Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
લોડ-બેરિંગ દિવાલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં નક્કર જમીન સપાટીની નજીક હોય છે, તેથી દિવાલનો પાયો તેના પર સીધો બેસી શકે છે. જેમ જેમ બિલ્ડિંગ ઊંચું થતું જાય છે તેમ, દિવાલો વધુ જાડી હોવી જરૂરી છે, જે ઉપયોગી ફ્લોર સ્પેસ ઘટાડે છે અને ખર્ચમાં વધારો કરે છે.
મોટાભાગની આધુનિક બિલ્ડિંગ્સ માળ (ફ્લોર) ને સપોર્ટ પૂરો પાડવા માટે હળવી પરંતુ મજબૂત સામગ્રીમાંથી બનેલા ફ્રેમ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. આ બિલ્ડિંગ્સમાં જાડી લોડ-બેરિંગ દિવાલોને બદલે અંદર અને બહાર પાતળી અને વજનમાં હલ્કી દિવાલો હોય છે. લોડ-બેરિંગ સિસ્ટમમાં, દિવાલો માત્ર બિલ્ડિંગને જ સપોર્ટ આપતી નથી પણ હવામાન, ઘોંઘાટ, ગરમી અને આગ સામે પણ રક્ષણ આપે છે.
હવે જ્યારે આપણે સમજીએ છીએ કે સ્ટ્રક્ચરલ લોડ-બેરિંગ શું છે, ચાલો તેના પ્રકારો જોઈએ.
હવે જ્યારે આપણે ઘટકોને અને તે લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સની સ્થિરતા અને ટકાઉપણાંમાં કેવી રીતે યોગદાન આપે છે તે સમજી ગયા છીએ, તો ચાલો તેમના ફાયદાઓ અને કાર્યક્ષમતાઓ તપાસીએ.
આ બિલ્ડિંગ્સ મજબૂત અને સ્થિર હોય છે કારણ કે તે છત અને ઉપરના માળેથી વજનને સીધું નીચે જમીનમાં લઈ જાય છે. આ એક સીધી લીટીમાં બ્લૉક્સને ગોઠવવા જેવું છે, જ્યાં દરેક બ્લૉક તેની ઉપરના બ્લૉકને સપોર્ટ કરે છે.
નાના બાંધકામો માટે, જેમ કે મકાનો અથવા બે માળની બિલ્ડિંગ્સ માટે, લોડ-બેરિંગ દિવાલોનો ઉપયોગ સસ્તો પડી શકે છે. આનું કારણ એ છે કે સપોર્ટ માટે વધારાના સ્ટીલ અથવા કોંક્રિટ બીમની જરૂર વગર, બિલ્ડિંગને જાળવવામાં મોટા ભાગનું કાર્ય સ્ટ્રક્ચર જ કરે છે.
લોડ-બેરિંગ સ્ટ્રક્ચરમાં દિવાલો બિલ્ડિંગને પકડી રાખવા કરતાં વધુ કાર્ય કરે છે. તે જગ્યાને રૂમમાં વિભાજિત કરવામાં, ઘોંઘાટને રોકવામાં અને ગરમીને અંદર કે બહાર રાખવામાં પણ મદદ કરે છે, આ તમામ કાર્યો તેમના મુખ્ય કાર્ય ઉપરાંતના બોનસ છે.
આ પ્રકારના સ્ટ્રક્ચર્સ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, જેમ કે ઈંટો અને કોંક્રિટ બ્લૉક્સ, સામાન્ય રીતે ઉપ્લબ્ધતામાં સહેલા હોય છે. આવી ઉપ્લબ્ધતા વિશેષ સામગ્રીના સોર્સિંગ વિના વિવિધ સ્થળોએ પ્રોજેક્ટ શરૂ કરવા અને પૂર્ણ કરવાનું વધુ સરળ બનાવી શકે છે.
પથ્થર અથવા ઈંટ જેવી ભારે સામગ્રી ગરમીને શોષી અને સંગ્રહિત કરી શકે છે, જે બિલ્ડિંગની અંદરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન, તે ગરમીને શોષી લે છે, તેને અંદરથી ઠંડી રાખે છે, અને રાત્રે, તે આ સંગ્રહિત ગરમીને મુક્ત કરી શકે છે, અને જગ્યાને હુંફાળી કરવામાં મદદ કરે છે.
