Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
લોકો તેમના ઘરની ડીઝાઈન એવી રીતે બનાવવા માગે છે, કે જેનાથી તેઓને ઘરમાં હોવાનો અહેસાસ થાય અને યોગ્ય વાસ્તુ સાથેનો બેડરૂમ જ નિર્ધારિત કરે છે કે તેઓને એક લાંબા અને થકવી નાંખનારા દિવસના અંતે જ્યારે આરામ કરવાની તક મળે છે ત્યારે કેવો અહેસાસ થાય છે. એટલું જ નહીં, આપણા બેડરૂમ આપણને ખૂબ-જરૂરી અવકાશ પૂરો પાડે છે, જે વિશ્વથી દૂર રહીને જ્યાં આપણે લખવું, વાંચવું, આપણા શોખ પૂરાં કરવા વગેરે પ્રકારના ઘણાં કાર્યો કરી શકીએ છીએ. બેડરૂમ માટે યોગ્ય વાસ્તુશાસ્ત્ર હોવું એ માત્ર આપણા રૂમમાં જ ફેલાતી ઊર્જાનો પ્રકાર નક્કી કરવામાં નહીં પરંતુ આપણા આરોગ્ય, સંપત્તિ અને સફળતાને નિર્ધારિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
દિશા: માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, તમારો બેડરૂમ નૈઋત્ય દિશામાં રાખવાની ભલામણ કરવામાં આવે છે.
મુખ્ય દરવાજાની સ્થિતિઃ માસ્ટર બેડરૂમ માટેની વાસ્તુની માર્ગદર્શિકામાં બેડરૂમનો દરવાજો 90 ડિગ્રીએ ખૂલે તેવી ભલામણ કરવામાં આવી છે, જેમાંથી દરવાજાને ખોલતી-વાસતી વખતે કોઈ કર્કશ અવાજ ન આવવો જોઈએ અને તે પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ.
પથારીની દિશાઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વાસ્તુના સિદ્ધાંતો તમારા બેડરૂમમાં પથારીને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવાની ભલામણ કરે છે, જેથી તમારા પગ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રહે. પથારીને રૂમમાં કોઈ ખૂણામાં રાખવાને બદલે મધ્યમાં રાખવી જોઈએ.
રંગઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુની માર્ગદર્શિકામાં કરવામાં આવેલી ભલામણો અનુસાર, માસ્ટર બેડરૂમ માટે ભૂખરો, લીલો, ગુલાબી અને વાદળી, આઈવરી અથવા કોઈ પણ આછો રંગ જ આદર્શ છે.
વોર્ડરોબની ગોઠવણઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુના સૂચનો અનુસાર, વોર્ડરોબને પશ્ચિમ, નૈઋત્ય અથવા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ, કારણ કે તેનાથી રૂમમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેતો રહે છે..
સુશોભનઃ માસ્ટર બેડરૂમ માટેના વાસ્તુની માર્ગદર્શિકામાં કરવામાં આવેલી ભલામણો અનુસાર, દિવાલ પર લેન્ડસ્કેપ અથવા દરિયો દર્શાવતું કોઈ નિર્મળ પેઈન્ટિંગ હોવું જોઈએ અને હિંસા કે હિંસક પ્રાણીઓને દર્શાવતું પેઈન્ટિંગ બિલકુલ ન હોવું જોઈએ.
હવે તમે તમારા બેડરૂમ માટે યોગ્ય વાસ્તુથી સારી રીતે પરિચિત થઈ ગયાં છો, તો તમારા અંગત સ્થળને હકારાત્મક અને નિર્મળ ઊર્જાથી ભરી દો અને તેને તમારું પોતીકું સ્થાન બનાવો.તમારા બેડરૂમ સિવાય, તમારો વૉશરૂમ પણ એવી જગ્યા છે, જ્યાં તમે નોંધપાત્ર સમય વિતાવો છો અને જ્યાં તમારી ઘણી વૈચારિક પ્રક્રિયાઓ પણ થાય છે. તેનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય રીતે કરીને તે આહ્લાદક જગ્યા બની રહે તેની ખાતરી કરો. વૉશરૂમ માટેના વાસ્તુ વિશે વધુ વાંચો.