Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ઠંડી આબોહવાને ધ્યાનમાં રાખીને ઘરની ડીઝાઇન તૈયાર કરવી એ ખરેખર પડકારજનક છે, કારણ કે, તેના માટે ઘણું વિચારવું પડે છે અને આયોજન કરવું પડે છે. ઠંડી આબોહવામાં વિશિષ્ટ પ્રકારની સ્થાપત્યકીય અને ડીઝાઇનની જરૂરિયાતોને પૂરી કરવી પડે છે, જે ઘરની સુંદરતાના પાસાંથી પણ વિશેષ હોય છે. તાપમાનમાં આવતાં આત્યંતિક ફેરફારોથી માંડીને સારી ગુણવત્તાના ઇન્સ્યુલેશન અને ઊર્જા કાર્યક્ષમતા સુધી ઠંડી આબોહવાના સંદર્ભમાં ઘરની ડીઝાઇન તૈયાર કરવી એ એક વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્ર છે, જેના માટે ઊંડી સમજણ હોવી જરૂરી છે. આ સમજણ પર્યાવરણીય પરિબળો અને ઘરના માલિકની ભવિષ્યની જરૂરિયાતો બંને સાથે સંબંધિત છે. આ પ્રકારની ઠંડી આબોહવામાં ઘર બનાવવાની યોજનાનું લક્ષ્ય એક હૂંફાળા, વીજળીની બચત કરનારા અને મજબૂત ઘરનું નિર્માણ કરવાનું છે, જેમાં ઇનસ્યુલેશન, સૂર્યપ્રકાશ, હીટિંગ સિસ્ટમ અને હવાઉજાસ જેવા પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. આ માર્ગદર્શિકામાં આપણે ઠંડી આબોહવા માટે ઘરની ડીઝાઇન તૈયાર કરવાના તમામ મહત્વપૂર્ણ પરિબળો અને વ્યૂહરચનાઓ વિશે જાણકારી મેળવીશું.
આ પ્રકારની આબોહવાની માટે ડીઝાઇનની વ્યૂહરચનાઓ માટે એક એવા અભિગમની જરૂર પડે છે, જેમાં વીજળીની બચત, આરામદાયકતા અને સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવી હોય. આ પ્રકારના પ્રદેશોમાં કે જ્યાં સામાન્ય રીતે ઓછો પ્રકાશ અને ઠંડું તાપમાન રહેતું હોય છે, ત્યાં આર્કિટેક્ટ અને બિલ્ડરોએ પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાના જીવન માટે સારા હોય તેવા સ્થળોની રચના કરવા માટે નવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઇએ.
ઠંડી આબોહવામાં માળિયા અને છતમાં સારું ઇન્સ્યુલેશન હોય તે ખૂબ જ મહત્વનું બની રહે છે, જેથી કરીને ઘરમાંથી ઉષ્ણતા બહાર ના નીકળી જાય. ઠંડી આબોહવા માટે છતની શ્રેષ્ઠ ડીઝાઇન તૈયાર કરવા ઊંચું R-મૂલ્ય ધરાવતી ઉચ્ચ-ગુણવત્તાની ઇન્સ્યુલેશન સામગ્રીનો ઉપયોગ કરો. વધુમાં તમે જો હિમવર્ષા થતી હોય તેવા વિસ્તારમાં રહેતા હો તો તમારી છત પર વધારે પડતો બરફ એકઠો થઈને નુકસાન ના પહોંચાડે તેની ખાતરી કરવા માટે તમારે યોગ્ય ઢાળિયું અને માળખાંને મજબૂત સપોર્ટ પૂરો પાડવો પડે છે.
ઠંડી આબોહવા માટે ઘરની ડીઝાઇન તૈયાર કરવા તમે ઠંડી હવાને બહાર રાખો અને બાંધકામની અંદર કોઈ જગ્યા ના રહે તેની ખાતરી કરો તે ખૂબ જ જરૂરી છે. વેધર સ્ટ્રિપનો ઉપયોગ કરીને તમે બારીઓ અને દરવાજાની આસપાસ સહેજ પણ ખુલ્લી જગ્યાને સીલબંધ કરી શકો છો તથા જ્યાં પણ જરૂર લાગે ત્યાં સાંધા પૂરવાની પૂરણીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમે હવા ક્યાંયથી લીક તો થઈ રહી નથી તે શોધવા અને તેને પૂરવા માટે બ્લો ડ્રાયર ટેસ્ટ કરી શકો છો.
