Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
અલભ્ય તસવીર સમાન લેન્ડસ્કેપને ફ્રેમ કરે તેવી ફિક્સ્ડ બારીઓથી માંડીને પવન સુધી સરળ પહોંચ પૂરી પાડતી સ્લાઈડિંગ બારીઓ, સુધી વિવિધ સ્થાપત્ય શૈલી તેમજ મકાનમાલિકની પસંદગીને અનુરૂપ થાય તેવા બારીઓના વિકલ્પોની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે. યોગ્ય બારી થકી ઘરના દેખાવની અપીલને સુધારી શકાય છે અને સાથે જ આરામ અને ઊર્જાની કાર્યક્ષમતા પણ વિસ્તારી શકાય છે. તો ચાલો, દરેક પ્રકારની શક્યતાઓ અને લાભોને ચકાસીએ, જેમાં પરંપરાગત વિકલ્પોથી આધુનિક અવેજીઓનો સમાવેશ થાય છે.
ફિક્સ્ડ બારીઓની ડિઝાઈન સ્થિર રહેવા કરાઈ છે જેને ખોલી કે વાસી શકાતી નથી. તેનો મોટાભાગે બહારના દૃશ્યોને જોવા, પર્યાપ્ત કુદરતી પ્રકાશને રૂમમાં દાખલ થવા દેવા અને મોકળાશની લાગણીની રચના માટે ઉપોયોગ કરાય છે. માટે, તમારા ઘરની આજુબાજુ સોહામણા દૃશ્યો હોય અથવા તમે બહારથી સતત ઘરમાં આવતા ઘોંઘાટ અથવા દુર્ગંધને રોકવા માગતા હોવ, તો ફિક્સ્ડ બારી એ તમને અનુકૂળ બારીનો શ્રેષ્ઠ પ્રકાર નિવડી શકે છે.
સ્લાઈડિંગ બારીને એક ટ્રેક પર ગોઠવીને આડી ઓપરેટ કરી શકાય છે અને તેને આંશિક કે સંપૂર્ણપણે ખોલી શકાય છે. તે તેની સરળતા, ઉપયોગમાં આસાની, અને સર્વોત્તમ હવાઉજાસની ક્ષમતાઓને લીધે જાણીતી છે. આ પ્રકારની મકાન બારી વ્યાપક દેખાવ અને હવાઉજાસવાળા વાતાવરણ માટે એક સર્વોત્તમ પસંદગી બની શકે છે.
આ પ્રકારની બારીઓને ઉપરથી કે નીચેથી ખોલી શકાય છે કારણ કે તે મૂવેબલ એટલે કે ખસેડાઈ શકાય તેવી છે, એટલે કે તે મધ્ય ભાગથી ગોળ-ગોળ ફરે છે. આ પ્રકારના અનોખા અને નવતર ફીચર તમારા ઘરમાં આધુનિકપણાનો અહેસાસ ઉમેરે છે અને સાથે જ હવાના વધુ ફ્લેક્સીબલ પ્રવાહને અનુમતિ આપે છે. આ પ્રકારની બારીઓ નાની જગ્યાઓ અને આધુનિકીકૃત મકાનો માટે શ્રેષ્ઠ અનુકૂળ છે.
સિંગલ-હંગ બારીઓમાં ફક્ત એક મૂવેબલ સેશ/ પેન સાથે બે સેશે આવે છે. આ પ્રકારની બારીઓ બજેટને અનુકૂળ અને જાળવણીમાં ખૂબ સરળ છે. તે વિવિધ પ્રકારના રૂમ તથા ડિઝાઈન સાથે ખૂબ સારી રીતે અનુકૂળ આવે છે.
લોવર્ડ બારીઓમાં સંખ્યાબંધ આડી સ્લેટ સામેલ હોય છે જેને તમારી હવાઉજાસની જરૂરિયાતો અનુસાર વાળી અથવા ટિલ્ટેડ કરી શકાય છે. આ બારીઓ તમારી અંગતતાની પ્રાથમિકતા હોય તો સર્વોત્તમ પસંદગી છે, જેમાં હવાનો પ્રવાહ અને ઉજાસ કુદરતી રીતે પ્રવેશે છે. તે બાથરૂમ અને યુટિલિટી રૂમ જેવા કે લોન્ડ્રી રૂમ જેવા રૂમ માટે વધુ અનુકૂળ છે.
ઘરોમાં જોવા મળતી સૌથી સામાન્ય પ્રકારની બારીઓમાં કેસમેન્ટ બારીઓનો સમાવેશ થાય છે. આ બારીઓમાં હિન્જીસ હોય છે કે જે તેને ફ્રેમ અથવા સેટિંગ સાથે જોડે છે અને બહારની તરફ ખુલે છે. તેમાં અદભુત હવાઉજાસ સાંપડે છે, અને ડ્રાફ્ટ સામે ટાઈટ સીલ પૂરા પાડે છે, અને સુંદર સિમેટ્રિકલ દેખાવની રચના માટેની તુલનાત્મક ક્ષમતા ધરાવે છે.
