Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
લિન્ટલ એ એક ખૂબ જ સરળ સ્વરૂપ છે, જેને આડા બીમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, જે ઓપનિંગ્સ પર ફેલાયેલો હોય છે તથા તે તેની ઉપર રહેલા માળખાંનાં વજનને આસપાસ રહેલા ઊભા સપોર્ટ પર અસરકારક રીતે ફેલાવી દે છે. તેનું મહત્વ વજન ઊંચકવાની, શિથિલતાને નિવારવાની તથા બિલ્ડિંગની એકંદર મજબૂતાઈને જાળવી રાખવાની તેની ક્ષમતામાં રહેલું છે.
લાકડાંનાં લિન્ટલ્સ, લિન્ટલ્સના સૌથી જૂના પ્રકારોમાંથી એક છે અને જે વિસ્તારોમાં લાકડું વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય છે, ત્યાં તેનો નિરંતર ઉપયોગ થતો આવ્યો છે. જોકે, આગ પ્રત્યેની સંવેદનશીલતા, સડો અને ઊધઈ લાગી જવાની સંભાવનાને કારણે તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત થાય છે. લાકડાંનાં લિન્ટલ્સના મુખ્યત્વે બે પ્રકારો છેઃ લાકડાંનાં એક જ ટુકડાંમાંથી બનાવવામાં આવેલો લિન્ટલ (ઓછી લંબાઈ માટે) અને એકથી વધારે ટુકડાંને બોલ્ટ વડે જોડીને બનાવવામાં આવેલો લિન્ટલ (વધારે લંબાઈ માટે). તમે જ્યારે લાકડાંનાં લિન્ટેલ્સનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં હો ત્યારે લાકડાંના પ્રકાર (સાગ, સાલ, શીશમ) તથા તેની ઊંડાઈ અને પહોળાઈને ધ્યાનમાં લેવી જોઇએ.
પથ્થરના લિન્ટલ સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે અને બાંધકામના વિવિધ પ્રોજેક્ટ્સમાં તેણે તેના ટકાઉપણું અને સુંદરતાની ખાસિયતો દર્શાવવાનું ચાલું રાખ્યું છે. જે વિસ્તારોમાં કુદરતી અને વિવિધ પ્રકારના પથ્થરો વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય ત્યાં ખાસ કરીને પથ્થરના લિન્ટલનો વધુ ઉપયોગ થતો જોવા મળ્યો છે. આ મજબૂત લિન્ટલો તમારી સ્થાપત્યકીય રચનાને મજબૂતાઈ, લાંબી આવરદા અને કાલાતીત સુંદરતા આપે છે. પથ્થરના લિન્ટલને પસંદ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએઃ-.
પથ્થરના લિન્ટલ અન્ય પ્રકારના લિન્ટલ કરતાં વધારે ભારે હોય છે, જેના માટે કાળજીપૂર્વક સ્ટ્રક્ચરલ પ્લાનિંગ કરવું અને સપોર્ટ પૂરો પાડવો જરૂરી બની જાય છે.
અન્ય વિકલ્પોની સરખામણીએ પથ્થરના લિન્ટેલ વધારે મોંઘા હોઈ શકે છે.
લંબાઈની ક્ષમતાના સંદર્ભમાં પથ્થરના લિન્ટલની કેટલીક મર્યાદાઓ હોય છે અને તેના માટે અગાઉથી ગણતરી કરવી જરૂરી છે.
અન્ય પ્રકારના લિન્ટલોની સરખામણીએ પથ્થરના લિન્ટલ લગાવવા માટે વધારે શ્રમિકોની જરૂર પડી શકે છે અને તેમાં સમય પણ વધારે લાગી શકે છે.
