વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



પાર્ટિશન દિવાલોના વિવિધ પ્રકારો માટેની તમારી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

કાર્યક્ષમતાથી લઈને સૌંદર્ય સુધી, પાર્ટિશન દિવાલોના ઘણાં લાભ છે. ચાલો જાણીએ કે પાર્ટિશનની દિવાલો તમારી જગ્યાને કેવી રીતે નવું સ્વરૂપ આપી શકે છે.

Share:


યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  • પાર્ટિશન દિવાલો એ બહુમુખી ઉકેલો છે જે કાર્યાત્મક અને સૌંદર્યલક્ષી બંને લાભ પ્રદાન કરે છે.
 
  • ત જગ્યાની કાર્યક્ષમતાને મહત્તમ કરે છે, ગોપનીયતા પ્રદાન કરે છે અને રૂમનું પુનઃરૂપરેખાંકન, કુદરતી વેન્ટિલેશન અને સાઉન્ડ ઇન્સ્યુલેશનમાં લવચીકતા પ્રદાન કરે છે.
 
  • ઈંટની પાર્ટિશન દિવાલો ટકાઉપણું, થર્મલ ઇન્સ્યુલેશન અને પરંપરાગત ભારતીય આર્કિટેક્ચરની ગ્રામ્ય મનોહારિતા પ્રકાશિત કરે છે.
 
  • ગોપનીયતા પ્રદાન કરવાની સાથે સાથે ઇન્ટિરિઅરમાં આધુનિક ટચ ઉમેરીને ગ્લાસની પાર્ટિશન દિવાલો ખુલ્લી જગ્યાની લાગણી જન્માવે છે.
 
  • લાકડાની પાર્ટિશન દિવાલો હૂંફ અને સૌંદર્યલક્ષી આકર્ષણ ધરાવે છે, જે ડિઝાઇન અને ફિનિશ સંબંધિત વિકલ્પોમાં વર્સેટિલિટી પ્રદાન કરે છે.
 
  • મુવેબલ (સ્થાનાંતર કરી શકાય તેવી) પાર્ટિશન દિવાલો લવચીકતા પ્રદાન કરે છે, જે બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા રૂમના ઝડપી પુનઃરૂપરેખાંકનમાં સહાય કરે છે. 
 
  • તમારી જગ્યા માટે સૌથી યોગ્ય પાર્ટિશન દિવાલ પસંદ કરતી વખતે ખર્ચ, જાળવણી અને ડિઝાઇનની સુસંગતતા જેવા પરિબળોને ધ્યાનમાં લો.


પાર્ટિશન દિવાલો જગ્યાઓનું વિભાજન કરવામાં, ગોપનીયતા, સ્ટ્રક્ચરલ સપોર્ટ અને સૌંદર્યલક્ષી ઉન્નતીકરણો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના વિવિધ પ્રકારો છે, જેના દરેક પ્રકાર ચોક્કસ કાર્યો પાર પાડે છે અને ડિઝાઇનની વિવિધ આવશ્યકતાઓ સાથે સુસંગત બની રહે છે. આ બ્લૉગમાં, આપણે પાર્ટિશન દિવાલોના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરીએ છીએ, અને તેની લાક્ષણિકતાઓ અને ઉપયોગો પર નજર નાખીએ છીએ.

 

 


પાર્ટિશન દિવાલ શું છે?



પાર્ટિશન દિવાલ એ નોન-લોડ-બેરિંગ દિવાલ છે જે બિલ્ડિંગની અંદરના ઇન્ટિરિઅરને વિભાજિત કરે છે. બિલ્ડિંગના વજનને ટેકો આપતી સ્ટ્રક્ચરલ દિવાલોથી વિપરીત, આ પ્રકારની દિવાલોનો ઉપયોગ મુખ્યત્વે વિસ્તારોને વ્યાખ્યાયિત કરવા, ગોપનીયતા પ્રદાન કરવા અથવા સૌંદર્યને વધારવા માટે થાય છે. આ દિવાલો ઇચ્છિત કાર્ય અને ડિઝાઇનના આધારે ડ્રાયવૉલ, ગ્લાસ, લાકડું અથવા મેટલ સ્ટડ જેવી વિવિધ સામગ્રીઓમાંથી બનાવી શકાય છે.

 

પાર્ટિશન દિવાલ વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્રકારો અને રૂપરેખાંકનોમાં આવે છે, ઓપન પ્લાન લેઆઉટમાં અલગ રૂમ બનાવવાથી લઈને વધુ મોટી જગ્યાઓને કાર્યાત્મક ઝોનમાં વિભાજિત કરવા સુધી. એકંદરે, તે ઇન્ટિરિઅરની ગોઠવણી અને તેને ઑપ્ટિમાઇઝ કરવા માટે બહુમુખી ઉકેલો પ્રદાન કરે છે.


