Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ટાઇલ્સ એ ઇન્ટીરિયર ડીઝાઇનનું એક આવશ્યક તત્વ છે, જે વ્યવહારિકતા અને સુંદરતા બંને પૂરાં પાડે છે. તેને વિવિધ સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે, જે પ્રત્યેક અલગ-અલગ લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે, સીરામિકના ટાઇલ્સ તેના ટકાઉપણા અને અનુકૂલનક્ષમતા માટે જાણીતા છે, જે વ્યાપક રેન્જની કામગીરીઓ માટે અનુકૂળ છે. તો બીજી તરફ, પોર્સલિનના ટાઇલ્સ સઘન અને સ્થિતિસ્થાપક વેરાઇટી છે, જે જ્યાં ખૂબ વધારે અવરજવર રહેતી હોય તેવા વિસ્તારો માટે આદર્શ છે. કાચના ટાઇલ્સ વૈવિધ્યતા લાવે છે અને ઘણીવાર તેનો ઉપયોગ સુશોભન માટે થાય છે, જ્યારે આરસપહાણ અને ગ્રેનાઇટ જેવા કુદરતી પથ્થરમાંથી બનાવવામાં આવેલા ટાઇલ્સ શાશ્વત સુંદરતા આપે છે પરંતુ તેની નિયમિતપણે કાળજી લેવી પડે છે. હાર્ડવૂડ અને ફૉક્સ વૂડ વેરિયેન્ટ્સમાં ઉપલબ્ધ લાકડાંનાં ટાઇલ્સ ટકાઉ હોવાની સાથે ઉષ્માભર્યો દેખાવ પણ આપે છે. આ ટાઇલ્સના પ્રકારો અને તેની લાક્ષણિકતાઓને સમજવી એ તમારા ઘર માટે ડીઝાઇનના નિર્ણયો લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો, આ પ્રત્યેક પ્રકાર અંગે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવીએ.
સીરામિકના ટાઇલ્સ તેના ટકાઉપણા, સર્વતોમુખીતા અને પરવડે તેવી કિંમતને કારણે રહેણાક અને કૉમર્શિયલ જગ્યાઓ એમ બંને માટે લોકપ્રિય વિકલ્પ છે. વધુમાં તે પ્રોર્સલિન અને મોઝેક સહિત ટાઇલ્સના વિવિધ પ્રકારોમાં પણ ઉપલબ્ધ હોય છે.
પોર્સલિન ટાઇલ્સ તેના ઘનત્વ તથા ભેજ, ડાઘા અને લિસોટાઓની સામે તેની પ્રતિરોધ ક્ષમતા માટે અલગ તરી આવે છે, જે તેમને વધુ અવરજવર ધરાવતા અને ઘરની બહારના વિસ્તારો માટે એક પર્ફેક્ટ વિકલ્પ બનાવે છે. રંગો અને ફિનિશની વ્યાપક રેન્જની સાથે તે અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે તથા સીલિંગ કે સફાઈ માટેના વિશિષ્ટ ઉત્પાદનોની જરૂરિયાત વગર તેની સરળતાથી જાળવણી કરી શકાય છે.
મોઝેક ટાઇલ્સ, ખાસ કરીને 2 ઇંચથી ઓછી સાઇઝના મોઝેક ટાઇલ્સ અનેકવિધ રીતે ઉપયોગી સુશોભનાત્મક ટાઇલ્સ છે, જેને સીરામિક, કાચ અને કુદરતી પથ્થરોમાંથી બનાવવામાં આવેલા હોય છે અને મેશ બૅકિંગ પર માઉન્ટ કરવામાં આવેલા હોય છે. તે જટિલ ડીઝાઇન અને પેટર્ન બનાવવા માટે ઉત્તમ છે, જે સર્જનાત્મક દેખાવની સાથે બાથરૂમ, રસોડા અને પૂલની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.
