Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
બાંધકામમાં બીમ સ્ટ્રક્ચર ખૂબ જ મહત્વના ભારવહન કરનારા ઘટકને સંદર્ભિત કરે છે, જે ઊભા ભાર, શીયર ફૉર્સિસ અને બેન્ડિંગ મોમેન્ટ્સનો પ્રતિકાર કરે છે. લાક્ષણિક રીતે બીમ આડા અથવા ઊભા મેમ્બરો હોય છે, જે બે કે તેનાથી વધારે સપોર્ટ પર ફેલાયેલા હોય છે, જે તેમની પર લાદવામાં આવેલા ભારને એકસમાન રીતે વહેંચી દે છે. તેમની પ્રાથમિક કામગીરી લાગુ થતાં ભારને સપોર્ટ પર ટ્રાન્સફર કરવાની, સંતુલન જાળવવાની અને માળખાંને તેના પોતાના વજન કે બાહ્ય બળો હેઠળ ધસી પડતાં અટકાવવાની છે.
બીમ ખાસ કરીને બિલ્ડિંગો, પુલ, છતો અને અન્ય વિવિધ માળખાંઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે ખૂબ વધારે મજબૂતાઈ અને સ્થિરતા પૂરી પાડે છે. યોગ્ય પ્રકારના બીમની પસંદગીનો આધાર માળખાંની ચોક્કસ જરૂરિયાતો અને ડીઝાઇન પર રહેલો છે.
એન્જિનીયરો અને આર્કિટેક્ટ્સે વિવિધ જરૂરિયાતોને અનુકૂળ આવે તેવા વિવિધ પ્રકારના બીમની રચના કરી છે. તો ચાલો, તેના કેટલાક સર્વસામાન્ય પ્રકારો વિશે જાણકારી મેળવીએઃ
કેન્ટિલીવર બીમ એ એક વિશિષ્ટ પ્રકારનો બીમ છે, જેને એક છેડે લાંગરવામાં આવે છે અને બીજા છેડે ખુલ્લો રાખવામાં આવે છે, જે હવામાં આડો ઝુલતો હોય છે. તેની આ ડીઝાઇનને કારણે તે તેના ખુલ્લા છેડે વધારાના કોઈ સપોર્ટની જરૂરિયાત વગર સપોર્ટ વગરના વિસ્તાર પર ભારવહન કરી શકે છે. આ બીમ સામાન્ય રીતે બાલ્કની અને પુલ જેવા માળખાંઓમાં ઉપયોગમાં લેવાય છે.
સૌથી સરળ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બીમનો પ્રકાર એટલે સીમ્પલી સપોર્ટેડ બીમ. તેનું નામ સૂચવે છે, તે મુજબ તેના બંને છેડે સપોર્ટ પૂરો પાડવામાં આવેલો હોય છે અને તે તેના સમગ્ર ભાગ પર ભારવહન કરે છે. આ વજન સપોર્ટ્સ પર ટ્રાન્સફર થાય છે, જે ઉર્ધ્વગામી બળોનું નિર્માણ કરે છે અને આ બળોને કારણે બીમ વળી જતાં નથી. તે વિવિધ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે, બિલ્ડિંગમાં ફ્લોર બીમથી માંડીને પુલો અને ક્રેન ગર્ડર્સ સુધી.
ફિક્સ્ડ બીમ એ ચુસ્તપણે ફિક્સ કરવામાં આવેલા અને બંને છેડેથી અટકાવવામાં આવેલા બીમ હોય છે. આ પ્રકારના બીમ તેના સપોર્ટ્સ પાસે રોટેશન થતું અટકાવે છે અને તે વળી જવાની ક્ષણોનો પ્રતિરોધ કરવામાં ખૂબ જ અસરકારક હોય છે. સામાન્ય રીતે ફિક્સ્ડ બીમનો ઉપયોગ મલ્ટિ-સ્પેન બ્રિજિસ અને મોટા બિલ્ડિંગો જેવા સાતત્યપૂર્ણ માળખાંઓમાં થાય છે.
ઓવરહેગિંગ બીમનો એક છેડો અથવા બંને છેડા તેના સપોર્ટથી આગળ વિસ્તરેલા હોય છે. આ વધારાનું વિસ્તરણ હવામાં ઝુલતા માળખાંની રચના કરે છે, જે ડીઝાઇનની જરૂરિયાતો પર આધાર રાખીને અલગ-અલગ લંબાઈના હોઈ શકે છે. જે બાંધકામમાં વિસ્તરેલા પ્લેટફૉર્મની જરૂરિયાત હોય તેવી પરિસ્થિતિઓમાં ઓવરહેગિંગ બીમનો ઉપયોગ થાય છે, જેમ કે, છત્ર કે બાલ્કની.
