Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
તમારી જરૂરિયાતો માટે પાણીની ટાંકીના વિવિધ પ્રકારોની વચ્ચે પસંદગી કરવાની વાત આવે છે ત્યારે પ્રત્યેક પ્રકારની લાક્ષણિકતાઓ અને તેના ફાયદાને સમજવા જરૂરી બની જાય છે. અહીં, આપણે પાણીની ટાંકીના વિવિધ પ્રકારો, તેમની ચોક્કસ વિશેષતાઓ, લાભ અને આદર્શ ઉપયોગ વિશે જાણકારી મેળવીશું.
પ્લાસ્ટિકની ટાંકીઓ અને ખાસ કરીને પૉલીઇથીલીનમાંથી બનાવેલી ટાંકીઓ તેના અનેકવિધ ઉપયોગો, પરવડે તેવી કિંમત અને તે સરળતાથી ઇન્સ્ટોલ થઈ જવાના ગુણને લીધે ખૂબ જ લોકપ્રિય છે. ઘર માટે પાણીની ટાંકીઓ અલગ-અલગ પ્રકારોમાં તથા સંગ્રહની વિવિધ ક્ષમતાઓનો સમાવેશ કરવા માટે વિવિધ આકાર અને કદની આવે છે. પ્લાસ્ટિકની ટાંકીની મહત્વની લાક્ષણિકતાઓ, ફાયદા અને આદર્શ ઉપયોગોમાં સમાવિષ્ટ છેઃ
પૉલીઇથીલીનની ટાંકીઓ વજનમાં હલકી હોવા છતાં ટકાઉ હોય છે, જેનું ખવાણ થતું નથી કે કાટ લાગતો નથી. તે યુવી-સ્ટેબિલાઇઝ્ડ પણ હોય છે, જે તડકામાં રહેવા છતાં લાંબો સમય સુધી ટકી રહે છે. પૉલીઇથીલીનની ટાંકીઓ જમીનની ઉપર મૂકવા અને ભૂગર્ભમાં ઇન્સ્ટોલ કરવા માટે પણ અનુકૂળ હોય છે, જે તેને ઘર માટે, ખેતી માટે અને નાના પાયા પર વાણિજ્યિક ઉપયોગ માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે. પાણીની ટાંકીનો આ પ્રકાર વરસાદી પાણીના સંગ્રહ, સિંચાઈ તથા જ્યાં પોર્ટેબિલિટી અને ફ્લેક્સિબિલિટી મહત્વના પરિબળ હોય તેવા વિસ્તારોમાં પાણીનો સંગ્રહ કરવા માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.
કૉંક્રીટની ટાંકીઓ તેની મજબૂતાઈ અને ટકાઉપણા માટે જાણીતી છે. આ પ્રકારની ટાંકીઓને રીએન્ફોર્સ્ડ કૉંક્રીટનો ઉપયોગ કરીને સાઇટ પર બનાવવામાં આવતી હોય, જે ખૂબ જ મજબૂત અને લાંબા સમય સુધી ટકનારા પાણીના સંગ્રહનો વિકલ્પ પૂરો પાડે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ કૃષિ, અગ્નિશમન અને મ્યુનિસિપલ ઉપયોગ માટે પાણીના સંગ્રહ સહિત મોટા પાયા પર હાથ ધરવામાં આવતી વાણિજ્યિક અને ઔદ્યોગિક કામગીરી માટે થાય છે.