વાત જ્યારે તમારા ઘરની બહારની દિવાલોની આવે ત્યારે ઠંડી આબોહવા માટે અનુકૂળ હોય તેવી ઇન્સ્યુલેશન સામગ્રીનો ઉપયોગ કરો, જેમ કે, ફૉમ બૉર્ડ ઇન્સ્યુલેશન કે ફાઇબરગ્લાસ બેટ્ટસ. તમારી પસંદગી સ્થાનિક આબોહવા અને બિલ્ડિંગના નિયમોની સાથે પણ મેળ ખાતી હોવી જોઇએ. ગરમીને ભોંયરા કે ક્રૉલ સ્પેસ મારફતે બહાર નીકળી જતી અટકાવવા માટે ફાઉન્ડેશનને પણ ઇન્સ્યુલેટ કરો. તે વીજળીની તો બચત કરે જ છે પરંતુ તેની સાથે-સાથે તે તમારા ઘરની અંદરની જગ્યાને વધુ આરામદાયક પણ રાખે છે.
વાત જ્યારે તમારા ઘરની બહારની દિવાલોની આવે ત્યારે ઠંડી આબોહવા માટે અનુકૂળ હોય તેવી ઇન્સ્યુલેશન સામગ્રીનો ઉપયોગ કરો, જેમ કે, ફૉમ બૉર્ડ ઇન્સ્યુલેશન કે ફાઇબરગ્લાસ બેટ્ટસ. તમારી પસંદગી સ્થાનિક આબોહવા અને બિલ્ડિંગના નિયમોની સાથે પણ મેળ ખાતી હોવી જોઇએ. ગરમીને ભોંયરા કે ક્રૉલ સ્પેસ મારફતે બહાર નીકળી જતી અટકાવવા માટે ફાઉન્ડેશનને પણ ઇન્સ્યુલેટ કરો. તે વીજળીની તો બચત કરે જ છે પરંતુ તેની સાથે-સાથે તે તમારા ઘરની અંદરની જગ્યાને વધુ આરામદાયક પણ રાખે છે.
ઘરની અંદર હવાના યોગ્ય પુરવઠા માટે હવાની યોગ્ય રીતે અવરજવર થાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરમાં એકબીજાની વિરુદ્ધ બાજુએ બારીઓની વ્યૂહાત્મક ગોઠવણી કરીને પૂરતા ક્રોસ-વેન્ટિલેશનની ખાતરી કરો. હવાના પ્રવાહને નિયંત્રિત કરવા માટે એડજેસ્ટ કરી શકાય તેવા વેન્ટ્સનો ઉપયોગ કરો તથા ઠંડા અને વાદળછાયા વાતાવરણમાં ભેજ જમા થતો અટકાવો, ઘરની અંદરનો વધુ આરોગ્યપ્રદ અને વધુ આરામદાયક માહોલ જાળવો. કેટલાક ઠંડી વાતાવરણના ઘરની ડીઝાઇનમાં હીટ રીકવરી વેન્ટિલેટર (એચઆરવી) અને એનર્જી રીકવરી વેન્ટિલેટર (ઇઆરવી) જેવી વેન્ટિલેશન સિસ્ટમોને પણ ઇન્સ્ટોલ કરી શકાય છે.
ઇન્સ્યુલેશનને સુધારવા અને ગરમીને ઘટતી અટકાવવા ડબલ કે ટ્રિપલ ગ્લેઝિંગ ધરાવતી બારીઓ લગાવો. આ બારીઓ ઠંડી સામે વધારાના સુરક્ષાકવચ તરીકે કામ કરે છે અને તમારા વીજળીના બિલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત, લૉ-ઇમિસિવિટી (લૉ-E) કૉટિંગ્સ ધરાવતી બારીઓને પસંદ કરો. આ કૉટિંગ ઘરમાં કુદરતી પ્રકાશ આવતો રહે તેની ખાતરી કરીને ગરમીને ઘરની અંદર જ જાળવી રાખે છે, જે તમારા ઘરને કડકડતી ઠંડીમાં પણ આરામદાયક બનાવે છે.