ધાતુની બારીઓ એ આધુનિક તથા ઔદ્યોગિક શૈલીના ઘરો માટે સામાન્ય વિકલ્પ છે કારણ કે તે શક્તિશાળી અને ટકાઉ હોય છે. વિવિધ પ્રકારની સ્થાપત્ય શૈલીઓની જરૂરિયાતોને પહોંચી વળવા, તેને વિવિધ પ્રકારના કદ અને આકારમાં બનાવવામાં આવે છે.
ડબલ-હંગ બારીઓમાં બે મૂવેબલ સેશે હોય છે જેને ઊભા ખોલી શકાય છે. તે ફ્લેક્સીબલ હવાઉજાસના વિકલ્પો ઓફર કરવાની સાથે, સાફસફાઈમાં સરળ હોય છે અને પરંપરાગત તથા આધુનિક બંને પ્રકારના મકાનો માટે અનુકૂળ રહે છે.
ખૂણાની બારીઓની રચના ખાસ કોઈ બિલ્ડીંગના ખૂણાઓની ફરતે વિસ્તારવા માટે કરાય છે જેનાથી કુદરતી પ્રકાશ અને પેનારોમિક વ્યૂ મળી રહે. તેનાથી રૂમની અલગ જ સ્થાપત્ય આભા રચાય છે અને જે-તે સ્થળે મોકળાશનો પણ અહેસાસ થાય છે.
બે વિન્ડોઝ એક એવા પ્રકારની બારી છે કે જેને બિલ્ડીંગની મુખ્ય દિવાલોથી પ્રોજેક્ટને બહાર દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે જેનાથી નાનકડા પરસાળની રચના થાય છે. તેનાથી ફ્લોરની જગ્યા વધે છે, અને અંદર ખૂબ સૂર્યપ્રકાશ આવે છે, અને તેની આરામદાયક અને સુગમ બેસવાના ભાગ થકી સજાવટ પણ કરી શકાય છે.
ડોર્મર બારીઓ એવા પ્રકારની બારીઓ છે કે જે નાની અને ઘરના ઢળતા છાપરાની વચ્ચેના ભાગમાં આવે છે. તેનાથી ઉપરના ભાગમાં કુદરતી પ્રકાશ પ્રવેશે છે, સ્થાપત્યની લાક્ષણિકતા વિસ્તરે છે, અને ઉપરના ભાગમાં હવાની અવરજવર પણ વધે છે.
આ પ્રકારની બારીઓ ઊંચી દિવાલો પર બનેલા ઘરો માટે હોય છે, જે બિલકુલ એવી છતની નીચે હોય છે જ્યાંથી કુદરતી હવાઊજાસ સતત અને સરળતાથી અંદર આવતા રહે છે. આ બારીઓ તમારા માટે આદર્શ પસંદગી છે જો તમે તમારા નિવાસમાં અંગતતા ઈચ્છી રહ્યા હોવ, અને સાથે તમારે ઊંચી ઊર્જા કાર્યક્ષમતા જોઈતી હોય. તેનાથી ડિઝાઈન માટેની અલગ સ્થાપત્ય શૈલી પણ પ્રાપ્ત થાય છે.
છતના ભાગ પર ગોઠવાયેલા વિશાળ, કાચના સ્ટ્રક્ચરને રૂફ લેન્ટર્ન વિન્ડોઝ કહેવામાં આવે છે. આ બારીઓની ડિઝાઈનનો ઉદ્દેશ અંદરના ભાગમાં કુદરતી પ્રકાશ લાવવાનો છે. આવા ઘરની બારીઓના પ્રકારથી દેખાવનું સ્તર વધે છે અને ગ્રેન્ડોરના સ્પર્શ સાથે જે-તે જગ્યામાં નાટ્યાત્મક અસરો પણ જોવા મળે છે.
છતના ગેબલના અંતભાગમાં ગોઠવાયેલી ત્રિકોણાકારની બારીઓને ગેબલ વિન્ડોઝ કહેવામાં આવે છે. તેનાથી ઘરની સુંદરતા તો વધે જ છે, સાથોસાથ વધારાની હવાઊજાસ પણ પ્રાપ્ત થવાને લીધે તેની અંદરની અલગ આભા પણ ઉપસી આવે છે.