લાકડાંના ટાઇલ્સ ટકાઉપણા અને ટાઇલ્સની સરળતાથી જાળવણીની સાથે લાકડાંની કુદરતી સુંદરતાનું વિશિષ્ટ પ્રકારનું સંયોજન છે. આ વર્ગ હેઠળ બે પ્રકારના ટાઇલ્સ આવે છેઃ
ઓક, મેપલ અને વૉલનટ જેવા સાચા લાકડાંમાંથી બનાવવામાં આવેલા હાર્ડવૂડ ટાઇલ્સ ક્લાસિક હાર્ડવૂડ ફ્લોરના દેખાવની પ્રતિકૃતિ ઉપસાવે છે. તે વૈવિધ્યસભર રંગો અને ગ્રેનના વિકલ્પો પૂરાં પાડે છે, જેને સેન્ડેડ અને રીફિનિશ્ડ કરી શકાય છે તથા તે મોટાભાગના રૂમો માટે અનુકૂળ હોય છે, ખાસ કરીને બેઠકરૂમ, બેડરૂમ અને હૉલવેઝ માટે.
વૂડ-લૂક ટાઇલ્સ તરીકે પણ જાણીતા ફૉક્સ વૂડ ટાઇલ્સને સીરામિક કે પોર્સલિનમાંથી બનાવવામાં આવે છે, જે પરવડે તેવી કિંમતે સાચા લાકડાં જેવો દેખાવ આપે છે. રંગો અને ફિનિશની વ્યાપક રેન્જની સાથે તે ઉષ્મા અને સ્ટાઇલ પૂરાં પાડે છે. આ ટાઇલ્સ ભેજને ખાળે છે તથા તેની પર લિસોટા અને ડાઘા પડતા નથી, જે તેને બાથરૂમ અને રસોડા જેવી ભેજવાળી જગ્યાઓ માટે આદર્શ બનાવે છે તથા તેની ખાસ વધારે જાળવણી કરવી પડતી નથી અને તે ટાઇલના લાભની સાથે લાકડાં જેવી સુંદરતા પણ આપે છે.
ગ્લોસી ફિનિશ ધરાવતા કાચના ટાઇલ્સ પ્રકાશનું પરાવર્તન કરીને તમારી જગ્યાને પ્રજ્વલિત કરે છે અને ડીઝાઇનના અનેકવિધ વિકલ્પો પૂરાં પાડે છે. તે ખૂબ જ ટકાઉ હોય છે, તેને ડાઘા પડતાં નથી અને તેને સાફ કરવાનું પણ સરળ હોવાથી તે રસોડા, બાથરૂમમાં ઉપયોગમાં લેવા તથા બૅકસ્પેલિશ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. જોકે, તે ખૂબ મોંઘા હોય છે અને ક્યારેક તેને યોગ્ય રીતે લગાવવા માટે તેને પ્રોફેશનલ રીતે ઇન્સ્ટોલ કરવા પડે છે.
સીમેન્ટના ટાઇલ્સને એનકૉસ્ટિક ટાઇલ્સ પણ કહેવામાં આવે છે અને તેને રંગીન સીમેન્ટ વડે હાથથી બનાવવામાં આવે છે, જે વિશિષ્ટ પ્રકારની સુશોભનાત્મક પેટર્ન્સ અને વૈવિધ્યસભર રંગો પૂરાં પાડે છે. તે ટકાઉ હોય છે અને જ્યાં વધારે અવરજવર રહેતી હોય તેના માટે પર્ફેક્ટ છે, તેના પરથી લપસી પડાતું નથી પરંતુ તેને સીલબંધ કરવાની જરૂર પડે છે અને તેની સુંદરતા જાળવવા માટે તેની નિયમિતપણે જાળવણી કરવી પડે છે. તેની ઊંચી કિંમત હોવા છતાં તે તેની શાશ્વત સુંદરતા માટે સૌના પ્રિય છે અને તે રૂમમાં આકર્ષણ પેદા કરે છે.
