વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ટપકતી છતને રીપેર કરવાની માર્ગદર્શિકાઃ પગલાં અને કારણો

છત ટપકવાના કારણોને ઓળખી કાઢવાથી માંડીને છતને ટપકતી અટકાવવાના વિવિધ માર્ગોની છણાવટ કરવા સુધી આ બ્લૉગમાં તમારી છતને સારી સ્થિતિમાં જાળવી રાખવા, પાણીને કારણે થતાં અત્યંત ખર્ચાળ નુકસાનથી તમારા ઘરનું રક્ષણ કરવા અને ટપકતી છતને રીપેર કરવામાં મદદરૂપ થવાના વ્યવહારુ પગલાં આપવામાં આવ્યાં છે.

Share:


ટપકતી છત ઘરના માલિકો માટે દુઃસ્વપ્ન સાબિત થઈ શકે છે. તે એક તકલીફદાયક અસુવિધા હોવાની સાથે-સાથે જો તેનો કોઈ ઇલાજ કરવામાં ના આવે તો તે તમારા ઘરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. છતમાંથી પાણી ટપકવાને કારણે પાણીથી થતું નુકસાન થાય છે, ફૂગ વિકસે છે અને જો તેને તરત રીપેર કરવામાં ના આવે તો માળખાં સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. આ બ્લૉગમાં આપણે એ ચર્ચા કરીશું કે છત ટપકવી એટલે શું, તેનાથી સંભવિતપણે કેવું નુકસાન થઈ શકે છે અને સૌથી મહત્વનું ટપકતી છતને રીપેર કેવી રીતે કરવી. તમે ટપકતી છતને જાતે જ રીપેર કરવા માંગતા હો કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિને કામ સોંપવા માંગતા હો, આ માર્ગદર્શિકા તમને ટપકતી છતની સમસ્યાને ઉકેલવા તથા તમારા ઘરને વધુ નુકસાન થતું અટકાવવા માટે જરૂરી જાણકારી અને સાધનો પૂરાં પાડશે.





છત ટપકવાના કારણો કયા છે?

 

1) છતમાં તિરાડો પડી જવી

છતમાં તિરાડો પડી જવી એ છત ટપકવાનું સૌથી સામાન્ય કારણ છે. આ તિરાડો વિવિધ કારણોસર પડી શકે છે, જેમ કે, ઘર ઘણું જરીપુરાણું થઈ ગયું હોય, આબોહવા કે ખરાબ ઇન્સ્ટોલેશન. લાંબા સમય સુધી તડકા, પવન અને વરસાદના સંપર્કમાં રહેવાને કારણે છતની સામગ્રીઓ ખરાબ થઈ જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે. વધુમાં, છતનું નિર્માણ કરતી વખતે તેને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં ના આવી હોય તો પણ તેમાં અપેક્ષા કરતાં ઘણી વહેલી તિરાડો પડી જાય છે. છતમાં તિરાડો પડી જવાને કારણે તેમાં છતના માળખાંની અંદર પાણી ઝામવા લાગે છે, જે પાણીથી થતાં નુકસાન તરફ અને ફૂગનો વિકાસ થવા તરફ દોરી જાય છે. જો તેનો કોઈ ઇલાજ કરવામાં ના આવે તો, નાની તિરાડો મોટી બનતી જાય છે, જે વધુ ગંભીર સમસ્યાઓ પેદા કરે છે. છતનું નિયમિતપણે નિરીક્ષણ કરવાથી તિરાડોને વહેલીતકે ઓળખી કાઢવામાં અને ટપકતી છતને યોગ્ય રીતે રીપેર કરવામાં મદદ મળી રહે છે.