વેન્ટિલેટર્સ એ નાનકડી બારીઓ છે કે જેને પેન કરીને ઘરની અંદર વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવે છે જેથી હવાની અવરજવર સતત ચાલુ રહે અને મકાનની વેન્ટિલેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે. બારીઓના અન્ય પ્રકારોની સાથે વારંવાર ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટર્સથી હવાની અવરજવર સુધરી શકે છે અને ઘરની અંદર સ્વચ્છ, તાજગીપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થાય છે. તમારા કોન્ટ્રાક્ટરની ફરજ બને છે કે તમને ઘરમાં અંદર પૂરતા હવાઊજાસ પ્રાપ્ત થાય અને તે માટે તમારા ઘરની બારીઓને યોગ્ય જગ્યાએ ગોઠવતી ડિઝાઈન બનાવવામાં આવે.
સ્કાયલાઈટ્સ એવા પ્રકારની બારીઓ છે કે જેને છત કે છાપરા પર લગાવવામાં આવે છે જેથી ઉપરના ભાગમાંથી સતત પ્રકાશ આવતો રહે. આ ઉપરાંત કુદરતી પ્રકાશનો પ્રવાહ સતત વહેતો રહે અને કૃત્રિમ લાઈટો બાળવાની જરૂરિયાત પણ ઘટી જાય તે રીતે આવી બારીઓ મોકળાશ અને બહારના વાતાવરણ સાથે જોડાણનો અહેસાસ પૂરો પાડે છે. આ પ્રકારની બારીઓને ફિક્સ રાખી શકાય છે કે મૂવેબલ પણ કરી શકાય છે અને તે અલગ-અલગ આકાર અને કદમાં આવે છે.
વિવિધ પ્રકારની બારીઓ વિશે વિચારણા કરી રહ્યા હોવ ત્યારે તમારા ઘરની ડિઝાઈનનો સૌથી પહેલા વિચાર કરવો પડે. પરંપરાગતરીતે, અર્વાચીન, અને કોલોનિયલ સ્થાપત્ય શૈલીઓમાં બારીઓની અલગ-અલગ પેટર્ન સામેલ કરવાનો મોકો મળે છે જેનાથી ઘરનો એકંદર દેખાવ વધુ સુંદર બને છે. કયા પ્રકારની બારીની ડિઝાઈન તમારા ઘરની સ્થાપત્ય શૈલીને અનુરૂપ રહેશે તે જાણવા, થોડુંક સંશોધન કરો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરો.
તમે ઘરની બારીનો પ્રકાર પસંદ કરી રહ્યા હોવ ત્યારે અંગતતા અને કુદરતી પ્રકાશ મહત્ત્વના પરિબળો બને છે. તમારે દરેક રૂમમાં કેટલી અંગતતા જોઈએ છે તે નક્કી કરીને જ બારીની ડિઝાઈન બનાવો કે જે અંગતતાનું જરૂરી સ્તર પ્રદાન કરે. તમારા ઘરના દેખાવની સાથે દરેક રૂમમાં કેટલો સૂર્યપ્રકાશ આવે છે તેને પણ ધ્યાનમાં લો. એવી બારીઓ પસંદ કરો કે જે શક્ય તેટલો વધુને વધુ કુદરતી પ્રકાશ અંદર આવવા દે અને તેની સાથે વધારે પડતી ગરમી કે ઠંડીને પણ અંદર પ્રવેશતી રોકે. કુદરતી પ્રકાશની સાથે એ પણ સુનિશ્ચિત કરો કે એકંદરે ઘરમાં હવાની અવરજવર માટે પણ તે સ્થળ અનુકૂળ છે.
ઊર્જા-કાર્યક્ષમ બારીઓથી તમારા ઘરને ગરમ અને ઠંડુ રાખવાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે જે ગ્રીન હોમ પ્લાનિંગમાં મહત્ત્વનું પરિબળ છે. ગ્રીન હોમ પ્લાનિંગ ટિપ્સને લાગુ કરવાથી પર્યાવરણ પરની અસરો ઘટાડીને સાતત્યપૂર્ણતાને પ્રોત્સાહન આપી શકાય છે. નીચા યુ-ફેક્ટર અને સોલાર હીટ ગેઈન કોએફિશિયન્ટ (એસએચજીસી) રેટ્સ ધરાવતી બારીઓ માટે ચકાસો. યુ-ફેક્ટર બારીની ઈન્સ્યુલેશન લાક્ષણિકતાઓને માપે છે, જ્યારે એસએચજીસી એ દર્શાવે છે કે તે કેટલી સૂર્યની ગરમીને પસાર થવા દે છે. ઊર્જા-કાર્યક્ષમ બારીઓમાં મોટાભાગે ડબલ અથવા ટ્રિપલ ગેઝિંગ, લો-એમિસિવિટી (લો-ઈ) કોટિંગ્સ અને ઈન્સ્યુલેટિંગ ફ્રેમ્સ હોય છે.
