Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

વૉટરપ્રૂફિંગ કૉટઃ ઘરની બહારથી અને અંદરથી વૉટરપ્રૂફિંગ કરવા માટે

તમારા ઘરના બહારના હિસ્સાઓ જેમ કે છત, ધાબા અને દિવાલો પર વરસાદ અને આબોહવાનો પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. તે જ રીતે, બાથરૂમ અને રસોડા જેવા તમારા ઘરના અંદરના ભાગો પાણીના ખૂબ વધારે સંપર્કમાં આવે છે. આ પ્રકારના ભાગોમાંથી માળખાંની અંદર ભેજ ઝમવાનું મોટું જોખમ રહેલું હોય છે. તમારા ઘરના આ વધારે જોખમી ભાગોમાં બમણી સુરક્ષા માટે ફ્લેક્સ અથવા હાઈફ્લેક્સનો ઉપયોગ કરો.

logo

હાઈફ્લેક્સ કે ફ્લેક્સ એ પૉલીમર આધારિત વૉટરપ્રૂફિંગ ઉત્પાદન છે, જે લાંબા સમય સુધી ટકનારા અને અભેદ્ય આવરણની રચના કરે છે, જે ભેજને ઘરના માળખાંમાં પ્રવેશતો અટકાવે છે. ફ્લેક્સ અને હાઈફ્લેક્સ કૉટિંગ્સ સ્થિતિસ્થાપક હોય છે, અનુક્રમે 50% અને 100% સુધી વિસ્તરી શકે છે, તિરાડોની શક્યતાને ઘટાડી દે છે અને તેમનું ટકાઉપણું વધારે હોય છે. તે 7 બાર સુધીના પાણીના ઊંચા દબાણ સામે પણ ટકી શકે છે, જે પર્યાવરણની સ્થિતિ અને તમારા ઘરની અંદર પાણીના વધારે સંપર્કની સામે પ્રતિરોધ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.





ફ્લેક્સ/હાઈફ્લેક્સનો ઉપયોગ

ફ્લેક્સ અને હાઈફ્લેક્સનો ઉપયોગ પોઝિટિવ સાઇડની સાથે તમામ બાહ્ય કામગીરીઓમાં તથા તમારા ઘરની અંદરની દિવાલો તથા લાંબા સમય સુધી ભીના રહેતા ફ્લોર પર થઈ શકે છે. આ જગ્યાઓ એટલેઃ




ફ્લેક્સ કે હાઈફ્લેક્સ વૉટરપ્રૂફિંગ કૉટને ઉપયોગમાં લેવાના લાભ



તેના પૉલીમર બેઝને કારણે હાઈફ્લેક્સ કે ફ્લેક્સ તમારા ઘરમાં ઘૂસીને પાયાને નુકસાન પહોંચાડનારા ભેજની સામે શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડે છે.

તેના આવરણનું અભેદ્ય સ્તર તમારા ઘરના માળખાંમાં પાણીને પ્રવેશતું અટકાવવા સક્ષમ છે, આથી તે કાટ કે માળખાંને નુકસાન પહોંચાડનારા અન્ય કોઈ સ્વરૂપને વધુ સારી રીતે નિવારી શકે છે.

હાઈફ્લેક્સ કે ફ્લેક્સ પાણીના ઊંચા દબાણ સામે ટકી શકે છે, આમ તે તમારા ઘરને પાણીના સંપર્કમાં આવતું અને નુકસાન થતું અટકાવીને ખૂબ જ ટકાઉ બનાવે છે.

હાઈફ્લેક્સ અને ફ્લેક્સ અનુક્રમે 50% અને 100% વિસ્તરવાની ક્ષમતા ધરાવે છે, જે તિરાડો પડવાની શક્યતા ઘટાડી દે છે અને પ્લાસ્ટરને નુકસાન થતું અટકાવે છે.



ફ્લેક્સ/હાઈફ્લેક્સનો ઉપયોગ કરવાની પદ્ધતિ




નોંધઃ ફ્લેક્સ કે હાઈફ્લેક્સનો ઉપયોગ કરતાં પહેલાં કૉંક્રીટ, મોર્ટાર અને પ્લાસ્ટરની તમામ કામગીરી માટે ડબ્લ્યુપી+200 ઇન્ટીગ્રલ વૉટરપ્રૂફિંગનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.


