Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


આરોગ્ય, સમૃદ્ધિ અને એકંદર સુખાકારીને વધારવા રસોડા માટેના વાસ્તુના સૂચનો

રસોડું એ એક એવી જગ્યા છે, જ્યાં પ્રકૃતિના પાંચ તત્વોમાંથી એક અગ્નિ તત્વનો વાસ હોય છે. આ તત્વનો લાભ મેળવવા માટે રસોડાનું વાસ્તુ યોગ્ય હોય તે ખૂબ જ જરૂરી છે, નહીંતર રસોડામાં અકસ્માતો થવાનું જોખમ વધી જાય છે.

Share:



વાસ્તુ મુજબ રસોડાનું નિર્માણ કરવાનું મહત્વ

 

પૂજા રૂમ બાદ રસોડાને ઘરનો સૌથી પવિત્ર રૂમ માનવામાં આવે છે, કારણ કે, અહીં પોષણ અને અન્નના દેવી મા અન્નપૂર્ણાનો વાસ ગણાય છે. આપણે દરરોજ આપણું ભોજન રસોડામાં બનાવીએ છીએ, જેને આરોગવાથી આપણને આપણા રોજિંદા કામો કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, ભૂખની આપણી મૂળભૂત જરૂરિયાત સંતોષાય છે અને તે આપણને ચુસ્ત-તંદુરસ્ત રાખે છે.

 

રસોડાના વાસ્તુની યોગ્ય ગોઠવણ કરવાથી તે બીમારીઓને આમંત્રિત કરનારી નકારાત્મક ઊર્જાને દૂર રાખીને હકારાત્મક વાતાવરણ વડે આરોગ્યપ્રદ જીવનની ખાતરી કરે છે. વાસ્તુના નિયમો મુજબ નહીં બનાવવામાં આવેલું રસોડું આર્થિક ભારણ, બીમારી, કૌટુંબિક વિખવાદોને નોતરે છે.


રસોડા માટે વાસ્તુના સૂચનો અને માર્ગદર્શન


રસોડાની જગ્યાઃ

 

  • રસોડ માટેના વાસ્તુના સૂચનો મુજબ, ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં અગ્નિ તત્વનો વાસ હોય છે, આથી રસોડું બનાવવા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે.

 

  • ઉત્તર-પશ્ચિમ દિશા (વાયવ્ય)ને રસોડાના વાસ્તુની આદર્શ દિશા ગણવામાં આવે છે.

 

  • રસોડું બનાવવા માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઇશાન) અને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાઓને ટાળવી જોઇએ, કારણ કે, વાસ્તુ મુજબ રસોડા માટે આ દિશાઓને યોગ્ય માનવામાં આવતી નથી.

 

  • બાથરૂમ અને રસોડાને એકબીજાની જોડે બનાવશો નહીં, કારણ કે તેને વાસ્તુદોષ માનવામાં આવે છે.

પ્રવેશદ્વારઃ :

 

  • રસોડા માટેના વાસ્તુના યોગ્ય સૂચનો સૂચવે છે કે, તેનું પ્રવેશદ્વાર પશ્ચિમ અથવા ઉત્તરમાં હોવું જોઇએ. તેને રસોડાના પ્રવેશદ્વાર માટેની સૌથી શુભ દિશા માનવામાં આવે છે. જો આ દિશાઓ ઉપલબ્ધ ના હોય તો, દક્ષિણ-પૂર્વ દિશા (અગ્નિ)નો પણ ઉપયોગ કરી શકાય છે.

ગેસ સ્ટવઃ

 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનો સૂચવે છે કે, ગેસ સ્ટવને રસોડાની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં ગોઠવવો જોઇએ.

 

  • ગેસ સ્ટવને એ રીતે મૂકવો જોઇએ કે રાંધતી વખતે તમારો ચહેરો પૂર્વ તરફ રહે.

દરવાજા અને બારીઓઃ

 

  • આદર્શ રીતે જોવા જઇએ તો રસોડામાં ફક્ત એક જ પ્રવેશદ્વાર હોવું જોઇએ અને એકબીજાની વિરુદ્ધમાં હોય તેવા દરવાજાનું નિર્માણ ક્યારેય કરવું જોઇએ નહીં. જો બે દરવાજા હોય તો, એક દરવાજો ઉત્તર અથવા પશ્ચિમ તરફ હોવો જોઇએ જે હંમેશા ખુલ્લો રહેતો હોવો જોઇએ અને બીજો દરવાજો આ દિશાની વિરુદ્ધ દિશામાં હોવો જોઇએ અને તેને બંધ રાખવો જોઇએ.

 

  • રસોડા માટેના વાસ્તુ મુજબ, રસોડાનો દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલતો હોવો જોઇએ, જેથી કરીને સમૃદ્ધિ આવી શકે. ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ખુલતો દરવાજો પ્રગતિને ધીમી પાડે છે અને પરિણામો વિલંબથી આપે છે.

 

  • રસોડામાં બારી હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે, તેમાંથી હકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે તેમજ તેનાથી રસોડામાં યોગ્ય હવાઉજાસ પણ જળવાઈ રહે છે.

 

  • બારીઓને રસોડાની પૂર્વ કે દક્ષિણ બાજુએ બનાવવી જોઇએ, જેથી તેમાંથી સૂર્યના કિરણો અને પવન સરળતાથી અંદર આવી શકે.

 

  • જો રસોડામાં બે બારીઓ હોય તો, નાની બારી મોટી બારીની સામેની બાજુએ હોવી જોઇએ, જેથી કરીને ક્રોસ વેન્ટિલેશન થઈ શકે.

