Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
કોઈ દિવાલ પર પ્લાસ્ટર કેવી રીતે કરવું તે તમે સમજો તે પહેલાં, તમારે તે શું છે એ સમજવું વધુ મહત્ત્વપૂર્ણ છે. પ્લાસ્ટરિંગ એ દિવાલ, છત અથવા પાર્ટિશનની સપાટી પર પ્લાસ્ટર નામના મિશ્રણનું લીસું, એકસમાન લેયર લગાવવા માટેની પ્રક્રિયા છે. આ મિશ્રણમાં મોટાભાગે સિમેન્ટ, રેતી અને પાણીનો સમાવેશ થાય છે, અલબત્ત ક્યારેક ચૂના અથવા જીપ્સમ જેવી વધારાની સામગ્રીનો પણ તેમાં ઉમેરો કરીને કામગીરી તથા પ્રદર્શનને સુધારવામાં આવે છે. પ્લાસ્ટરિંગનો સામાન્ય ઉદ્દેશ રક્ષણાત્મક કોટિંગ પૂરું પાડીને સ્ટ્રક્ચરના દેખાવ અને ટકાઉપણાને વધારવાનો છે. પ્લાસ્ટરિંગથી એક લીસી, એકસમાન સપાટીની રચના કરવામાં પણ મદદ મળે છે જે ચિત્રકામ અથવા અન્ય સુશોભન કામગીરી માટે આદર્શ નિવડે છે.
બીજીતરફ, પોઈન્ટિંગ એ કડિયાકામ કન્સ્ટ્રક્શનમાં ઈંટો અથવા પથ્થરો વચ્ચેના ખુલ્લા પડેલા સાંધાના ફિનિશિંગની પ્રક્રિયા છે. આ ટેકનિકમાં મોર્ટાર મિક્સ વડે સાંધા ભરવાનો સમાવેશ થાય છે, કે જે મોટાભાગે પ્લાસ્ટરની સામગ્રીની જેમ સિમેન્ટ, રેતી અને પાણીનું જ બને છે. કન્સ્ટ્રક્શનમાં પોઈન્ટિંગનો પ્રાથમિક ઉદ્દેશ પાણીને ઘૂસતું રોકવાનો તેમજ મકાનની સ્ટ્રક્ચરલ અખંડતાનું સ્તર વધારવાનો છે. તેનાથી એકંદર દેખાવ પણ સુધરે છે, અને જે-તે યુનિટને હાઈલાઈટ કરવાની સાથે દિવાલોને સુઘડ અને ફિનિશ્ડ દેખાવ આપે છે.
પ્લાસ્ટરિંગ અને પોઈન્ટિંગ વચ્ચેના અંતરને સમજવા, આપણે અમુક ચાવીરૂપ તફાવતોને સમજવા જરૂરી છેઃ
પ્લાસ્ટરિંગનો ઉપયોગ આખેઆખી સપાટી પર, દિવાલો અને છતને કવર કરવા થાય છે જેથી તેને મુલાયમ અને એકસમાન ફિનિશિંગ મળે. બીજીતરફ, પોઈન્ટિંગ એ ખાસ ઈંટો અને પથ્થરો જેવા યુનિટ વચ્ચેના સાંધામાં લગાવાય છે.
પ્લાસ્ટરિંગમાં મુખ્યત્વે કોઈ સપાટીના દેખાવનું સ્તર સુધારવા તેમજ બહારના તત્ત્વો સામે રક્ષણ પૂરું પાડવા પર ધ્યાન અપાય છે. તેનાથી સુશોભનાત્મક અને કામગીરીપૂર્ણ કોટિંગ મળે છે. આથી વિપરીત, પોઈન્ટિંગ એક સ્ટ્રક્ચરલ રિએન્ફોર્સમેન્ટ તરીકે કામ કરે છે, જેનાથી પાણી અંદર ઘૂસતું અટકે છે અને કડિયાકામના સ્ટ્રક્ચરની સ્થિરતા જળવાય છે.
પ્લાસ્ટરિંગમાં મુખ્યત્વે સિમેન્ટ, રેતી અને પાણીના મિશ્રણનો ઉપયોગ કરાય છે, જ્યારે કે પોઈન્ટિંગમાં મોટાભાગે મોર્ટારનો ઉપયોગ કરાય છે. સામગ્રીની પસંદગીનો આધાર પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાત મુજબનો રહે છે.
