ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
અલ્ટ્રાટૅકનો પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ તેની કાર્યક્ષમતા માટે જાણીતો છે. આ સીમેન્ટના ગોળાકાર અણુઓ વધુ બારીકાઈ મૂલ્ય ધરાવે છે અને વધારે મુક્તપણે હલનચલન કરતાં હોય છે, જેના કારણે છિદ્રો વધુ સારી રીતે ભરાય છે. આ ઉપરાંત, તે કૉંક્રીટના સ્લમ્પ લૉસના દરને પણ ઘટાડે છે, ખાસ કરીને આબોહવા ગરમ હોય ત્યારે. પીપીસી સીમેન્ટ તેમાં રહેલી પાણીની ઓછી માત્રાની મદદથી બ્લીડિંગ પણ ઘટાડે છે અને આમ તે બ્લીડ વૉટર ચેનલોને બ્લૉક કરે છે.
પીપીસી પ્રમાણમાં બારીક સ્વરૂપનો હોવાથી તેની પેસ્ટની માત્રા વધારે હોય છે, જે સ્ટીલ સાથેના કૉંક્રીટના જોડાણને સુધારે છે. આ સીમેન્ટ પ્રારંભિક હાઇડ્રેશન દરમિયાન ચૂનાને મુક્ત કરી ખાલી જગ્યા પડવાનું ઘટાડે છે અને આખરે કૉંક્રીટની ભેદ્યતાને ઘટાડીને ટકાઉપણાનો ફાયદો આપે છે. આ ઉપરાંત, તે માળખાંમાં સૂક્ષ્મ તિરાડોને વધતી પણ અટકાવે છે, જે માળખાંની મજબૂતાઈને વધારે છે.
તેની અત્યંત ટકાઉ પ્રકૃતિ તથા સલ્ફેટ, પાણી અને રાસાયણિક હુમલાઓ સામેના તેના પ્રતિરોધને જોતાં તેનો ઉપયોગ દરિયાકાંઠાઓ, ડેમ, સમુદ્રી માળખાંઓની નજીક બિલ્ડિંગો બનાવવા, પાણીની અંદર પુલના થાંભલા, એબ્યુટમેન્ટ્સ અને અત્યંત આકરી પર્યાવરણની સ્થિતિમાં પણ બિલ્ડિંગો બનાવવા માટે થઈ શકે છે.
પોઝોલેનિક સામગ્રીઓ સીમેન્ટ જેવું સંયોજન બનાવવા માટે હાઇડ્રેટ કરનારા પોર્ટલેન્ડ સીમેન્ટ દ્વારા મુક્ત થતાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે પ્રતિક્રિયા કરે છે, પીપીસી કૉંક્રીટની અભેદ્યતા અને ઘનત્વ વધારે છે. તેને હાઇડ્રોલિક માળખાં, સમુદ્રી કામો, મોટા પાયે કૉંક્રિટિંગ અને તેના જેવા બીજા ઘણાં બાંધકામોમાં આત્મવિશ્વાસની સાથે ઉપયોગમાં લઈ શકાય છે. તે કૉંક્રીટને આલ્કલી-એગ્રીગેટ પ્રતિક્રિયાઓ સામે સુરક્ષા પૂરી પાડે છે.