Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
સીમેન્ટ વૉટરપ્રૂફિંગ એટલે કોઈ માળખાંની સપાટી પર કેટલાક વૉટરપ્રૂફિંગના રસાયણોની સાથે મિક્સ કરવામાં આવેલા સીમેન્ટના સુરક્ષાકવચને લગાવવું. આ સંરક્ષણાત્મક ઉપાયની રચના બિલ્ડિંગના માળખાંમાં પાણી કે ભેજને પ્રવેશતો અટકાવવા માટે કરવામાં આવી છે. આ મિશ્રણ મજબૂત, પાણી-પ્રતિરોધી સ્તરની રચના કરે છે, જે માળખાંની અખંડિતતા અને શુષ્કતાની ખાતરી કરે છે. બાંધકામ ઉદ્યોગમાં આ જરૂરી પ્રક્રિયા પાણી અને ભેજને કારણે થતાં નુકસાનની સામે એક પરવડે તેવો ઉકેલ પૂરો પાડીને બિલ્ડિંગના ટકાઉપણા અને આવરદાને વધારે છે.
માળખાંની જરૂરિયાત, સ્થળ અને પાણી સાથેના સંભવિત સંસર્ગ પર આધાર રાખીને આ પ્રકારના વૉટરપ્રૂફિંગને ઘણી બધી રીતે કરી શકાય છે. અહીં તેના કેટલાક જાણીતા પ્રકારો આપ્યાં છેઃ
આ પદ્ધતિમાં સપાટી પર પાતળા આવરણ તરીકે લગાવવામાં આવતી પેસ્ટ બનાવા માટે સીમેન્ટની સાથે વૉટરપ્રૂફિંગ કમ્પાઉન્ડને મિક્સ કરવામાં આવે છે. એકવાર તે સૂકાઈ જાય તે પછી તે એક સંરક્ષણાત્મક સ્તરની રચના કરે છે, જે પાણીને અંદર પ્રવેશવા દેતું નથી. આ પ્રકારના વૉટરપ્રૂફિંગને ઉપયોગમાં લેવું ખૂબ જ સરળ છે અને તે અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે, જેને ઘણીવાર શૌચાલય અને રસોડા જેવા ઘરની અંદરના ભીના વિસ્તારોમાં લગાવવામાં આવે છે. તેનો ફાયદો તેના ટકાઉપણા તથા વિવિધ પ્રકારની સપાટીઓ પર સારી રીતે ચોંટી રહેવાની તેની ક્ષમતામાં રહેલો છે. તેને ઘણીવાર ભોંયરામાં, છત પર અને પાણીની ટાંકીઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.
લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન એ રોલર, સ્પ્રે કે ટ્રૉવેલ વડે લગાવવામાં આવતું પાતળું આવરણ છે, જે કૉંક્રીટની સપાટી પર રબર જેવા વૉટરપ્રૂફ લેયરની રચના કરે છે. તે ઉત્તમ સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું આપે છે, જે તેને જટિલ પ્રકારના પરિદ્રશ્યો માટે આદર્શ વિકલ્પ બનાવે છે, જેમ કે, એવા સ્થળો જ્યાં માળખું થોડું ખસતું હોય કે તેમાં હલનચલન થતું હોય. સામાન્ય રીતે તેનો ઉપયોગ છત, અગાશી અને ભીના વિસ્તારોમાં થાય છે. કોઈ પણ સાંધા વગર સતત અવરોધની રચના કરવાની તેની ક્ષમતા એ આ પદ્ધતિનો સૌથી મોટો લાભ છે.
બિટ્યુમિનસ કૉટિંગ કે આસ્ફાલ્ટ કૉટિંગ એ પાણી સામેના તેના ઉત્તમ પ્રતિરોધને કારણે સ્થિતિસ્થાપક સંરક્ષણાત્મક આવરણ માટે ઉપયોગમાં લેવાતા વૉટરપ્રૂફિંગનો એક પ્રકાર છે. ઘટ્ટ લેયરમાં લગાવવામાં આવતું આ કૉટિંગ ખૂબ જ અસરકારક વૉટરપ્રૂફ અવરોધ પૂરો પાડે છે. સૂર્યપ્રકાશના સંસર્ગ વિરુદ્ધ તેના ખૂબ જ નબળા પ્રતિરોધને કારણે મુખ્યત્વે જમીનની નીચે રહેલા કૉંક્રીટના માળખાં પૂરતો તેનો ઉપયોગ મર્યાદિત હોવાથી આ કૉટિંગ તેના ચોંટી રહેવાના ઉત્તમ ગુણને કારણે ફાઉન્ડેશનો અને કૉંક્રીટ ફૂટિંગ્સ માટે શ્રેષ્ઠ ગણાય છે.
