Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
ડ્રાયવૉલ એ જીપ્સમ પ્લાસ્ટરમાંથી બનાવવામાં આવેલી એક વિશિષ્ટ પ્રકારની વૉલ પેનલ હોય છે અને તેને કાગળની બે શીટની વચ્ચે દબાવીને તૈયાર કરવામાં આવેલી હોય છે, જે ઘણાં ઘરો અને બિલ્ડિંગોમાં અંદરની દિવાલો માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સામગ્રી છે. તો જ્યારે આપણે દિવાલોમાં પડેલી તિરાડોને કેવી રીતે રીપેર કરી શકાય, તે અંગે ચર્ચા કરી રહ્યાં હોઇએ ત્યારે ઘણાં લોકો માટે આ નવી વાત નથી, કારણ કે ઘરના માલિકોએ ક્યારેકને ક્યારેક તો તેમની ડ્રાયવૉલમાં તિરાડો પડી જવાની સમસ્યાનો સામનો કર્યો જ હોય છે. સદભાગ્યે ડ્રાયવૉલમાં પડેલી નાની તિરાડોને રીપેર કરવાની પ્રક્રિયા પ્રમાણમાં ઘણી સરળ છે.
ડ્રાયવૉલમાં પડેલી તિરાડોને રીપેર કરવાના સ્ટેપ્સ અહીં નીચે આપવામાં આવ્યાં છેઃ
1) સાંધા પૂરવા માટેના કમ્પાઉન્ડને ખરીદો, જે કાં તો અગાઉથી મિક્સ થયેલું હશે કે ‘સેટિંગ-પ્રકાર’નું હોઈ શકે છે.
2) તમે જે તિરાડોને રીપેર કરવા માંગતા હો ત્યાં V-નૉચ કાપો
3) કાટમાળ અને કચરાંને સાફ કરવા માટે તિરાડની આસપાસના વિસ્તારને સાફ કરો
4) તિરાડ પર સાંધા પૂરવા માટેના કમ્પાઉન્ડનું પાતળું સ્તર લગાવો અને તેને એકસમાન રીતે ફેલાવી દો
5) તમને જરૂર લાગે એટલા આવરણો તેની પર લગાવતા રહો
6) તેને ઓછામાં ઓછા 24 કલાક માટે સૂકાવા દો
7) એકવાર તે સૂકાઈ જાય તે પછી તેની પર રહી ગયેલા કોઈ પણ ખરબચડાં ભાગને મુલાયમ બનાવવા કે વધારાના કમ્પાઉન્ડને દૂર કરવા માટે કાચપેપર (રેતિયા કાગળ)નો ઉપયોગ કરો.
8) દિવાલ પર લગાવેલા રંગને મેળ ખાય તેવો રંગ લગાવીને કામગીરી પૂરી કરો
ભોંયરા, ગેરેજ અને ઘરના અન્ય વિસ્તારોમાં કૉંક્રીટની દિવાલો આવેલી હોઈ શકે છે અને આ દિવાલોમાં વિવિધ કારણોસર તિરાડો પડી શકે છે, જેમાં ફાઉન્ડેશનનું સેટલિંગ, તાપમાનમાં આવતાં ફેરફારો કે પાણીને કારણે થયેલા નુકસાનનો સમાવેશ થાય છે. સદભાગ્યે કૉંક્રીટની દિવાલમાં પડેલી તિરાડોને રીપેર કરવી અને કૉંક્રીટનું ક્યોરિંગ પણ પ્રમાણમાં સરળ પ્રક્રિયા છે.
કૉંક્રીટની દિવાલમાં પડેલી તિરાડોને રીપેર કરવા માટે અહીં કેટલાક સ્ટેપ્સ આપવામાં આવ્યાં છે, જેનું તમે પાલન કરી શકો છો
1) છીણી કે હથોડી વડે તિરાડને થોડી પહોળી કરો
2) કોઈ પણ ઢીલા પડી ગયેલા હિસ્સાને દૂર કરવા માટે વાયર બ્રશની મદદથી તિરાડની આસપાસના ભાગને સાફ કરો
3) જૂના પેઇન્ટબ્રશ વડે તિરાડવાળા ભાગમાં બોન્ડિંગ એડહેસિવ લગાવો
4) પુટ્ટી નાઇફ વડે કૉંક્રીટ પેચિંગને તિરાડોની અંદર દબાવીને તેના એકથી વધારે આવરણો લગાવો અને તેને દિવાલના આ ભાગને સમતળ બનાવો.