કન્ટિન્યૂઅસ બીમ એ એકથી વધારે બીમની એસેમ્બલી છે, જેને ઘણાં બધાં સપોર્ટ પર સળંગ માળખાંની રચના કરવા માટે એકબીજાની સાથે જોડવામાં આવે છે. કન્ટિન્યૂઅસ બીમનો પ્રાથમિક ફાયદો એ છે કે તે ભારને વધુ સમાનરૂપે વહેંચી શકે છે, જેના લીધે તે વળી જવાની ક્ષણો ઘટાડી દે છે અને માળખાંની એકંદર સ્થિરતા સુધરે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ પુલો અને મોટાં ઓપનિંગ ધરાવતા માળખાંઓમાં થાય છે.
પ્લિન્થ બીમ એ રીએન્ફોર્સ્ડ કૉંક્રીટ બીમ હોય છે, જેને બિલ્ડિંગના ગ્રાઉન્ડ લેવલે તમામ કૉલમોને જોડીને બાંધવામાં આવે છે. તેનો હેતુ બિલ્ડિંગને સ્થિર પ્લેટફૉર્મ પૂરું પાડવાનો અને માળખાંનું ડિફરેન્શિયલ સેટલમેન્ટ થતું અટકાવવાનો છે. જ્યાં માટીનું ધોવાણ થતું હોય, ભૂકંપ આવતાં હોય અને ધરતીમાં કંપન થાય તેવી અન્ય કોઈ પ્રવૃત્તિ થતી હોય તેવા વિસ્તારમાં તે ખૂબ જ જરૂરી બની જાય છે.
બાંધકામમાં બીમ વિવિધ માળખાંઓની કરોડરજ્જુ તરીકે કામ કરે છે, જે માળખાં માટે ખૂબ જ જરૂરી મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે. બીમના વિવિધ પ્રકારો અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓને સમજવી એ સલામત અને કાર્યક્ષમ બિલ્ડિંગ અને પુલોની રચના કરવા એન્જિનીયરો અને આર્કિટેક્ટ્સ માટે ખૂબ જ મહત્વનું થઈ પડે છે. ખૂબ જ કાળજીપૂર્વક યોગ્ય બીમની પસંદગી કરીને એન્જિનીયરો બિલ્ડિંગ અને પુલ લાંબા સમય સુધી અડીખમ ઊભા રહે તેની ખાતરી કરી શકે છે.
બીમના પ્રકારની મજબૂતાઈનો આધાર સામગ્રી અને ડીઝાઇન જેવા પરિબળો પર રહેલો છે. સામાન્ય રીતે, સ્ટીલ રીએન્ફોર્સમેન્ટ ધરાવતા બીમ ખૂબ સારી મજબૂતાઈ અને ભારવહન કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જે તેને બાંધકામ માટે સૌથી મજબૂત વિકલ્પોમાંથી એક બનાવે છે. તમારા પ્રોજેક્ટ માટે સૌથી વધારે અનુકૂળ આવનારો પ્રકાર કયો છે, તે નક્કી કરવા માટે એન્જિનીયરની સલાહ લેવી ઇચ્છનીય છે.
સીમ્પલી સપોર્ટ બીમને સામાન્ય રીતે નાના અને મધ્યમ વિસ્તાર ધરાવતા માળખાંઓ માટે પરવડે તેવો વિકલ્પ માનવામાં આવે છે. તેને સરળતાથી બનાવી શકાય છે અને બીમના અન્ય પ્રકારોની સરખામણીએ તેમાં ઓછી સામગ્રીની જરૂર પડે છે.
ના, બીમ અને પિલર (જે કૉલમ તરીકે પણ ઓળખાય છે) એક જ નથી. બીમ એ આડા કે ઢળતા મેમ્બરો હોય છે, જે માળખાંનો ભાર ઊંચકે છે અને તેને સપોર્ટ્સ પર ટ્રાન્સફર કરે છે, જ્યારે પિલર કે કૉલમ ઊભા મેમ્બરો હોય છે, જે બીમને સપોર્ટ પૂરો પાડે છે અને માળખાંનાં વજનને ફાઉન્ડેશન પર લાદે છે.
બે બીમની વચ્ચેના ઓછામાં ઓછા અંતરનો આધાર બાંધકામની ચોક્કસ ડીઝાઇન અને વજનની જરૂરિયાતો પર રહેલો છે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં એન્જિનીયરોનો ઉદ્દેશ્ય બે બીમની વચ્ચે 3 મીટરનું ઓછામાં ઓછું અંતર રાખવાનો હોય છે, જેથી માળખાંને યોગ્ય સ્થિરતા પ્રાપ્ત થાય તેની ખાતરી કરી શકાય.
બીમ માટે કૉંક્રીટના મિશ્રણના ગુણોત્તરનો આધાર માળખાંની મજબૂતાઈ અને ટકાઉપણાની જરૂરિયાત પર રહેલો છે. સામાન્ય રીતે, 1 હિસ્સો સીમેન્ટ, 2 હિસ્સા રેતી અને 3 હિસ્સા એગ્રીગેટનો ગુણોત્તર ધરાવતા મિશ્રણનો ઉપયોગ રહેણાક અને કૉમર્શિયલ બિલ્ડિંગોના બીમ માટે થાય છે.