 

2) છતનો અયોગ્ય ઢાળ

જો છતનો ઢાળ અયોગ્ય હોય તો પણ તેમાંથી પાણી ટપકી શકે છે. છતનો ઢાળ અગત્યનું પરિબળ છે, કારણ કે તે છતની સપાટી પરથી વરસાદનું પાણી કે પીગળેલો બરફ તરત જ ગટર કે ડ્રેનેજ સિસ્ટમમાં વહી જાય તેની ખાતરી કરે છે. જો ઢાળ ખૂબ જ છીછરો કે સપાટ હોય તો, પાણી છતની સપાટી પર જમા થઈ શકે છે, જેના કારણે તિરાડો પડે છે અને પાણીથી નુકસાન પહોંચે છે. જે વિસ્તારોમાં ભારે વરસાદ કે હિમવર્ષા થતી હોય ત્યાં આ બાબત ઘણી લાગું પડે છે. તે જ રીતે, જો ઢાળ ખૂબ વધારે હશે તો, તેના કારણે પાણી ખૂબ જ ઝડપથી વહી જશે, જેના કારણે ગટર ઉભરાઈ જશે અને પાણીથી નુકસાન પહોંચશે. ઇન્સ્ટોલેશન કે રીપેર કરતી વખતે તમારી છતનો ઢાળ યોગ્ય હોય તેની ખાતરી કરવી એ છતને ટપકતી અટકાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

 

3) ફ્લેશિંગને નુકસાન પહોંચવું

ફ્લેશિંગ એ એક પાતળું મટીરિયલ હોય છે, જે સામાન્ય રીતે ધાતુમાંથી બનાવવામાં આવેલું હોય છે, જેનો ઉપયોગ છતના સાંધાઓ અને કોણની સુરક્ષા કરવા માટે થાય છે. આ ફ્લેશિંગ ચીમની, ઝરુખાં, વેન્ટ્સ અને છતની સપાટી પર બહાર નીકળેલા અન્ય ભાગોની આસપાસ જોવા મળે છે. જો ફ્લેશિંગને નુકસાન પહોંચ્યું હોય કે તેને અયોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હોય તો, તેના કારણે છતના માળખાંની અંદર પાણી ઝામી શકે છે. લાંબા સમય સુધી આ સ્થિતિ યથાવત્ જળવાઈ રહેવાથી ફ્લેશિંગ ખરાબ થઈ જાય છે, જેના પરિણામે તેમાં તિરાડો અને જગ્યા પડી જાય છે. વધુમાં, તેનું ઇન્સ્ટોલેશન જો અયોગ્ય રીતે થયું હોય તો, ફ્લેશિંગ ઢીલું પડી જાય છે અથવા તો છતમાંથી છુટું પડી જાય છે, જેના પગલે પાણી છતના માળખાંની અંદર પ્રવેશે છે. ફ્લેશિંગનું નિયમિતપણે નિરીક્ષણ અને જાળવણી કરવાથી કોઈ સમસ્યાની જાણકારી મેળવવામાં અને તેને વધારે નુકસાન થતું અટકાવવામાં મદદ મળી રહે છે.

 

4) ટાઇલને નુકસાન પહોંચવું

ટાઇલ્સ એ છત પર લગાવવા માટે લોકોની મનગમતી સામગ્રી છે, જે ઘણાં વર્ષો સુધી ટકી રહે છે. જોકે, લાંબા સમયે હવામાનને કારણે અથવા તો ખરાબ રીતે લગાવવાને કારણે ટાઇલ્સને નુકસાન પહોંચી શકે છે. જ્યારે ટાઇલ્સને નુકસાન પહોંચે કે તે તૂટી જાય ત્યારે પાણી છતના માળખાંમાં પ્રવેશવા લાગે છે. પાણી અત્યંત બારિક તિરાડમાંથી પણ પ્રવેશી શકે છે, જેના પગલે પાણીથી થતું નુકસાન થાય છે અને ફૂગનો વિકાસ થાય છે. કેટલાક કિસ્સાઓમાં સંપૂર્ણપણે નીકળી ગયેલી કે તૂટી ગયેલી ટાઇલ્સની જગ્યાએ સરળતાથી બીજી ટાઇલ્સ લગાવી દેવાય છે પણ અન્ય કેટલાક કિસ્સાઓમાં સમગ્ર છતની ટાઇલ્સને બદલવાની નોબત આવી પડે છે.