ઇંટોના લિન્ટલ એ બાંધકામમાં ઓપનિંગ્સની ઉપર લિન્ટલને આડો પાથરવા માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો એક બહુમુખી વિકલ્પ છે. ઇંટો વ્યાપકપણે ઉપલબ્ધ રહેતી હોવાથી અને ઇંટોથી ચણેલા માળખાંઓની સાથે તેની સુસંગતતાને કારણે તે સવિશેષ લોકપ્રિય છે. ઇંટોના લિન્ટલ માળખાંને સપોર્ટ પૂરો પાડે છે, સુંદર દેખાય છે અને તેને ઇન્સ્ટોલ કરવા સરળ છે, જે ઘણાં બિલ્ડિંગ પ્રોજેક્ટમાં તેને એક વ્યવહારું વિકલ્પ બનાવે છે.
તમારા બાંધકામના પ્રોજેક્ટ માટે જ્યારે પણ ઇંટોના લિન્ટલને પસંદ કરી રહ્યાં હો ત્યારે કેટલાક મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઇએઃ
ઉચ્ચ ગુણવત્તાની ઇંટને પસંદ કરો, જે ટકાઉ, મજબૂત અને ખામીઓથી મુક્ત હોય.
લિન્ટલ્સના અપેક્ષિત વજન અને લંબાઈની જરૂરિયાતોને ધ્યાનમાં લો.
લિન્ટલ્સ માટે ઉપયોગમાં લેવાયેલી ઇંટોનો પ્રકાર કદ રંગ, ટેક્સચર અને પરિમાણોના સંદર્ભમાં પાસેના ઇંટકામની સાથે સુસંગત હોય તેની ખાતરી કરો.
રીઇન્ફોર્સ્ડ બ્રિક લિન્ટલ્સ પરંપરાગત બ્રિક લિન્ટલ્સની સરખામણીએ મજબૂતાઈ અને વજન ઊંચકવાની અનેકગણી વધારે ક્ષમતા પૂરી પાડે છે. રીઇન્ફોર્સ્ડ બ્રિક લિન્ટલ્સનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં ઇંટોના કામની અંદર રીઇન્ફોર્સમેન્ટને મૂકવાનો સમાવેશ થાય છે. આ રીઇન્ફોર્સમેન્ટ વધારાની ટેન્સિલ સ્ટ્રેન્થ પૂરી પાડે છે, અતિશય ભારે વજન સામે ટકી રહેવા અને તિરાડો પડતાં કે માળખાંને ખરાબ થઈ જતાં અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીઇન્ફોર્સમેન્ટને કાળજીપૂર્વક ગોઠવવામાં આવે છે તથા મોર્ટારના સાંધાઓમાં તેને સુરક્ષિત રીતે જડવામાં આવે છે, જેથી કરીને યોગ્ય જોડાણ અને માળખાંકીય અખંડિતતાની ખાતરી થઈ શકે.
કૉંક્રીટના લિન્ટલની જબરદસ્ત મજબૂતાઈ, ટકાઉપણું અને બહુમુખીતાને કારણે બાંધકામમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છેઃ કૉંક્રીટના સાદા લિન્ટલ અને રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટના લિન્ટલ.
રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ લિન્ટલ્સની અંદર સ્ટીલના રીઇન્ફોર્સમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે, જેથી તેની વજન ઊંચકવાની ક્ષમતા અને માળખાગત કાર્યદેખાવને વધારી શકાય. તે વધારે લંબાઈ ધરાવતા ઓપનિંગ્સને આવરી લેવા તથા વધારે વજનને ટેકો પૂરો પાડવા માટે સક્ષમ હોય છે. રીઇન્ફોર્સ્ડ કૉંક્રીટ લિન્ટલ્સને આગળ વધારે બે પેટા-પ્રકારોમાં વિભાજિત કરી શકાય છેઃ
કાસ્ટ-ઇન-સિટુ લિન્ટલ્સને સાઇટ પર જ બનાવવામાં આવે છે, જ્યાં રીઇન્ફોર્સમેન્ટને ફૉર્મવર્કની અંદર જ મૂકવામાં આવે છે અને લિન્ટલના માળખાંને બનાવવા માટે તેમાં કૉંક્રીટને ભરવામાં આવે છે. તે ડીઝાઇન અને સ્ટાઇલની સ્થિતિસ્થાપકતા તથા સંકુલ કે બાંધકામની વિશિષ્ટ સ્થિતિઓમાં બહુમુખીતા પૂરી પાડે છે અને તેને આસપાસના ઘટકોમાં ખૂબ જ સરળતાથી એકીકૃત પણ કરી શકાય છે.