વીજળીના વપરાશને ઘટાડવા માટે ઊર્જા કાર્યક્ષમ એપ્લાયેન્સિસ, લાઇટિંગ અને એચવીએસી સિસ્ટમોનો ઉપયોગ કરો. એનર્જી-સ્ટાર-રેટેડ ઉત્પાદનો જ ખરીદો અને ઠંડી આબોહવા માટે ઘરના ઊર્જા-કાર્યક્ષમ પ્લાન પર વિચારણા કરો. તમે તમારી હીટિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ રીતે નિયંત્રિત કરવા માટે પ્રોગ્રામ કરી શકાય તેવા થર્મોસ્ટેટ્સને પણ ઇન્સ્ટોલ કરી શકો છો. તેની મદદથી તમે તમારા શિડ્યૂલ મુજબ તાપમાનને એડજેસ્ટ કરી શકો છો, જેના પરિણામે વીજળીનો ઓછો વેડફાટ થાય છે.
તમારા ઘરના પાણીના પાઇપ અતિશય ઠંડીને કારણે થીજી ના જાય તે માટે તેને ઇન્સ્યુલેટ કરો. જો પાઇપ થીજી જાય તો તેના કારણે ખૂબ જ ખર્ચાળ નુકસાન થઈ શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ જઈ શકો છો. યોગ્ય ઇન્સ્યુલેશન પાણીનો યોગ્ય પુરવઠો મળતો રહે તેની ખાતરી કરે છે, થીજી જવાય તેવી પરિસ્થિતિમાં પણ. જ્યારે ઠંડી આબોહવામાં ઘરની ડીઝાઇન તૈયાર કરવા અંગે ચર્ચા કરી રહ્યાં હોઇએ ત્યારે તમારી ગરમ પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે ઑન-ડીમાન્ડ અથવા ટેન્કલેસ વૉટર હીટર અંગે પણ વિચારણા કરો. આ સિસ્ટમો વીજળીનો ખૂબ ઓછો વપરાશ કરે છે અને તમને જ્યારે પણ જરૂર હોય ત્યારે ગરમ પાણી પૂરું પાડે છે, વીજળી બચાવે છે અને તમને ઠંડીમાં પણ ગરમ પાણીનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરે છે.
તમારા ઇન્સ્યુલેશનના અને માળખાકીય ઘટકોના પર્ફોમન્સને વધુ સુધારવા માટે અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન ઉત્પાદનોની વ્યાપક રેન્જને ધ્યાનમાં લો, જેથી કરીને તમારું ઘર પડકારજનક આબોહવામાં પણ આરામદાયક અને સ્થિતિસ્થાપક રહે તેની ખાતરી થઈ શકે.
ઠંડી આબોહવામાં ઘરની ડીઝાઇન તૈયાર કરવા માટે શ્રેષ્ઠ સામગ્રી પસંદ કરવી એ તમારા ઘરનું માળખું સારી રીતે ઇન્સ્યુલેટ રહે અને વીજળીની બચત કરે તેની ખાતરી કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઠંડી આબોહવા માટે મકાન બાંધવાની યોગ્ય સામગ્રી પસંદ કરવી એ ખૂબ જ અગત્યનું છે. અહીં વિચાર કરવા જેવા કેટલાક પરિબળો આપવામાં આવ્યાં છેઃ
ઇન્સ્યુલેશનના શ્રેષ્ઠ ગુણો ધરાવતી હોય તેવી બાંધકામની સામગ્રીને પસંદ કરો. ઇન્સ્યુલેટેડ કૉંક્રીટ ફૉર્મ્સ (આઇસીએફ), સ્ટ્રક્ચરલ ઇન્સ્યુલેટેડ પેનલ્સ (એસઆઇપી) અને ડબલ-સ્ટડ વૉલ્સ જેવા વિકલ્પો ચઢિયાતો થર્મલ પ્રતિરોધ પૂરો પાડે છે, જે સૌથી ઠંડા મહિનાઓમાં તમારા ઘરને હૂંફાળું રાખવામાં મદદરૂપ થાય છે.
