Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
સીડીઓ એ કોઈ પણ બહુમાળી ઘરનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે અને યોગ્ય પ્રકારની સીડી પસંદ કરવી એ ઘરની સુંદરતા અને કાર્યાત્મકતા એમ બંને માટે ખૂબ જ મહત્વનું પાસું છે. તમે જે પ્રકારની સીડી પસંદ કરો છો, તે તમારા ઘરના પરિમાણો, ડીઝાઇન અને જગ્યા માટે અનુકૂળ હોવી જોઇએ. અહીં સીડીઓના કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યાં છે, જે વિવિધ પ્રકારના ઘરો માટે યોગ્ય સાબિત થઈ શકે છેઃ
સીધી ઉપર જતી સીડી એ સીડીનો સૌથી કૉમન પ્રકાર છે અને તે નાનાથી માંડીને મોટા સુધીના મોટાભાગના ઘરો માટે અનુકૂળ હોય છે. આ પ્રકારની સીડીઓ સાદી અને સીધી હોય છે તથા તેને લાકડાં, ધાતુ અને કૉંક્રીટ સહિતની વિવિધ સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. તે કાર્યાત્મક અને ઉપયોગમાં લેવા માટે ખૂબ જ સરળ હોવાની સાથે-સાથે તે તમારા ઘરને સુંદર અને આધુનિક દેખાવ બક્ષે છે.
ડોગ-લેગ્ડ સીડી ક્વૉર્ટર ટર્ન સીડી જેવી જ હોય છે પણ તેમાં બે વખત ઉપરની તરફ ચઢાણ હોય છે, જે લેન્ડિંગ સાથે જોડાયેલ હોય છે. આ સીડી મોટા ઘરો માટે પર્ફેક્ટ ગણાય છે તથા તેને પરંપરાગત કે ક્લાસિક રચના ધરાવતા ઘરો માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. આકર્ષક અને પરિષ્કૃત દેખાવ ધરાવતી આ પ્રકારની સીડીઓ તમારા ઘરને ભવ્ય બનાવી દે છે.
ડોગ-લેગ્ડ સીડી ક્વૉર્ટર ટર્ન સીડી જેવી જ હોય છે પણ તેમાં બે વખત ઉપરની તરફ ચઢાણ હોય છે, જે લેન્ડિંગ સાથે જોડાયેલ હોય છે. આ સીડી મોટા ઘરો માટે પર્ફેક્ટ ગણાય છે તથા તેને પરંપરાગત કે ક્લાસિક રચના ધરાવતા ઘરો માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. આકર્ષક અને પરિષ્કૃત દેખાવ ધરાવતી આ પ્રકારની સીડીઓ તમારા ઘરને ભવ્ય બનાવી દે છે.
ઓપન ન્યૂઅલ સીડી મોટા ઘરો માટે પર્ફેક્ટ ગણાય છે તથા તે આધુનિક અને સમકાલીન રચના ધરાવતા ઘરો માટે સારો વિકલ્પ છે. આ પ્રકારની સીડીમાં સેન્ટ્રલ પોસ્ટ અથવા તો ન્યૂઅલ (સોપાનસ્તંભ) હોય છે, જે ખુલ્લા હોય છે, જેના કારણે વધુ ખુલ્લાપણું અને મોકળાશ લાગે છે. આ પ્રકારની સીડીઓનો છટાદાર અને સમકાલીન દેખાવ તેને તમારા ઘરમાં એક આકર્ષણનું કેન્દ્ર બનાવી દે છે.
ચક્રાકાર સીડીઓ ચક્રીય અથવા તો ઘુમાવદાર આકાર ધરાવતી હોય છે અને મોટી જગ્યા ધરાવતા ઘરો માટે તે ઉત્તમ ગણાય છે. ઘણીવાર તેનો ઉપયોગ ભવ્ય પ્રવેશદ્વાર પાસે અથવા તો ભવ્ય ડીઝાઇન ધરાવતા ઘરોમાં થાય છે, જે તમારા ઘરને વૈભવી દેખાવ બક્ષે છે.
