Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
કૉંક્રીટનું કૉમ્પેક્શન એ નવાસવા પાથરેલા કૉંક્રીટમાં ભરાયેલા હવાના જથ્થાને ઘટાડવાની પ્રક્રિયા છે, જે પ્રક્રિયા કૉંક્રીટને મજબૂત બનાવીને કરવામાં આવે છે. તે ખાલી જગ્યાઓને દૂર કરીને, ઘનત્વને વધારીને તથા એગ્રીગેટ્સ અને સીમેન્ટની પેસ્ટની વચ્ચે વધુ સારા જોડાણને વધારીને કૉંક્રીટની એકંદર ગુણવત્તાને સુધારે છે. કૉમ્પેક્શન કૉંક્રીટના માળખાંની મજબૂતાઈ, ટકાઉપણા અને લાંબી આવરદામાં નોંધપાત્ર યોગદાન આપે છે. યોગ્ય કૉમ્પેક્શન કરીને તમે કૉંક્રીટમાં પડી જતી વિવિધ પ્રકારની તિરાડોને ટાળી પણ શકો છો અને તેની એકંદર આવરદાને વધારી પણ શકો છો.
કૉંક્રીટનું કૉમ્પેક્શન કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે, જે પ્રત્યેકના અલાયદા ફાયદા છે અને તેને અલાયદી રીતે કરવામાં આવે છે. તો ચાલો, અહીં નીચે જણાવેલા વિભાગોમાં તે પ્રત્યેક વિશે જાણકારી મેળવીએ.
કૉંક્રીટના હાથથી થતાં કૉમ્પેક્શન તરીકે પણ ઓળખાતા મેન્યુઅલ કૉમ્પેક્શનમાં કૉંક્રીટને કૉમ્પેક્ટ કરવા માટે શ્રમિકો હાથમાં પકડવાના ટૂલ્સનો ઉપયોગ કરીને શારીરિક પ્રયાસ કરે છે. આ પદ્ધતિમાં સામાન્ય રીતે ટ્રોવેલ્સ, ટેમ્પર્સ અને સળિયાનો ઉપયોગ થાય છે. તે નાના-પાયાના પ્રોજેક્ટ્સ કે વિસ્તારો માટે અનુકૂળ છે, જેમાં કૉમ્પેક્શનના મોટા ઉપકરણોનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
મેન્યુઅલ કૉમ્પેક્શન કરતી વખતે શ્રમિકો હવા ભરેલી ખાલી જગ્યાઓને દૂર કરવા માટે કૉંક્રીટને વારંવાર દબાવીને, ટેમ્પિંગ કરીને અને પ્રહાર કરીને કૉંક્રીટના મિશ્રણ પર કાળજીપૂર્વક કામ કરે છે અને વધુ સારું કૉમ્પેક્શન હાંસલ કરે છે. કુશળ કામદારો મર્યાદિત જગ્યામાં અથવા તો કૉમ્પલેક્સ રીએન્ફોર્સમેન્ટની આસપાસ અસરકારક રીતે કૉંક્રીટને કૉમ્પેક્ટ કરી શકે છે. જોકે, મેન્યુઅલ કૉમ્પેક્શનમાં ઘણો સમય લાગે છે અને યોગ્ય કૉમ્પેક્શન થાય તેની ખાતરી કરવા માટે અનુભવી શ્રમિકોની પણ જરૂર પડે છે.
દબાણ અને ઝટકાની ટેકનિકનો ઉપયોગ સામાન્ય રીતે લેબોરેટરીના પરિવેશમાં અથવા તો પ્રીકાસ્ટ કૉંક્રીટના ઉત્પાદનમાં થાય છે. આ પદ્ધતિમાં હવા ભરેલી ખાલી જગ્યાઓને દૂર કરવા અને એકસમાન ઘનત્વની ખાતરી કરવા માટે કૉંક્રીટના નમૂના પર દબાણ અથવા તો ઇમ્પેક્ટ લૉડ લાગુ કરવામાં આવે છે. લેબોરેટરીના પરિવેશમાં કૉમ્પેક્શન એપરેટસ અથવા કૉમ્પેક્શન ફેક્ટર એપરેટસ જેવા વિશિષ્ટ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ થાય છે. આ એપરેટસ કૉંક્રીટના નમૂના પર દબાણ કરે છે, તેને કૉમ્પેક્ટ કરે છે તથા તેના ગુણધર્મોનું સચોટ પરીક્ષણ અને વિશ્લેષણ કરવાનું શક્ય બનાવે છે.
