Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

Home is your identity. Build it with India's No.1 Cement

logo


ઓપીસી સીમેન્ટ એટલે શું?

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ (ઓપીસી) એ વ્યાપક રેન્જના ઉપયોગો માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો સીમેન્ટ છે. તે આરસીસી અને ચણતરથી માંડીને પ્લાસ્ટરિંગ, પ્રીકાસ્ટ અને પ્રીસ્ટ્રેસ કામો માટે ઉપયોગી છે. આ સીમેન્ટને ઓર્ડિનરી, સ્ટાન્ડર્ડ અને અત્યંત શક્તિશાળી કૉંક્રીટ, મોર્ટાર, સામાન્ય હેતુ માટેના રેડી-મિક્સ અને ડ્રાય લીન મિક્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

logo


ઓપીસી સીમેન્ટના પ્રકારો

અલ્ટ્રાટૅકનો ઓપીસી સીમેન્ટ એ મૂળભૂત પ્રકારનો સીમેન્ટ છે. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટને 28 દિવસે તેના ક્યુબની દાબક મજબૂતાઈ પર આધારિત ચાર ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 33, 43, 53 અને 53-એસ
 

  • ઓપીસી 33: જ્યારે ક્યુબની 28 દિવસની દાબક મજબૂતાઈ 33 N/mm2થી વધારે હોય ત્યારે તે સીમેન્ટને 33 ગ્રેડનો ઓપીસી સીમેન્ટ કહેવામાં આવે છે.

 

  • ઓપીસી 43: 28 દિવસે આ સીમેન્ટના ક્યુબની દાબક મજબૂતાઈ ઓછામાં ઓછી 43 N/mm2 હશે. પ્રાથમિક રીતે તેનો ઉપયોગ સામાન્ય ગ્રેડના કૉંક્રીટમાં અને ચણતરની કામગીરીમાં થાય છે.

 

  • ઓપીસી 53: 28 દિવસે આ સીમેન્ટના ક્યુબની દાબક મજબૂતાઈ ઓછામાં ઓછી 53 N/mm2 હશે. તેનો ઉપયોગ ઊંચા ગ્રેડ અને વધારે કાર્યક્ષમતા ધરાવતી સ્ટ્રક્ચરલ કામગીરીઓમાં થાય છે, જેમ કે, રીએન્ફોર્સ્ડ સીમેન્ટ કૉંક્રીટ, પ્રીસ્ટ્રેસ્ડ કૉંક્રીટ, હાઈ-સ્પીડ બાંધકામો જેમ કે સ્લિપફૉર્મ વર્ક અને પ્રીકાસ્ટની કામગીરીઓ. મોટા પાયે કૉંક્રીટ બનાવવામાં, નોન-સ્ટ્રક્ચરલ કામગીરીઓ કે આકરા વાતાવરણમાં થઈ રહેલા બાંધકામોમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.
  • ઓપીસી 53-એસઃ તે વિશેષ ગ્રેડનો ઓપીસી છે, જેની રચના ખાસ કરીને ફક્ત પ્રીસ્ટ્રેસ્ડ કૉંક્રીટ રેલવે સ્લીપરો માટે જ થયેલી છે.


43 અને 53 ઓપીસી સીમેન્ટ ગ્રેડની વચ્ચે શું તફાવત છે?

43 અને 53 સીમેન્ટ ગ્રેડ 28 દિવસે મેળવવામાં આવેલી સર્વોચ્ચ મજબૂતાઈને દર્શાવે છે. આ બે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટના ગ્રેડ સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

તેમની વચ્ચેનો તફાવત અહીં નીચે જણાવ્યાં મુજબ છેઃ

 

  • 28 દિવસ બાદ 53 ગ્રેડનો સીમેન્ટ 530 કિગ્રા/ચો સેમીની મજબૂતાઈ મેળવી લે છે, જ્યારે 43 ગ્રેડનો સીમેન્ટ 430 કિગ્રા/ચો સેમીની મજબૂતાઈ મેળવી લે છે.
  • 53 ગ્રેડના સીમેન્ટનો ઉપયોગ પુલ, રોડવેઝ, બહુમાળી ઇમારતો અને ઠંડી આબોહવાના કૉંક્રીટ જેવા હાઈ-સ્પીડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો સર્વસામાન્ય હેતુ માટેનો સીમેન્ટ 43 ગ્રેડનો સીમેન્ટ છે.
  • 53 ગ્રેડનો સીમેન્ટ ઝડપથી સેટ થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી મજબૂતાઈ પ્રાપ્ત કરી લે છે. 28 દિવસ બાદ તેની મજબૂતાઈમાં કોઈ નોંધપાત્ર વધારો થતો નથી. જોકે, શરૂઆતમાં 43 ગ્રેડના સીમેન્ટની મજબૂતાઈ ખાસ વધારે હોતી નથી પરંતુ તે ધીમે-ધીમે સારી મજબૂતાઈ વિકસાવી લે છે.
  • 43 ગ્રેડનો સીમેન્ટ પ્રમાણમાં થોડી હાઇડ્રેશન હીટ પેદા કરે છે, જ્યારે 53 ગ્રેડનો સીમેન્ટ ઝડપથી સેટ થઈ જાય છે અને નોંધપાત્ર માત્રા રીલીઝ કરે છે. તેના પરિણામસ્વરૂપ, 53 ગ્રેડના સીમેન્ટમાં ખૂબ જ બારીક તિરાડો પડી શકે છે, જે સપાટી પર દેખાતી નથી અને આથી તેનું યોગ્ય ક્યુરિંગ કરવું જોઈએ.
  • 53 ગ્રેડનો સીમેન્ટ 43 ગ્રેડના સીમેન્ટ કરતાં થોડો મોંઘો હોય છે.

     
logo


ઓપીસી સીમેન્ટના ઉપયોગો

ઓપીસી એ વિશ્વમાં સૌથી વ્યાપકપણે ઉપયોગોમાં લેવાતો સીમેન્ટ છે. તેના ઓછા ઉત્પાદન ખર્ચને લીધે તે બાંધકામના વ્યવસાયમાં એક લોકપ્રિય સીમેન્ટ છે.

 

તે સર્વસામાન્ય રીતે આ કામોમાં ઉપયોગમાં લેવામાં આવે છેઃ


ઊંચા માળખાંઓના બાંધકામ

logo

રોડવેઝ, ડેમ, પુલો અને ફ્લાયઓવરનું બાંધકામ

logo

ગ્રાઉટ્સ અને મોર્ટાર બનાવવા

logo

રહેણાંક અને ઔદ્યોગિક સંકુલોનું બાંધકામ

logo


ઉપસંહાર

કારણ કે પોઝોલેનિક સામગ્રી સીમેન્ટિશિયસ કમ્પાઉન્ડની રચના કરવા માટે પોર્ટલેન્ડ સીમેન્ટને પલાળવામાંથી મુક્ત થતાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાથે પ્રતિક્રિયા કરે છે. પીપીસી કૉંક્રીટની અભેદ્યતા અને ઘનતાને વધારે છે. તેનો ઉપયોગ હાઇડ્રોલિક માળખાંઓનું નિર્માણ કરવા, સમુદ્રી કાર્યો, મોટા પાયે કૉંક્રીટ બનાવવા વગેરે માટે વિશ્વાસપૂર્વક થઈ શકે છે. તે આલ્કલી-એગ્રીગેટની પ્રતિક્રિયા સામે કૉંક્રીટનું રક્ષણ કરે છે.


Loading....