવિત થઈ શકે છે. | સામાન્ય રીતે તે તેના બારીક કણો અને પોઝોલેનિક ગુણોને કારણે વધુ સારી કાર્યક્ષમતા પૂરી પાડે છે. |
ઉપયોગો | આ પ્રકારના સીમેન્ટનો ઉપયોગ એવા બાંધકામમાં થાય છે, જ્યાં ખૂબ વધારે મજબૂત કૉંક્રીટની જરૂર નથી. | આ પ્રકારના સીમેન્ટનો ઉપયોગ એવા બાંધકામમાં થાય છે, જ્યાં ખૂબ વધારે મજબૂત કૉંક્રીટની જરૂર હોય છે. |
મજબૂતાઈ | સામાન્ય રીતે વહેલી મજબૂતાઈ હાંસલ કરી લેવા માટે જાણીતો છે, ખાસ કરીને ઓપીસી 53 ગ્રેડ, જે ક્યોરિંગના પ્રારંભિક તબક્કામાં જ ખૂબ વધારે દાબકબળ મેળવી લે છે. | પીપીસી શરૂઆતમાં થોડી ઓછી મજબૂતાઈ ધરાવતો હોય છે પણ તે સમયતાંરે મજબૂત થઈ જાય છે અને લાંબાગાળે ઓપીસી જેટલી જ કે ક્યારેય તેનાથી પણ વધારે મજબૂતાઈ હાંસલ કરી લેતો હોય છે. |
ટકાઉપણું | ઓપીસી સારી મજબૂતાઈ પૂરો પાડતો હોવા છતાં કેટલીક પરિસ્થિતિઓમાં તેનું ટકાઉપણું થોડું ઓછું હોય છે. | પીપીસીમાં રહેલી પોઝોલેનિક સામગ્રી વધુ સારું ટકાઉપણું આપે છે, આક્રામક રસાયણો સામેનો પ્રતિરોધ વધારે છે અને લાંબાગાળે મજબૂતાઈ સુધારે છે. |
આથી કહી શકાય કે, પીપીસી સીમેન્ટ અને ઓપીસી સીમેન્ટના અલગ-અલગ ફાયદા છે અને પ્રોજેક્ટની જરૂરિયાત, કિંમતની વિચારણા કરીને, પર્યાવરણના પરિબળો અને બાંધકામના ઉપયોગની ચોક્કસ જરૂરિયાતો પર આધાર રાખીને તેને પસંદ કરવામાં આવતો હોય છે. તમે સૂચિત નિર્ણય લઈ શકો તે માટે અહીં ઉપર ઓપીસી અને પીપીસી સીમેન્ટની વચ્ચેના મુખ્ય તફાવતો આપવામાં આવ્યાં હતાં.
આ બ્લૉગમાં આપણે ઓપીસી અને પીપીસી સીમેન્ટની વચ્ચે રહેલા તફાવતની વાત કરી. આ બંને પ્રકારો અલગ-અલગ લાક્ષણિકતાઓ ધરાવે છે અને આમ તેને સમજવી જરૂરી છે. તમે જો એમ વિચારતા હો કે કયો સીમેન્ટ શ્રેષ્ઠ છે, ઓપીસી કે પીપીસી, તો તમારી પસંદગીનો આધાર તમારા પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતોના મૂલ્યાંકન, મજબૂતાઈ, ટકાઉપણા, કિંમત, કાર્યક્ષમતા અને પર્યાવરણ પર પડતાં પ્રભાવ જેવા સંતુલન જાળવનારા પરિબળો પર રહેલો છે. ઓપીસી અને પીપીસી બંને તેના વિશિષ્ટ ફાયદા ધરાવે છે તથા આ વિચારણા પર આધાર રાખીને બાંધકામની અલગ-અલગ કામગીરીઓમાં તેનો ઉપયોગ થાય છે.