રીઇન્ફોર્સ્ડ બ્રિક લિન્ટલ્સ પરંપરાગત બ્રિક લિન્ટલ્સની સરખામણીએ મજબૂતાઈ અને વજન ઊંચકવાની અનેકગણી વધારે ક્ષમતા પૂરી પાડે છે. રીઇન્ફોર્સ્ડ બ્રિક લિન્ટલ્સનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં ઇંટોના કામની અંદર રીઇન્ફોર્સમેન્ટને મૂકવાનો સમાવેશ થાય છે. આ રીઇન્ફોર્સમેન્ટ વધારાની ટેન્સિલ સ્ટ્રેન્થ પૂરી પાડે છે, અતિશય ભારે વજન સામે ટકી રહેવા અને તિરાડો પડતાં કે માળખાંને ખરાબ થઈ જતાં અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીઇન્ફોર્સમેન્ટને કાળજીપૂર્વક ગોઠવવામાં આવે છે તથા મોર્ટારના સાંધાઓમાં તેને સુરક્ષિત રીતે જડવામાં આવે છે, જેથી કરીને યોગ્ય જોડાણ અને માળખાંકીય અખંડિતતાની ખાતરી થઈ શકે.
જ્યારે દિવાલનું બહારનું લીફ અંદરના લીફની સરખામણીએ ઊંચાઈમાં ટૂંકું હોય ત્યારે શોર્ટ આઉટર લીફ સ્ટીલ લિન્ટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિન્ટલ્સ ખાસ કરીને બહારના લીફને સપોર્ટ પૂરો પાડે છે, જે આંતરમાળખાંની અખંડિતતા અને વજનના યોગ્ય વિતરણની ખાતરી કરે છે. જ્યાં બહારના લીફને અંદર સમાવી લેવાની જરૂર હોય તેવી ખાસ પરિસ્થિતિઓમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, રવેશની ડીઝાઇન કે સ્થાપત્યકીય વિશેષતાઓ.
વાઇડ આઉટર લીફ સ્ટીલ લિન્ટલ્સનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે પોલાણવાળી દિવાલની બહારનું લીફ અંદરના લીફ કરતાં વધારે પહોળું હોય છે. આ લિન્ટલ્સ બહારના પહોળા લીફને સપોર્ટ પૂરો પાડી માળખાંની સ્થિરતા અને વજનની યોગ્ય વહેંચણીની ખાતરી કરે છે. જે બાંધકામમાં પહોળી બહારની દિવાલોની જરૂર હોય અથવા તો સુંદરતા કે કામગીરીના હેતુ માટે વધારાની જગ્યા જોઇતી હોય તેવી સ્થાપત્યકીય રચનાઓમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ થતો હોય છે.
સ્પેશિયાલિસ્ટ લિન્ટલ્સ એ બાંધકામની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવા અને પડકારોને દૂર કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનો છે. બાંધકામની આધુનિક પદ્ધતિઓની માંગને પૂરી કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવે છે. આ લિન્ટલ્સ વિવિધ પ્રકારની સામગ્રીઓમાં ઉપલબ્ધ છે, જે દરેક વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો અને લાભ ધરાવે છે. તે ઉષ્માના અવાહક હોય છે, આગ પ્રતિરોધી હોય છે, ધ્વનિના અવાહક હોય છે અને માળખાંને સપોર્ટ કરતાં હોય છે, ચોક્કસ પ્રોજેક્ટની જરૂરિયાતોને પૂરી કરતાં હોય છે.
