વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


Home Is Your Identity, Build It With India’s No.1 Cement

logo


ઘરના બાંધકામના સૂચનો

વૉલ પ્લાસ્ટરમાં કઢંગી તિરાડો પડી જવી અને તેની અંદર/બહારનું ફિનિશિંગ ખરાબ થઈ જવું એ સર્વસામાન્ય બાબત છે. તમે તેને આ રીતે ટાળી શકોઃ

  • પ્લાસ્ટર કરેલી સપાટીઓ પર તિરાડો પડી જાય છે અને ઘણીવાર ખરાબ જોડાણને પરિણામે તે છુટી પડી જાય છે.
  • આ જોડાણને ટકાવી રાખવાની ખાતરી કરવા માટે સપાટીને તૈયાર કરવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વની બની જાય છે. સપાટી પર કોઈ રજકણો, ધૂળ વગેરે ના હોવા જોઇએ તથા ઇંટો/બ્લૉકની વચ્ચેના સાંધા યોગ્ય રીતે જોડવા જોઇએ.
  • પ્લાસ્ટરિંગ માટે પાતળા મિશ્રણને પસંદ કરવામાં આવે છે, કારણ કે ઘટ્ટ અને નબળા મિશ્રણોને કારણે તિરાડો પડી જાય છે.
  •  પ્લાસ્ટરિંગને સામાન્ય રીતે બે આવરણ લગાવીને કરવામાં આવે છે અને આ માટે આ બંને આવરણો લગાવવાની વચ્ચે યોગ્ય અંતરાલ પણ જાળવવામાં આવે છે.

જો સારી રીતે બનાવેલા કૉંક્રીટને તેની જગ્યાએ સારી રીતે કૉમ્પેક્ટ કરવામાં ના આવે અને તેને યોગ્ય રીતે ક્યૉર ના કરવામાં આવે તો તે વેડફાઈ જઈ શકે છે. તમારે અહીં દર્શાવ્યાં મુજબ કૉમ્પેક્ટિંગ કરવું જોઇએઃ

  • હવાની પરપોટીઓ, અયોગ્ય રીતે કરવામાં આવેલા કૉમ્પેક્શનને કારણે તેની મજબૂતાઈ અને ટકાઉપણું ઘટી જાય છે.
  • જોકે, વધારે પડતું કૉમ્પેક્શન કરવાથી સીમેન્ટનો માવો છુટો પડી જાય છે અને તે ઉપરની તરફ ખસકી જાય છે અને નબળો પડી જાય છે.
  • કૉમ્પેક્શનને અસરકારક રીતે કરવાથી સામગ્રીઓને વધુ ચુસ્ત રીતે પૅક કરી શકાય છે અને તેના પરિણામે કૉંક્રીટ વધુ સઘન બની જાય છે.
  • ક્યુરિંગને વહેલીતકે શરૂ કરવું જોઇ અને તેને ઇચ્છિત મજબૂતાઈ પ્રાપ્ત થઈ જાય અને તેમાં કોઈ તિરાડ ના પડે તેની ખાતરી કરવા માટે આ પ્રક્રિયાને પૂરતા સમયગાળા માટે ચાલું રાખવી જોઇએ.
  • તૂટક-તૂટક ક્યુરિંગ કરવું જોઇએ નહીં, કારણ કે તે હાનિકારક છે.

રીએન્સફોર્સમેન્ટ બાર્સ આરસીસીનું ખૂબ જ મહત્વનું ઘટક છે. તિરાડોને નિવારવા અને આરસીસીના મેમ્બરોને તૂટી જતાં અટકાવવા માટે યોગ્ય સ્ટીલને પસંદ કરવું તથા તેને યોગ્ય જગ્યાએ ગોઠવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • તમે જ્યારે પણ સ્ટીલ ખરીદતા હો ત્યારે તે પ્રતિષ્ઠિત ઉત્પાદનકર્તાનું હોય તેની ખાતરી કરો.
  • અયોગ્ય રીતે ગોઠવવામાં આવેલા રીએન્સફોર્સમેન્ટ બાર્સ બિનઅસરકારક હોય છે અને આરસીસીના તત્વોને બિનઉપયોગી બનાવી દે છે.
  • જ્યારે સળિયાને જોડી રહ્યાં હો ત્યારે એ વાતની ખાતરી કરો કે લેપની લંબાઈ યોગ્ય રીતે જાળવવામાં આવે અને આ લેપ્સ લડખડી ના પડે.
  • રીએન્સફોર્સમેન્ટ બારની ગીચતા ચકાસો અને તે આ સળિયા પર કૉંક્રીટનું યોગ્ય આવરણ લગાવવામાં આવ્યું હોય તેની ખાતરી કરો.