ચાલો 12 વિવિધ પ્રકારની પાર્ટિશન દિવાલો પર નજર કરીએ, જે દરેક અનન્ય મનોહારિતા અને કાર્યક્ષમતા ધરાવે છે, અને ભારતીય ઘરો અને ઓફિસો માટે સંપૂર્ણપણે અનુકૂળ છે.

 

1. ઈંટની પાર્ટિશન દિવાલો

પરંપરાગત ભારતીય આર્કિટેક્ચરમાં સામાન્ય, ઈંટ પાર્ટિશન દિવાલો ટકાઉપણું અને થર્મલ ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે. તે ઇન્ટિરિઅરની ગ્રામ્ય મનોહારિતામાં  ઉમેરો કરે છે અને ભારે લોડને સપોર્ટ પ્રદાન કરી શકે છે, જે તેને સ્ટ્રક્ચરલ હેતુઓ માટે આદર્શ બનાવે છે.

 

2. ડ્રાયવૉલ પાર્ટિશન દિવાલો

 


વજનમાં હલ્કી અને ઇન્સ્ટોલ કરવામાં સરળ, ડ્રાયવૉલ પાર્ટિશન દિવાલો તેની ખર્ચ -અસરકારકતા અને વર્સેટિલિટી માટે લોકપ્રિય છે. તે રૂમના ઝડપી વિભાજનને સરળ બનાવે છે અને પેઇન્ટ અથવા વૉલપેપર જેવી વિવિધ ફિનિશ માટે અનુકૂળ છે.

 

3. ગ્લાસ પાર્ટિશન દિવાલો



આ પારદર્શક અવરોધો ખુલ્લી જગ્યાની અનુભૂતિ જાળવી રાખીને ઇન્ટિરિઅરને આધુનિકતાનો ઓપ આપે છે. તે કુદરતી પ્રકાશ સાથે સમાધાન કર્યા વગર ઓફિસોમાં અલગ વર્કસ્પેસ બનાવવા માટે અથવા ઘરોમાં વિભાજિત વિસ્તારો નિર્માણ કરવા માટે આદર્શ છે.

 

4. લાકડાની પાર્ટિશન દિવાલો

 



તેમની કુદરતી હૂંફ અને સૌંદર્યલક્ષી અપીલ સાથે, લાકડાની પાર્ટિશન દિવાલો તમારા સ્થાનમાં આરામદાયક વાતાવરણનો ઉમેરો કરે છે. તે સોલીડ પેનલ્સથી લઈને જટિલ જાળીઓ સુધીની વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે, અને કોઈપણ સજાવટ સાથે મેળ ખાઈ શકે તે માટે સ્ટેન અથવા પેઇન્ટ કરી શકાય છે.

 

5. એલ્યુમિનિયમ પાર્ટિશન દિવાલો

સ્લીક અને સમકાલીન, એલ્યુમિનિયમ પાર્ટિશન દિવાલો આધુનિક ઇન્ટિરિઅર માટે સ્ટાઇલિશ ઉકેલ પ્રદાન કરે છે.  તે વજનમાં હલ્કી, ટકાઉ અને કસ્ટમાઈઝેબલ છે, જે તેમને રહેણાંક અને કમર્શિયલ સેટિંગ્સ બંને માટે યોગ્ય બનાવે છે.

 

6. જીપ્સમ પાર્ટિશન દિવાલો

જિપ્સમની પાર્ટિશન દિવાલો તેની સ્મૂધ ફિનિશ અને તેના આગ-પ્રતિરોધક ગુણધર્મો માટે જાણીતી છે. તે  સામાન્ય રીતે તેમની સાઉન્ડપ્રૂફિંગ ક્ષમતાઓ અને ઇન્સ્ટોલેશનની સરળતા માટે કમર્શિયલ જગ્યાઓમાં ઉપયોગમાં લેવાય છે.

 

7. મુવેબલ  પાર્ટિશન દિવાલો

લવચીક જગ્યાઓ માટે પરફેક્ટ ગણાતી, મુવેબલ પાર્ટિશન દિવાલો બદલાતી જરૂરિયાતો અનુસાર રૂમના ઝડપી પુનઃરૂપરેખાંકનની સુવિધા પ્રદાન કરે છે.  તે એકોર્ડિયન, સ્લાઇડિંગ અથવા ફોલ્ડિંગ પેનલ્સ સહિત વિવિધ સ્ટાઇલમાં ઉપલબ્ધ હોય છે.

 

8. બામ્બુની પાર્ટિશન દિવાલો



ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ, બામ્બુની પાર્ટિશન દિવાલો ઘરને પ્રકૃતિનો સ્પર્શ પ્રદાન કરે છે. તે વજનમાં હલ્કી અને મજબૂત હોય છે અને જટિલ પેટર્ન પૂરી પાડવા સાથે ઘરના ઇન્ટિરિઅરમાં ટ્રોપિકલ વાઇબનો ઇમેરો કરે છે.

