સરળ પરિવહનને સક્ષમ બનાવવું
યશવંતપુર-નેલમંગલા એક્સપ્રેસ એક ઉલ્લેખનીય માળખાકીય પ્રોજેક્ટ છે, જેનો ઉપયોગ મોટે ભાગે પ્રદેશની માળખાકીય ક્ષેત્રની વૃદ્ધિને પ્રદર્શિત કરવા માટે થાય છે. અલ્ટ્રાટેક માત્ર આ પ્રોજેક્ટની એક માત્ર સપ્લાયર જ નથી, પરંતુ પ્રદેશમાં પ્રગતિને વેગ આપવામાં પણ ભાગીદાર છે. કંપનીએ સમર્પિત ગ્રુપની સાથે પ્રોજેક્ટ પૂરો પાડ્યો છે, જેમાં પ્લાનિંગ ટીમ, સ્ટોર ટીમ અને વિશિષ્ટ નિર્માણ અને પ્રોજેક્ટ મેનેજર્સનો સમાવેશ થાય છે.
અલ્ટ્રાટેકે સામગ્રીઓના સતત પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે ટ્રક્સના સમર્પિત કાફલાને પણ તૈનાત કર્યો છે. આ ઉપરાંત કંપનીએ અન્ડરગ્રાઉન્ડ કાર્યો માટે સ્લેગ સિમેન્ટ રજૂ કર્યો હતો અને મિશ્ર ડિઝાઈન્સ ઓપ્ટિમાઈઝ કરવા માટે આરએન્ડડી કાર્ય હાથ ધર્યું હતું, જેનાથી સિમેન્ટની નોંધપાત્ર બચત થઈ હતી. આ ગ્રાહકને વધુ મૂલ્ય પૂરું પાડવા માટેનો અલ્ટ્રાટેકનો અન્ય એક પ્રયત્ન હતો. 6 લેનનો એક્સપ્રેસવે 19.1 કિમી લાંબો છે અને તે પરિવહનના સમયને નોંધપાત્ર ઘટાડી શકે છે. આ પ્રોજેક્ટ પીન્યા ક્ષેત્રમાં ટ્રાફિક જામ થવાની સમસ્યાને સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવશે. પ્રોજેક્ટ માટે સિમેન્ટની એક માત્ર સપ્લાયર તરીકે અલ્ટ્રાટેકે તેના વિકાસમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે.