અલ્ટ્રાટેક ઉચ્ચ કામગીરી અને વધુ મજબૂતી આપતું કોંક્રિટ
અલ્ટ્રાટેક કોન્ક્રિટ ભારતની સૌથી મોટી અને વિશ્વની 10મી સૌથી મોટી ઉત્પાદક છે, જેને દેશભરમાં ઘણા મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સને ક્ષમતા પૂરી પાડી છે. અલ્ટ્રાટેક કોન્ક્રિટ દરેક માગને બંધબેસે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તેમ જ ખર્ચ-અસરકારક પ્રોડક્ટ્સ ઉત્પાદિત કરવા માટે વચનબદ્ધ છે. અમે માત્ર અમારી પ્રોડક્ટની ગુણવત્તાને જ નહીં, પરંતુ તેની આકર્ષકતાને પણ ધ્યાનમાં લઈએ છીએ. અલ્ટ્રાટેક કોન્ક્રિટ ખાતે ડિઝાઈન અને ટકાઉતા સમાંત્તર ચાલે છે. અમે કોન્ક્રિટ ઉપાયોના સટીક મિશ્રણને રજૂ કરીએ છીએ, જેને સમયની કસોટી પર ખરા ઉતર્યા છે.
અલ્ટ્રાટેક કોન્ક્રિટ ભારતમાં સૌથી મોટી આરએમસી ઉત્પાદક છે, જેને બે દાયકાથી પણ ઓછા સમયમાં સમગ્ર દેશમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે. અલ્ટ્રાટેક કોન્ક્રિટે આઈટી ઉપાયો મારફતે નિરંતર ગુણવત્તા અને સેવા હાંસલ કરી છે. અમારી નિરુણ ડિસ્પેચ અને ટ્રેકિંગ પ્રણાલી (ઈડીએન્ડટીએસ) ગ્રાહકોને ઈષ્ટતમ ઓર્ડર બુકિંગ, ડિલિવરીની વિઝિબિલિટી અને ટ્રેકિંગની સુવિધા આપવાનું સુનિશ્ચિત કરે છે. કંપનીના એન્જિનિયર્સની ટીમો ગ્રાહકની જરૂરિયાતો વિશે ઊંડી જાણકારી મેળવે છે, જેથી તેમની જરૂરિયાતોને બંધબેસે એવા કોન્ક્રિટના યોગ્ય ઉપાયો રજૂ કરી શકે. કંપની મોટી સંખ્યામાં ગ્રાહકોની વિભિન્ન જરૂરિયાતોને પૂરી કરવા માટે નવીનીકરણને પણ પ્રોત્સાહન આપે છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકોને કોન્ક્રિટનું મિશ્રણ તૈયાર કરવામાં નિપુણતાની તો કેટલાકને ઉપકરણની જરૂર હોય છે, જ્યારે અમુક લોકોને કોન્ક્રિટ ઉત્પાદિત કરવા માટે સમર્પિત એકમોની જરૂર હોય છે. અલ્ટ્રાટેક કસ્ટમાઈઝ્ડ ઉપાયો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
અલ્ટ્રાટેક રેડી મિક્સ્ડ કોન્ક્રિટ શા માટે ?
અલ્ટ્રાટેક કોન્ક્રિટને યોગ્ય પ્રકારના ગુણધર્મો, વર્તણુક, સંરચના અને દેખાવ હાંસલ કરવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે. તે પરંપરાગત કોન્ક્રિટની સામે શ્રેષ્ઠ છે અને બહુવિધ ઉપયોગિતા ધરાવે છે. કાચા માલનાં સંચાલન માટે નિપુણ ગુણવત્તા પ્રણાલી, કાર્યક્ષમ રો મિક્સ ડિઝાઈન, ક્યુબ ટેસ્ટ પરિણામો – આ તમામ ડેટાનું વિશ્લેષણ કરવા અને ક્લાયન્ટની જરૂરિયાતોનો અભ્યાસ કરવામાં મદદ કરે છે. ડિસ્પેચ અને ટ્રેકિંગમાં નિપુણતા ઈષ્ટતમ ઓર્ડર બુકિંગ અને ડિલિવરિઝની વિઝિબિલિટીને સુનિશ્ચિત કરે છે. અલ્ટ્રાટેક કોન્ક્રિટની પ્રોડક્ટ્સ ભારતમાં 36 સ્થળોમાં પ્રસરાયેલા 100થી વધુ અત્યાધુનિક એકમોમાં ઉત્પાદિત થાય છે.
અલ્ટ્રાટેક વેરી અમેઝિંગ કોંક્રિટ
આ કોન્ક્રિટ આધુનિક બાંધકામમાં સૌથી મહત્ત્વપૂર્ણ સામગ્રી છે. કોન્ક્રિટ ટેકનોલોજીમાં નવીન વિકાસથી તેને એવા અટપટા અને સ્થાપત્યની રીતે જટીલ માળખાઓમાં ઉપયોગમાં લેવાનું શક્ય બન્યું છે જેમાં ઉચ્ચ સ્તરના સારા દેખાવ અને આકર્ષકતાની પણ જરૂરિયાત હોય. ભારતમાં કોમર્શિયલ આરએમસીનો ઉપયોગ લગભગ એક દાયકા પહેલા શરૂ થયો હતો, પરંતુ હાલના વર્ષોમાં આ આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને ગ્રાહકોની પસંદગી બન્યો છે. અલ્ટ્રાટેક કોન્ક્રિટ એવી ઉચ્ચ ગુણવત્તાની કસ્ટમાઈઝ કરેલી આરએમસી પૂરી પાડવા માટે વચનબદ્ધ છે, જેમાં ઝડપી બાંધકામને સુનિશ્ચિત કરવા માટે સરળ મોલ્ડેબિલિટી, ઉચ્ચ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને વર્ષો સુધી રહેતી ટકાઉતા જેવા વિભિન્ન ગુણધર્મો હોય. નીચે તમે અલ્ટ્રાટેક કોન્ક્રિટ દ્વારા રજૂ કરવામાં આવતી વિભિન્ન પ્રોડક્ટ્સ અંગેની તમામ માહિતી મેળવી શકો છો.
સ્પેશિયાલિટી કોન્ક્રિટ એક અથવા વધુ ગુણધર્મો, વર્તણુક, સંરચના અથવા દેખાવ હાંસલ કરવા માટે તૈયાર કરવામાં આવી છે અને તે સામાન્યપણે પરંપરાગત કોન્ક્રિટ કરતા વધુ સારી હોય છે. તેની બહુવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને તેને પ્રોજેક્ટમાં વિશિષ્ટ અંતિમ ઉપયોગ માટે પણ ડિઝાઈન કરવામાં આવી છે. ઈચ્છિત પરિણામો હાંસલ કરવા માટે સંસાધનો અને ગુણવત્તાની ખાતરીની દૃષ્ટિએ સ્પેશિયાલિટી કોન્ક્રિટને વિશેષ સક્ષમતાની જરૂરિયાત હોય છે.