ઘટતા અંતર
બાન્દ્રા-વર્લી સી લિંક કે જેને ‘રાજીવ ગાંધી સી લિંક’નું બીજું નામ આપવામાં આવ્યું છે તે 4.7 કિમી લાંબો છે અને અત્યાધુનિક સેગમેન્ટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરેલો ટ્વીન 4-લેન કેરેજવે છે. આ પ્રોજેક્ટે પોતાના દમ પર ભારતમાં આંતરમાળખાકીય સંભાવનાઓના વ્યાપને વિસ્તારિત કર્યો છે. આ દેશમાં સંભવિતપણે સૌથી વધુ મહત્ત્વકાંક્ષી આંતરમાળખાકીય પ્રોજેક્ટ છે. આ સ્વપ્નના પ્રોજેક્ટને અલ્ટ્રાટેક દ્વારા પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સિમેન્ટની ગુણવત્તા ઉત્કૃષ્ઠ હોય તે જરૂરી હતું, કારણ કે તેના પિલ્લર્સે સમુદ્રના મોજાના પ્રકોપ સામે ટકી રહેવું પડશે. તેથી ‘અલ્ટ્રાટેક સિમેન્ટ’નો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો તે કોઈ આશ્ચર્યની વાત નહોતી.
આ પ્રોજેક્ટ પુલ મારફતે મુંબઈના વ્યાવસાયિક કેન્દ્રને ઉપનગરો સાથે જોડે છે, જેના પિલ્લર્સ અરબી સમુદ્ર સ્થિત છે. આ પ્રોજેક્ટે યાત્રાનો સમય નોંધપાત્ર ઘટાડ્યો છે અને માહિમ કોઝવે પર ટ્રાફિકને ઘટાડવામાં પણ મદદ કરી છે. સી લિંક મુંબઈના રહેવીઓને ઝડપી અને સુરક્ષિત રીતે અવરજવર પૂરી પાડે છે. અને અલ્ટ્રાટેક ભારતના સૌથી મહત્ત્વકાંક્ષી આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ પૈકીના એકને તેની મજબૂતાઈ પૂરી પાડીને ગર્વ અનુભવે છે.