Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


ભૂકંપ-પ્રતિરોધક કન્સ્ટ્રક્શન ટેકનિક: સુરક્ષા અને સ્થિરતા ધરાવતું બાંધકામ

આ બ્લૉગમાં કેટલીક ભૂકંપ-પ્રતિરોધક કન્સ્ટ્રક્શન ટેકનિક પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનો તમે તમારા ઘરને ભૂકંપ સામે રક્ષણ આપવા તથા અસંખ્ય જાનહાનિને અટકાવવા માટે ઉપયોગ કરી શકો છો.

Share:





ભૂકંપ તથા અન્ય કુદરતી હોનારતો પછી, ચોતરફ વિનાશ અને હાહાકાર ફેલાઈ જાય છે. ધરાશયી થયેલા મકાનો અને ઘરોને લીધે ખૂબ જાનહાનિ થાય છે. તમારા ઘર અથવા મકાનને ભૂકંપપ્રૂફ બનાવવું મહત્વપૂર્ણ છે, આથી તમે તેના અંગે જાણકારી ધરાવતા હો તેની ખાતરી કરો.


ભૂકંપ પ્રતિરોધક કન્સ્ટ્રક્શન માટે સુરક્ષિત પ્રણાલીઓ



બાંધકામ સામગ્રીની પ્રતિરોધકતા અને તાકાત જ એકમાત્ર પરિબળો નથી કે જે નક્કી કરતા હોય કે તે ભૂકંપ સામે કેટલી સારી રીતે ટકી શકશે, પરંતુ તે કેટલી સારી રીતે સ્ટ્રક્ચર સાથે જોડાઈ જાય છે, તે પણ મહત્વનું છે. કોઈ લાંબી, સીધી પથ્થરની દિવાલ કોઈ સ્થળ પર પથ્થરને જકડી રાખવા ઘર્ષણ અને ભૂમિતિ પર જ ટકેલી હશે, તો ભૂકંપમાં તેનું ધરાશાયી થવાનું નિશ્ચિત છે. દિવાલના દ્રવ્યમાન કે જડતાને પરિણામે ભૂકંપ આવતો હોય ત્યારે તેની હિલચાલ પૃથ્વીની હિલચાલની સાથે તાદાત્મ્ય સાધી શકતી નથી. તેના કારણે દિવાલનું સમગ્ર વજન, વજનની સ્થિર રેખાથી એટલું દૂર ફંગોળાઈ જાય છે, કે તે નમી પડે છે, જેના લીધે પથ્થરો તેની સ્થિર જગ્યાએથી ખસી જવાની સાથે-સાથે દિવાલનું સમગ્ર વજન પણ વજનની સ્થિર રેખાથી બહાર નીકળી જાય છે.

 

અહીં નીચે કેટલીક ભૂકંપ-પ્રતિરોધક ટેકનિક આપેલી છે જેનો તમે તમારા ઘરના બાંધકામમાં ઉપયોગ કરી શકો છો.

 

  • - ‘- બેન્ડ્સઃ

  • હોરિઝોન્ટલ બેન્ડ એ ઊંચી તણાવશક્તિ ધરાવતા બેન્ડ પૂરાં પાડીને ચણતર કરેલા માળખાંને તાકાત પૂરી પાડવાની એક પદ્ધતિ છે. આનો ઉપયોગ એવા ભાગોમાં કરાય છે, જ્યાં કોઈ બિલ્ડીંગના સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ ભેગા થતાં હોય, જેનાથી એક એવું જોડાણ રચાય છે કે તે તેને એક સિંગલ યુનિટ બનાવી દે છે.
 
  • હોરિઝોન્ટલ બેન્ડ્સનો અહીં ઉપયોગ કરાય છેઃ
 
    • બિલ્ડીંગના પ્લિન્થ લેવલ પર

    • દરવાજા અને બારીઓ જેવા લિન્ટલ લેવલ પર

    • છતના લેવલ પર

       

    હોરિઝોન્ટલ બેન્ડ્સના પ્રકારોઃ

     

    • રૂફ બેન્ડ

    • લિન્ટલ બેન્ડ

    • ગેબલ બેન્ડ

    • પ્લિન્થ બેન્ડ

       

  • - - વેસ્ટ ટાયર પેડ્સઃ

  • આ પદ્ધતિ સ્ક્રેપ ઑટોમોબાઈલ ટાયર્સમાંથી બનાવેલા ઓછા-ખર્ચાળ બેઝ આઈસોલેશન પેડ્સને વિકસિત કરવાના પ્રયોગાત્મક અભ્યાસો પર આધારિત છે. સિસ્મિક બેઝ આઈસોલેશન એ એક સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલી ભૂકંપરક્ષણ પ્રણાલી છે, જેની પર સંખ્યાબંધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યાં છે. અગાઉના મોટાભાગના સંશોધનો બેઝ આઈસોલેશન સિસ્ટમ્સના પ્રદર્શનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનારા હતા. તો બીજી તરફ આ અભ્યાસનો ઉદ્દેશ્ય સ્ક્રેપ ટાયર્સ જેવી બિનઉપયોગી સામગ્રીને રિસાઈકલ કરીને સિસ્મિક બેઝ આઈસોલેશન પેડ્સના ખર્ચ અને વજનને ઘટાડવાનો છે. છેલ્લાં 30 વર્ષથી, એલાસ્ટોમર-આધારિત આઈસોલેટર્સ પર સઘન સંશોધન કરીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિસ્મિક બેઝ આઈસોલેશન માટે સ્ટીલ અથવા ફાઈબર રીએન્ફોર્સમેન્ટને એલાસ્ટોમીટર આઈસોલેટર્સમાં રાખવાથી ઊંચી ઊભી સખ્તાઈ મળે છે, જ્યારે રીએન્ફોર્સમેન્ટ લેયર્સની વચ્ચે રબર સેગમેન્ટ ઓછી આડી સખ્તાઈ પૂરી પાડે છે.
 
