સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

hgfghj


સ્લેબ એટલે શું? બાંધકામમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારના સ્લેબ્સ

તમે એક કુશળ કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ હો કે ઘર બનાવવા માંગતા એક જિજ્ઞાસુ વ્યક્તિ હો, આ માર્ગદર્શિકા તમારા માટે એક પર્ફેક્ટ સ્રોત છે! આ માર્ગદર્શિકાની મદદથી તમે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સ્લેબ અંગે અને બિલ્ડિંગની ડીઝાઇન અને બાંધકામમાં તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, તે અંગે તમામ જાણકારી મેળવી શકશો.

Share:


બાંધકામમાં અનેકવિધ પ્રકારના સ્લેબનો ઉપયોગ થાય છે, જેમ કે, બીમની ઉપર વન-વે સ્લેબ, રિબ્ડ સ્લેબ્સ, વૉફલ સ્લેબ, ફ્લેટ પ્લેટ્સ, બબલ ડૅક સ્લેબ્સ વગેરે. તો ચાલો, આપણે આ પ્રત્યેક પ્રકારના સ્લેબની અદભૂત વિશેષતાઓ અને લાભ વિશે જાણકારી મેળવીએ અને વિવિધ પ્રકારના બિલ્ડિંગોમાં તેની વિશિષ્ટ કામગીરીને સમજીએ. પછી તે એક આરામદાયક ઘર હોય કે ગગનચુંબી બહુમાળી ઇમારત હોય, સ્લેબના પ્રત્યેક પ્રકારના તેના પોતાના ફાયદા હોય છે અને વ્યવહારુ ઉપયોગો હોય છે.





બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સ્લેબ એટલે શું?

બાંધકામના સંદર્ભમાં સ્લેબ એક સપાટ, આડા અને સામાન્ય રીતે મજબૂત બનાવવામાં આવેલા કૉંક્રીટના તત્વને સંદર્ભિત કરે છે, જેનો ઉપયોગ ફ્લોર, સીલિંગ અને છત બનાવવા માટે થાય છે. સ્લેબ એ બિલ્ડિંગના માળખાંનાં મહત્વના ઘટકોમાંથી એક છે અને તે દિવાલો, કૉલમ અને બીમ જેવા બિલ્ડિંગના અન્ય તત્વોને સપોર્ટ આપવા એક નક્કર, સ્થિર આધાર પૂરો પાડે છે.

 

બાંધકામમાં સ્લેબના પ્રકારો

બાંધકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સ્લેબનો આધાર વિવિધ પરિબળો પર રહેલો છે, જેમાં સ્લેબની લંબાઈ, તેણે કેટલો ભાર ઉઠાવવો પડશે અને ઉપલબ્ધ મટીરિયલો અને સંસાધનોનો સમાવેશ થાય છે. જોકે, સ્લેબના ઘણાં બધાં પ્રકારો છે, જેમાં સમાવિષ્ટ છેઃ

 

1) બીમ પર વન-વે સ્લેબ્સઃ

સમાતંર બીમો દ્વારા આ સ્લેબને સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે, જે વજનને કૉલમ પર ટ્રાન્સફર કરી દે છે. આ સ્લેબની રચના એ પ્રકારે કરવામાં આવેલી હોય છે કે તે ફક્ત એક જ દિશામાં લૉડનો પ્રતિકાર કરે અને આ બીમને લંબવત દિશામાં મજબૂત બનાવવામાં આવેલો હોય છે.

 

2) વન-વે જોઇસ્ટ સ્લેબ (રિબ્ડ સ્લેબ):

આ પ્રકારના સ્લેબ નાના-નાના રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ ટી-બીમ્સની એક શ્રેણી ધરાવતા હોય છે, જેને નિયમિત અંતરાલે ગોઠવવામાં આવેલા હોય છે અને કૉલમો અથવા દિવાલો દ્વારા તેને સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે. આ ટી-બીમ્સ રિબ્સ જેવું કામ કરે છે, જે વધારાની કઠોરતા પૂરી પાડે છે અને કૉંક્રીટની આવશ્યક માત્રાને ઘટાડી દે છે. આ બીમ્સની વચ્ચેની ખાલી જગ્યાઓને વજનમાં હલકા કૉંક્રીટ અથવા તો પોલા બ્લૉક્સ વડે ભરી શકાય છે, જે માળખાંનાં એકંદર વજનને ઘટાડી દેશે.