વારંવાર પૂછવામાં આવેલા પ્રશ્નો

તમારા ઘરમાં ભેજ છત, બહારની દિવાલો, ફ્લોર અને પાયામાંથી પણ પ્રવેશી શકે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી સુરક્ષા પૂરી પાડવા તમારા સમગ્ર ઘરનું નિર્માણ અલ્ટ્રાટૅક વેધર પ્લસ વડે કરવું જોઇએ. અલ્ટ્રાટૅક વેધર પ્લસ પાણીને દૂર કરે છે અને ભેજને તમારા ઘરમાં પ્રવેશતો અટકાવે છે.

અનિચ્છિત ભીનાશ જે તમારા ઘરના માળખાંમાં પ્રવેશે છે, તેને ભેજ કહેવામાં આવે છે. ભેજ તમારા ઘરની મજબૂતાઈનો સૌથી મોટો દુશ્મન છે. એકવાર તે ઘરમાં પ્રવેશી જાય તે પછી તે ઝડપથી ફેલાય છે અને તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. ભેજ તમારા ઘરની આવરદા ઘટાડી દે છે અને આખરે તેમાં પાણી ઝામવા લાગે છે.

ભેજ તમારા ઘરના કોઈ પણ હિસ્સામાંથી પ્રવેશી શકે છે. તે છત અને દિવાલોમાંથી પ્રવેશી શકે છે અને એકવાર ઘરમાં પ્રવેશ્યાં પછી તે ઝડપથી ફેલાય છે. તે તમારા ઘરના પાયામાંથી પણ પ્રવેશી શકે છે અને ત્યારબાદ તે દિવાલો મારફતે ફેલાય છે.

ભેજને કારણે સ્ટીલ ખવાઈ જાય છે અને જેના પગલે આરસીસીમાં તિરાડો પડી જાય છે, જે આખરે તમારા ઘરના માળખાંની મજબૂતાઈ ઘટાડી દે છે. તે તમારા ઘરના માળખાંને અંદરથી ખોખલું પાડી છે અને નબળું બનાવી દે છે, જે આખરે તેના ટકાઉપણાને પ્રભાવિત કરે છે. કમનસીબે જ્યારે ભેજ દેખાવા લાગે છે, ત્યારે નુકસાન પહેલેથી જ થઈ ચૂક્યું હોય છે.

ભેજ એ એક પ્રકારનો અસાધ્ય રોગ છે, જે તમારા ઘરના અંદરથી ખોખલું અને નબળું બનાવી દે છે. એકવાર ભેજ પ્રવેશી જાય તે પછી તેમાંથી છુટકારો મેળવવો લગભગ અશક્ય બની જાય છે. વૉટરપ્રૂફિંગ, પેઇન્ટ કે ડિસ્ટેમ્પરનું પાતળું સ્તર ઝડપથી નીકળી જાય છે અને તે ભેજની સામે લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડતું નથી. ફરીથી પ્લાસ્ટર કરાવવું અને રંગકામ કરાવવું એ અત્યંત ખર્ચાળ અને અસગવડભર્યું હોવાની સાથે-સાથે તે તમને ફક્ત કામચલાઉ રાહત આપે છે. આથી, તમારા ઘરની મજબૂતાઈને ભેજથી બચાવવા માટે નિવારક ઉકેલોનો ઉપયોગ કરવો એ શાણપણભર્યું છે.


વોટરપ્રૂફિંગ પુસ્તિકા

કાર્યક્રમ માર્ગદર્શન

અમારા સ્ટોર લોકેટર




અલ્ટ્રાટેક હોમો એસ્પ્રિટ સ્ટેર.

તમે તમારી નજીકમાં WP+200, વોટરપ્રૂફિંગ લિક્વિડ ખરીદી શકો છો
અલ્ટ્રાટેક હોમ એક્સપર્ટ સ્ટોર.



Loading....