કેવિટી લિન્ટલ્સ એ ચોક્કસ પ્રકારના લિન્ટલ હોય છે, જેની રચના પોલાણવાળી દિવાલનું બાંધકામ કરવા માટે થાય છે. આ લિન્ટલ્સનો ઉપયોગ દિવાલના અંદર અને બહારના લીવ્સની વચ્ચે આવેલા પોલાણનો સમાવેશ કરી દિવાલમાં રહેલા ઓપનિંગ્સને આવરી લેવા માટે થાય છે. કેવિટી લિન્ટલ્સ સ્ટીલ કે કૉંક્રીટ જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને દિવાલના અંદરના અને બહારના એમ બંને લીવ્સને સપોર્ટ પૂરો પાડવા માટે તેની ખાસ રીતે રચના કરવામાં આવી હોય છે. કેવિટી લિન્ટલ્સની મુખ્ય વિશેષતાઓમાંથી એક વિશેષતા એ છે કે, તેમાં કેવિટી ટ્રે રહેલી હોય છે. આ ટ્રે એક અવરોધ તરીકે કામ કરે છે, જે પોલાણમાં ભેજ પ્રવેશતો અટકાવે છે અને દિવાલને નુકસાન થતું પણ અટકાવે છે. જ્યારે કેવિટી લિન્ટલ્સને પસંદ કરી રહ્યાં હો ત્યારે દિવાલના બાંધકામના પ્રકાર અને વજનની જરૂરિયાતો જેવા પરિબળોને ધ્યાનમાં રાખવાની જરૂર છે તથા સ્ટ્રક્ચરલ એન્જિનીયરોની પણ સલાહ લેવી જોઈએ.
બિલ્ડિંગની સ્થિરતા, સપોર્ટ અને માળખાંની અખંડિતતાની ખાતરી કરવા માટે બાંધકામમાં લિન્ટલની કામગીરી ખૂબ જ મહત્વની બની જાય છે.
આડા બીમ તરીકે કામ કરતાં લિન્ટલ્સ ચણતર તથા દરવાજા, બારીઓ અને વેન્ટિલેટર્સ જેવા ઓપનિંગ્સની ઉપર રહેલા માળખાંનાં ઘટકોનું વજન ઉપાડે છે.
લિન્ટલ્સ ખેંચાણ, સંકોચન અને તેની પર લાગતાં બળોનો પ્રતિકાર કરી દિવાલ કે માળખાંની એકંદર મજબૂતાઈ અને સ્થિરતાની ખાતરી કરે છે.
લિન્ટલ એટલે શું? આ પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપવો હોય તો એમ કહી શકાય કે, લિન્ટલ્સ એ બાંધકામમાં ખૂબ જ મહત્વનું ઘટક છે, જે બિલ્ડિંગની સ્થિરતા અને તેને સપોર્ટ પૂરો પાડવાની આવશ્યક કામગીરી નિભાવે છે. તે કાર્યાત્મક ઉદ્દેશ્યોને પૂરાં કરવાની સાથે-સાથે સ્થાપત્યની અખંડિતતા અને માળખાંની સુંદરતામાં પણ યોગદાન આપે છે, જે તેમને બાંધકામના પ્રોજેક્ટનું અનિવાર્ય ઘટક બનાવી દે છે. લિન્ટલ લાકડાંનું હોય, પથ્થરનું, ઇંટનું, કૉંક્રીટનું, સ્ટીલનું કે સ્પેશિયાલિસ્ટ્સ લિન્ટલ હોય, લિન્ટલ શું છે તે સમજવું અને તેના યોગ્ય પ્રકારની પસંદગી કરવી એ મહત્વનું બની જાય છે અને તે તમારા બાંધકામના પ્રોજેક્ટને સફળ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.