Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
આજે પરિસ્થિતિ એવી છે કે લોકો પાણની તંગીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તથા કેટલાક રીપોર્ટ તો એમ સૂચવે છે કે, વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસતી પાણીની તંગી ધરાવતા વિસ્તારો (પાણીની સહાય પૂરી પાડવી પડતી હોય તેવા વિસ્તારો)માં વસતી હશે. આ સ્થિતિ સૂચવે છે કે, મનુષ્યોને મીઠું પાણી સુલભ બનાવવામાં મદદરૂપ થાય તેવી સિસ્ટમની તાત્કાલિક જરૂરિયાત છે. આ સમસ્યાનો ઉકેલ વરસાદી પાણીનો સંગ્રહ છે. તે મીઠા પાણીને સુલભ બનાવવાનો સૌથી સસ્ટેનેબલ ઉપાય છે અને તેનું સંચાલન કરવા માટે વીજળીની જરૂર પડતી નથી. તે કોઈ કુદરતી સંસાધનોનો નાશ કરતી નથી, તેનાથી વિપરિત તે કુદરતી વસવાટની જાળવણી અને સંરક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. આ બ્લૉગમાં વરસાદી પાણીના સંગ્રહના સ્ટેપ્સ તથા વરસાદી પાણીનો સંગ્રહ કરવાની જરૂરિયાત શા માટે છે, તે અંગે ઊંડાણપૂર્વકની સમજણ પૂરી પાડવામાં આવી છે.
સૂર્યની ગરમીને કારણે સમુદ્રનાં ખારા પાણીનું બાષ્પીભવન થાય છે, તેમાંથી વાદળા બને છે અને તે મીઠાં પાણીના સ્વરૂપમાં વરસાદ તરીકે વરસે છે. આ સમગ્ર પ્રક્રિયાનો મહત્વનો હિસ્સો એ છે કે, આ વરસાદી પાણી સમુદ્રો અને નાળાઓમાં વહી જાય છે. જો આપણે તેનો અસરકારક રીતે સંગ્રહ કરીએ તો તે એક મહત્વનો સ્રોત સાબિત થઈ શકે છે, જેનો ઉપયોગ વિવિધ કામગીરીઓમાં થઈ શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે, વરસાદી પાણીનો સંગ્રહ એ વરસાદના પાણીને વહી જતું અટકાવીને તેને ફરીથી ઉપયોગમાં લેવા તેનો સંગ્રહ કરવાની પ્રક્રિયા છે. જોકે, સૌથી પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાના સ્ટેપ્સને સમજી લેવા જરૂરી છે.
વરસાદી પાણીનો સંગ્રહ કરવાના પ્રકારો આપણને આ સિસ્ટમને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. તેના વિશે જાણકારી મેળવી લેવી જ શ્રેષ્ઠ છે, જેથી કયો પ્રકાર આપણા માટે શ્રેષ્ઠ છે, તે જાણી શકાય અને તદનુસાર વરસાદી પાણીનો સંગ્રહ કરવાના સ્ટેપ્સ વિશે જાણકારી મેળવી શકાય.
આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાના સ્ટેપ્સ વિશે જાણકારી મેળવીએ તે પહેલાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ફાયદાને સમજી લઇએ.
ભૂગર્ભજળની પર્યાપ્તતાને વધારે છેઃ વસતીમાં વધારો થવાની સાથે ભૂગર્ભજળ પરની નિર્ભરતા પણ વધી રહી છે. ઘણી રહેણાક કોલોનીઓ અને ઉદ્યોગો તેમની પાણીની રોજિંદી જરૂરિયાતને પૂરી કરવા માટે ભૂગર્ભજળને ખેંચે છે. તેના કારણે ભૂગર્ભજળ ઘટી ગયું છે, જે કેટલાક વિસ્તારોમાં તો અતિશય નીચલા સ્તરે પહોંચી ગયું છે અને આવા વિસ્તારોમાં પાણીની તીવ્ર તંગી પેદા થઈ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ભૂગર્ભજળ વધુ ઘટવાને બદલે તેની સપાટીને જાળવી રાખે છે.
દુષ્કાળના પ્રભાવોને ઘટાડે છેઃ ઘણાં દેશો, ખાસ કરીને શુષ્ક વાતાવરણ ધરાવતા દેશો સ્વચ્છ પાણીના સસ્તા અને વિશ્વસનીય સ્રોત તરીકે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે, ત્યારે થોડાં મહિનાઓ પહેલાં સંગ્રહેલા વરસાદી પાણીનો ઉપયોગ થઈ શકે છે. રણવિસ્તારોમાં વરસાદી પાણીને ટેકરીઓ અને ઢોળાવો પરથી વહી જતું અટકાવવા માટે માટીની ક્યારીઓ બનાવવામાં આવે છે અને સિંચાઈમાં વધારો કરવામાં આવે છે. વરસાદ ઓછો પડ્યો હોય તેવા સમયગાળામાં પણ પાક ઉગાડવા માટે પૂરતું પાણી એકઠું કરી લેવામાં આવે છે.
ભૂગર્ભજળના સ્તરને સુધારી પાણી ખેંચવા માટે વપરાતી વીજળીમાં બચત કરે છેઃ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ સપાટી પરથી વહી જતાં પાણી વડે ભૂગર્ભજળના સ્તરને રીચાર્જ કરી પાણીના સ્તર અને ગુણવત્તાને વધારે છે. તેના પરિણામે વરસાદ ઓછો પડ્યો હોય તેવી સ્થિતિમાં પણ એક સસ્ટેનેબલ ગ્રાઉન્ડવૉટર ટેબલની રચના થઈ શકે છે.
ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ કરવો એ પર્યાવરણ માટે પણ લાભદાયી છેઃ ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીનું બાષ્પીકરણ થતું નથી અને તે લાંબાગાળા સુધી પાણીનો પુરવઠો પૂરો પાડે છે, તે ભૂગર્ભજળના પુરવઠાને ફરીથી ભરે પણ છે, દરિયાના પાણીને અંદર પ્રવેશી જતાં અટકાવે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંપૂર્ણપણે ભૂગર્ભજળ પર નિર્ભર હોય તેવી ઇકોસિસ્ટમનું રક્ષણ કરે છે.
તેની પાછળ ઓછો ખર્ચ થાય છેઃ વરસાદી પાણીનો સંગ્રહ એ વૉટર રીસાઇક્લિંગની અન્ય પદ્ધતિઓ કરતાં પ્રમાણમાં સસ્તો વિકલ્પ છે તથા તે લાંબાગાળાનું રોકાણ હોવાથી ખિસ્સા પર તેનું ખાસ ભારણ પડતું નથી. આથી વિશેષ, તેને ઘર સુધી પહોંચાડવા વિવિધ માધ્યમો મારફતે પરિવહન કરવાની જરૂરિયાત પણ રહેતી નથી.
Iતે પાણીની બચત કરવામાં મદદરૂપ થાય છેઃ વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી તે તમને પાણીની બચત કરવામાં અને તેને અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં મદદરૂપ થાય છે. તે પાણીની બચત કરવાનો સૌથી અસરકારક રસ્તો છે. જોકે, તમારા ઘરમાં રહેલી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સિસ્ટમ પ્રત્યે સવિશેષ ધ્યાન આપો. કૉંક્રીટની મજબૂતાઈનું પરીક્ષણ કરો, કૉંક્રીટનું ક્યોરિંગ કરો અને કૉંક્રીટનું કાળજીપૂર્વક પરિવહન કરો અને તેને પાથરો.
વરસાદી પાણીનો સંગ્રહ કરવાના સ્ટેપ્સ લાંબા લાગી શકે છે પણ જો તેનું અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવે તો, આ સિસ્ટમ આજીવન ટકી રહેશે.
પાઇપના મુખ પાસે મેશ ફિલ્ટર અને ફર્સ્ટ ફ્લશ (જે રૂફ વૉશર તરીકે પણ ઓળખાય છે) ડીવાઇઝ, જે પાણીના પહેલા પ્રવાહને ટાંકીથી દૂર વાળી લેશે.
સંગ્રહની ટાંકી સાથે જોડાતા પહેલાં એક ફિલ્ટરેશન સિસ્ટમ.
વરસાદી પાણીને પાછું આવતાં અટકાવવા એર ગેપ.
પ્રત્યેક ટાંકીમાં વધારાના પાણીને ઓવરફ્લો થવાની સિસ્ટમ હોવી જોઇએ.
વધારાના પાણીને સિસ્ટમને રીચાર્જ કરવા માટે વાળી શકાય છે.
પાઇપોને ઇન્સ્ટોલ કરવા માટેઃ
પાઇપો નાંખવા માટે સત્તાધિશો પાસેથી જરૂરી મંજૂરીઓ (જો જરૂર હોય તો) મેળવો.
જો તેને જમીનમાં નાંખવાની હોય તો ખાઈ ખોદો.
જ્યાં સફાઈ માટે સરળતાથી પહોંચી શકાતું ના હોય તેવી જગ્યાએ નિક્ષેપ જમા થવાનું ટાળવા માટે પાઇપ સિંગલ ફૉલ હોય તે ઇચ્છનીય છે.
ખાઈમાં અથવા તો અન્યત્ર પાઇપોને નાંખો અને કનેક્ટરોનો ઉપયોગ કરીને તેને જોડો.
ટાંકીને ઇન્સ્ટોલ કરવા માટેઃ
તમારી સંપત્તિને અનુકૂળ હોય તેવું ટાંકીનું સ્ટેન્ડ બનાવો.
આ સ્ટેન્ડ પર ટાંકીને ગોઠવો અને તે જ્યારે ખાલી હોય ત્યારે પવન ફૂંકાવાથી ઉડી ના જાય તેની ખાતરી કરો.
તેમને જોડી દો, જેથી તે એક જથ્થા તરીકે કામ કરી શકે. આવી પ્રત્યેક ટાંકી માટે વાલ્વ મૂકવાની ભલામણ કરવામાં આવે છે, ખાસ કરીને ટાંકીની જાળવણી માટે.
વરસાદનું દૂષિત પાણી તમારી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ટાંકીથી બહાર રાખવા માટે ફર્સ્ટ ફ્લશ ડાઇવર્ટર્સને ઇન્સ્ટોલ કરો.
કોઈ પ્રકારની ઓવરફ્લો એરેન્જમેન્ટ કરો. જો ટાંકી સમ્પમાં હોય તો તેને ઓવરફ્લો એરેન્જમેન્ટ અને ઘણાં બધાં ડ્રેનેજની જરૂર પડશે. જો ઓવરફ્લો ઓછી સાઇઝનું હોય તો, પમ્પો ઉભરાઈ જશે.
પીવીસી કલેક્ટર પાઇપ્સ અને ટાંકીની વચ્ચે અંતિમ જોડાણ કરો.
તમારા પાણીના સ્તર અને વપરાશનું નિયમિત નિરીક્ષણ કરવા માટે ટાંકીના ગેજને ઇન્સ્ટોલ કરો.
આ વરસાદી પાણીનો સંગ્રહ કરવાના સ્ટેપ્સ હતાં, જે તમારા ઘરમાં સારી સિસ્ટમ ઇન્સ્ટોલ થાય તેની ખાતરી કરશે.