Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
તમારા ઘરના વિવિધ ભાગો માટે વાસ્તુના નિયમો મુજબ યોગ્ય રંગોની પસંદગી કરવાથી ઊર્જાના પ્રવાહ અને એકંદર દેખાવ પર નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે. તો ચાલો, આપણે દરેક ચોક્કસ રૂમ માટે ભલામણ કરાયેલા વાસ્તુના રંગોને સમજીને ઘર માટે વાસ્તુના રંગોનો અભ્યાસ કરીએઃ
રસોડું એ ઘરનું હાર્દ છે, અને તેમાં યોગ્ય રંગો હકારાત્મક ઊર્જા ભરી દે છે. વાસ્તુ મુજબ, રસોડા માટે નારંગી, લાલ, પીળો અને ગુલાબી રંગ આદર્શ છે. આ વાઈબ્રન્ટ રંગોથી ભૂખ ઉઘડે છે અને તમારી રસોઈ અને ભોજનની અનુભૂતિ વધુ આનંદદાયક બને છે. આ રંગોથી રસોડામાં ઊર્જા, આનંદ અને ઉત્સાહનો પ્રવાહ વધતો હોવાનું મનાય છે. બીજીતરફ રસોડામાં કાળા અને ભૂખરા રંગોનો ઉપયોગ ટાળવો શ્રેષ્ઠ રહેશે, કારણ કે તેનાથી વાતાવરણ તંગ અને ભારેખમ બને છે, અને એકંદર ઊર્જાનું સ્તર નકારાત્મક બની જાય છે.
બેડરૂમ એ હળવાશ અને નવપલ્લિતતા અનુભવવાનું સ્થળ છે. અહીં ભૂરા, લીલા અને ગુલાબી રંગનો હળવો હાથ લગાવવાથી શાંતિના અહેસાસને પ્રોત્સાહન મળે છે. બેડરૂમની વાત આવે ત્યારે શાંતિ અને હળવાશનું વાતાવરણ રચવું મહત્ત્વનું છે. લીલા, ભૂરા અને લવેન્ડર જેવા હળવા રંગોની પસંદગી કરો. આ હળવા રંગો મન અને શરીર પર શાંતિપૂર્ણ અસર રચે છે, અને તમને લાંબા દિવસ પછીની થકાન દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ રંગો શાંતિ, એખલાસ તથા સંવેદનાત્મક સુખાકારી સાથે સંકળાયેલા છે. બેડરૂમમાં ઉજળા અને ભડકાઉ રંગોનો ઉપયોગ કરવાનું ટાળવું, કારણ કે તે અતિશય ઊર્જાવાન નિવડી શકે છે જેના કારણે તમારી હળવાશ અનુભવવા તથા શાંતિથી ઊંઘી જવાની ક્ષમતા ઘટે છે.
લિવિંગ રૂમ એ હળવામળવા તથા મહેમાનોનું મનોરંજન કરવાની જગ્યા છે. લિવિંગ રૂમ પરિવાર તથા મિત્રો માટે એકઠા થવાનું સ્થળ હોય છે, માટે વાતાવરણમાં ઉષ્મા અને આમંત્રિત કરતો અહેસાસ રચે તેવા રંગોની પસંદગી કરવી મહત્ત્વપૂર્ણ છે. આ સ્થળ માટે પીળા, લીલા અને ભૂરા જેવા જીવંત અને ઊજાસપૂર્ણ રંગોની ભલામણ કરાય છે. આ રંગો એખલાસ, સામાજિક વાર્તાલાપ અને જીવંત અનુભૂતિને ઉત્તેજન આપે છે. જો કે, લિવિંગ રૂમમાં ઘેરા અને ભડકાઉ રંગોનો ઉપયોગ ટાળવાની સલાહ અપાય છે, કારણ કે તેનાથી આ સ્થળ હોય તેના કરતા નાનું અને ઓછું આવકારદાયક લાગે છે. આ રંગો ખુશીઓ, પ્રગતિ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી તે જીવંત વાતાવરણ માટે તેને સર્વોત્તમ બનાવે છે.