અહીં કૉંક્રીટની ટાંકીની મહત્વની લાક્ષણિકતાઓ અને ફાયદા આપવામાં આવ્યાં છેઃ
સ્ટીલની ટાંકીઓ તેની મજબૂતાઈ, વિશ્વસનીયતા અને વિવિધ ઉપયોગો માટે જાણીતી છે. તેનું નિર્માણ સ્ટીલની વિવિધ પ્રકારની સામગ્રી અને ટેકનિકનો ઉપયોગ કરીને કરી શકાય છે, જે પ્રત્યેકની અલગ-અલગ લાક્ષણિકતાઓ છે. તો ચાલો, સ્ટીલમાંથી બનાવવામાં આવેલી પાણીની ટાંકીના વિવિધ પ્રકારો વિશે જાણીએઃ
કાર્બન વેલ્ડેડ સ્ટીલની ટાંકીઓને સ્ટીલની પ્લેટ્સનું એકબીજાની સાથે વેલ્ડિંગ કરીને બનાવવામાં આવે છે. તે ખૂબ જ ટકાઉ, ખવાણ સામે પ્રતિરોધી હોય છે અને તેને તમારી પાણીની સંગ્રહની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કસ્ટમાઇઝ કરી શકાય છે. તે કદ અને આકારમાં અલગ-અલગ પ્રકારની હોય છે, જે સંગ્રહની વિવિધ ક્ષમતાઓ ધરાવે છે. કાર્બન વેલ્ડેડ સ્ટીલની ટાંકીનો ઉપયોગ પીવાલાયક પાણી, ગંદા પાણી, રસાયણો અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંગ્રહ કરવા માટે વ્યાપકપણે થાય છે, જે આ પ્રવાહીઓનો સંગ્રહ સલામત અને વિશ્વસનીય રીતે થાય તેની ખાતરી કરે છે.
બોલ્ટેડ સ્ટીલની ટાંકીઓનું નિર્માણ પ્રીફેબ્રિકેટેડ સ્ટીલની પેનલોને એકબીજાની સાથે બોલ્ટ વડે જોડીને કરવામાં આવે છે. તે કદના સંદર્ભમાં ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે અને તેને ખૂબ જ સરળતાથી વિસ્તારી શકાય છે કે અન્યત્ર સ્થળે ખસેડી શકાય છે. આ ટાંકીઓ હેવી-ડ્યુટી હોય છે અને નોંધપાત્ર ક્ષમતાઓને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે, જે તેને ઔદ્યોગિક કે વાણિજ્યિક ઉપયોગો માટે ખૂબ જ અનુકૂળ બનાવે છે. ઘણીવાર તેનો ઉપયોગ વાણિજ્યિક અને ઔદ્યોગિક પાણીના સંગ્રહની જરૂરિયાત માટે થતો હોય છે, જેમાં વરસાદી પાણીના સંગ્રહ, ગંદા પાણી પર ટ્રીટમેન્ટ અને પીવાના પાણીના સંગ્રહનો સમાવેશ થાય છે.
કોરુગેટેડ સ્ટીલની ટાંકીઓને કોરુગેટેડ ડીઝાઇન ધરાવતી ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલની પેનલોમાંથી બનાવવામાં આવે છે. તે મજબૂત માળખું અને બાહ્ય બળો સામે પ્રતિરોધ ધરાવે છે તથા તે જમીનની ઉપર ઇન્સ્ટોલ કરવા માટે અનુકૂળ હોય છે. કોરુગેટેડ સ્ટીલની ટાંકીઓનો ઉપયોગ સામાન્ય રીતે કૃષિ સંબંધિત હેતુઓ માટે થતો હોય છે, જેમ કે, પશુઓને પાણી આપવા અને સિંચાઈમાં તેમજ અગ્નિ સામે સુરક્ષા પૂરી પાડતી સિસ્ટમો માટે.
સ્ટેઇનલેસ સ્ટીલની ટાંકીઓ અસાધારણ ટકાઉપણું અને ખવાણ પ્રતિરોધી ગુણો ધરાવતી હોય છે. પીવાલાયક પાણી, ખાદ્યચીજો અને પીણાંનાં ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો અને ઊંચા સ્તરની સ્વચ્છતાની જેમાં જરૂર હોય તેવા વિવિધ પ્રકારના પ્રવાહીઓનો સંગ્રહ કરવામાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. વધુમાં, સ્ટેઇનલેસ સ્ટીલની ટાંકીઓ કપરાં વાતાવરણ માટે ખૂબ જ અનુકૂળ આવે છે, જેમ કે, સમુદ્રી ઉપયોગો કે ગંદા પાણીના ટ્રીટમેન્ટની ફેસિલિટીઓ. પાણીની ગુણવત્તા જાળવી રાખવી, બાહ્ય બળો સામે પ્રતિરોધ પૂરો પાડવો અને લાંબાગાળાની વિશ્વસનીયતાની ખાતરી કરવા જેવી તેની ક્ષમતાઓ તેને ઉચ્ચ-ગુણવત્તાના સંગ્રહનો ઉકેલ માંગતા ઉદ્યોગો માટે તેને એક ઉત્તમ વિકલ્પ બનાવે છે.