નબળા અને અસ્થિર સેન્ટરિંગ અને ફૉર્મવર્કને પરિણામે સામગ્રીનું નુકસાન તો થાય જ છે પણ આ ઉપરાંત ઇજા/જાનહાનિ પણ થઈ શકે છે. સેન્ટરિંગ અને ફૉર્મવર્ક આ રીતે કરવું જોઇએઃ

  • સેન્ટરિંગ નવોસવો પાથરવામાં આવેલો કૉંક્રીટ જ્યાં સુધી સૂકાઈને કઠણ ના થઈ જાય ત્યાં સુધી તેને પોતાના નિયત સ્થાને જાળવી રાખે એટલું મજબૂત હોવું જોઇએ.
  • સેન્ટરિંગ સ્થિરતાની ખાતરી કરવા માટે તેને યોગ્ય રીતે બાંધવામાં આવેલી સામગ્રી વડે પૂર્વનિર્ધારિત અંતરાલે ટેકો પૂરો પાડવો જોઇએ.
  • સેન્ટરિંગ અને શીટની વચ્ચેના ગાળાને સીલબંધ કરી દેવો જોઇએ, જેથી કરીને તેમાંથી સ્લરી લીક ના થાય, અન્યથા કૉંક્રીટ છિદ્રાળુ બની જશે.

જો તમારા ઘરની દિવાલો મજબૂત ના હોય તો તમારા ઘરને સુરક્ષિત માનવામાં આવતું નથી. આ માટે તમારે અહીં નીચે જણાવેલા સૂચનોનું પાલન કરવું જોઇએઃ

  • ઇંટો અથવા બ્લૉકને યોગ્ય રીતે પાથરવામાં આવેલા મોર્ટારના બિછાના પર ગોઠવવા જોઇએ.
  • સાંધાઓને સંપૂર્ણપણે ભરી દેવા જોઇએ અને મોર્ટાર લગાવી દેવો જોઇએ.
  • ઊભા સાંધાઓની વચ્ચે પૂરતું અંતર હોવું જોઇએ.
  • ઘરને મજબૂત બનાવવા માટે ઇંટકામ યોગ્ય રીતે ક્યોર થયેલું હોવું જોઇએ.

ખરાબ ગુણવત્તાના એગ્રીગેટ્સને કારણે ઉતરતી કક્ષાનો કૉંક્રીટ તૈયાર થાય છે, જે ઘરના માળખાંના ટકાઉપણાને પ્રભાવિત કરે છે. અહીં કેટલાક ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ આપવામાં આવ્યા છેઃ

  • એગ્રીગેટ્સ સખત, મજબૂત, રાસાયણિક રીતે નિષ્ક્રિય અને કોઈ પણ પ્રકારની જોખમી સામગ્રીથી મુક્ત હોવા જોઇએ.
  • જ્યારે પણ પડવાળા અને મોટા બરછટ એગ્રીગેટ્સ/જેલી વધારે પ્રમાણમાં હાજર હોય ત્યારે કૉંક્રીટની મજબૂતાઈ ઘટી જાય છે.
  • ઘનાકાર અને રફ ટેક્સચર ધરાવતા એગ્રીગેટ્સને સ્થાને અન્ય પ્રકારના એગ્રીગેટ્સને પસંદ કરવામાં આવે છે.
  • રેતીમાં કાંપ, માટીના ગઠ્ઠા, અબરખ અને અન્ય અશુદ્ધિઓ ના હોવી જોઇએ.
  • કોઈ પણ પ્રકારના એગ્રીગેટ્સની વધારે પડતી માત્રા કૉંક્રીટના સેટ અને સખત થવા પર, તેની મજબૂતાઈ અને ટકાઉપણા પર નકારાત્મક પ્રભાવ પાડે છે.

સીમેન્ટને ખૂબ જ જલદી ભેજ લાગી જાય છે. જ્યારે તેને ભેજ લાગે છે, ત્યારે તે સખત થઈ જાય છે અહીં નીચે સીમેન્ટનો સંગ્રહ કરવાના સૂચનો આપવામાં આવ્યાં છેઃ

  • સીમેન્ટને પાણી પ્રવેશી ના શકે તેવા શેડ કે બિલ્ડિંગમાં રાખવો જોઇએ.
  • સીમેન્ટની થેલીઓને ઉપર ઉઠેલા શુષ્ક પ્લેટફૉર્મ પર થપ્પીઓ મારીને મૂકો અને સાઇટ પર કામચલાઉ સંગ્રહ કરવા માટે તેને તાડપત્રી/પોલીથીનની શીટ વડે ઢાંકી દો.