 

3) વૉફલ સ્લેબ (ગ્રિડ સ્લેબ):

વૉફલ સ્લેબ કે જે ગ્રિડ સ્લેબ તરીકે પણ ઓળખાય છે, તે ચોરસ કે લંબચોરસ ખાનાઓ ધરાવતા ટુ-વે રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ સ્લેબ હોય છે, જે વૉફલ અથવા ગ્રિડની પેટર્ન જેવા લાગે છે. આ ખાનાઓ કે ખાલી જગ્યાઓ સ્લેબના વજનને ઘટાડી દે છે પણ તેની મજબૂતાઈ અને કઠોરતા યથાવત્ જળવાઈ રહે છે. આ ખાલી જગ્યાઓની વચ્ચે આવેલા બીમ સ્ટિફનર્સ તરીકે કામ કરે છે અને ભારને કૉલમ પર ટ્રાન્સફર કરે છે.

 

4) ફ્લેટ પ્લેટ્સઃ

ફ્લેટ પ્લેટ સ્લેબ એ વન-વે કે ટુ-વે રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ સ્લેબ હોય છે, જેને કૉલમ કે દિવાલ પર સીધો સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે. આ સ્લેબ સામાન્ય રીતે પાતળો હોય છે અને તેમાં કોઈ બીમ કે રિબ્સ હોતા નથી. આ વજનનો પ્રતિકાર માટે બંને દિશામાંથી રીઇન્ફોર્સમેન્ટ પૂરું પાડવામાં આવેલું હોય છે. ફ્લેટ પ્લેટ સ્લેબ સાદા અને બાંધકામ માટે પરવડે તેવા હોય છે.

 

5) ફ્લેટ સ્લેબ્સઃ

ફ્લેટ સ્લેબ્સ ફ્લેટ પ્લેટ સ્લેબ જેવા જ હોય છે પણ સ્લેબની મજબૂતાઈ અને કઠોરતાને વધારવા માટે કૉલમની આસપાસ ડ્રૉપ પેનલો આપવામાં આવેલી હોય છે. તેમાં રીઇન્ફોર્સમેન્ટ બંને દિશાઓમાં પૂરું પાડવામાં આવેલું હોય છે અને સ્લેબને કૉલમ કે દિવાલ પર સીધો સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે.

 

6) બીમ પર ટુ-વે સ્લેબ્સઃ

આ સ્લેબને બંને દિશાઓમાંથી બીમ દ્વારા સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે અને બંને દિશાઓમાં વજનનો પ્રતિકાર કરવા માટે તેની રચના કરવામાં આવેલી હોય છે. રીઇન્ફોર્સમેન્ટ બંને દિશામાં પૂરું પાડવામાં આવેલું હોય છે અને આ સ્લેબ સામાન્ય રીતે વન-વે સ્લેબ કરતાં વધારે જાડો હોય છે.

 

7) હોલો કૉર સ્લેબઃ

હોલો કૉર સ્લેબ એ એક પ્રીકાસ્ટ કૉંક્રીટ સ્લેબ હોય છે, જેનો અંતસ્થ હિસ્સો સ્લેબની આખી લંબાઈ સુધી પોલો હોય છે. આ પ્રકારનો પોલો અંતસ્થ હિસ્સો સ્લેબનું વજન ઘટાડી દે છે, જે તેને હેન્ડલ કરવાનું અને તેનું પરિવહન કરવાનું સરળ બનાવી દે છે. આ સ્લેબને બીમ કે દિવાલો દ્વારા સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે અને બંને દિશામાં તેને રીઇન્ફોર્સમેન્ટ પણ પૂરું પાડવામાં આવેલું હોય છે.

 

8) હાર્ડી સ્લેબઃ

હાર્ડી સ્લેબ પ્રોફાઇલ્ડ સ્ટીલ શીટ સ્લેબ તરીકે પણ ઓળખાય છે, જે સ્ટીલની શીટ અને કૉંક્રીટ ટૉપિંગમાંથી બનાવવામાં આવેલો એક કૉમ્પોઝિટ સ્લેબ હોય છે. સ્ટીલની શીટ બાંધકામ દરમિયાન ફૉમવર્ક તરીકે અને કૉંક્રીટ મજબૂત થઈ જાય તે પછી ટેન્સિલ રીઇન્ફોર્સમેન્ટ તરીકે કામ કરે છે. આ કૉમ્પોઝિટ સ્લેબ મજબૂતાઈ અને વજનનો ઊંચો ગુણોત્તર ધરાવે છે.