 

  • નાની બારીને આદર્શ રીતે દક્ષિણ બાજુએ અથવા તો મોટી બારીની વિરુદ્ધ બાજુએ બનાવવી જોઇએ.

રસોડાનો સ્લેબઃ

 

  • રસોડા માટેના વાસ્તુશાસ્ત્રમાં સ્લેબને ગ્રેનાઇટને બદલે કાળા આરસપહાણમાંથી અથવા તો પથ્થરમાંથી બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

 

  • રસોડાના સ્લેબનો રંગ પણ રસોડાની દિશા પર આધાર રાખે છે.

 

  • જો રસોડું પૂર્વમાં હોય તો લીલો કે કથ્થઈ સ્લેબ શ્રેષ્ઠ ગણાય છે.

 

  • જો રસોડું ઉત્તર-પૂર્વ (ઇશાન)માં હોય તો, પીળા રંગનો સ્લેબ આદર્શ ગણાય છે.

 

  • દક્ષિણ અથવા દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં આવેલા રસોડા માટે રસોડા માટેના વાસ્તુમાં કથ્થઈ, મરૂન (કિરમજી) કે લીલા રંગના સ્લેબની ભલામણ કરવામાં આવી છે.

 

  • જો રસોડું પશ્ચિમ દિશામાં હોય તો ભૂખરો કે પીળા સ્લેબ આદર્શ ગણાય છે.

 

  • ઉત્તર દિશામાં આવેલા રસોડા માટે સ્લેબ લીલા રંગનો હોવો જોઇએ પરંતુ વાસ્તુમાં રસોડાને ઉત્તર દિશામાં નહીં રાખવાનું સૂચવવામાં આવ્યું છે.

રસોડામાં સિંકઃ

 

  • આદર્શ રીતે તો, રસોડામાં સિંક ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાં રાખવો જોઇએ.

 

  • સિંક સ્ટવને સમાંતર અથવા એક જ દિશામાં રાખવામાં આવ્યો ના હોય તેની ખાતરી કરો, કારણ કે, વાસ્તુ મુજબ આગ અને પાણી એકબીજાના વિરુદ્ધ તત્વો છે અને જો તેને એકસાથે રાખવામાં આવે તો તે નકારાત્મક પ્રભાવો પાડી શકે છે.

 

  • જો સિંક અને સ્ટવ એકસાથે હોય તો, તેના હાનિકારક પ્રભાવોને દૂર કરવા માટે રસોડાના માટેના વાસ્તુના સૂચનોમાં સિંક અને સ્ટવની વચ્ચે બોન ચાઇનાની ફૂલદાની મૂકવાનું સૂચવવામાં આવ્યું છે.

પીવાનું પાણીઃ

 

  • રસોડામાં પીવાના પાણી માટેના એપ્લાયેન્સિસ અને વાસણોને પણ રસોડા માટેના યોગ્ય વાસ્તુ દ્વારા સૂચવવામાં આવ્યાં મુજબ જ મૂકવા જોઇએ.
 
  • રસોડા માટેના વાસ્તુ મુજબ, પીવાના પાણીના સ્રોતને મૂકવા માટે ઘરના ઉત્તર-પૂર્વ (ઇશાન) કે ઉત્તર દિશાની ભલામણ કરવામાં આવી છે.
 
  • જો ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણો ઉપલબ્ધ ના હોય તો તેને પૂર્વમાં પણ મૂકી શકાય.

રસોડાના એપ્લાયેન્સિસઃ

 

  • રસોડા માટેના વાસ્તુ મુજબ, રેફ્રિજરેટરને રસોડાના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં અથવા તો ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણા સિવાયના અન્ય કોઈ પણ ખૂણામાં મૂકી શકાય.
  • રસોડા માટેના વાસ્તુ મુજબ, રસોડું ક્યારેક અવ્યવસ્થિત ના હોવું જોઇએ, આથી રસોડાના દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં તમામ વાસણોને એક કેબિનેટની અંદર સારી રીતે ગોઠવી દો.
  • રસોડાના તમામ ઇલેક્ટ્રિકલ એપ્લાયેન્સિસ દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણામાં મૂકવા જોઇએ અને ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણો આ માટે ટાળવો જોઇએ, કારણ કે, જો આમ કરવામાં આવે તો આ એપ્લાયેન્સિસ બગડી જવાની સંભાવના વધી જાય છે.

રસોડાનો રંગઃ

 

  • રસોડા માટેના વાસ્તુના સૂચનોમાં રસોડાનો આછો રંગ રાખવાની ભલામણ કરવામાં આવી છે.
  • વાસ્તુ મુજબ રસોડામાં લાલ, આછો ગુલાબી, નારંગી અને લીલા જેવા રંગોનો પણ ઉપયોગ થઈ શકે છે.
  • ઘાટા રંગોનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તેનાથી રસોડું અને તેનું વાતાવરણ અંધારિયું થઈ જાય છે.

 

આ પણ વાંચોઃ તમારા ઘરને અદભૂત રીતે રંગવાના સૂચનો અને યુક્તિઓ



અહીં ઉપર વાસ્તુ મુજબ રસોડું બનાવવાના અને હકારાત્મક કંપનોને ઉત્પ્રેરિત કરવાના તથા તમને અને તમારા તમામ પરિવારજનોને ચુસ્ત-તંદુરસ્ત રાખવા માટેના તમામ સૂચનો આપવામાં આવ્યાં હતા.

 

પૂજાનો રૂમ એ તમારા ઘરનો વધુ એક શુભ અને પવિત્ર હિસ્સો છે તથા તમારા ઘરમાં શાંત અને નિર્મળ વાતાવરણનું સર્જન કરવા માટે તેના પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. પૂજા રૂમ માટેના વાસ્તુ અંગે વધુ વાંચો.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....