બેંગલુરુનું ગૌરવ
બેંગલુરુ મેટ્રો રેઈલ પ્રોજેક્ટ શહેરનો ઉત્કૃષ્ઠ આંતરમાળખાકીય પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 42.3 કિમીમાં ફેલાયેલો હશે. અમલીકરણમાં કાર્યક્ષમતાને હાંસલ કરવા માટે આ પ્રોજેક્ટને ચાર એલિવેટેડ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેકને રીચ તરીકે ઓળખવામાં આવે છે. અલ્ટ્રાટેકે સાહસમાં મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે. કંપનીએ પ્રોજેક્ટના પ્રથમ રીચમાં 0.79 લાખ એમટી સિમેન્ટ પૂરો પાડ્યો છે, જેથી રીચમાં કારોબારનો 100% હિસ્સો હાંસલ કર્યો છે. પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં રીટ-1 અને રીચ-2ને જોડતા બે અન્ડરગ્રાઉન્ટ વિભાગો અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં રીચ-3 અને રીચ-4નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પ્રથમ રીચ એમ.જી. રોડને બાયપ્પનહલ્લી ટર્મિનલની સાથે જોડે છે, જે 7.4 કિમીનું અંતર આવરે છે. રીચ-1નું ઉદ્ઘાટન 20 ઓક્ટોબર, 2011ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2015 સુધીમાં તૈયાર થશે. એક વખત પૂર્ણ થશે ત્યાર પછી પ્રોજેક્ટ બેંગલુરુની અવરજવરની મુશ્કેલીઓ હળવી થશે. આ અલ્ટ્રાટેકની શ્રેષ્ઠ ગુણવત્તા અને સેવા માટે કિર્તિમાન સ્થાપિત થશે. અને આનાથી રાષ્ટ્ર નિર્માણનાં અલ્ટ્રાટેકના લક્ષ્યાંકમાં પણ યોગદાન આપશે.