 

9) બબલ ડૅક સ્લેબઃ

બબલ ડૅક સ્લેબ એ ટુ-વે કૉંક્રીટ સ્લેબનો એક પ્રકાર છે, જે પ્લાસ્ટિકના પોલા બોલ ધરાવે છે અથવા બબલ્સને સ્લેબની અંદર સમાવવામાં આવેલા હોય છે. આ પ્લાસ્ટિકના બોલ રીસાઇકલ કરેલી સામગ્રીમાંથી બનાવવામાં આવેલા હોય છે અને તેને સ્લેબની અંદર મેટ્રિક્સ પેટર્નમાં ગોઠવવામાં આવેલા હોય છે. આ બબલ્સ સ્લેબમાં જરૂરી કૉંક્રીટની માત્રાને ઘટાડી દે છે, જે તેને વજનમાં હલકો બનાવી દે છે અને ઘણો પરવડે તેવો પણ બનાવી દે છે. આ બબલ્સને કારણે બનેલી ખાલી જગ્યાઓનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કૉન્ડ્યુઇટ્સ માટે પણ થઈ શકે છે.

 

10) કૉમ્પોઝિટ સ્લેબઃ

કૉમ્પોઝિટ સ્લેબ બે કે તેનાથી વધારે મટીરિયલમાંથી બનેલો હોય છે, જે જરૂરી મજબૂતાઈ અને કઠોરતા પૂરી પાડવા માટે ભેગા મળીને કામ કરે છે. એક ચોક્કસ પ્રકારના કૉમ્પોઝિટ સ્લેબમાં સ્ટીલ ડૅક, સ્ટીલ રીઇન્ફોર્સમેન્ટ અને કૉંક્રીટ ટૉપિંગનો સમાવેશ થાય છે. સ્ટીલ ડૅક ફૉમવર્ક અને ટેન્સિલ રીઇન્ફોર્સમેન્ટ તરીકે કામ કરે છે, જ્યારે કૉંક્રીટ ટૉપિંગ કૉમ્પ્રેશન સ્ટ્રેન્થ પૂરી પાડે છે..

 

11) પ્રીકાસ્ટ સ્લેબઃ

પ્રીકાસ્ટ સ્લેબ એ પ્રીકાસ્ટ કૉંક્રીટ એલિમેન્ટ્સ હોય છે, જેને ફેક્ટરીમાં બનાવવામાં આવેલા હોય છે અને ત્યારબાદ તેને બાંધકામની સાઇટ પર લઈ જવામાં આવે છે. આ સ્લેબ વન-વે અથવા તો ટુ-વે હોઈ શકે છે અને તે વિવિધ આકાર અને કદમાં આવે છે. સામાન્ય રીતે બીમ કે દિવાલ દ્વારા પ્રીકાસ્ટ સ્લેબને સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે અને જોઇન્ટિંગ સિસ્ટમ દ્વારા તેમને એકબીજાની સાથે જોડવામાં આવેલા હોય છે.

 

બિલ્ડિંગની ડીઝાઇન અને બાંધકામ ઉદ્યોગમાં સામેલ કોઈ પણ વ્યક્તિ માટે બાંધકામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સ્લેબને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

બાંધકામમાં સ્લેબની કામગીરીઓ

 

સ્લેબ એ બિલ્ડિંગના બાંધકામમાં એક મહત્વનું ઘટક છે અને તે વિવિધ પ્રકારની કામગીરી કરે છે, જેમાં સમાવિષ્ટ છેઃ

 

  • બિલ્ડિંગના અન્ય તત્વોને સપોર્ટ પૂરો પાડવા માટે સ્થિર આધાર પૂરો પાડવો.
  • બિલ્ડિંગ અને તેમાં રહેલી ચીજવસ્તુઓના વજનને પાયા પર એકસમાન રીતે વહેંચવું.
  • ફ્લોર, સીલિંગ અને છત માટે એક લેવલ સર્ફેસની રચના કરવી.
  • ફ્લોર અને વૉલ ફિનિશ માટે એક સ્થિર આધાર પૂરો પાડવો.


આ બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સ્લેબના વિવિધ પ્રકારો અંગેની ઊંડાણપૂર્વકની માહિતી હતી. તેમાં સમજાવવામાં આવ્યું છે કે સ્લેબ શું હોય છે અને બિલ્ડિંગના અન્ય તત્વો માટે સ્થિર પાયો પૂરો પાડવા માટે તે કેટલા મહત્વપૂર્ણ છે. બાંધકામના કોઈ પણ પ્રોજેક્ટ માટે યોગ્ય સ્લેબની પસંદગી કરવી એ ખૂબ જ જરૂરી બની જાય છે અને આ માટે ઘણાં પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ, જેમ કે, ગાળો, વજન, બજેટ અને બાંધકામની પદ્ધતિ. આ માર્ગદર્શિકા તમને સ્લેબ અંગેની વ્યાપક સમજણ કેળવવામાં મદદરૂપ થાય છે અને તમારા આગામી પ્રોજેક્ટ માટે સ્લેબનો યોગ્ય પ્રકાર પસંદ કરવા માટેની જાણકારી પૂરી પાડે છે.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ





  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....