પ્લાસ્ટરિંગમાં લેલું, પાલખ તથા અન્ય સાધનોનો ઉપયોગ કરીને પ્લાસ્ટરને સમાન રીતે વિસ્તારવામાં આવે છે જેથી ઈચ્છિત ટેક્સચર પ્રાપ્ત થાય. પોઈન્ટિંગમાં ખાસ પોઈન્ટિંગ સાધનો, જેવા કે પોઈન્ટિંગ લેલા અને જોઈન્ટર્સનો સમાવેશ થાય છે, જેના વડે યુનિટ વચ્ચેના પોલાણને સચોટતાથી ભરી શકાય.
પ્લાસ્ટરિંગમાં આખી દિવાલ અથવા છત જેવા વિશાળ ભાગોને કવર કરવાનો સમાવેશ થાય છે, જેના માટે વધુ પહોળી કામગીરી તથા સપાટીની સઘન તૈયારી જરૂરી બને છે. જ્યારે પોઈન્ટિંગને મૂળભૂત રીતે નાના સેક્શન પર કરવામાં આવે છે, જેમાં વ્યક્તિગત યુનિટ્સ વચ્ચેના સાંધા પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
પ્લાસ્ટરિંગમાં મોટાભાગે વધુ સમય અને મહેનત જાય છે કારણ કે વિશાળ સપાટીના ભાગને કવર કરવાનો હોય છે. તેમાં પ્લાસ્ટરબોર્ડ ઈન્સ્ટોલેશન અને બેઝકોટ લગાવવા જેવા વધારાનાં પગલાંનો પણ સમાવેશ થાય છે. પોઈન્ટિંગ એ લોકલાઈઝ પ્રક્રિયા હોવાથી તે સામાન્યરીતે ઝડપી અને ઓછી-ખર્ચાળ નિવડે છે.
પ્લાસ્ટરિંગ કોઈ બિલ્ડીંગના એકંદર દેખાવમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જેના માટે તે મુલાયમ અને ફિનિશ્ડ દેખાવ પૂરો પાડે છે. તે ટેક્સચર્ડ અથવા પોલિશ્ડ સપાટીઓ જેવી વિવિધ સુશોભનાત્મક ફિનિશ પૂરી પાડે છે. જ્યારે, પોઈન્ટિંગનું કામ ઓછું દેખીતું છે, પરંતુ તે વ્યક્તિગત યુનિટને હાઈલાઈટ કરીને કડિયાકામ કરેલા સ્ટ્રક્ચરની લાક્ષણિકતા અને દેખાવ વિસ્તારે છે તેમજ સ્વચ્છ, સુઘડ સાંધા રચે છે.
પ્લાસ્ટરિંગ કરે તેમાં સમયાંતરે મરામત, જેવી કે રિપેરિંગ અથવા પેચિંગ કરવું જરૂરી બની શકે છે, જેથી સપાટીને સારી સ્થિતિમાં જાળવી શકાય. જ્યારે એક વાર પોઈન્ટિંગ વ્યવસ્થિત રીતે કરેલું હોય, તો તેમાં સાવ લઘુતમ મરામતની જરૂર પડે છે કારણ કે તેની પ્રાથમિક કામગીરી સાંધાનું રક્ષણ કરવાની તેમજ કડિયાકામની સ્ટ્રક્ચરલ અખંડતાની જાળવણીનું હોય છે.
અંતે, એટલું જાણીએ કે બંને પ્લાસ્ટરિંગ તથા પોઈન્ટિંગ કન્સ્ટ્રક્શન પ્રક્રિયામાં આવશ્યક ભૂમિકા ભજવે છે. તમે મકાનમાલિક હોવ, કોન્ટ્રાક્ટર અથવા આર્કિટેક્ટ, તમારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ વિશે માહિતીપૂર્ણ નિર્ણય લેવા માટે પ્લાસ્ટરિંગ અને પોઈન્ટિંગ વચ્ચેનો તફાવત જાણવો તમારા માટે ખૂબ અગત્યનો છે. તમને પ્લાસ્ટરિંગ અને તેને તમારા ઘરમાં કેમ યોગ્ય રીતે કરી શકાય તેના વિશે જાણવામાં રસ હોય તો, આ મદદરૂપ થઈ શકે તેવો વિડિયો જુઓઃ ધ રાઈટ વે ટુ પ્લાસ્ટર યોર હોમ. આ વિડિયો વ્યાવસાયિક પ્લાસ્ટરિંગ પરિણામો હાંસલ કરવામાં સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન તેમજ મૂલ્યવાન આંતરિક માહિતી પૂરી પાડે છે.