પૂજા રૂમ એ પ્રાર્થના અને ધ્યાન કરવા માટેનું પવિત્ર સ્થળ છે. આ રંગો શુદ્ધતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાના પ્રતિકસમાન છે. આ ભાગમાં, સફેદ રંગને સૌથી શુકનિયાળ માનવામાં આવે છે કારણ કે તે શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે. પૂજા રૂમમાં મોટાભાગે સફેદ રંગનો ઉપયોગ કરવાથી વાતાવરણ શુદ્ધ અને દૈવી બને છે. તદુપરાંત હળવા પીળા, હળવા ભૂરા અથવા હળવા ગુલાબી રંગના શેડનો પણ વાતાવરણમાં કોમળતા અને શાંતિના ઉમેરા માટે ઉપયોગ કરી શકાય છે. પૂજા રૂમમાં ઘેરા અને ભડકાઉ રંગોનો ઉપયોગ ટાળવો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી પ્રાર્થના અને ધ્યાન માટે જરૂરી શાંત અને આધ્યાત્મિક વાતાવરણની રચનામાં ખલેલ પડી શકે છે.
વાસ્તુના નિયમો મુજબ આ ચોક્કસ રૂમોને જોડવાથી, તમે એખલાસપૂર્ણ વાતાવરણની રચના કરી શકો છો તેમજ હકારાત્મક ઊર્જાનું સ્તર વધારી શકો છો. દરેક રૂમના ઈચ્છિત ઉદ્દેશને પાર પાડે તેવા રંગોને પસંદ કરવાનું યાદ રાખશો, જેનાથી તમારા ઘરમાં બધે જ સમતોલ અને શુકનવંતા વાતાવરણની રચનાને સુનિશ્ચિત કરી શકાય.
રૂમ |
વાસ્તુના રંગો |
ટાળવાના રંગો |
રસોડું |
નારંગી, લાલ, પીળો, ગુલાબી |
કાળો, ભૂખરો |
બેડરૂમ |
હળવો ભૂરો, લીલો, લવેન્ડર |
ઊજળા અને ભડકાઉ રંગો |
લિવિંગ રૂમ |
પીળો, લીલો, વાદળી |
ઘેરા અને ભડકાઉ રંગો |
પૂજા રૂમ |
સફેદ, હળવો પીળો, હળવો ભૂરો |
ઘેરા અને ભડકાઉ રંગો |
તમે જ્યારે ઘર માટે વાસ્તુના રંગોનને સમજી રહ્યા હોવ, ત્યારે તમારા ઘરની દિશાઓ દિવાલ માટેના આદર્શ રંગોને નિર્ધારિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. દરેક દિશા ચોક્કસ રંગો સાથે સંકળાયેલી છે કે જેનાથી તમારા જીવન માટેના સ્થળમાં હકારાત્મક ઊર્જા અને સમતોલનનું સ્તર ઊંચુ લાવી શકાય. વાસ્તુની દિશાઓના આધારે દિવાલો માટેના રંગોનું વિસ્તૃત વિવરણ આ મુજબ છેઃ
ઉત્તર-તરફ જોતી દિવાલો માટે લીલો એ આદર્શ રંગ છે, કારણ કે તે સમૃદ્ધિ, પ્રગતિ અને સંપત્તિનું પ્રતિક છે. તે જળ તત્ત્વ સાથે સંકલિત હોવાથી તે જીવન અને નવપલ્લિતપણાને પરાવર્તિત કરે છે. તમારી ઉત્તર-તરફ જોતી દિવાલો પર લીલો રંગ કરવાથી ઘરમાં સંપત્તિ અને સફળતા આમંત્રિત થાય છે જે તમારા ઘરમાં સમતોલન અને એખલાસનું વાતાવરણ પણ જાળવી રાખે છે.