ઠંડા વાતાવરણમાં આબોહવા પણ આકરી થઈ જાય છે. આ પ્રકારની આબોહવાની સ્થિતિ સામે ટકી રહે તેવી ટકાઉ સામગ્રીઓને પસંદ કરો. કૉંક્રીટ, ઇંટ અને સ્ટીલ જેવી સામગ્રી ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે છે.
ઊંચું થર્મલ દ્રવ્યમાન ધરાવતી હોય તેવી સામગ્રીઓને પસંદ કરો, જેમ કે, કૉંક્રીટ કે ચણતર. ઠંડી આબોહવા માટે ઘરની ડીઝાઇનમાં આ સામગ્રીઓનો ઉપયોગ કરવાથી તે દિવસ દરમિયાન ગરમીનો સંગ્રહ કરી લે છે અને રાત્રે તેને ધીમે-ધીમે મુક્ત કરે છે, જે ઘરની અંદરના તાપમાનને સ્થિર કરવામાં અને હીટિંગ પાછળ થતાં ખર્ચને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ઠંડી આબોહવામાં ઘર બાંધતી વખતે વાત જ્યારે બારીઓની પસંદગીની થતી હોય ત્યારે ટ્રિપલ-ગ્લેઝ્ડનો વિકલ્પ પસંદ કરો. તે ચઢિયાતું ઇન્સ્યુલેશન પૂરું પાડે છે અને ગરમીનો વ્યય થતો અટકાવે છે, વીજળીનો વપરાશ ઘટાડે છે અને આરામ વધારે છે.
વીજળીની બચત કરે તેવી ઇન્સ્યુલેશન સામગ્રીમાં રોકાણ કરો, જેમ કે, સ્પ્રે ફૉમ, કઠોર ફૉમનું બૉર્ડ કે બ્લૉ-ઇન ઇન્સ્યુલેશન. આ વિકલ્પો ચઢિયાતો થર્મલ પ્રતિરોધ પૂરો પાડે છે અને તેને તમારા ઘરના વિવિધ વિસ્તારોમાં લગાવી શકાય છે.
તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સામગ્રી અંગે વિચારો. સ્થાનિક રીતે મેળવવામાં આવેલી સામગ્રી પ્રમાણમાં સસ્તી હોય છે અને પરિવહન સાથે સંકળાયેલી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે.
આ પરિબળો પર ધ્યાન આપીને તમે એ વાતની ખાતરી કરી શકો છો કે તમારું ઘર ઠંડા વિસ્તારોમાં રહેલા પડકારોનો સામનો સારી રીતે કરી શકશે.
આ બ્લૉગમાં આપણે ઠંડી આબોહવામાં ઘરની ડીઝાઇન તૈયાર કરવા માટેની વિવિધ વ્યૂહરચનાઓ કેવી રીતે ઘડવી તે જોયું. ડીઝાઇનની આ વ્યૂહરચનાઓનું લક્ષ્ય આબોહવા સંબંધિત પડકારોનો સામનો કરવાની સાથે-સાથે ઘરની અંદર હૂંફાળા વાતાવરણને જાળવી રાખવાનું છે. તેનો અર્થ એ થયો કે, તાપમાનમાં આવતાં ફેરફારોની અસરોને શક્ય એટલી ઘટાડવી અને ઘરની અંદર આરામદાયક વાતાવરણ જાળવવું. ઠંડી આબોહવામાં ઘરની ડીઝાઇન માટેની આ વ્યૂહરચનાઓની મદદથી તમને આરામદાયકતા, ટકાઉપણું અને કાર્યક્ષમતા પૂરાં પાડનારા ઘરનું નિર્માણ કરવા માટેના સાધનો પ્રાપ્ત થાય છે.