બાંધકામમાં પોઇન્ટિંગ અનેકવિધ ટેકનિકોને આવરી લે છે, જે પ્રત્યેક તેનું અલગ જ આકર્ષણ અને કામગીરીને લગતા ફાયદા ધરાવે છે. તો ચાલો, ચણતરકામમાં ઉપયોગમાં લેવાતા પોઇન્ટિંગના કેટલાક મુખ્ય પ્રકારો વિશે જાણકારી મેળવીએ.
- ફ્લશ પોઇન્ટિંગ એ ચણતરકામમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો પોઇન્ટિંગનો એક ટકાઉ પ્રકાર છે. આ ટેકનિકમાં ઉખડી ગયેલા મોર્ટારના સાંધાઓને મોર્ટાર વડે કાળજીપૂર્વક રીતે ભરવામાં આવે છે અને વધારે બચેલા મોર્ટારને સાવચેતીપૂર્વક દૂર કરવામાં આવે છે, જેના પરિણામે સુંવાળું અને ખામીરહિત ફિનિશ પ્રાપ્ત થાય છે. મોર્ટારના સાંધાઓને ઇંટોના ફેસ કે પથ્થરના ચણતરકામ વડે સમતળ બનાવવામાં આવે છે, જે ખૂબ જ સુંદર દેખાય છે. જ્યાં ધૂળ કે પાણી ભરાઈ શકે તેવી જગ્યાઓને દૂર કરીને ફ્લશ પોઇન્ટિંગ કરવાથી માળખાંની આવરદા વધારવામાં અને સ્વચ્છતા જાળવવામાં મદદ મળી રહે છે.
- રીસેસ્ડ પોઇન્ટિંગ એ પોઇન્ટિંગનો દેખાવની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર પ્રકાર છે, જેમાં મોર્ટાર વડે ઉખડી ગયેલા મોર્ટારના સાંધાઓને ભરવાનો અને યોગ્ય સાધનનો ઉપયોગ કરી તેને દિવાલની સપાટીના અંદર દબાવવાનો સમાવેશ થાય છે. આ ટેકનિકથી પોઇન્ટિંગનો ફેસ ઊભો રાખીને લગભગ 5 મિમિ કે તેનાથી વધારે ઊંડાઈની રચના થાય છે. તેના પરિણામે એક વિશિષ્ટ પ્રકારનો સુંદર દેખાવ સર્જાય છે, જેની સાથે રીસેસ્ડ મોર્ટાર જોઇન્ટ ચણતરકામમાં ઊંડાઈ અને શેડો લાઇન્સને ઉમેરે છે.
- બીડેડ પોઇન્ટિંગમાં ચણતરકામના સાંધાઓમાં મોર્ટારને દબાવીને ભરવાનો અને અન્તર્ગોળ/પોલા આકારના સ્ટીલના ટૂલનો ઉપયોગ કરી અન્તર્ગોળ ખાંચાઓ બનાવવાનો સમાવેશ થાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરવાને પરિણામે મણકા જેવો વિશિષ્ટ પ્રકારનો દેખાવ ધરાવતા મોર્ટારના સાંધાઓની રચના થાય છે, જે તેની એકંદર સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. બીડેડ પોઇન્ટિંગ અત્યંત સુંદર દેખાવ આપે છે પણ અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે અન્ય ટેકનિકોની સરખામણીએ આ પ્રકારના પોઇન્ટિંગને નુકસાન પહોંચવાની સંભાવના વધારે રહેલી હોય છે.
- સ્ટ્રક પોઇન્ટમાં મોર્ટારના સાંધાઓ માટે ચોક્કસ પ્રોફાઇલ હાંસલ કરવા માટે બે-સ્ટેપની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સૌપ્રથમ તો, મોર્ટારને ભરવામાં આવે છે અને ઇંટોના ચણતરકામના ફેસની સાથે મેચ કરવા માટે તેને દબાવવામાં આવે છે. ત્યારબાદ, સાંધાના ટોચના છેડાને અંદરની તરફ દબાવવામાં આવે છે, જે તળિયાના ખૂણાની સરખામણીએ લગભગ 10 મિમીનો ઢાળ બનાવે છે. આ ઢાળને કારણે વરસાદી પાણી ઝડપથી વહી જાય છે અને ચણતર કરેલી સપાટી પર ઓછામાં ઓછું પાણી ભરાઈ રહે છે.
5) રબ્ડ, કીય્ડ અથવા ગ્રૂવ્ડ પોઇન્ટિંગ
- રબ્ડ, કીય્ડ અથવા ગ્રૂવ્ડ પોઇન્ટિંગ એ પોઇન્ટિંગનો જ એક પ્રકાર છે, જે ફ્લશ પોઇન્ટિંગને સમાન છે. આ ટેકનિકમાં ઉખડી ગયેલા સાંધાઓને મોર્ટાર વડે ભરવામાં આવે છે તથા ઇંટોના ફેસ કે પથ્થરના ચણતરકામ વડે તેને સમતળ બનાવવામાં આવે છે. જોકે, પોઇન્ટર નામના વિશિષ્ટ પ્રકારના ટૂલનો ઉપયોગ કરીને મધ્યમાં જે ખાંચાની રચના કરવામાં આવે છે, તે પોઇન્ટિંગના આ પ્રકારને અન્ય પ્રકારોથી અલગ પાડે છે. આ ખાંચો પોઇન્ટિંગમાં સુંદરતના એક વિશિષ્ટ તત્વને ઉમેરે છે, જે તેને આકર્ષક બનાવે છે.
