Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
બોરવેલ એ ભૂગર્ભજળના સંસાધનો સુધી પહોંચવા માટે જમીનમાં ખોદવામાં આવેલી એક સાંકડી શાફ્ટ હોય છે. તેમાં કેસિંગ પાઇપનો સમાવેશ થાય છે, જે કુવાને ધસી પડતાં અટકાવે છે અને તેમાં એક સબમર્સિબલ પમ્પ હોય છે, જે પાણીને ખેંચીને સપાટી પર લાવે છે. બોરવેલની ઊંડાઈનો આધાર જે-તે સ્થળ અને પાણીની કેટલી માત્રાની જરૂર છે, તેના પર રહેલો છે.
જ્યાં જમીન પરના પાણીના સંસાધનો ઓછા કે અવિશ્વસનીય હોય તેવા વિસ્તારોમાં પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે બોરવેલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ઊંડાઈ સામાન્ય રીતે 100 ફૂટથી માંડીને 2000 ફૂટ સુધીની હોય છે, જે ભૂગર્ભમાં આવેલા જલવાહી ક્ષેત્રો સુધી પહોંચે છે. તે પાણીની વાણિજ્યિક, ઔદ્યોગિક અને ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવા માટે નોંધપાત્ર છે. તે ઘરેલું ઉપયોગ, સિંચાઈ અને વિવિધ ઉદ્યોગો માટે પાણીના એક વિશ્વસનીય સ્રોત તરીકે કામ કરે છે. બોરવેલ પાણીની અછતનો એક સ્થાયી ઉકેલ પૂરો પાડે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વરસાદ અપૂરતો કે અનિયમિત પડે છે.
બોરવેલમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેના લીધે તેની કાર્યક્ષમતા અને પાણીની માત્રા પ્રભાવિત થઈ શકે છે. તો ચાલો, આવી કેટલીક સર્વસામાન્ય સમસ્યાઓ વિશે જાણકારી મેળવીએઃ
ભૂગર્ભજળની ગુણવત્તા અને માત્રા સમયાંતરે બદલાઈ શકે છે. દુષ્કાળ, પ્રદૂષણ કે જલવાહી સ્તરમાં ઘટાડો જેવા પરિબળો બોરવેલમાંથી પાણીની ઉપલબ્ધતાને પ્રભાવિત કરી શકે છે. પાણીના સંસાધન પર નજર રાખવી અને તેમાંથી ઉદ્ભવતી કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
ક્યારેય બોરવેલમાંથી પાણીની પૂરતી માત્રા મળી શકતી નથી. પાણીની ઓછી માત્રા ધરાવતા જલવાહી સ્તર, અવરોધાઈ ગયેલી પાઇપ કે ભૂગર્ભજળનો સ્રોત પૂરતો રીચાર્જ ના થઈ શક્યો હોય તો આ પ્રકારની સમસ્યા પેદા થઈ શકે છે. બોરવેલની પાણીની માત્રા નિર્ધારિત કરવા અને પાણીના ઓછા આઉટપૂટ પાછળના સંભવિત કારણો જાણવા માટે માટે કરવામાં આવતો યીલ્ડ ટેસ્ટ મદદરૂપ થઈ શકે છે.
સમયાંતરે બોરવેલનું કેસિંગ ખરાબ થઈ જાય છે, જેના કારણે તેના માળખાંને નુકસાન પહોંચે છે. તિરાડો, ગળતર કે ખવાણ થઈ શકે છે, જેના કારણે કૂવામાં દૂષણો પ્રવેશવા લાગે છે અને તેના લીધે પાણીની ગુણવત્તા પ્રભાવિત થાય છે. બોરવેલ કેસિંગનું નિયમિતપણે નિરીક્ષણ કરવાથી અને તેની જાળવણી કરવાથી કોઈ પણ નુકસાનની વહેલીતકે જાણકારી મેળવવામાં અને આગળ વધુ નુકસાન થતું અટકાવવામાં મદદ મળી રહે છે.
બોરવેલમાં ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પમ્પ્સમાં મોટર ફેઇલ થઈ જવી, અવરોધ આવી જવો કે ઇમ્પેલર્સને નુકસાન પહોંચવું જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ સમસ્યાને કારણે પાણીનો પ્રવાહ ઘટી જઈ શકે છે અથવા તો પમ્પ સંપૂર્ણપણે ફેઇલ થઈ શકે છે. પમ્પિંગ ઇક્વિપમેન્ટની નિયમિતપણે જાળવણીમાં ઘસાઈ ગયેલા પાર્ટ્સની સફાઈ કરવી અથવા તેને બદલી નાંખવાનો સમાવેશ થાય છે, જે તેના ઇષ્ટત્તમ કાર્યદેખાવની ખાતરી કરવા માટે ખૂબ જ જરૂરી છે.