 

5) અયોગ્ય જાળવણી

અયોગ્ય જાળવણી કરવાને લીધે પણ છત ટપકવા લાગે છે. ગટરોને સાફ કરવી, કાટમાળને દૂર કરી દેવો અને કોઈ નુકસાન તો નથી તેનું નિરીક્ષણ કરવું વગેરે ઉપાયો અજમાવીને છતની નિયમિતપણે જાળવણી કરવી એ છતને સારી સ્થિતિમાં જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. છતની નિયમિતપણે જાળવણી નહીં કરવાથી છતની સપાટી પર કાટમાળ અને પાણી જમા થાય છે, જેના કારણે નુકસાન થઈ શકે છે અને પાણી ગળવા લાગે છે. વધુમાં, નાની-નાની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ નહીં લાવવાથી પણ આગળ જતાં મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

 

6) છત પર અતિશય ભેજ હોવો

ઘરમાં યોગ્ય હવાઉજાસ ના હોવો, આબોહવાની સ્થિતિ કે છતના માળખાંમાંથી ગળતર થવાને કારણે છતની સપાટી પર ભેજ જમા થઈ શકે છે. વધારે પડતો ભેજ જમા થવાને કારણે સમયાંતરે ફૂગનો વિકાસ થાય છે, જે છતના માળખાંને નબળું બનાવી દે છે અને તેમાંથી પાણી ટપકવા લાગે છે. વધુમાં, ભેજથી ખવાણ થાય છે અને છતમાં રહેલી ધાતુની સામગ્રીઓને કાટ લાગી જાય છે, જે વધુ પાણી ટપકવા અને વધુ નુકસાન થવા તરફ દોરી જાય છે. વૉટરપ્રૂફિંગ કરવાના વિવિધ ફાયદા હોવાને લીધે મોટાભાગના કિસ્સાઓમાં આવી જગ્યામાં વૉટરપ્રૂફિંગ કરવાથી સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ મળી રહે છે.

 

7) ખવાણ

ખવાણ એ છત ટપકવાનું વધુ એક કારણ છે, ખાસ કરીને ધાતુમાંથી બનાવવામાં આવેલી છત. વરસાદ, પવન અને તડકા જેવા તત્વોના સંપર્કમાં આવવાને કારણે ધાતુમાંથી બનાવવામાં આવેલી છતની સામગ્રીઓ લાંબા સમયે ખવાઈ જાય છે. ખવાણને કારણે છતની સામગ્રી નબળી પડી જાય છે અને તે બરડ થઈ જાય છે, જે તિરાડો અને છિદ્રો પડવા તરફ દોરી જાય છે, જેમાંથી પાણી છતના માળખાંની અંદર ઉતરે છે. વધુમાં, ખવાણને કારણે ફાસ્ટનર્સ અને ધાતુના અન્ય ઘટકો ઢીલા પડી જાય છે, જે વધુ નુકસાન પહોંચાડે છે અને છત ટપકવા લાગે છે.

 

8) છતનું માળખું ઘણું જૂનું થઈ જવું

છતનું માળખું જૂનું થઈ જવું એ છત ટપકવાનું કુદરતી કારણ છે. વિવિધ પ્રકારના તત્વો, ખવાણ/તૂટ-ફૂટ અને અન્ય પરિબળોના સતત સંપર્કમાં આવવાને કારણે સમયાંતરે છતની સામગ્રીઓ ખરાબ થઈ જાય છે. છતનું માળખું જરીપુરાણું થઈ જવાને કારણે તેની સામગ્રીઓ બરડ થઈ જાય છે, તેમાં તિરાડો પડી જાય છે કે તેનું સંરક્ષણાત્મક આવરણ ગુમાવી દે છે, જે તેમાંથી પાણી ટપકવા અને પાણીને કારણે નુકસાન થવા તરફ દોરી જાય છે. વધુમાં છતનું માળખું જૂનું થઈ જવાથી તેની સામગ્રી પાણીને ખાળવામાં બિન-અસરકારક બની જાય છે, જેના પરિણામે છતની સપાટી પર પાણી જમા થયાં કરે છે અને તેમાંથી આખરે પાણી ટપકે છે. નિયમિતપણે નિરીક્ષણ અને જાળવણી કરવાથી માળખું જરીપુરાણું થઈ જવાના ચિહ્નો ઓળખી શકાય છે અને તે નોંધપાત્ર નુકસાન પહોંચાડે તે પહેલાં કોઈ સમસ્યાને ઉકેલી શકાય છે.





છતમાંથી પાણી ટપકવાની સમસ્યાને કેવી રીતે ઉકેલી શકાય?