તમારા ઘરનું સ્થળ અને આબોહવાનો તમારી બારીની પસંદગી પર પ્રભાવ પડવો જોઈએ. ઠંડી આબોહવાના વિસ્તારોમાં બારીઓમાં સારી ઈન્સ્યુલેશન લાક્ષણિકતા હોય તો અંદરની ગરમી બહાર જતી રહેતી અટકે છે. આવી જગ્યાએ ઈન્સ્યુલેટેડ ફ્રેમ, મલ્ટિપર ગ્લેઝિંગ લેયર્સ, અને હૂંફાળી-ધારના સ્પેસર્સવાળી બારીની પસંદગી કરવી. ગરમ આબોહવામાં, લો-ઈ કોટિંગ અને સોલાર-કંટ્રોલ ગ્લેઝિંગથી અંદરનું વાતાવરણ ગરમ થતા અટકે છે. તમારા ઘર માટેની બારી પસંદ કરતી વેળાએ ઘરમાં ઈન્સ્યુલેશનની વિચારણા એ મહત્ત્વનો મુદ્દો છે.
વિભિન્ન બારીઓની સામગ્રીની મરામતની જરૂરિયાતો પણ ભિન્ન રહે છે. ઉદાહરણ સ્વરૂપે, લાકડાની ફ્રેમ હોય તો નિયમિત રંગકામ અથવા સિલિંગ કરાવવું પડે જેથી તેમાં ઉધઈ ન લાગે અને જર્જરિત ન થાય. વિનાઈલ અથવા ફાઈબર ગ્લાસ ફ્રેમ હોય તો નીચી-મરામતના વિકલ્પો રહે છે જેથી કાટ સામે રક્ષણ મળે અને તેને રંગકામની જરૂર નથી પડતી. તમારી જીવનશૈલી અને તમે બારીની મરામત પાછળ કેટલો સમય આપી શકો છો તેનો વિચાર કરીને પછી બારીની સામગ્રી પસંદ કરવી.
તમે ઘોંઘાટિયા વિસ્તારમાં રહેતા હોવ, તો સારા ધ્વનિ ઈન્સ્યુલેશન ગુણો ધરાવતી બારી લેવાનું વિચારશો. ડબલ અથવા ટ્રિપલ ગ્લેઝિંગ, લેમિનેટેડ કાચ, અથવા બારીઓની સાથે ઈનર્ટ ગેસ ફિલ હોય તો તેનાથી બહારનો ઘોંઘાટ નોંધપાત્ર રીતે અંદર પ્રવેશતા અટકે છે, જેનાથી વધુ શાંત વાતાવરણની અંદર રચના થાય છે.
એ સુનિશ્ચિત કરો કે, તમે જે બારીઓની પસંદગી કરો છો તે સર્વગ્રાહી વોરન્ટી સાથે આવે છે કે જે તમામ ડિફેક્ટને કવર કરીને લાંબી આવરદા સુનિશ્ચિત કરે છે. એનર્જી સ્ટાર જેવા સર્ટિફિકેશન સાથે આવતી બારીઓ માટે શોધ કરો, કે જે દર્શાવે છે કે જે-તે પ્રોડક્ટ ઊર્જા કાર્યક્ષમતાના માપદંડોનું ચુસ્ત પાલન કરે છે.
તમારા ઘર માટે સર્વોત્તમ બારીઓની પસંદગી કરતી વેળાએ બારીઓના વિવિધ પ્રકારો અને તેના ફીચર્સનું મૂલ્યાંકન કરવું અતિ આવશ્યક છે. સામાન્ય સીસમેન્ટની બારીઓથી લઈને કન્ટેમ્પરરી પિવોટ બારીઓ સુધીની દરેક પ્રકારની બારીઓની પોતાની સુંદરતા અને અસરકારકતા રહેલી છે. સ્થાપત્ય શૈલી, ઊર્જા કાર્યક્ષમતા, અંગતતાના મુદ્દા અને મરામતની જરૂરિયાતો જેવા પરિબળો અંગે વિચારણા કરીને તમે તમારા ઘરની ડિઝાઈન સાથે એકરૂપતા સાથે ભળી જાય તેવી આદર્શ બારીઓની પસંદગી કરી શકો છો જે તમને સાથે-સાથે આરામ અને બચત પણ પૂરા પાડે. તો ચાલો, તમારી અંદરના ડિઝાઈનરને હવે ચાર્જ લઈને બારીઓના પ્રકારની પસંદગી કરવા દો કે જે બદલામાં તમારા ઘરને મનમોહક અને આવકારદાયક બનાવે.
તમે આ વિશે વધુ જાણવા વિવિધ પ્રકારના દરવાજા અને બારીઓની ફ્રેમ અંગેના વિડિયોને નિહાળી શકો છો.