બોરવેલમાં ઉદ્ભવતી સર્વસામાન્ય સમસ્યાઓને ઉકેલવા માટે અહીં નીચે જણાવેલા કેટલાક ઉપાયોને અજમાવી શકાય છેઃ
પમ્પ ફેઇલ થઈ જાય કે તેને નુકસાન પહોંચે તેવા કિસ્સામાં સબમર્સિબલ પમ્પને બદલી નાંખવાનું કે તેને રીપેર કરવાનું જરૂરી બની જાય છે. એક પ્રોફેશનલ ટેકનિશિયન સમસ્યાનું નિદાન કરી શકે છે અને સૌથી અનુકૂળ ઉકેલને સૂચવી શકે છે. બોરવેલના ફિલ્ટર્સની સફાઈ અને કોઈ અવરોધ તો નથી આવી ગયો તેની ચકાસણી કરવા સહિત પમ્પની નિયમિતપણે જાળવણી કરવાથી પમ્પને ફેઇલ થતો અટકાવવામાં મદદ મળી રહે છે.
સમયાંતરે બોરહોલમાં કાંપ અને ખનીજો જમા થઈ શકે છે કે જૈવિક વૃદ્ધિ થઈ શકે છે, જેના કારણે પાણીની માત્રા ઘટી જાય છે. બોરહોલને ફરીથી ડેવલપ કરવામાં પાણીના પ્રવાહને ફરીથી સ્થાપિત કરવા માટે તેની સફાઈ અને આ પ્રકારના નિક્ષેપને દૂર કરવાનો સમાવેશ થાય છે. એક પ્રોફેશનલ બોરવેલ સર્વિસ પ્રોવાઇડર બોરહોલને અસરકારક રીતે સાફ કરવા માટે જેટિંગ, સર્જિંગ કે એરલિફ્ટિંગ જેવી ટેકનિકોનો ઉપયોગ કરી શકે છે.
જો બોરવેલ પૂરતી માત્રામાં પાણી ખેંચી રહ્યો ના હોય તો, પમ્પિંગ રેટને ઘટાડવાથી પાણીના પુરવઠાને સુધારવામાં મદદ મળી રહે છે. આ ઉપાયને કારણે ભૂગર્ભમાં આવેલું જલવાહી સ્તર યોગ્ય રીતે રીચાર્જ થઈ શકે છે અને તે વધુ સ્થાયી ઉકેલ પૂરો પાડે છે. તમારા બોરવેલ માટે ઇષ્ટત્તમ પમ્પિંગ રેટને નિર્ધારિત કરવા માટે હાઇડ્રોલોજિસ્ટ કે બોરવેલના નિષ્ણાતની સલાહ લો.
આ ઉપાયોનું અમલીકરણ કરીને, બોરવેલના નાના મશીનોનો સમાવેશ કરીને, બોરવેલના વૉટર પમ્પની નિયમિતપણે જાળવણી કરીને તથા કોઈ અવરોધોને નિવારવા અને પાણીની ગુણવત્તાને વધારવા બોરવેલ ફિલ્ટર્સનો સમાવેશ કરીને તમે તમારી બોરવેલ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે, તેની ખાતરી કરી શકો છો.
બોરવેલ વિશ્વસનીય અને સાતત્યપૂર્ણ પાણીનો પુરવઠો પૂરો પાડે છે પરંતુ તેમાં આ પ્રકારની કેટલીક સર્વસામાન્ય સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. બોરવેલને લગતી સમસ્યાઓ અને તેના ઉકેલો વિશે ઊંડી જાણકારી મેળવીને તમે હવે એ વાતની ખાતરી કરી શકો છો કે, બોરવેલની યોગ્ય જાળવણી અને મેનેજમેન્ટ કરવામાં આવે. જટિલ સમસ્યાઓને ઉકેલતી વખતે પ્રોફેશનલોની સલાહ લેવી જરૂરી છે તથા તમારી બોરવેલ સિસ્ટમના ઇષ્ટત્તમ કાર્યદેખાવ અને લાંબી આવરદા માટે સક્રિય અને સચેત રહેવું પણ જરૂરી છે.