 

1) આસ્ફાલ્ટ શિંગલ્સ

આસ્ફાલ્ટ શિંગલ્સને ઇન્સ્ટોલ કરવા કે તેના વડે રીપેરિંગ કરવું એ છતમાંથી પાણી ટપકવાની સમસ્યાને ઉકેલવાનો એક માર્ગ છે. આસ્ફાલ્ટ શિંગલ્સ એ એક લોકપ્રિય રૂફિંગ મટીરિયલ છે, જે ટકાઉ અને પ્રમાણમાં ઓછું મોંઘું હોય છે. તેને ઇન્સ્ટોલ કરવું અને રીપેર કરવું પણ સરળ હોય છે, જે ઘરના માલિકો માટે તેને એક લોકપ્રિય વિકલ્પ બનાવે છે. તમારી છતને રીપેર કરવામાં મદદરૂપ થવા અહીં કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છેઃ

  • સૌપ્રથમ તો છત પર મોટા પાયે ઘસારો/તૂટ-ફૂટ તો થઈ નથી, તેને ચકાસો.

  • ત્યારબાદ, વળી ગયેલા શિંગલ્સને સીધા કરીને ફરીથી લગાવો.

  • જો તમને કોઈ સ્પષ્ટ તિરાડ દેખાય તો તેને રીપેર કરવા માટે રૂફ સીલન્ટનો ઉપયોગ કરો.

  • તૂટી ગયેલા કે ગાયબ થઈ ગયેલા શિંગલ્સને બદલી નાંખો.

     

2) રોલ રૂફિંગ

રોલ રૂફિંગ એ રૂફિંગ માટેની એક સામગ્રી છે, જેને આસ્ફાલ્ટ (ડામર)માંથી બનાવવામાં આવેલી હોય છે અને તે આસ્ફાલ્ટ શિંગલ્સ જેવી જ હોય છે. તે મોટા વીંટામાં આવે છે, જેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાય છે, તે નીચો ઢાળ ધરાવતી છતો માટે એક આકર્ષક વિકલ્પ છે. અહીં કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે, જેનું પાલન કરવાનું રહેશેઃ

 

  • છતમાં કોઈ તિરાડો કે ખાડા તો પડી ગયાં નથી તે ચકાસો.

  • જો તમને કોઈ ખાડા દેખાય તો, તેમાં ભરાઈ રહેલી હવાને બહાર કાઢવા માટે તેને કાપીને ખુલ્લાં કરો.

  • જે ભાગ છુટો પડી ગયો હોય તેની નીચે રૂફિંગ સીમેન્ટ પૂરતી માત્રામાં લગાવો.

  • જો જરૂર જણાય તો રૂફિંગ સબસ્ટ્રેટને બદલી નાંખો.

  • રોલ રૂફિંગના પેચ વડે આ વિસ્તારને આવરી લો.

  • પાણી જરાયે પ્રવેશી ના શકે તેવા પેચની ખાતરી કરવા માટે રૂફિંગ સીમેન્ટનું અંતિમ લેયર લગાવો.

     

 

3) વૂડ શેક્સ

રૂફ શેક્સ એ એક પ્રકારની રૂફિંગ સામગ્રી છે, જેને લાકડાંમાંથી બનાવવામાં આવેલી હોય છે, ખાસ કરીને દેવદાર કે રેડવૂડમાંથી. તેનો ઉપયોગ ઘણીવાર અતિશય સીધો ઢોળાવ ધરાવતી છત પર થાય છે અને તે ઘરને કુદરતી અને ગામઠી દેખાવ આપે છે. વૂડ શેક્સને રીપેર કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક સ્ટેપ્સ અહીં આપવામાં આવ્યાં છેઃ

 

  • તમારી છતમાં કોઈ નુકસાન તો થયું નથી તે ચકાસો અને નિરીક્ષણ કરો.

  • હથોડી કે છીણીનો ઉપયોગ કરીને કોઈ પણ તૂટી ગયેલા શેક્સને છુટાં પાડી દો.

  • લોખંડ કાપવાની આરીનો ઉપયોગ કરીને તૂટી ગયેલા શેક્સમાં ભરાઈ રહેલી ખીલીઓને કાપી નાંખો.