પ્રીકાસ્ટ કૉંક્રીટના ઉત્પાદનમાં જોલ્ટિંગ ટેબલ્સ કે વાઇબ્રેટિંગ ટેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કૉંક્રીટને આ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેની પર લંબવત કંપનો લાગુ કરવામાં આવે છે, જેના કારણે તેનું મિશ્રણ સેટલ થઈ જાય છે અને તેમાં ફસાયેલી હવા દૂર થઈ જાય છે. ઇષ્ટત્તમ મજબૂતાઈ અને ટકાઉપણા માટે ઝીણવટભર્યા કૉમ્પેક્શનની જેમાં જરૂર છે, તેવા હાઈ-પર્ફોમન્સ કૉંક્રીટનું ઉત્પાદન કરવા માટે કૉંક્રીટના કૉમ્પેક્શનની આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્પિનિંગ દ્વારા થતું કૉંક્રીટનું કૉમ્પેક્શન એ કેટલીક કામગીરીઓમાં ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ પ્રકારની ટેકનિક છે. હાઈ-પર્ફોમન્સ કૉંક્રીટનું ઉત્પાદન કરવામાં તેની અસરકારકતાને પાઇપ, થાંભલા અને અન્ય નળાકાર તત્વો જેવા પ્રીકાસ્ટ કૉંક્રીટના ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં કામે લગાડવામાં આવે છે.
આ પદ્ધતિમાં કૉંક્રીટથી ભરેલા બીબાને ખૂબ વધારે સ્પીડ પર ફેરવવામાં કે ઘુમાવવામાં આવે છે. આમ કરતી વખતે પેદા થતું કેન્દ્રત્યાગી બળ હવા ભરાવાને કારણે બનેલી ખાલી જગ્યાઓને અસરકારક રીતે દૂર કરે છે અને કૉંક્રીટને મજબૂત બનાવે છે. કૉંક્રીટના કૉમ્પેક્શનની આ પદ્ધતિ એકસમાન ઘનત્વની ખાતરી કરે છે અને ઉચ્ચ-ગુણવત્તાના પ્રીકાસ્ટ તત્વો હાંસલ કરવામાં મદદરૂપ થાય છે.
કૉંક્રીટ કૉમ્પેક્શન મશીન્સ, ખાસ કરીને મિકેનિકલ વાઇબ્રેટરો એ કૉંક્રીટનું કાર્યક્ષમ રીતે કૉમ્પેક્શન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તેમાં કૉંક્રીટમાં કંપનો છોડવા માટે મિકેનિકલ વાઇબ્રેટરોનો ઉપયોગ થાય છે, જેના પરિણામે વધુ સારું કૉમ્પેક્શન થઈ શકે છે. જોકે, અહીં એ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, પ્રવાહી કૉંક્રીટના મિશ્રણના કેટલાક પ્રકારો જેમ કે, સેલ્ફ કૉમ્પેક્ટિંગ કૉંક્રીટ કે સેલ્ફ કોન્સોલિડેટિંગ કૉંક્રીટ (એસસીસી)માં વાઇબ્રેટરનો ઉપયોગ આવશ્યકપણે કરવાની જરૂર રહેતી નથી.
વિવિધ પ્રકારના મિકેનિકલ વાઇબ્રેટરો ઉપલબ્ધ છે, જે પ્રત્યેક વિવિધ પ્રકારની કામગીરીઓ કરવા માટે અનુકૂળ હોય છે, અહીં તેના કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યાં છેઃ
ઇમર્શન કે ઇન્ટર્નલ વાઇબ્રેટર તરીકે પણ ઓળખાતા નીડલ વાઇબ્રેટર દિવાલો, કૉલમો અને અન્ય સાંકડી જગ્યાઓમાં કૉંક્રીટનું કૉમ્પેક્ટિંગ કરવા માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વાઇબ્રેટરોમાં ફ્લેક્સિબલ શાફ્ટની સાથે જોડાયેલા વાઇબ્રેટિંગ હેડનો સમાવેશ થાય છે. તેના વાઇબ્રેટિંગ હેડને નિયમિત અંતરાલે કૉંક્રીટની અંદર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કંપનો મિશ્રણને પ્રવાહી બનાવી શકે છે, હવા ભરેલી ખાલી જગ્યાઓ દૂર થઈ શકે છે અને કૉંક્રીટનું એકસમાન કૉમ્પેક્શન હાંસલ કરી શકાય છે.