ઊધઈનો ઉપદ્રવ ઇમારતના માળખાંને નબળું પાડી દે છે અને લાકડાંની સપાટીઓને નુકસાન પહોંચાડે છે. બાંધકામ શરૂ કરતાં પહેલાં જ ઊધઈની ટ્રીટમેન્ટ શરૂ કરી દો. ઊધઈને તમારા ઘરની બહાર રાખવા માટે તમારે જાણવા જેવી બાબતો આ રહીઃ

  • ઘરના પાયાની આસપાસના ભાગથી માંડીને પ્લિન્થના લેવલ સુધી માટીમાં રસાયણોનો છંટકાવ કરવો જોઇએ.
  • રસાયણ દ્વારા બનાવવામાં આવેલો અવરોધ સંપૂર્ણ અને નિરંતર હોવો જોઇએ.
  • આ માટેની સારવારને બાંધકામની પહેલા, બાંધકામ દરમિયાન અને બાંધકામ પૂરું થઈ ગયાં પછી પણ થઈ શકે છે.
  • આ રસાયણો ઘરના પાણીના સ્રોતોને દૂષિત ના કરી દે તેની ખાતરી કરવી જોઇએ.

  • નવી દિવાલો માટેના પાયાને યોગ્ય રીતે ચિહ્નિત કરવા જોઇએ, જેથી કરીને તે દિવાલનું વજન સહન કરવા માટે યોગ્ય સાઇઝના બને અને યોગ્ય સ્થિતિમાં હોય.
  • એન્જિનીયર પાસેથી લેઆઉટ પ્લાન/સેન્ટર-લાઇન ડ્રૉઇંગ મેળવો અને બિલ્ડિંગની બહારની સૌથી લાંબી દિવાલ માટે સેન્ટર-લાઇનને જમીનમાં ખોડવામાં આવેલા ખૂંટાઓની વચ્ચેની સંદર્ભ માટેની લાઇન તરીકે ઉપયોગમાં લો.
  • ખાઈ ખોદવા માટેની તમામ લાઇનોને દિવાલની સેન્ટર લાઇનના સંબંધમાં ચિહ્નિત કરો.
  • ખોદકામ લેવલ, ઢાળ, આકાર અને પેટર્ન મુજબ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તેની ખાતરી કરો.
  • ખોદકામના ખાડાને વધારે નક્કર બનાવવા માટે તેમાં પાણી ભરો. ધસી પડે તેવા અને ખામીયુક્ત ભાગોને ખોદીને તેમાં કૉંક્રીટ ભરી દેવો જોઇએ.
  • જ્યાં ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હોય ત્યાં ખાડાની બાજુના ભાગને ધસી પડતો અટકાવવા માટે શોરિંગ વર્ક વડે આ બાજુઓને જકડીને બાંધી દો.

જો તમારી બિલ્ડિંગનો પાયો નબળો હશે તો તેનું સમગ્ર માળખું ધસી પડશે અને પડી ભાંગશે. પાયાને મજબૂત બનાવવા માટે અહીં આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખોઃ

  • નક્કર જમીન પર પાયાનું ચણતર કામ કરવું જોઇએ અને તેને જમીનના સ્તરથી ઓછામાં ઓછી 1.2 મી.ની ઊંડાઈ સુધી વિસ્તારવો જોઇએ.
  • જો માટી ઢીલી હોય અને/અથવા ખોદકામની ઊંડાઈ વધારે હોય તો ખોદકામનો બાજુનો હિસ્સો ધસી ના પડે તે માટે તેને ટેકો પૂરો પાડવો જોઇએ.
  • પાયાનો ભાગ પૂરતો મોટો હોવો જોઇએ, જેથી કરીને તે જેની પર ટકી રહેલા છે, તે જમીન પર ભારને સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકે.
  • પાયાનો ભાગ માટીની ભારવહન કરવાની ક્ષમતા દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. ખોદકામ કરતાં પહેલાં સ્થળ અને પાયાની સાઇઝને ચિહ્નિત કરવી ખૂબ જ જરૂરી છે.



અલ્ટ્રાટૅક હૉમ બિલ્ડિંગ સોલ્યુશનો

વર્ષ 2007માં અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સની પ્રથમ લૉકેશન ખુલવાથી માંડીને અત્યાર સુધીમાં અલ્ટ્રાટૅકે સમગ્ર ભારતમાં 2500થી વધારે સ્થળોએ પોતાની આ સેવા વિસ્તારી છે. અમે વિવિધ કેટેગરીના પ્રોડક્ટ્સની અગ્રણી બ્રાન્ડ્સ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. લાખો લોકો અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ પર ભરોસો કરે છે, જે તેને ઘરનું નિર્માણ કરવાના તમામ ઉત્પાદનો, સેવાઓ અને ઉકેલો માટેનો તેમનો પસંદગીનો સ્રોત બનાવે છે.



Loading....