  • આ ભાગમાં પડેલા ગાળાને પૂરવા નવા શેકને કાપો અને તેની અંદર ગોઠવી દો.

  • 2 ગેલ્વેનાઇઝ કરેલી ખીલીઓ વડે આ નવા શેકને ચુસ્તપણે જડી દો.

  • ખીલીઓના ખુલ્લા મથાળાઓને ઢાંકી દેવા માટે રૂફિંગ સીમેન્ટનો ઉપયોગ કરો.

     

4) ગળતા સાંધા

જ્યાં છતના વિવિધ હિસ્સાઓ ભેગા થતાં હોય ત્યાં આવેલા સાંધાઓમાંથી પાણીનું ગળતર થઈ શકે છે, જેમ કે, જ્યાં છત ચીમનીની સાથે મળતી હોય અથવા જ્યાં છતના બે ભાગો ભેગા થતાં હોય. તમે આ ગળી રહેલા સાંધાઓને રીપેર કરવા માટે અહીં નીચે જણાવેલા સ્ટેપ્સનું પાલન કરી શકો છોઃ

 

  • જ્યાં છતની સપાટી ચીમની કે વેલીની સાથે જોડાતી હોય, તેવી જગ્યાઓનું નિરીક્ષણ કરો.

  • આવા ભાગમાં પુટ્ટી નાઇફ વડે રૂફ સીલન્ટને લગાવો.

  • રૂફિંગ નેઇલ્સનો ઉપયોગ કરીને આ ભાગમાં મેટલ ફ્લેશિંગની પટ્ટીને ચુસ્ત રીતે જડી દો.

  • ત્યારબાદ, છતમાંથી થતાં ગળતરને સીલબંધ કરવાનું શરૂ કરો. પાણીચુસ્ત સીલ લગાવવા માટે ફ્લેશિંગની ઉપર રૂફિંગ સીમેન્ટનું વધુ એક આવરણ લગાવો.

     

5) કૉંક્રીટ રૂફ

કૉંક્રીટ રૂફ એ અન્ય એક પ્રકારની રૂફિંગ સામગ્રી છે, જેની જો યોગ્ય રીતે જાળવણી કરવામાં ના આવે તો, તેમાંથી પાણીનું ગળતર થવાની સંભાવના વધુ હોય છે. કૉંક્રીટ રૂફ્સને મજબૂત કૉંક્રીટમાંથી બનાવવામાં આવે છે અને તે તેના ટકાઉપણા તથા લાંબી આવરદા માટે જાણીતા છે. જોકે, વિવિધ પરિબળોને કારણે તેમાંથી પણ પાણી ગળી શકે છે, જેમ કે, તિરાડો, અયોગ્ય ઇન્સ્ટોલેશન અને આબોહવા સંબંધિત સ્થિતિ કે આબોહવાના પ્રભાવને કારણે થયેલું નુકસાન.

 

  • ગળતરનો સ્રોત શોધો અને ઓળખી કાઢો

  • ક્ષતિગ્રસ્ત થયેલા હિસ્સામાંથી કાટમાળ અને ઢીલા પડી ગયેલા કૉંક્રીટને દૂર કરીને આ ભાગને સાફ કરો અને તૈયાર કરો.

  • આ વિસ્તારમાં સીલન્ટ અથવા તો પેચિંગ કમ્પાઉન્ડ લગાવો.

  • આ પેચને સૂકાવા દો.





નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે, ટપકતી છતની સમસ્યાનો સમયસર ઉકેલ લાવવામાં ન આવે તો તે તમારા ઘરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. છત ટપકવાના કારણો ઓળખી કાઢવાથી છત ટપકવાની સમસ્યા ઉદ્ભવે તે પહેલા જ તમે તેને નિવારી શકો છો. અને આ વૉટરપ્રૂફિંગના સૂચનોનો ઉપયોગ કરીને તમે તમારી છતની લાંબી આવરદા અને અખંડિતતાની ખાતરી કરી શકો છો અને આખરે તમારા ઘરને સુરક્ષિત રાખી શકો છો અને ટપકી રહેલી છતને અસરકારક રીતે રીપેર કરી શકો છો.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....