સર્પાકાર સીડીઓ સર્પાકાર અથવા ભમરિયો (પેચદાર) આકાર ધરાવતી હોય છે તથા જે ઘરોમાં મર્યાદિત જગ્યા હોય અથવા રૂમો નાના હોય તેના માટે તે અનુકૂળ હોય છે. આધુનિક અને સમકાલીન ડીઝાઇન ધરાવતા ઘરો માટે તે સારો વિકલ્પ છે અને તેને લાકડાં, ધાતુ અને કાચ સહિતની વિવિધ પ્રકારની સામગ્રીઓમાંથી બનાવી શકાય છે. તેના સ્લીક અને સ્ટાઇલિશ દેખાવને કારણે તે પ્રભાવશાળી લાગે છે.
બાઇફર્કેટેડ સીડી ભવ્ય અને પ્રભાવશાળી ડીઝાઇન ધરાવતી હોય છે તથા તે પૂરતી જગ્યા ધરાવતા વિશાળ ઘરો માટે અનુકૂળ ગણાય છે. તેની સીડીઓ બે વખત ઉપર જતી હોય છે, જે લેન્ડિંગ પાસે બે ભાગમાં વહેંચાઈ જાય છે, જે તેને ક્લાસિક કે પરંપરાગત ડીઝાઇન ધરાવતા ભવ્ય ઘરો માટે પર્ફેક્ટ વિકલ્પ બનાવે છે. આ પ્રકારની સીડીઓ તમારા ઘરની રચનામાં લાવણ્ય અને અભિજાત્યપણાને ઉમેરશે.
વિન્ડર સીડી ક્વૉર્ટર-ટર્ન સીડી જેવી જ હોય છે પણ તે કોણીય પગથિયાં ધરાવે છે, જે લેન્ડિંગ પાસેથી વળી જતાં હોય છે. જે ઘરોમાં મર્યાદિત જગ્યા હોય તેના માટે તે અનુકૂળ ગણાય છે તથા તે પરંપરાગત અને ક્લાસિકલ ડીઝાઇન ધરાવતા ઘરો માટે તે એક સારો વિકલ્પ છે. આ પ્રકારની સીડી તમારા ઘર માટે એક પરિષ્કૃત અને કાર્યાત્મક ઉકેલ પૂરો પાડે છે.
U આકારની સીડી ડોગ-લેગ્ડ સીડી જેવી જ હોય છે પણ તેમાં તળિયાના ભાગે સીડીઓની વધારાની ફ્લાઇટ હોય છે, જે U જેવા આકારની રચના કરે છે. તે પૂરતી જગ્યા ધરાવતા મોટા ઘરો માટે અનુકૂળ હોય છે તથા તે ભવ્ય ડીઝાઇન ધરાવતા ઘરો માટે યોગ્ય વિકલ્પ ગણાય છે. તેના ભવ્ય અને પ્રભાવશાળી દેખાવને કારણે આ પ્રકારની સીડી તમારા ઘરનું એક આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
આખરે નિષ્કર્ષરૂપે કહી શકાય કે, સીડીનું બાંધકામ કરવામાં પ્રથમ પગલું તેનો હેતુ, સ્થળ અને સાઇઝને નિર્ધારિત કરવાનું છે. જે પ્રકારની સીડી બનાવવામાં આવશે તેનો આધાર ઉપલબ્ધ જગ્યા, બિલ્ડિંગની એકંદર ડીઝાઇન અને આ સીડીના ઉપયોગનો હેતુ શું છે, તેના પર રહેલો છે. સીડી દરરોજ એકથી વધારે લોકો તેની પર ચઢ-ઉતર કરી શકે તેવી હોવી જોઇએ. સીડીનું બાંધકામ એ એક જટિલ પ્રક્રિયા છે, જેના માટે કાળજીપૂર્વકના પ્લાનિંગ, સચોટ માપ અને યોગ્ય અમલીકરણની જરૂર પડે છે. તમે જ્યારે તમારા ઘર માટે સીડીઓના વિવિધ પ્રકારોમાંથી કોઈ એકને પસંદ કરી રહ્યાં હો ત્યારે તમારા ઘરની શૈલી અને સાઇઝ તેમજ તમારી વ્યક્તિગત પસંદગીઓ અને બજેટને ધ્યાનમાં લો.
યોગ્ય સામગ્રી, ડીઝાઇન અને બાંધકામની ટેકનિક દ્વારા સારી રીતે બનાવવામાં આવેલી સીડી તેનો ઉપયોગ કરનારા લોકોની સુરક્ષા અને આરામદાયકતાની ખાતરી કરવાની સાથે કોઈ પણ બિલ્ડિંગની સુંદરતા અને કાર્યાત્મકતાને નવી ઊંચાઇઓ પર લઈ જઈ શકે છે.