બિટ્યુમિનસ મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ એ એક ભરોસેમંદ ટેકનિક છે, જેનો ઉપયોગ પ્રાથમિક રીતે ઓછો ઢોળાવ ધરાવતી છત પર થાય છે. તે સેલ્ફ-એડહેસિવ અને ટૉર્ચ-ઑન મેમ્બ્રેન ધરાવે છે. સેલ્ફ-એડહેસિવ એ આસ્ફાલ્ટ, પૉલીમર અને ફિલર્સનું મિશ્રણ હોય છે, જે સમય જતાં તેનો ચોંટી રહેવાનો ગુણ ગુમાવી દે છે. ટૉર્ચ-ઑન મેમ્બ્રેનને લગાવવામાં આવે છે અને ત્યારબાદ આબોહવાને કારણે થતાં નુકસાન સામે સુરક્ષા પૂરી પાડવા દાણાદાર ખનીજ એગ્રીગેટ્સની સાથે તેને સપાટી પર લગાવવામાં આવે છે. આ પ્રકારનાં વૉટરપ્રૂફિંગ ખાસ કરીને ટૉર્ચ-ઑન સીલિંગને તેના ટકાઉપણાને કારણે અને તે પરવડે તેવું હોવાથી પસંદ કરવામાં આવે છે.
ક્રીસ્ટેલાઇન એડમિક્સચર્સને સીધા જ કૉંક્રીટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, જ્યાં તે અદ્રાવ્ય સ્ફટિકોની રચના કરવા માટે પાણી સાથે પ્રતિક્રિયા કરે છે, હાઇડ્રેટેડ સીમેન્ટના કણોની સાથે નહીં. આ સ્ફટિકો કૉંક્રીટમાં રહેલા છિદ્રો અને બારિક તિરાડોને પૂરી દે છે, જે અસરકારક રીતે પાણીને પ્રવેશતું અટકાવે છે. આ પદ્ધતિ કૉંક્રીટને સીલ કરી દે છે અને તેને પાણીના પ્રવેશ સામે રક્ષણ પૂરું પાડે છે તથા તે કૉંક્રીટની વ્યાપક કામગીરીઓ માટે અનુકૂળ છે.
એડમિક્સચર વૉટરપ્રૂફિંગ એ એક એવી પ્રક્રિયા છે, જે ભેદ્યતાને ઘટાડવા માટે કૉંક્રીટમાં વિવિધ પ્રકારના સંયોજનોને ઉમેરે છે, જેના પરિણામે પાણી સામેનો પ્રતિરોધ વધે છે. માળખાંના એકંદર ટકાઉપણા અને લાંબી આવરદાને સુધારવા માટે મિશ્રણની પ્રક્રિયા દરમિયાન નવા કૉંક્રીટની સાથે એડમિક્સચર્સને ઉપયોગમાં લઈ શકાય છે. આ પદ્ધતિ ખાસ કરીને મોટા પાયે હાથ ધરવામાં આવતાં પ્રોજેક્ટ માટે લાભદાયી છે, જેમાં સમગ્ર કૉંક્રીટમાં સતત વૉટરપ્રૂફિંગ કરવામાં આવે તેની ખાતરી કરવાનું ખૂબ જ જરૂરી હોય.
પાણી પ્રવેશવાથી થતી હાનિકારક અસરો સામે માળખાંની સુરક્ષા કરવાની વાત આવે ત્યારે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ અનેકવિધ ફાયદા પૂરાં પાડે છે. તો ચાલો, તેના કેટલાક ફાયદા જાણીએ, જે તેને એક ચતુરાઈભર્યું રોકાણ બનાવે છેઃ
વૉટરપ્રૂફિંગ માળખાંના ટકાઉપણાંમાં નોંધપાત્ર વધારો કરે છે. પાણીની સામે સંરક્ષણાત્મક અવરોધની રચના કરીને તે કૉંક્રીટ અને ચણતરકામને ભેજને કારણે થતાં નુકસાનથી બચાવે છે. તેનાથી માળખાંની આવરદા વધી જાય છે, વારંવાર સમારકામ અને રીપ્લેસમેન્ટ કરાવવાની જરૂરિયાત ઘટી જાય છે.
વૉટરપ્રૂફિંગ કરીને પાણી થતાં નુકસાનને વહેલીતકે અટકાવવાથી લાંબાગાળે તમારે ભોગવવા પડતાં ખર્ચાઓને ટાળી શકાય છે. પાણી અંદર પ્રવેશવાથી માળખાંમાં તિરાડો પડી શકે છે, ધોવાણ થાય છે અને માળખાંને અન્ય પ્રકારનું નુકસાન પહોંચી શકે છે, જેનું સમારકામ કરાવવું પડે છે. તે એક સંરક્ષણાત્મક પગલાં તરીકે કામ કરે છે, ભવિષ્યમાં મોટા સમારકામ કરાવવાની જરૂરિયાતને ઘટાડી દે છે.