5) રીપેરિંગ કરેલો ભાગ દિવાલના બાકીના હિસ્સાની સાથે મેળ ખાય એ રીતે કામગીરી પૂરી કરો
પ્લાસ્ટરની દિવાલો જૂના ઘરો અને બિલ્ડિંગોમાં જોવા મળે છે અને આવી દિવાલોમાં વિવિધ પરિબળોને કારણે તિરાડો પડી શકે છે, જેમાં ફાઉન્ડેશનના સેટલિંગ, તાપમાનમાં ફેરફાર અથવા તો પ્લાસ્ટર જૂનું થઈ જવા જેવા કારણોનો સમાવેશ થાય છે. પ્લાસ્ટરની દિવાલમાં પડેલી તિરાડોને રીપેર કરવા માટે ડ્રાયવૉલ કે કૉંક્રીટ કરતાં થોડાં અલગ અભિગમની જરૂર પડે છે પણ તેમ છતાં તે હજુ પણ મેનેજ કરી શકાય તેવો ડીઆઇવાય પ્રોજેક્ટ છે.
પ્લાસ્ટરની દિવાલને રીપેર કરતી વખતે પાલન કરવાના કેટલાક સ્ટેપ્સ અહીં આપવામાં આવ્યાં છેઃ
1) દિવાલ પર હળવું દબાણ આપીને ચકાસી જુઓ કે પ્લાસ્ટર હલતું કે છુટું તો પડી જતું નથી
2) તે ભાગને સાફ કરો અને પુટ્ટી નાઇફનો ઉપયોગ કરીને તિરાડને સહેજ પહોળી કરો
3) તિરાડ પર રેડી મિક્સ્ડ અથવા સેટિંગ ટાઇપ જોઇન્ટ કમ્પાઉન્ડને ફેલાવો અને તેને સંપૂર્ણપણે ભરી દો.
4) જો તિરાડ મોટી હોય તો તેની સાઇઝને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટર કરતાં પહેલાં સેલ્ફ-એડહેસિવ ફાઇબરગ્લાસ મેશ ટેપને લગાવો.
5) ટેપ લગાવેલા ભાગ પર કમ્પાઉન્ડના થોડાં લેયરો (2 કે 3 લેયરો) લગાવો.
6) આખરે આ ભાગનો રંગ દિવાલના રંગ સાથે મેળ ખાય તે માટે તેને રંગો.
આ સિવાય પણ વાંચોઃ પાણી અને સીમેન્ટના ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી?
નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે, દિવાલોમાં તિરાડો પડી જવી એ એક સામાન્ય સમસ્યા છે અને ડ્રાયવૉલ, કૉંક્રીટ કે પ્લાસ્ટરની દિવાલોમાં આ સમસ્યા સર્જાઈ શકે છે. જોકે, યોગ્ય સાધન-સામગ્રી વડે દિવાલોમાં પડેલી તિરાડોને રીપેર કરવાની કામગીરી મેનેજ કરી શકાય તેવો ડીઆઇવાય પ્રોજેક્ટ બની જાય છે, જે ઘરના માલિકના સમય અને નાણાં બંનેને બચાવે છે. થોડી ધીરજ રાખવાથી અને થોડાં પ્રયાસો કરવાથી તથા દિવાલોમાં તિરાડો પડતી અટકાવવા માટે અહીં આપેલા સૂચનોનું પાલન કરવાથી તમે તમારા ઘરની દિવાલોમાં પડેલી તિરાડોને રીપેર કરી શકો છો અને તમારા ઘરની સુંદરતા જાળવી રાખી શકો છો.