પૂર્વ-તરફ જોતી દિવાલો પર સફેદ રંગની ભલામણ કરાય છે કારણ કે તે શુદ્ધતા, જ્ઞાન અને નવી શરૂઆતનું પ્રતિક છે. પૂર્વ દિશા વાયુ તત્ત્વ સાથે સંકલિત છે, જે જ્ઞાન અને શાણપણને પરાવર્તિત કરે છે. તમારી પૂર્વ-તરફ જોતી દિવાલો પર સફેદ રંગ લગાવવાથી સ્પષ્ટતા અને મોકળાશની લાગણી પ્રવર્તે છે, હકારાત્મક વિચારો અને બૌદ્ધિક વૃદ્ધિને પ્રેરણા મળે છે.
દક્ષિણ-તરફ જોતી દિવાલો પર લાલ અને પીળો રંગ કરવાથી ઘરમાં ઉષ્મા, ઊર્જા અને ઉન્માદની લાગણી પ્રસરે છે. દક્ષિણ દિશા અગ્નિ તત્ત્વ સાથે સંકલિત છે, જે લાગણી, સાહસ અને પરિવર્તનને પરાવર્તિત કરે છે. લાલ રંગ શક્તિ અને તાકાતનું પ્રતિક છે જ્યારે પીળો રંગ ખુશીઓ અને આશાવાદને અભિવ્યક્ત કરે છે. તમારી દક્ષિણ-તરફ જોતી દિવાલો પર આ રંગો લગાવવાથી તમારા ઘરમાં જીવંત અને ઊર્જામય વાતાવરણની રચના થઈ શકે છે.
વાદળી એ પશ્ચિમ-તરફ જોતી દિવાલો માટે શ્રેષ્ઠ રંગ છે, કારણ કે તે શાંતિ, એખલાસ અને સંવેદનાત્મક સમતોલનનું પ્રતિક છે. પશ્ચિમની દિશા ભૂમિ તત્ત્વ સાથે સંકલિત છે, જે સ્થિરતા અને જમીનીપણાના પરાવર્તિત કરે છે. તમારી પશ્ચિમ-તરફ જોતી દિવાલો પર વાદળી રંગ લગાવવાથી શાંત અને એખલાસપૂર્ણ વાતાવરણની રચના થાય છે, હળવાશ અને સંવેદનાત્મક સુખાકારીને પ્રોત્સાહન મળે છે.
સફેદ અને હળવો ભૂરો એ ઈશાન-તરફ જોતી દિવાલો માટે શુકનવંતો રંગ છે, કારણ કે તે શાંતિ, આધ્યાત્મિકતા અને દૈવી તત્ત્વનું પ્રતિક છે. ઈશાન દિશાને વાસ્તુશાસ્ત્રમાં સૌથી પવિત્ર ગણવામાં આવે છે કારણ કે તે આધ્યાત્મિક પ્રગતિ અને જ્ઞાન સાથે સંકલિત છે. તમારી ઈશાન-તરફ જોતી દિવાલો પર આ રંગો લગાવવાથી વાતાવરણમાં શાંતિ અને એખલાસનો અહેસાસ પ્રસરે છે, જે આધ્યાત્મ અને આત્મખોજ માટે અનુકૂળ છે.
સિલ્વર અને હળવો ભૂખરો એ અગ્નિ-તરફ જોતી દિવાલો માટે આદર્શ રંગ છે, કારણ કે તે નાવિન્ય, અત્યાધુનિકતા અને એખલાસનું પ્રતિક છે. અગ્નિ દિશા અગ્નિ તત્ત્વ સાથે વાસ્તુશાસ્ત્રમાં સૌથી પવિત્ર ગણવામાં આવે છે કારણ કે તે આધ્યાત્મિક પ્રગતિ અને જ્ઞાન સાથે સંકલિત છે. તમારી ઈશાન-તરફ જોતી દિવાલો પર આ રંગો લગાવવાથી વાતાવરણમાં શાંતિ અને એખલાસનો અહેસાસ પ્રસરે છે, જે આધ્યાત્મ અને આત્મખોજ માટે અનુકૂળ છે.
પીચ અને હળવો કથ્થઈ એ નૈઋત્ય-તરફ જોતી દિવાલો માટે અનુકૂળ રંગ છે, કારણ કે તે ઉષ્મા, આરામ અને સ્થિરતાનું પ્રતિક છે. નૈઋત્ય દિશા ભૂમિ તત્ત્વ સાથે સંકલિત છે, જે ભૂમિગતતા અને સ્થિરતાને પરાવર્તિત કરે છે. તમારી નૈઋત્ય-તરફ જોતી દિવાલો પર આ રંગો લગાવવાથી સ્થિર અને પોષનારું વાતાવરણ પ્રસરે છે, જે સુખાકીરી અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે.
સફેદ અને હળવા ભૂખરા રંગની વાયવ્ય-તરફ જોતી દિવાલો માટે ભલામણ કરાય છે, કારણ કે તે શુદ્ધતા, સ્પષ્ટતા અને માનસિક ધ્યાનનું પ્રતિક છે. વાયવ્ય દિશા વાયુ તત્ત્વ સાથે સંકલિત છે, જે સંદેશાવ્યવહાર અને બૌદ્ધિક પ્રગતિને પરાવર્તિત કરે છે. તમારી વાયવ્ય-તરફ જોતી દિવાલો પર સફેદ અથવા હળવો ભૂખરો રંગો લગાવવાથી મુક્ત સંદેશાવ્યવહાર અને સ્પષ્ટ વિચારસરણીને પ્રોત્સાહન મળે છે જેના પગલે તંદુરસ્ત સંબંધો અને વ્યક્તિગત પ્રગતિની માવજત થાય છે.
તમારી દિવાલોની દિશાઓના આધારે વાસ્તુના યોગ્ય રંગો લગાવવાથી, તમે તમારા ઘરમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ, સમતોલન અને એખલાસને વધારી શકો છો, જેનાથી તમારા અને તમારા પરિવાર માટે રહેવાના સ્થાનમાં વાઈબ્રન્ટ અને પોષણકારી વાતાવરણ ફેલાશે.
દિશા |
વાસ્તુના રંગો |
ઉત્તર |
લીલો |
પૂર્વ |
સફેદ |
દક્ષિણ |
લાલ, પીળો |
પશ્ચિમ |
ભૂરો |
ઈશાન |
સફેદ, હળવો ભૂરો |
અગ્નિ |
સિલ્વર, હળવો ભૂખરો |
નૈઋત્ય |
પીચ, હળવો કથ્થઈ |
વાયવ્ય |
સફેદ, હળવો ભૂખરો |
ઘરના એક્સટિરિયર તથા ઈન્ટિરિયર્સ માટે વાસ્તુના યોગ્ય રંગોને લગાવવાથી ઊર્જાના એકંદર પ્રવાહ, સમતોલન અને એખલાસના સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. ઉપર ઉલ્લેખિત માર્ગદર્શિકાઓનું અનુસરણ કરીને, તમે તમારા રહેવાના સ્થાનમાં હકારાત્મક અને વાઈબ્રન્ટ વાતાવરણની રચના કરી શકો છો. યાદ રાખો, કે ચાવીરૂપ બાબત તમારા વ્યક્તિત્વ અને પસંદગીને અનુરૂપ રહે તેવા રંગોની પસંદગીની છે અને તેની સાથે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પણ અનુસરણ કરવું જરૂરી છે. વાસ્તુ વિશેની વધુ ઊંડાણ-પૂર્વકની માહિતી માટે, તમે આ લેખ “ઘર માટે વાસ્તુ ટિપ્સ”ને પણ વાંચી શકો છો.