માળખાંની અંદર પાણી પ્રવેશવાથી કૉંક્રીટમાં રહેલા રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ ખવાઈ જાય છે, જેના લીધે માળખાંની અખંડિતતા જોખમાઈ જાય છે. તે પાણીને સ્ટીલના સંપર્કમાં આવતું અટકાવીને ખવાણના જોખમને અસરકારક રીતે ઘટાડે છે અને આ રીતે તે સામગ્રીની માળખાકીય મજબૂતાઈને જાળવી રાખે છે.
બાંધકામમાં જોવા મળતી સર્વસામાન્ય સમસ્યા એટલે દિવાલો અને ફ્લોરમાં પાણી ઝામવું. તે અભેદ્ય અવરોધની રચના કરીને અસરકારક રીતે પાણી ઝામતું અટકાવે છે. તેની આ ખાસિયત ખાસ કરીને ભારે વરસાદનું જોખમ ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે, જે ઘરની અંદરના ભાગોને શુષ્ક અને સલામત રાખે છે.
દિવાલમાં ભેજ આવવાથી ધબ્બા પડી જાય છે અને રંગ ઉખડી જાય છે પરંતુ તેની સાથે-સાથે ભેજનો વિકાસ થવાથી આરોગ્ય પણ જોખમાય છે. યોગ્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ કરવાથી, ખાસ કરીને દિવાલોમાં ભેજ આવવાને નિવારનારા ક્રીસ્ટેલાઇન એડમિક્સચર્સ જેવી ટેકનિકનો ઉપયોગ કરવાથી શુષ્ક અને આરોગ્યપ્રદ વાતાવરણની ખાતરી કરી શકાય છે.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, સીમેન્ટ વૉટરપ્રૂફિંગ પાણીથી થતાં નુકસાન સિવાય પણ બીજા ઘણાં ફાયદા પૂરાં પાડે છે. તેના માટે શરૂઆતમાં સાવ નજીવું રોકાણ કરવું પડે છે પરંતુ તે તમારા માળખાંને સાચવીને, ખર્ચાળ સમારકામને ટાળીને અને માળખાંની આવરદા વધારીને લાંબાગાળે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. આથી, તમારા માળખાંની ચોક્કસ જરૂરિયાત પર આધાર રાખીને અહીં ઉપર ચર્ચવામાં આવેલી વૉટરપ્રૂફિંગની યોગ્ય પદ્ધતિને પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સામાન્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ તમે ઉપયોગમાં લીધેલા વૉટરપ્રૂફિંગના પ્રકાર અને તમારી એકંદર જાળવણી કેવી છે, તેના પર આધાર રાખીને 5થી 10 વર્ષ સુધી ટકે છે. જોકે, પર્યાવરણની સ્થિતિ અને તેને લગાવવાની ગુણવત્તા પર આધાર રાખીને આ સમયગાળો અલગ-અલગ હોઈ શકે છે.
હા. સામાન્ય રીતે સીમેન્ટ વૉટરપ્રૂફિંગ પ્લાસ્ટરિંગ પહેલાં કરવામાં આવે છે. વૉટરપ્રૂફિંગ લેયર પાણી ઝામવા સામે અવરોધ તરીકે કામ કરે છે, જે તેને પ્લાસ્ટરના લેયર સુધી પહોંચતું અટકાવે છે.
સીમેન્ટ વૉટરપ્રૂફિંગને સૂકાવામાં લાગતો સમય તમે ઉપયોગમાં લીધેલી વૉટરપ્રૂફિંગની સામગ્રી અને પર્યાવરણીય પરિબળો પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. જોકે, સામાન્ય રીતે તેને સંપૂર્ણપણે સૂકાવામાં 24થી 48 કલાક જેટલો સમય લાગે છે.
વૉટરપ્રૂફિંગ માટે ઉપયોગમાં લેવાતો સીમેન્ટ સામાન્ય રીતે 43 કે 53 ગ્રેડનો ઓપીસી (ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ) કે પીપીસી (પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ) હોય છે.
હા, સીમેન્ટ વૉટરપ્રૂફિંગ છત માટે ઉપયોગમાં લઈ શકાય. જોકે, કયા ચોક્કસ પ્રકારના વૉટરપ્રૂફિંગનો ઉપયોગ કરવો તેનો આધાર છતમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને માળખાં પર આધારિત છે. છત માટે સામાન્ય રીતે બિટ્યુમિનસ મેમ્બ્રેન વૉટરપ્રૂફિંગ અને લિક્વિડ વૉટરપ્રૂફિંગ મેમ્બ્રેન્સ ઉપયોગમાં લેવામાં આવે છે.