Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
જો તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યાં હો અને પોતાની જાતે અથવા ઇન્ટીરિયર ડીઝાઇનરની મદદથી તેને ડીઝાઇન કરવાનું આયોજન કરી રહ્યાં હો તો, ઘરના વાસ્તુ પર ધ્યાન આપવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. ઘર માટેનું વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે અને તે ડીઝાઇન, સ્થાપત્યકલા અને લેઆઉટના સિદ્ધાંતોનું વર્ણન કરે છે. તમારું ઘર હકારાત્મક ઊર્જા ફેલાવે અને નકારાત્મકતાને દૂર રાખે તે માટે ઘર માટેના વાસ્તુશાસ્ત્રના સૂચનોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
હકારાત્મક અને સારા કંપનોને આવકારવા માટે વાસ્તુના વિજ્ઞાન અને આપણા ઘરની રચનાની વચ્ચેના જોડાણને સમજવું જરૂરી છે. ઘર માટેના વાસ્તુના વિવિધ સૂચનો છે, જેને તમારા ઘરમાં ઉપયોગમાં લેવા જોઇએ, જેથી તમારું જીવન પ્રેમાળ અને ખુશહાલ બને તેની ખાતરી થઈ શકે. અહીં તેના કેટલાક પાસાં આપવામાં આવ્યાં છેઃ
વીધિ શૂળ એ એક સ્થિતિ છે, જેમાં રોડ પ્લોટને સ્પર્શે છે. કેટલાક વીધિ શૂળ હકારાત્મકતા લાવે છે અને કેટલાક નકારાત્મકતા લાવે છે. ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની ઉત્તરે, ઉત્તર-પૂર્વ (ઇશાન)ની પૂર્વે આવેલા વીધિ શૂળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જ્યારે દક્ષિણ-પૂર્વ (અગ્નિ)ની દક્ષિણે, ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)ની પશ્ચિમે આવેલા વીધિ શૂળ મધ્યમ ગણવામાં આવે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય)માં આવેલો બેડરૂમ સારું આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે. પથારીને બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવી જોઇએ. પથારીની સામે અરીસો કે ટેલિવિઝન મૂકવાનું ટાળો.
આ પણ વાંચોઃ તમારા બેડરૂમ માટે વાસ્તુના 5 મહત્વના સૂચનો
તમારા ઘરને ખુશીઓ, સફળતા અને સારા આરોગ્યથી ભરી દેવા માટે ઘર માટેના વાસ્તુના આ સૂચનોને તમારા ઘરમાં સામેલ કરવામાં આવે તેની ખાતરી કરો.