વિટ્રિફાઇડ ટાઇલ્સ એ વિવિધ જગ્યાઓ માટે અનુકૂળ ખૂબ જ ટકાઉ અને સર્વતોમુખી ફ્લોરિંગ વિકલ્પ છે. તેની મજબૂતાઈ, ઓછી છિદ્રાળુતા અને તેની જાળવણી કરવાનું સરળ હોવાથી તે રહેણાક અને કૉમર્શિયલ એમ બંને પ્રકારના પ્રોજેક્ટ માટે લોકપ્રિય વિકલ્પ છે. તે વિવિધ પ્રકારના હોય છે, જેમાં સમાવિષ્ટ છેઃ
પોલિશ્ડ ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ અથવા પીજીવીટી એ સીરામિકના ટાઇલ્સ હોય છે. આ વિટ્રિફાઇડ ટાઇલ્સ પર ગ્લેઝનું લેયર લગાવીને અને પોલિશ કરીને તેની પર ગ્લોસી ફિનિશ હાંસલ કરવામાં આવે છે. તે આધુનિક ઇન્ટીરિયર માટે એક આકર્ષક અને ટકાઉ વિકલ્પ છે, જે વિવિધ ડીઝાઇન અને રંગોમાં ઉપલબ્ધ હોઈ રહેણાક અને કૉમર્શિયલ જગ્યાઓ માટે આદર્શ છે.
જીવીટી ટાઇલ્સ તરીકે ઓળખાતા ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ વિવિધ ડીઝાઇન અને પેટર્નમાં આવતું ગ્લેઝ લેયર ધરાવે છે. તે પીજીવીટી કરતાં ઓછી ગ્લોસી ફિનિશ ધરાવતા હોવા છતાં તેની સૌંદર્યલક્ષી વૈવિધ્યતા જરાયે ઉતરતી કક્ષાની હોતી નથી. આ ટકાઉ અને પાણીને ખાળતા ટાઇલ્સનો ઉપયોગ સામાન્ય રીતે રસોડા, બાથરૂમ અને બેઠકરૂમ જેવી ઘરની અંદરની જગ્યાઓ માટે થાય છે, જે સીરામિકની વ્યવહારિકતાની સાથે કુદરતી સામગ્રી જેવો દેખાવ પૂરો પાડે છે.
આ સિવાય કુદરતી પથ્થર જેવા ટાઇલ્સ, ક્વૉરી ટાઇલ્સ, ટેરાકોટા ટાઇલ્સ અને ધાતુના ટાઇલ્સ જેવા ઘણાં બધાં પ્રકારના ટાઇલ્સ ઉપલબ્ધ છે, જેમાંથી તમે તમારા ઘર માટે પર્ફેક્ટ વિકલ્પ પસંદ કરી શકો છો.
આ બ્લૉગ પોસ્ટમાં આપણે ઘરની અંદર અને બહારના ભાગની ડીઝાઇન કરવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ટાઇલ્સના વિવિધ પ્રકારો વિશે જાણકારી મેળવી. આથી વિશેષ, આરસપહાણ, ગ્રેનાઇટ, ટેરાકોટા અને ટ્રાવર્ટાઇન જેવા અન્ય પ્રકારના ટાઇલ્સ પણ ઉપલબ્ધ હોય છે, જે પ્રત્યેક વિશિષ્ટ પ્રકારની સુંદરતા પૂરી પાડે છે. દરેક પ્રકારના ટાઇલ્સ અલગ-અલગ પરિસ્થિતિ અને ઘરની ડીઝાઇનમાં તેમનું અલાયદું મૂલ્ય ધરાવે છે. આ વિકલ્પોને સમજવાથી તમારી પસંદગી મુજબના સુંદર અને કાર્યક્ષમ ઘરની રચના કરવામાં મદદ મળી રહે છે.