સર્ફેસ વાઇબ્રેટરોને સ્ક્રીડ કે પેન વાઇબ્રેટર્સ પણ કહેવામાં આવે છે, જે કૉંક્રીટના સ્લેબ, પેવમેન્ટ્સ અને સપાટ સપાટીઓને કૉમ્પેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી કૉંક્રીટના કૉમ્પેક્શનની એક પદ્ધતિ છે. આ વાઇબ્રેટરોને કૉંક્રીટની સપાટી પર ફેરવવામાં આવે છે, તેને સમતળ બનાવવામાં આવે છે અને તેની સાથે-સાથે હવા ભરેલી ખાલી જગ્યાઓને દૂર પણ કરવામાં આવે છે. સર્ફેસ વાઇબ્રેટરો ખાસ કરીને મોટી આડી સપાટીઓ પર સ્મૂધ ફિનિશ હાંસલ કરવા માટે અસરકારક સાબિત થાય છે.
ફૉર્મવર્ક વાઇબ્રેટરની વિશિષ્ટ પ્રકારની રચના ફૉર્મવર્કમાં કૉંક્રીટને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલી હોય છે. તેનો ઉપયોગ એમ્બેડેડ રીએન્ફોર્સમેન્ટની આસપાસ કૉંક્રીટનું યોગ્ય રીતે કૉમ્પેક્શન કરવા માટે અને સપાટી પર સ્મૂધ ફિનિશ હાંસલ કરવા માટે થાય છે. ફૉર્મવર્ક વાઇબ્રેટર્સ દિવાલ, બીમ અને કૉલમ જેવા ઉચ્ચ-ગુણવત્તાના કૉંક્રીટના તત્વો માટે જરૂરી છે.
ટેબલ વાઇબ્રેટરોનો ઉપયોગ પ્રીકાસ્ટ પેનલ કે ટાઇલ્સ જેવા કૉંક્રીટના પાતળા તત્વોને કૉમ્પેક્ટ કરવા માટે થાય છે. કૉંક્રીટને વાઇબ્રેટ થનારા ટેબલ પર મૂકવામાં આવે છે, જે સમગ્ર સપાટીને કંપનશીલ ગતિ પૂરી પાડે છે. આ કૉંક્રીટ કૉમ્પેક્શનની પદ્ધતિની ગતિ અસરકારક રીતે ખાલી જગ્યાઓને દૂર કરે છે અને ઘનત્વ વધારે છે, જે પાતળા સેક્શનમાં કંપન દ્વારા કૉંક્રીટના ઉત્તમ કૉમ્પેક્શનની ખાતરી કરે છે.
અંતે ઉપસંહારમાં એમ કહી શકાય કે, કૉંક્રીટનું કૉમ્પેક્શન કૉંક્રીટના મજબૂત અને ટકાઉ માળખાં હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવા ભરેલી ખાલી જગ્યાઓને દૂર કરીને અને મિશ્રણને મજબૂત બનાવીને કૉમ્પેક્શન કૉંક્રીટની મજબૂતાઈ, ઘનત્વ અને અભેદ્યતાને વધારે છે. તમે મેન્યુઅલ કૉમ્પેક્શન પસંદ કરો, પ્રેશર અને જોલ્ટિંગ, સ્પિનિંગ કે કંપનનો ઉપયોગ કરીને મિકેનિકલ કૉમ્પેક્શનને પસંદ કરો, યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવાનું અને અનુકૂળ આવે તેવા ઉપકરણોને કામે લગાડવાનું મહત્વનું છે.
તમારા કૉંક્રીટના માળખાંઓની લાંબી આવરદા અને કાર્યદેખાવની ખાતરી કરવા માટે કૉમ્પેક્શન કેવી રીતે કરવું તે અંગે વધુ જાણકારી મેળવવા માટે અહીં કૉંક્રીટના કૉમ્પેક્શન પરનો એક માહિતીપ્રદ વીડિયો આપવામાં આવ્યો છે.