 

9. પીવીસી પાર્ટિશન દિવાલો



પરવડી શકે તેવા બજેટમાં અને જાળવણીમાં સરળ, પીવીસીની પાર્ટિશન દિવાલો ટેમ્પરરી અથવા આંશિક રૂપે કાયમી વિભાગોના નિર્માણ માટે વ્યવહારુ પસંદગી છે. તે વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે અને વ્યાપક બાંધકામની જરૂર વગર ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાય છે.

 

10. પડદાની પાર્ટિશન દિવાલો

 



સરળ છતાં અસરકારક, પડદાની પાર્ટિશન દિવાલો ન્યૂનતમ ખર્ચે ગોપનીયતા અને લવચીકતા પ્રદાન કરે છે. તે અસ્થાયી રૂપે મોટી જગ્યાઓને વિભાજિત કરવા માટે આદર્શ હોય છે અને કોઈપણ સજાવટને અનુરૂપ કાપડ, રંગો અને ડિઝાઇનની શ્રેણીમાં ઉપલબ્ધ હોય છે.

 

11. પ્લાસ્ટરબોર્ડની પાર્ટિશન દિવાલો:

જે સ્ટડ વૉલ તરીકે પણ ઓળખાય છે, પ્લાસ્ટરબોર્ડની પાર્ટિશન દિવાલોમાં પ્લાસ્ટરબોર્ડ શીટ્સથી ઢંકાયેલ લાકડા અથવા મેટલની ફ્રેમનો સમાવેશ થાય છે. તે વજનમાં હલ્કી અને બહુમુખી છે અને સુધારિત થર્મલ અને એકોસ્ટિક કામગીરી માટે ઇન્સ્યુલેશનને સમાવી શકે છે.

 

12. સ્ટીલની પાર્ટિશન દિવાલો:

મજબૂત અને ટકાઉ, સ્ટીલની પાર્ટિશન દિવાલોનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રિઅલ અથવા કમર્શિયલ સેટિંગમાં થાય છે જ્યાં મજબૂતાઈ અને સુરક્ષા સર્વોપરી હોય છે. તે ઉત્તમ અગ્નિ પ્રતિરોધ પ્રદાન કરે છે અને ભારે લોડનો સામનો કરી શકે છે, જે તેમને ઉચ્ચ ટ્રાફિકવાળા વિસ્તારો માટે આદર્શ બનાવે છે.

 


પાર્ટિશન દિવાલના ફાયદાઓ



પાર્ટિશન દિવાલથી ઘણાં ફાયદાઓ  થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 

  • જગ્યાની કાર્યક્ષમતા: તે ઉપલબ્ધ જગ્યાને કાર્યાત્મક વિસ્તારોમાં વિભાજિત કરીને તેનો મહત્તમ ઉપયોગ કરે છે.
 
  • ગોપનીયતા: તે વ્યક્તિઓ માટે ગોપનીયતા સુનિશ્ચિત કરીને અલગ જગ્યાઓ નિર્મિત કરે છે.
 
  • વર્સેટિલિટી: બદલાતી જરૂરિયાતોને અનુરૂપ થવા માટે આ દિવાલોને સરળતાથી સમાયોજિત અથવા દૂર કરી શકાય છે.
 
  • સૌંદર્ય: ટેક્સચર અને સ્ટાઇલ ઉમેરીને તે જગ્યાના દેખાવ અને અપીલમાં આકર્ષક  વધારો કરે છે. 
 
  • લાઇટિંગ અને વેન્ટિલેશન: પાર્ટિશન દિવાલના કેટલાક પ્રકારો કુદરતી પ્રકાશને અંદરના ભાગમાં ઊંડે સુધી પ્રવેશવા દેવાનું અને હવાના પ્રવાહમાં સુધારો કરવાનું કાર્ય કરે છે.
 
  • સાઉન્ડ ઇન્સ્યુલેશન: કેટલીક પાર્ટિશન દિવાલો સાઉન્ડનું ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, જે જગ્યાઓ વચ્ચે અવાજનું પ્રસારણ ઘટાડે છે.


 

ઇન્ટિરિઅર ડિઝાઇનમાં, પાર્ટિશન દિવાલો જગ્યાઓની કાર્યક્ષમતા અને સૌંદર્યમાં નોંધપાત્ર ફાળો આપે છે. દરેક પાર્ટિશન દિવાલનો પ્રકાર દેખાવ અને અપીલને વધારવા અને તમારી જગ્યાને સ્ટાઇલ સાથે પરિવર્તિત કરવા માટે તેના પોતાના ફાયદાઓ ધરાવે છે




સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....