લોડ-બેરિંગ દિવાલોમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મોટેભાગે કુદરતી રીતે આગ સામે પ્રતિરોધક હોય છે, જે આગના કિસ્સામાં તમારા બિલ્ડિંગને વધુ સુરક્ષિત બનાવી શકે છે. તે અવાજને અવરોધિત કરવામાં પણ સારી હોય છે, જે બહાર ઘોંઘાટ હોય તો પણ અંદરના ભાગને શાંત બનાવે છે.
લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સમાં ઉપયોગમાં લેવાતી ઘણી સામગ્રી, જેમ કે પથ્થર અને ઈંટ, કેટલીક આધુનિક બિલ્ડિંગ સામગ્રીની તુલનામાં કુદરતી અને પર્યાવરણને વધુ અનુકૂળ હોય છે. આ કેટલાક કિસ્સાઓમાં લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સને વધુ ટકાઉ પસંદગી બનાવી શકે છે.
લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સના ફાયદા અને અભિન્ન ઘટકોને તપાસ્યા પછી, તેના સંભવિત ગેરફાયદાઓ પર નજર નાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સ ઊંચી બિલ્ડિંગ્સ માટે યોગ્ય નથી, જે લાક્ષણિકપણે તેમના ઉપયોગને વધુમાં વધુ બે અથવા ત્રણ માળ (ફ્લોર) સુધી મર્યાદિત કરે છે. આ મર્યાદા વધારે પડતા જાડા અને ઉચ્ચ સ્ટ્રક્ચરને સપોર્ટ પૂરો પાડવા માટે અવ્યવહારુ હોવાને કારણે આવે છે.
લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સ સાથેનું નિર્માણ ઘણીવાર વધુ સમય લે છે. આનું કારણ એ છે કે બાંધકામ કડિયાકામના કાર્ય પર ખૂબ આધાર રાખે છે, જેમાં દરેક ઈંટ અથવા બ્લૉકની કાળજીપૂર્વક ગોઠવણી સમાવિષ્ટ છે અને સામગ્રીને સેટ કરવા અને મજબૂતાઈ મેળવવા માટે પૂરતો સમય જરૂરી છે.
એકવાર લોડ-બેરિંગ દિવાલ બનાવવામાં આવે, તેને ખસેડવી અથવા દૂર કરવી પડકારજનક હોય છે અને ક્યારેક અશક્ય હોય છે કારણ કે સ્ટ્રક્ચરની સ્થિરતા તે દિવાલ પર આધારિત છે. આ બિલ્ડિંગના લેઆઉટનું રિનોવેશન અથવા તેને બદલવાનું મુશ્કેલ બનાવે છે.
આ સ્ટ્રક્ચર્સની દિવાલો ભારે સામગ્રીમાંથી બનાવવામાં આવી હોય છે, જે સમગ્ર બિલ્ડિંગને અતિશય ભારે બનાવે છે. આ વધારાના વજનને સપોર્ટ પૂરો પાડવા માટે લોડ-બેરિંગ સ્ટ્રક્ચર્સ માટે મજબૂત અને ઘણીવાર વધુ ખર્ચાળ પાયો (ફાઉન્ડેશન) જરૂરી બને છે.
જ્યારે કડિયાકામની દિવાલો (જેમ કે ઈંટો અથવા કોંક્રિટના બ્લૉક્સમાંથી બનેલી) લોડ સહન કરવા માટે ઉત્તમ છે, તે હવામાન અને તાપમાનના ફેરફારો સામે ઇન્સ્યુલેટ કરવામાં એટલી સારી હોતી નથી. આ ગરમી અને ઠંડક માટે ઊંચા ઉર્જા ખર્ચ તરફ દોરી જઈ શકે છે.
લોડ-બેરિંગ મકાન સ્ટ્રક્ચરને સમજવું એ તમારા ઘરમાં રિનોવેશન અથવા સમારકામ વિશે સૂચિત નિર્ણયો લેવા બાબતે ચાવીરૂપ છે. યાદ રાખો, આ દિવાલો વિશ્વસનીય હોય છે, જે કોઈ પણ સમસ્યા વિના અડીખમ ઊભી રહે છે અને લોડનું વહન કરે છે. જો તમે કોઈ ચોક્કસ દિવાલ વિશે અચોક્કસ હોવ, તો કોઈપણ અણગમતા આશ્ચર્યને ટાળવા માટે વ્યાવસાયિકની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે.