Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
તમે જ્યારે રહેણાક જગ્યા કે કૉમર્શિયલ જગ્યા તરીકે ખરીદવા માટે કોઈ જમીનના પ્લોટને પસંદ કરી રહ્યાં હો ત્યારે વાસ્તુ મુજબ જ જમીની પસંદગી કરવી હિતાવહ છે. આમ એટલા માટે કે જમીનનો ટુકડો એ એક અચલ સંપત્તિ છે, આથી, આ જમીન હકારાત્મક અનુભૂતિ કરાવતી હોય અને નકારાત્મક ઊર્જાઓથી મુક્ત હોય તેની ખાતરી કરી લેવી જરૂરી બની જાય છે. પ્લોટનું વાસ્તુ ઘર માટેના વાસ્તુશાસ્ત્રથી અલગ છે. આથી, જો તમે એ બાબતે ચિંતિત હો કે તમે પસંદ કરેલો પ્લોટ યોગ્ય છે કે નહીં, તો આ લેખ તમને તેના બધાં જ પાસાંને વિગતવાર સમજવામાં મદદરૂપ થશે.
સૌપ્રથમ તો પ્લોટને ખરીદતા પહેલાં વાસ્તુની જે માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે, તેને સમજી લો. આ સેગમેન્ટમાં ત્રણ સૌથી મહત્વના સૂચનોને યાદ રાખી લેવા જેવા છેઃ
વાસ્તુ મુજબ જમીનની પસંદગી કરવાના સૌથી મહત્વના પાસાંમાંથી એક પાસું સાઇટની અભિમુખતા છે. વાસ્તુની માર્ગદર્શિકા વૈજ્ઞાનિક તર્ક પર આધારિત છે. કોઈ પણ શહેરમાં ઘરો/એપાર્ટમેન્ટ્સ રોડની બંને તરફ આવેલા હોય છે અને જ્યારે ઘરો ચારેય દિશામાં આવેલા હોય ત્યારે શહેર ખૂબ જ સુંદર લાગે છે. આથી, પ્લોટના વાસ્તુ મુજબ ચારેય દિશાઓને શુભ માનવામાં આવે છે. પૂર્વાભિમુખ ઘરો વિદ્વાનો, પૂજારીઓ, તત્વચિંતકો, પ્રોફેસરો માટે યોગ્ય ગણાય છે, ઉત્તરાભિમુખ ઘર સત્તાધિશો, વહીવટીતંત્રમાં રહેલા લોકો માટે સારું ગણાય છે, દક્ષિણાભિમુખ ઘર વ્યાવસાયિક વર્ગ માટે અને જેઓ મેનેજમેન્ટના સ્તરે કામ કરે છે, તેમના માટે યોગ્ય ગણાય છે, જ્યારે પશ્ચિમાભિમુખ ઘર સમાજને સહાયક સેવાઓ પૂરી પાડનારા લોકો માટે ઉત્તમ ગણાય છે.
પ્લોટને પસંદ કરતાં પહેલાં વ્યક્તિએ વાસ્તુના નિયમો મુજબ પ્લોટની એકરૂપતાને પણ ધ્યાનમાં લેવી જોઇએઃ
જો તમે રહેવાના ઉદ્દેશ્યથી પ્લોટના વાસ્તુ અંગે વિચારણા કરી રહ્યાં હો તો, જમીન સપાટ હોય તેની ખાતરી કરો. જો જમીન ઢાળવાળી હોય અને આ ઢાળ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા ઉત્તર-પૂર્વ (ઇશાન) તરફ હોય તો, તે જમીન શુકનિયાળ ગણાય છે. જો ઢાળ પશ્ચિમ તરફ હોય તો, તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે વિખવાદો પેદા થાય છે અને તેના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઘરનું નિર્માણ કરવા માટે વાસ્તુના સૂચનો
તમારો પ્લોટ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લઇને આવે તેની ખાતરી કરવા માટે અહીં કેટલાક વાસ્તુના સૂચનો આપવામાં આવ્યાં હતાં. તમે જ્યારે વાસ્તુ મુજબ જમીન પસંદ કરવા જાઓ કે પ્લોટ ખરીદવા જાઓ ત્યારે આ સૂચનોને ધ્યાનમાં રાખો. તમે ઘરના નિર્માણ પાછળ થનારા ખર્ચની ગણતરી પૂરી કરી લો અને પ્લોટના વાસ્તુને ફાઇનલ કરો, તે પહેલાં પ્લોટ ખરીદવાની કાયદાકીય જરૂરિયાતોને સમજી લેવી જરૂરી છે. તમે તેને અમારા આ લેખમાં વિગતવાર સમજી શકો છોઃ જમીન ખરીદવા માટે જરૂરી દસ્તાવેજો.