ફાઇબરગ્લાસની ટાંકીઓ વજનમાં હલકી હોવા છતાં મજબૂત અને ટકાઉ હોય છે. તેનું નિર્માણ ફાઇબરગ્લાસના લેયરો અને રેઝિનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે ખવાણ અને રાસાયણિક નુકસાન સામે ઉત્તમ પ્રતિરોધ પૂરો પાડે છે. અહીં ફાઇબરગ્લાસમાંથી બનાવવામાં આવતી પાણીની ટાંકીઓના બે સર્વસામાન્ય પ્રકારો આપવામાં આવ્યાં છેઃ
અંડરગ્રાઉન્ડ ફાઇબરગ્લાસ ટાંકીઓનું નિર્માણ ભૂગર્ભમાં પાણીનો વિવેકપૂર્વક સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે, જે એક સ્વાભાવિક ઉકેલ પૂરો પાડે છે. ખૂબ જ અસાધારણ બિન-ખવાણ ગુણો અને માટીના રસાયણો પ્રત્યે પ્રતિરોધને કારણે તે લાંબા સમય સુધી ટકાઉપણાં અને પાણીની ગુણવત્તાને જાળવી રાખવાની ખાતરી કરે છે. તે ઘરેલું, વાણિજ્યિક અને કૃષિ સંબંધિત જરૂરિયાતો માટે આદર્શ ગણાય છે, આ ટાંકીઓ વરસાદી પાણીના સંગ્રહ, સિંચાઈ અને સેપ્ટિક સિસ્ટમ્સ માટે શ્રેષ્ઠ છે, જે પાણીની સસ્ટેનેબલ પ્રેક્ટિસની જરૂરિયાતને પૂરી કરે છે.
જમીનની ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવતી ફાઇબરગ્લાસની ટાંકીઓ અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થાય છે અને તમારી ચોક્કસ જરૂરિયાતો મુજબ તેને બનાવી શકાય છે. તે વજનમાં હલકી હોવાથી તેનું ઇન્સ્ટોલેશન અને પરિવહન ખૂબ જ સરળ બની જાય છે. ઔદ્યોગિક પ્રક્રિયાઓ, રસાયણોના સંગ્રહ અને પાણીના ટ્રીટમેન્ટની કામગીરીઓમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, જે વિશ્વસનીયતા અને માળખાંની અખંડિતતાની ખાતરી કરે છે. તેનો ખવાણ સામે ચઢિયાતો પ્રતિરોધ અને વિવિધ પ્રકારની આબોહવામાં ટકી રહેવાની તેની ક્ષમતા તેને જમીનની ઉપર પાણીનો સંગ્રહ કરવા માટે પસંદગીનો વિકલ્પ બનાવે છે, જે મૂલ્યવાન સામગ્રીની યોગ્ય રીતે સુરક્ષા થાય તેની ખાતરી કરે છે.
પાણીનો સંગ્રહ કરવા માટે યોગ્ય ટાંકીની પસંદગી કરવી એ તમારી ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા અને પાણીના વિશ્વસનીય પુરવઠાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટકાઉપણા, પરવડે તેવી કિંમત, જાળવણીની જરૂરિયાતો તથા ઇચ્છિત ઉપયોગ જેવા પરિબળોને ધ્યાનમાં લઇને પાણીની ટાંકીના વિવિધ પ્રકારોમાંથી પસંદગી કરવાનું ઘણું સરળ બની જાય છે. આ પરિબળોનું મૂલ્યાંકન કરવાથી તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ પાણીની ટાંકી પસંદ કરવામાં ઘણી મદદ મળી રહેશે, જે તમને લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ તથા મનની શાંતિ પણ પૂરી પાડશે.