  • - - હોન્ચિસઃ

  • એ વાત જાણીતી છે કે સાંધા જ ભૂકંપ દરમિયાન સૌથી નબળી સ્થિતિમાં આવે છે, અને સાંધા નિષ્ફળ જવાને કારણે જ મોટાભાગના સ્ટ્રક્ચર્સ ગબડી પડે છે. આમ, સાંધાની તાકાત વધારીને પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરી શકાય છે. હાઈ-સ્ટ્રેન્થ અથવા ફાઈબર-રીએન્ફોર્સ કોંક્રીટનો ઉપયોગ કરીને સાંધાને મજબૂત બનાવી શકાય છે અથવા તો સાંધા નજીક સેક્શન વધારીને કે હોન્ચિસ પૂરાં પાડીને પણ આમ કરી શકાય છે. બામ્બૂ નૉટ દ્વારા આમ કરી શકાય. આના પરિણામે સાંધા મજબૂત બને છે.
  • - - પોલું ફાઉન્ડેશનઃ

  • ગૌણ અને લવ વેવ્સ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે ભૂકંપના તરંગો સૌથી વધુ વિનાશક સાબિત થાય છે. સેકન્ડરી વેવ્સ એટલે કે આફ્ટરશોક્સ પાણીના માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. આમ સંપૂર્ણપણે પાણીથી ભરેલા હોલો-ટાઈપ રાફ્ટ ફાઉન્ડેશન પૂરાં પાડવાથી ભૂકંપની અત્યંત વિનાશકારી અસરોને પણ ઘટાડી શકાય છે. તેમાં ચીકણું પ્રવાહી પણ ભરી શકાય અને તેનો ઉપયોગ ડેમ્પર તરીકે કરવાથી ભૂકંપની અસરો ઘટાડી શકાય છે.
  • - - સ્લાઈડિંગ જોઇન્ટઃ

  • સ્લાઈડિંગ જોઇન્ટનો કૉન્સેપ્ટ એવી ધારણા ઉપર રચાયેલો છે કે સુપરસ્ટ્રક્ચરમાં પરાવર્તિત કરાયેલું બળ સાંધાની સ્લાઈડ માટે જરૂરી બળ પૂરતું જ મર્યાદિત રહેશે અને ઘર્ષણ સ્લાઈડિંગ દરમિયાન છૂટતી ઊર્જાનું સુપરસ્ટ્રક્ચરમાં પરાવર્તન નહીં થાય.

 


ઓછા ખર્ચે સિસ્મિક રીએન્ફોર્સ્ડ મટીરિયલ



અહીં ઉલ્લેખિત તમામ પદ્ધતિઓનો અમલ કરવો શક્ય છે જ્યાં સુધી ભૂકંપ માટેની સુરક્ષિત કન્સ્ટ્રક્શન પ્રણાલીઓ વધારાના ખર્ચ વિના લાવી શકાય, જેની સાથે ઉપયોગમાં લેવાયેલી ચોક્કસ કન્સ્ટ્રક્શન સામગ્રીને કોઈ લેવાદેવા નથી. લાકડાંની ફ્રેમ, એડોબ, રેમ્ડ અર્થ, અને સિસ્મિકલી એક્ટિવ ચણતરકામના બાંધકામથી પણ ઓછો-ખર્ચ આવવા સાથે, સામગ્રી-આધારિત પદ્ધતિઓ અપનાવી શકાય છે. યોગ્ય બ્રેકેટ્સ, હોલ્ડ-ડાઉન્સ અને ફાસ્ટનર્સનો ઉપયોગ કરીને પણ, લાકડાંની ફ્રેમનું બાંધકામ ભૂકંપમાં શક્તિશાળી નિવડી શકે છે. સ્ક્રૂ વડે ખરેખર વધુ તાકાત પ્રદાન કરી શકાય છે, પરંતુ તે વધુ બરડ નિવડે છે અને ખીલાની તુલનામાં લોડ પડતાં તે ઝડપથી તૂટી જાય છે. એક સપાટ દિવાલ, બ્રેકેટ અને ગસેટ્સનો સામાન્ય રીતે બીમ, સાંધા, ખૂણા, સિલ પ્લેટ્સ, અને છતના ટ્રસને આ પ્રકારના બાંધકામમાં તાકાત પૂરી પાડવા ઉપયોગ કરાય છે.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....