- ટક પોઇન્ટિંગ એ પોઇન્ટિંગનો એક સચોટ પ્રકાર છે, જેમાં મોર્ટાર વડે ઉખડી ગયેલા સાંધાઓને ભરવાનો અને ત્યારબાદ સાંધાની કેન્દ્રમાં એક ખાંચાની રચના કરવાનો સમાવેશ થાય છે. આ ખાંચાને કાળજીપૂર્વક એક ચોક્કસ પરિમાણનો બનાવવામાં આવે છે, સામાન્ય રીતે 5 મિમી પહોળો અને 3 મિમી ઊંડો. ત્યારબાદ, સફેદ સીમેન્ટ પુટ્ટી વડે આ ખાંચાને ભરવાનો કે ‘ટકિંગ’ કરવાનો સ્ટેપ ટક પોઇન્ટિંગને પોઇન્ટિંગના અન્ય પ્રકારો કરતાં અલગ પાડે છે, જેના પરિણામે લગભગ 3 મિમીનો નાનકડો ભાગ બહાર નીકળી આવે છે. આ ટેકનિક મોર્ટાર અને સફેદ પુટ્ટીની વચ્ચે એક આકર્ષક દેખાવના કોન્ટ્રાસ્ટની રચના કરે છે, જે ચણતરકામના એકંદર દેખાવને વધારે સુંદર બનાવે છે.
- V પોઇન્ટિંગ એ કીય્ડ પોઇન્ટિંગ વર્કને સમાન ટેકનિક છે. આ પ્રક્રિયાની શરૂઆત સાંધાઓમાં મોર્ટારને ભરવા અને દબાવવાથી થાય છે, જે ફ્લશ ફિનિશ મળે તેની ખાતરી કરે છે. સાંધાની અંદર જ V આકારના ખાંચાની રચના થવી એ V પોઇન્ટિંગનું વિશિષ્ટ લક્ષણ છે. આ ખાંચાને V જેવા આકારના વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના પરથી આ ટેકનિકનું નામ રાખવામાં આવ્યું છે.
- વેધર્ડ પોઇન્ટિંગ એ એક એવી ટેકનિક છે, જેમાં મોર્ટારને સાંધાની અંદર દબાવવામાં આવે છે અને મોર્ટાર હજુ તાજો હોય ત્યારે પોઇન્ટિંગ ટૂલનો ઉપયોગ કરીને આડા સાંધાના ટોચના ભાગને કુશળતાપૂર્વક 3-6 મિમી સુધી પાછળ દબાવવામાં આવે છે. તેનાથી સાંધાના ટોચના ભાગેથી તળિયાના ભાગ સુધી એક વિશિષ્ટ પ્રકારની ઢાળવાળી ઇફેક્ટ તૈયાર થાય છે, જે તેને વેધર્ડ કે ઘસાઈ ગયેલી કિનારીઓ જેવો દેખાવ આપે છે.
બાંધકામમાં પોઇન્ટિંગ કરવાના ફાયદા
પોઇન્ટિંગ માળખાંનાં ચણતરકામના ટકાઉપણા અને સુંદરતાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇંટો અને પથ્થરોની વચ્ચે રહેલા ગાળાઓને યોગ્ય રીતે ભરવાથી પોઇન્ટિંગ અનેકવિધ ફાયદા આપે છે, જે બિલ્ડિંગની એકંદર ગુણવત્તા અને મૂલ્યમાં યોગદાન આપે છે. અહીં બાંધકામમાં વિવિધ પ્રકારના પોઇન્ટિંગ કરવાના કેટલાક ફાયદા જણાવવામાં આવ્યાં છેઃ
1) માળખાંની અખંડિતતા વધારે છે, બિલ્ડિંગની મજબૂતાઈ જળવાઈ રહે તેની ખાતરી કરે છે.
2) આબોહવા સામે રક્ષણ પૂરું પાડે છે, બહારની દિવાલોનું ભેજ સામે રક્ષણ કરે છે.
3) બિલ્ડિંગના એકંદર દેખાવને પુનઃસ્થાપિત કરે છે, જે તેની સુંદરતાને સુધારે છે.
4) તમારી સંપત્તિના મૂલ્યને વધારી તેને વધુ ઇચ્છનીય બનાવી દે છે.
5) તેની સતત જાળવણી કર્યા કરવાની જરૂરિયાતને ઘટાડી દે છે તથા સમય અને ખર્ચની બચત કરે છે.
બાંધકામમાં પોઇન્ટિંગ કરવાનો હેતુ